ભારત મકાઈ સમિટ-2022: ભારત આગળ, ગુજરાત પાછળ ધકેલાઈ ગયું
भारत मक्का शिखर सम्मेलन-2022: भारत ने आगे बढ़ाया, गुजरात ने पीछे धकेला
India Mecca Summit-2022: India moves forward, Gujarat pushes back
દિલીપ પટેલ, 17 મે 2022
દેશની અગ્રણી વાણિજ્ય અને ઉદ્યોગ સંસ્થા FICCI એ ‘ઈન્ડિયા મકાઈ સમિટ-2022’નું આયોજન કર્યું હતું. પોલ્ટ્રી સેક્ટરમાં મકાઈની વધતી માંગથી ભારતીય મકાઈ ક્ષેત્રને ફાયદો થવાની શક્યતા છે. સ્થાનિક રીતે, મકાઈની માંગ તેના ઉત્પાદન કરતાં ઘણી ઝડપથી વધી રહી છે.
ગુજરાત રાજ્ય મકાઈમાં કેમ પછાત બની ગયું છે તેની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. 8 વર્ષમાં મકાઈના MSPમાં 43%નો વધારો થયો હોવા છતાં તેનો ફાયદો ગુજરાતના 1 કરોડ આદિવાસીઓ સુધી પહોંચ્યો નથી.
મરઘાં ઉછેર અને ઇથેનોલ ઉત્પાદન સહિત અનેક ક્ષેત્રોમાં ખાદ્ય પદાર્થ તરીકે મકાઈના ઉપયોગને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારત અને વિશ્વમાં મકાઈની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. પણ ઉત્પાદનમાં ગુજરાત પાછળ ધકેલાઈ રહ્યું છે.
અમેરિકા વિશ્વમાં સૌથી વધુ મકાઈનું ઉત્પાદન કરે છે, ત્યારબાદ ચીન અને બ્રાઝિલ આવે છે. ભારતમાં, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ મકાઈની ખેતી મોટા પાયે થાય છે. ગુજરાત આ બધા રાજ્યોનો મુકાબલો કરી શકતું નથી. જે સરકારની આદિવાસીઓ પ્રત્યે ઉદાનશીનતા દવાબદાર માનવામાં આવે છે. વિજ્ઞાનીઓને સારા બિયારણો પેદા કરવાની સવલતો આપવામાં ન આવી હોવાથી આવી સ્થિતી પેદા થઈ હોવાનું માનવામાં આવે છે.
મકાઈ એ વિશ્વમાં સૌથી વધુ વપરાતો પાક છે. મકાઈની ભાખરી, પોપકોર્ન, કોર્ન ફ્લેક્સ ઉપયોગ થાય છે. પશુ, મરઘી, ડુક્કરના ખોરાક તરીકે થાય છે.
મકાઈના ઉત્પાદનમાં વધારો થતા ખેડૂતોને પણ ઘણો ફાયદો થયો છે. પણ ગુજરાતમાં મકાઈની ઉત્પાદકતા અને વાવેતર વધવું જોઈએ તે વધતું નથી. વરકારોની નિષ્ફળતા છે. 20 વર્ષ પહેલા 2000-01માં 3.82 લાખ હેક્ટરમાં ગુજરાતમાં મકાઈનું વાવેતર અને ઉત્પાદન 2.88 લાખ ટન થયું હતું. ઉત્પાદકતા માત્ર 754 કિલોની હતી.
આદિવાસીની મોનોપોલી
આદિવાસી વિસ્તારના 13 જિલ્લામાંથી 9 જિલ્લાઓની મોનોપોલી મકાઈ પકવવામાં છે. જ્યાં ડુક્કર વધું છે ત્યાં મકાઈ પકવવાનું ખેડૂતો માંડી વાળે છે. 1998-99માં 4 લાખ હેક્ટરમાં 7.70 લાખ ટન સાથે 1805 કિલોની ઉત્પાદકતા હતી.
ઉત્પાદન
ગુજરાતમાં 2019-20માં 3 લાખ હેક્ટરમાં 4.90 લાખ ટન મકાઈ પાકે છે, હેક્ટરે સરેરાશ 1608 કિલો મકાઈ થાય છે. 33માંથી 26 જિલ્લામાં મકાઈનું વાવેતર ખેડૂતો કરતાં નથી. સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લામાં વાવેતર મકાઈના દાણા માટે થતું નથી.
ઉત્પાદકતા
રાજ્યમાં સૌથી વધારે તાપી જિલ્લાના ખેડૂતો હેક્ટરે 3200 કિલો મકાઈ પકવે છે. બીજા નંબર પર બનાસકાંઠાના ખેડૂતો હેક્ટરે 2200 કિલો પકવે છે. ત્રીજા નંબર પર અરાવલીના ખેડૂતો છે.
દાહોદ
ગુજરાતમાં કુલ વાવેતરના 40 ટકા સાથે દાહોદમાં સૌથી વધારે 1.70 લાખ હેક્ટરમાં મકાઈનું વાવેતર સાથે 2.60 લાખ ટન થાય છે. જે રાજ્યના કુલ ઉત્પાદનના 33 ટકા છે.
પંચમહાલ
મકાઈ પકવવામાં બીજા નંબર પર પંચમહાલમાં 83 હજાર હેક્ટરમાં રાજ્યના કુલ વાવેતરના 20 ટકા થાય છે. પંચમહાલમાં 1.45 લાખ ટન મકાઈ પાકે છે. જે રાજ્યના 18.23 ટકા હિસ્સો ધરાવે છે. આમ 60 ટકા મકાઈ તો માત્ર આ બે જિલ્લાના આદિવાસીઓ પકવે છે. પંચમહાલમાં જે પાકની ખેતી થાય છે તેમાં સૌથી વધું મકાઈની ખેતી થાય છે.
મહિસાગર
મહિસાગર જિલ્લામાં ખરીફ પાકોનું વાવેતર થાય છે તેમાં બીજા નંબર પર 33 હજાર હેક્ટરમાં મકાઈ પાકે છે. રવીમાં ઋતુમાં પણ બીજા નંબર પર વાવેતર જિલ્લામાં થાય છે.
શ્રેષ્ઠ ઉત્પાદકતા
અરાવલી જિલ્લો એવો છે જ્યાં હેક્ટર દીઠ 2756 કિલો મકાઈ પાકે છે.
ડાંગમાં 2515 હકિલો હેક્ટરે ઉત્પાદન મળે છે. રાજ્યમાં સૌથી વધું ઉત્પાદકતા આ બે જિલ્લામાં છે.