દ્વારકા, 6 જૂલાઈ 2020
દેવરિયા – કુરંગા – દ્વારકા નેશનલ હાઈવે પ્રોજેક્ટની કામગીરીમાં સરકારી વિભાગો દ્વારા અનેક ક્ષતિઓ, તેની સામે લેખિતમાં ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા તેની તપાસ કરવાને બદલે કે ભૂલ સુધારણા કરવામાં આવતી નથી. ખેડૂતોની જમીનની નજીવી કિંમત આપી જલ્દી સંપાદિત કરી લેવા વધારે ઉતાવળ કરવામાં આવી રહી છે. ખેડૂતો રોડ પ્રોજેક્ટના જરાયે વિરોધી નથી. પણ અમારી જમીનની યોગ્ય કિંમત આપવામાં આવે તેવી માંગ સાથે કિસાન કોંગ્રેસના નેજા હેઠળ પ્રતીકાત્મક વિરોધનો કાર્યક્રમ રાખેલો છે. તેમ ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું.
6 જૂલાઈ 2020ના દિવસે સવારે 10 વાગ્યેથી હંજડાપરના પાટીએ, દ્વારકા હાઇવે, જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે ખેડૂતો દેખાવ કરશે. અમારી અતી કિંમતી જમીન સરકાર આંતકવાદી કે બહારવટિયાઓની જેમ અમારી પાસેથી ઝૂંટવી લેવામાં આવી રહી છે.
સરકાર અને તંત્ર સંરક્ષણ માટે અતી ઉપયોગી એવા નસ્ત્રએર સ્ટ્રીપનસ્ત્ર જેવા પ્રોજેક્ટમાં પણ કેટલું બેદરકાર છે એ સામે આવ્યું છે. અત્યાર સુધી બેદરકારી ભરેલી થયેલી કામગીરી સબબ જે તે લગત અધિકારી કર્મચારી સામે પગલાં લેવામાં આવે એવી માંગણી છે.
અમારી જમીન છીનવતા પહેલા જાહેર થયેલ ગેઝેટ, અખબારોની જાહેરાત, અલગ અલગ વિવિધ નોટિસ, માપણી સીટ, જે.એમ.એસ. અને એવોર્ડમાં દર્શાવેલ ખેડૂતનું નામ, સર્વે નંબર, ક્ષેત્રફળ એકબીજા સાથે મેળ બેસે તેવું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
પ્રોજેક્ટ શું છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામથી દ્વારકા તાલુકાના કુરંગા ગામ સુધીના દ્વિમાર્ગી રહેલા હાઈ-વેને ફોર-લેન કરવાનું તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયું હતું. આશરે 172 કિલોમીટર લંબાઈવાળા આ નેશનલ હાઈવેને ફોર લેન કરવા માટે રૂ. 1,100 કરોડની ફાળવણી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
ગુજરાતમાં કંપનાનો પ્રોજેક્ટ
પોરબંદરના પાકા ખભા સાથે ચાર માર્ગીકરણ – હાઇબ્રિડ પર જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) દ્વારા ગુજરાત રાજ્યમાં કિ.મી. 6 356.6666 (ડિઝાઇન ચેઇનેજ કિ.મી. 9 379.848) થી કિ.મી. 47 476. (ડિઝાઇન ચેઇનેજ કિ.મી. 117.75 કિ.મી.ની કુલ પ્રોજેક્ટ લંબાઈ અને રૂ. 1600 કરોડના કરાર મૂલ્ય માટે (વાર્ષિકી) મોડ.
હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર ભારતમાલ પરીયોજના (પેકેજ 1) હેઠળ ગુજરાત રાજ્યમાં દ્વારકા-ખંભાળીયા-દેવરિયા વિભાગના ચોકિયા કિ.મી. 203.500 થી 176.500 અને કિ.મી. 171.800 થી 125.000 થી એન.એચ. 151 એ. જી આર ઈન્ફ્રાપ્રોજેક્ટ કંપનીને +91 124 6435000 કામ આપેલું છે.
હાઇવેના કામમાં એવોર્ડ આપવામાં ગંભીર ભૂલો બહાર આવી છે. ખેડૂતોને ખૂબ મોટો અન્યાય થયો છે. ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ રાજય તથા કેન્દ્રીય અધિકારીઓને ફરિયાદ કરી હતી.
ખેડૂતોને આર્થિક નુકશાન
અગાઉ પણ જમીન સંપાદનમાં ભૂલો થયેલી હતી. તેવી જ રીતે એવોર્ડમાં પણ ભૂલો કરાતાં ખેડૂતો કે જેની જમીન આ રોડમાં કપાઈ છે તેમને મોટું આર્થિક નુકશાન થયું છે. નજીકના ગામોની જંત્રીઓને જમીનની કિંમતો નક્કી કરવા માટે ધ્યાનમાં લીધી નથી. ધરમપુર ખંભાળિયાના આધારે દાંતા અને બામણાસાના આધારે ભાટિયા પણ આવી રીતે કિંમતો નક્કી કરવામાં જ આવી નથી.
જમીન એવોર્ડ ખોટા
એક ગામના જમીન એવોર્ડ માટે સરકાર ઘણી વખત અસરકારક જંત્રી લે છે. તે મુબજ ભાવ આપે છે. જેથી ખેડૂતને તેની જમીનનું સાચું વળતર મળી રહે. નજીકના વિસ્તારોમાં થયેલ દસ્તાવેજમાં સૌથી ઊંચા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે. અહીં એવોર્ડ દેવામાં સરેરાશ જંત્રીને જ ધ્યાને લેવાઈ છે. સબ રજીસ્ટ્રારના જ દસ્તાવેજોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. સરકારના સરકાર સાથે ખરીદ વેચાણ ધ્યાને લેવાયા નથી. જિલ્લા જમીન કિંમત નિર્ધારણ સમિતિની અવગણના કરવામાં આવી છે. સરકાર જમીનની લે-વેચ કરે ત્યારે જેટલા ફેકટરને ધ્યાને લે તેટલા ફેકટરોને ધ્યાનમાં અહીં લેવાયા નથી.
લોકેશન પેરામીટર ધ્યાને લીધા નથી
લોકેશન પેરામીટરમાં 12થી 14 ટકાનો વધારો ગણવાના મહત્વનું કારણ એવોર્ડમાં ધ્યાને લેવાયું નથી. ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકનું વળતર અપાયુ નથી. વાર્ષિક વ્યાજની ગણતરીમાં ભૂલ છે. પાલભાઈ આંબલિયા દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારી, જમીન સંપાદન અધિકારી દ્વારકા, મુખ્યમંત્રી, વિપક્ષના નેતાને રજૂઆત કરી છે.
હાઈવે નિર્માણના એવોર્ડમાં ખેડૂતોને થયેલા અન્યાય અંગે ભારે રોષની લાગણી ફેલાઈ છે. ખંભાળિયા નજીક બે ઓવર બ્રિજ શરૂ થયા છે.
વિરોધ છતાં કામ શરૂ કરી દેવાયું
8 ફેબ્રુઆરી 2020થી શરૂ થયેલા ચાર માર્ગીય હાઈવેનું કામ કોરોના વાયરસની મહામારીના કારણે થોડા સમય બંધ હતું. ફોર-લેનની કામગીરી જી. આર. ઇન્ફ્રા. પ્રોજેક્ટ નામની કંપનીને સોંપવામાં આવ્યું છે. તેમના દ્વારા આધુનિક મશીનરીઓની મદદથી સંપાદિત થયેલી જમીનમાં બાંધકામ શરૂ કરાયું છે. જેનો ખેડૂતોને વિરોધ છે.
ઓવર બ્રિજ
માર્કેટિંગ યાર્ડથી રિલાયન્સ સર્કલના પુલ નજીકના આશરે એકાદ કિલોમીટર સુધીના માર્ગ પર ઓવર બ્રીજ બનશે. બીજો ઓવર બ્રીજ અહીંના ધરમપુર માર્ગ પર જિલ્લા કલેકટર ઓફિસ જતા રસ્તે દલવાડી હોટલ નજીક બનશે.
કાચાપાકા ઝુંપડાઓ તથા ઝાડી- ઝાંખરાઓ વિગેરે પણ દૂર કરવામાં આવ્યા છે. આશરે 30 માસમાં કામ પરું થશે.
શું ભૂલો છે
1 જે. એમ. એસ. કરવામાં આવ્યું અને જમીન માપણી સીટ તૈયાર કરવામાં આવી છે. સરકારના બધા જ રેકર્ડ એકબીજા સાથે મેળ બેસતો નથી. સરકારના રેકર્ડ અને વાસ્તવિક સ્થળ સ્થિતિ એકબીજા સાથે સુસંગત નથી.
2 કપાતમાં જતા ખેતરો જમીન માપણીની ભૂલો છે.
3 નોટિસમાં નામ, માલિકી હક્ક, ક્ષેત્રફળ અલગ અલગ છે.
4 ગેઝેટના નામો અને નોટિસમાં નામો અલગ છે.
5 ગેઝેટમાં જાહેર થયેલ ક્ષેત્રફળ અને નોટિસમાં દર્શાવેલ ક્ષેત્રફળ અલગ અલગ છે.
6 ગેઝેટમાં જાહેર થયેલ સરવે નંબર અને નોટિસમાં જાહેર થયેલ સરવે નંબર અલગ છે.
7 ખાનગી માલિકીની જમીનને સરકારી પડતર કે ખરાબો અને સરકારી પડતર કે ખરાબાને ખાનગી માલિકીની જમીન દર્શાવી નોટિસ આપવામાં આવેલી છે.
8 એક ખેડૂતની જમીન બીજાના નામે તો બીજાની જમીન અન્યના નામે નોટિસોમાં દર્શાવેલી છે.
10 ગેઝેટ, અખબારોની જાહેરાત, અખબારોની નોટિસો અને વાસ્તવિક સ્થળ સ્થિતિ એકબીજા સાથે સુસંગત નથી.
11 જે ખેડૂતની જમીન રોડ ટચ છે, જમીન રોડ કપાતમાં જાય છે તેવા ખેડૂતોને તો નોટિસ આપવામાં આવી જ નથી.
12 જે ખેડૂતોની જમીન રોડ ટચ નથી, રોડ કપાતમાં જતી નથી તેવા ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે.
13 પિયત જમીન ને બિન પિયત તરીકે દર્શાવેલી છે.
14 ગામના જુના નકશા જમીન માપણી પછીના નવા નકશા અને રોડ કપાત જમીન માટે તૈયાર કરેલ માપણી સીટ એકબીજા સાથે સુસંગત નથી.
15 ખેડૂતોની માલિકીના વૃક્ષો ફોરેસ્ટની માલિકીના દર્શાવી દેવામાં આવ્યા છે.
16 5000 કરતા વધારે વૃક્ષો કાપી કાઢવામાં કાયદાનું પાલન કરવામાં આવ્યું નથી.
#PQC work #punjabproject pic.twitter.com/yel43j9CA2
— G R Infraprojects (@GRIL1965) June 27, 2016
જી આર ઈન્ફ્રાસ્ટ્રક્ટચર પ્રોજેક્ટસ કંપની
જી આર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એનએચએઆઈ, 2017 માં, 24,470.00 મિલિયનના કરાર મૂલ્ય સાથે, જે હાલમાં નિર્માણાધીન છે. અમારા વ્યક્તિગત પ્રમોટર્સ પાસે બાંધકામ ઉદ્યોગમાં બે દાયકાથી વધુનો અનુભવ છે. અમારી કંપનીના સમાવેશ પહેલાં, અમારા વ્યક્તિગત પ્રમોટર્સ મેસર્સ સાથે સંકળાયેલા હતા. ગુમાની રામ અગ્રવાલ, એક ભાગીદારી પે firmી, બાંધકામના વ્યવસાયમાં સામેલ છે જેનો વ્યવસાય અમારી કંપની દ્વારા 1996 માં હસ્તગત કરવામાં આવ્યો હતો. જીઆર હાઉસ, હિરણ મગરી, સેક્ટર 11, ઉદયપુર, રાજસ્થાન – 313 002, ભારત. મહેસૂલ બ્લોક નંબર 223, ઓલ્ડ સર્વે નંબર – 384 / 1,384 / 2 પાઇકી અને 384/3, ખાતા નંબર – 464, કોચરિયા, અમદાવાદ, ગુજરાત- 382220, ભારત.