ગોરા અંગ્રેજોની જેમ ભગવા અંગ્રેજોએ દાંડી યાત્રાના દિવસે જ અત્યાચાર કર્યા

https://youtu.be/J3BP9lx97TI 

ગાંધીનગર, 13 માર્ચ 2021

ગોરા અંગ્રેજોની જેમ ગુજરાતમાં ભગવા અંગ્રેજોએ રાજ શરૂ કર્યું છે. ગાંધીજીએ ભારત સામે અન્યાય કરતાં અંગ્રેજોનું શાસન ઉખેડી નાંખવા સામે આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાતમાં ભગવા અંગ્રેજોની સરકાર સામે આંદોલન કરનારા ભારતીઓને ઉખેડીને ફેંકી દાવામાં આવે છે. દાંડી યાત્રાના દિવસે જ અત્યાચાર કરાયા હતા. 12 માર્ચના ઐતિહાસીક દિવસે ‘‘દાંડીયાત્રા – ખેડૂત સત્યાગ્રહ’’ ગાંધીજીની વિચારધારાને રોકવાનો ભાજપા શાસકોનો પ્રયાસ અંગ્રેજોના શાસનને શરમાવે તેવો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત દાંડી યાત્રાની આગલી રાતથી જ કોંગ્રેસપક્ષના ધારાસભ્યઓને એમ.એલ.એ. ક્વાર્ટસ તથા પોતાના નિવાસ સ્થાનોએ નજર કેદ કરવામાં આવ્યા.

કોંગ્રેસપક્ષના ધારાસભ્યોના ઘરમાં ઘુસીને પોલીસ દ્વારા ધાક-ધમકીઓ આપવામાં આવી અને અનેક કાર્યકરો ઉપર જુલમ કરવામાં આવેલ, નજર કેદ કરવામાં આવ્યા હતા. આખા પ્રસાશનને તાનાશાહી કરવાનો પરવાનો મળ્યો હોય એવો પ્રયત્ન કરવામાં આવ્યો. આ ગાંધીજીનું અને સરદાર સાહેબનું ગુજરાત છે. કોંગ્રેસપક્ષના કાર્યકર એક નવી આઝાદીની લડાઈ લડવા માટે સુસજ્જ થઈને મક્કમતાથી લડશે.

દાંડી યાત્રા – ખેડૂત સત્યાગ્રહમાં જોડાનાર ટ્રેક્ટરોની હવા કાઢી નાખવામાં આવી, ખેડૂતોની અટકાયત કરી દેવામાં આવી, કોઈપણ ભોગે કોંગ્રેસ પક્ષ આયોજીત દાંડી યાત્રાને રોકવા કોંગ્રેસ ભવનની ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ભાજપ સરકારે પોલીસના દમ પર કોંગ્રેસના ધારાસભ્યો, કાઉન્સીલરો, આગેવાનો અને કાર્યકરો ઉપર જોર – જુલમ અને અત્યાચાર ગુજાર્યો.

પૂજ્ય મહાત્મા ગાંધીએ ઐતિહાસીક મીઠા સત્યાગ્રહ સવિનય કાનુન ભંગની ભુમી દાંડીથી અંગ્રેજોની હકુમત સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું. જેવી સ્થિતિ અંગ્રેજોના સમયમાં હતી એવી જ સ્થિતિ આજે દેશમાં છે ગાંધી વિચાર આધુનિક સમયની માંગ છે તે સમયે અંગ્રેજો સામે ‘અસમાનતા’, ‘શોષણ’, ‘અત્યાચાર’ સહિતના અનેક મુદ્દે. ‘જન આંદોલન’ કરી દેશને ગુલામીમાંથી મુક્ત કરી આઝાદ હિંદુસ્તાનની સ્થાપના કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ભારત અને રાજ્યના શાસકો ગાંધીજીની વિચારધારાને ખતમ કરી ગોડસેની વિચારધારા થોપવાના પ્રયત્નો થઈ રહ્યો છે. આજના શાસકો અંગ્રેજોના શાસનને શરમાવે તેવો અત્યાચાર કરી રહ્યા છે. ખેડૂત વિરોધી કાયદા બનાવી માત્ર મુઠ્ઠી ભર લોકોને ફાયદો કરાવવાનું કામ સરકાર કરી રહી છે. 200 થી વધુ ખેડૂતો શાહિદ થયા છે, ખેડૂત એકલાની લડાઈ નથી પ્રત્યેક ભારતવાસીની લડાઈ છે.

સમગ્ર દેશમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. એક વિચારધારા પૂજ્ય મહાત્મા ગાંધીની અને બીજી વિચારધારા ગોડસેની છે. આજે ગોડસેની વિચારધારાને મજબુત કરવા માટે શાસકો કામ કરતા હોઈ તેવા સમયે વિશ્વને માર્ગદર્શક ગાંધી વિચાર એ સમયની માંગ છે. મહાત્મા ગાંધીનુ જીવન સત્ય, સાદગી, અહિંસા સહિતના સિધ્ધાંતો પર ટકેલુ હતુ દેશની સંપત્તિ તમામ લોકો માટે છે એ લડાઈ અંગ્રેજો સામે હતી, આજે પણ એ જ લડાઈ લડી રહી છે કોંગ્રેસ કારણ કે લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહયો છે. એટલે જ ખેડૂત સત્યાગ્રહ યાત્રા યોજવામાં આવી રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અંગ્રેજોના જોર-જુલમ અને અત્યાચારના શાસન સામે ગાંધીજીએ નમક સત્યાગ્રહ – દાંડી યાત્રા શરૂ કરી સમગ્ર દેશ અને વિશ્વને અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સંદેશ આપ્યો. આજે પણ ભાજપના શાસનમાં ખેડૂતો અને સામાન્ય લોકો પર જે રીતે જોર – જુલમ અને અત્યાચાર થઈ રહ્યો છે, સત્તાનો દુરુપયોગથી લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. એની સામે દરવર્ષની પરંપરા મુજબ કોંગ્રેસપક્ષ દ્વારા દાંડી યાત્રાના કાર્યક્રમો થતા આવ્યા છે. આ વર્ષે પણ રાબેતા મુજબ કાર્યક્રમ ધડવામાં આવ્યો હતો જેની મંજુરી પણ માંગવામાં આવી હતી. પણ મંજુરી આપવાના બદલે તાનાશાહ શાસકો દ્વારા ગોડસેના વિચારધારાના અનુગામી ભાજપના શાસકો દ્વારા ગઈકાલે ખેડૂતોના ટ્રેક્ટર ઉપર તોડફોડ કરવામાં આવી, ટ્રેક્ટરોની હવા કાઢી નાખવામાં આવી.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સત્તાના મદમાં સુતેલી સરકારને જગાડવા માટે બીજો આઝાદીનો જંગ લડવો પડશે. અનિતિ, અધર્મ, અસત્ય, અહંકાર, આર્થિક શોષણ અને અત્યાચારી શાસકો સામે ફરી એક વખત સવિનય કાનુન ભંગનો સંકલ્પ લઈ લડત લડવી પડશે. ગાંધી વિચારના પ્રચાર – પ્રસારના કાર્યક્રમને મંજુરી ન આપીને શાસકોની માનસિકતા લોકો સમક્ષ ફરી એક વખત ખુલ્લી પડી ગઈ છે.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, સેવાદળના રાષ્ટ્રીય મુખ્ય સંગઠક લાલજી દેસાઈ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા,  સિધ્ધાર્થ પટેલ, એ.આઈ.સી.સી. ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલજી, પૂર્વ સાંસદ રાજુ પરમાર, સેવાદળના ગુજરાતના મુખ્ય સંગઠક રૂત્વિક મકવાણા, ધારાસભ્ય પુંજા વંશ,  લાખા ભરવાડ,  ઈમરાન ખેડાવાલા,  જસુ પટેલ,  રાજેશ ગોહિલ,  ગ્યાસુદ્દીન શેખ, પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સહિત આગેવાનઓ અને સેંકડો કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ પર પોલીસનું અમાનુષી દમન કરવાથી તેઓને એસ.વી.પી. હોસ્પીટલ ખાતે સારવાર લેવી પડી હતી.