Marigold flowers, which have the highest productivity in India in Gujarat
દિલીપ પટેલ 16 નવેમ્બર 2021
નારંગી રંગના મેરીગોલ્ડ . બે ગણા રંગીન ફૂલ સાથે ફ્રેન્ચ મેરીગોલ્ડ નવી જાત છે. જેની બોર્ડર નારંગી છે અને કેન્દ્રમાં ઘેરો લાલ રંગ છે. છોડ ફેલાવાની પ્રકૃતિ સાથે કદ નાનું છે. સમગ્ર વર્ષ દરમિયાન ફૂલો જોવા મળે છે. વાવેતર પછી 30-35 દિવસે ફૂલ આવે છે. 3 મહિના છોડ રહે છે. પ્રકાશ, તાપમાન અને ફૂલની સ્થિતિનો આધાર પર રંગ પરિવર્તન છે. વર્ષ ભર ફૂલ લાગે છે. પુષ્પણની અવધિ 9 અઠવાડિયા સુધી છે.
ફૂલનું કદ 4.8 સે.મી. છે. એકરે ફૂલ ઉપજ 5.8 ટન છે.
ગુજરાતમાં હાલ હેક્ટરે 9.67 ટન મેરીગોલ્ડ પાકે છે. જો નવી જાતો ખેડૂતો ઉગાડે તો ઉત્પાદકતાં એક હેક્ટરે 10 ટન સુધી જઈ શકે. આમ નવી જાત કરતાં પણ ગુજરાતના ખેડૂતો મેરીગોલ્ડમાં સૌથી વધું ઉત્પાદન મેળવે છે. જે કદાચ સમગ્ર દેશમાં સૌથી વધું ઉત્પાદકતા હોઈ શકે છે. એક કિલોના 20થી 80 રૂપિયા મળે છે. એક એકરે 2થી 4 લાખનો નફો થઈ શકે છે.
ફૂલોની સુગંધી અને રંગીન બજાર
ગુજરાતમાં ફૂલોના બગીચાની સુગંધી વધી છે. છેલ્લાં 10 વર્ષમાં ફૂલોના ઉત્પાદનમાં 130 ટકાનો વધારો થયો છે. સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. 78 ટકા વાવેતર અને ઉત્પાદન 130 ટકા વધ્યું છે. ગુજરાતમાં બે લાખ ટન ફૂલ થવા લાગ્યા છે.
ગુજરાતમાં મેરીગોલ્ડનું ઉત્પાદન 87299 ટન છે.
મેરીગોલ્ડનું સૌથી વધુ ઉત્પાદન મધ્ય ગુજરાતમાં 50 હજાર ટન થાય છે. આખા ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધું 9651 ટન મેરીગોલ્ડ મેદા થાય છે. જે ગુજરાતના કુલ ઉત્પાદનના 12 ટકા છે. બીજા નંબર પર દાહોદ પછી ખેડા, આણંદ, વડોદરા છે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં 22400 ટન થાય છે. ઉત્તર ગુજરાતમાં મેરી ગોલ્ડ 8300 ટન અને સૌરાષ્ટ્રમાં 5800 ટન છે.
તમામ ફૂલોનું ઉત્પાદન
2008-09માં 11473 હેક્ટરમાં ફૂલોનું વાવેતર થતું હતું. જે વધીને 20497 હેક્ટર 2018-19માં થઈ ગયું છે. તેમાં 9024 હેક્ટરનો વધારો થયો છે. જે 78 ટકાનો વાવેતરમાં 10 વર્ષમાં વધારો બતાવે છે. 2019-20માં 20 હજાર હેક્ટરમાં 1.96 લાખ ટન એટલે કે 2 લાખ ટન થાય છે. હેક્ટરે ઉત્પાદકતા 9.62 ટનની છે. જે ભારતમાં વધું હોવાનું જણાય છે.
ગુજરાતમાં તમામ ફૂલોનું 2008-09માં 85216 ટન ફૂલો પેદા થતાં હતા. 2019-20માં વધીને 1.96 લાખ ટન થઈ ગયા છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો ફૂલોમાં ઓછો રસ બતાવી રહ્યાં છે. મધ્ય ગુજરાતમાં ફુલોનું સારું ઉત્પાદન થાય છે. કારણ કે અમદાવાદ હવાઈ મથકેથી તેની નિકાસ થઈ રહી છે. બે લાખ ટન ફૂલોના ઉત્પાદનમાં એક લાખ ટન તો મધ્ય ગુજરાતમાં થાય છે. સૌથી વધું ફુલોમાં રસ ધરાવતાં હોય એવા જિલ્લાઓમાં નવસારી, આણંદ, વલસાડ, વડોદરા, અમદાવાદ છે.
ઉચી ગુણવતાવાળા ગુલાબ, જર્બેરા, કાર્નેશન ગ્લેડીયોલસ, ઓર્કીડ, એન્યુરીયમ, જીપ્સોફીલા વગેરે જાતોના ફુલો તૈયાર કરી આંતરરાષ્ટ્રિય બજારમાં નિકાસ કરવામાં આવે છે. યુ.એચ.એ. 27%, નેધરલેંડ 14%, જાપાન 13%, જર્મની 6% ફૂલોની નિકાસ થાય છે. ફૂલછોડની જુદી જુદી પેદાશો પૈકી સુકવેલા ફુલોની નિકાસમાં ભારતનું સ્થાન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પછી ત્રીજા નંબરે આવે છે.
બેંગલુરુંના વિજ્ઞાનીઓએ બીજી એક નવી મેરીગોલ્ડ ફૂલની જાત શોધી છે.
આકરા શુભામાં 2.8% કેરોટીન સાથે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે સારી છે. વિકસાવવામાં આવેલી મેરીગોલ્ડની નવી જાતો સંપૂર્ણ ખીલ્યા પછી બગડી જાય તો પણ મૂલ્યવાન છે કારણ કે તેનો ઉપયોગ ક્રૂડ કેરોટિનના નિષ્કર્ષણ માટે થઈ શકે છે. બીજા ફૂલો વરસાદ કે ખરી જાય ત્યારે નકામા થઈ જાય છે. પણ આ ફૂલનો પ્રોસેસીંગ માટે ઉપયોગ કરી શકાય છે. બીજા મેરીગોલ્ડમાં 1.4 ટકા સુધી કેરોટીન હોય છે.
ફ્લોરીકલ્ચર અને મેડિસિનલ ઉપયોગ માટે શ્રેષ્ઠ જાત છે. આ ફૂલો પણ સુશોભન હેતુ માટે વેચી શકાય છે. તેમાંથી તેલ કાઢવાનો વધારાનો ઉદ્યોગ ખેડૂતો કરી શકે છે. સુગંધી તેલના કારણે હંમેશા ઊંચી માંગ રહે છે.
હાલમાં, ભારતમાં મોટાભાગના કેરોટીનની આયાત ચીન સહિત અન્ય દેશોમાંથી કરે છે. ખેડૂતો કેરોટિન કાઢવા માટે ખેતરમાં જ પ્લાન્ટ સ્થાપી શકે છે. તેલની નિકાસ કરી શકાય છે.
વળી, ગુણવત્તાયુક્ત જરદી મેળવવા માટે તેની પાંખડીઓનો ઉપયોગ પોલ્ટ્રી ફીડ તરીકે થઈ શકે છે.
મેરીગોલ્ડની જાતો
અરકા બંગારા જાતના ફૂલ મધ્યમ કદના પીળા સોનાના રંગના, 40-45 દિવસે ફૂલ આવે છે. 65 -70 દિવસ સુધી ફુલ આપે છે. ફૂલનો વ્યાસ 5-6.5 સે.મી. છે. શિયાળામાં એકરે 8 ટન અને ઉનાળામાં 5 ટન ઉત્પાદન આપે છે.
અરકા બંગારા-2
ફૂલો સોનેરી પીળા રંગના હોય છે. વાવણીના 40-45 દિવસ પછી ફૂલો શરૂ થાય છે અને 60 દિવસ સુધી ફૂલ ચાલુ રહે છે. ફૂલો કોમ્પેક્ટ અને કદમાં મોટા 7-7.5 સેમી હોય છે. ઉપજની સંભાવના એકરે 8-10 ટન છે.
એકરા અગ્નિ
નારંગી રંગના ફૂલ 40-45 દિવસ પછી આવે છે, 60 દિવસ સુધી ફૂલ ચાલુ રહે છે. ફૂલો કોમ્પેક્ટ અને કદમાં મોટા 7.5-8 સે.મી. હોય છે. ઉપજની સંભાવના 8-8.5 ટન એકરે છે.
અરકા પરી
નારંગી રંગના ફૂલોની શરૂઆત વાવેતરના 30 દિવસ પછી 9 અઠવાડિયા હોય છે. કદ 4.3 સે.મી. છે. છોડ પર ફૂલોની સંખ્યા 500-600 મળે છે. એકરે ઉત્પાદન 4.7 ટન મળે છે.
દેશમાં 2.53 લાખ હેક્ટરમાં 760 લાખ ટન ફૂલોનું ઉત્પાદન થાય છે. વર્ષે 400 કરોડ રૂપિયાના 3થી 3.50 કરોડ ટન ફૂલોની દેશમાંથી નિકાસ થાય છે.
વિશ્વમાં ફેંચ મેરીગોલ્ડનું હેક્ટરે ઉત્પાદન 8થી 12 ટન છે. આફ્રિકન મેરીગોલ્ડનું હેક્ટરે ઉત્પાદન 11થી 18 ટન છે.