14 જૂલાઈ 2021
ગાંધીજીની દાંડી યાત્રા આ નદીને ઓળંગવા માટે સત્યાગ્રહીઓએ નદી પાર કરાવવા માટે કપલેથા ગામના લોકોએ પોતાના ગાડાઓને નદીના પટમાં મૂકી હંગામી પુલ બનાવ્યો હતો. હવે મીંઢોળા નદી પર 14 પુલ છે. જેમાં બેઠા પુલ પણ છે. જો તેની આજે તે તમામ બનાવવાના થાય તો રૂ.4200 કરોડ થઈ જાય. નવો પુલ બનશે તેની સાથે કુલ રૂ.4500 કરોડના પુલ આ એક માત્ર નદી પર રોકાણ થયું છે. ક્યાં ગાડાનો પુલ અને ક્યાં મોંઘા 4500 કરોડના પૂલ. આટલી રકમમાં તો 2થી 3 લાખ ગરીબ લોકો માટે સાવ મફતમાં મકાન બની જાય.
સુરત અને નવસારી વચ્ચે મીંઢોળા નદી ચાર માર્ગીય પુલ બનાવવાનું કામ રૂ.200 કરોડમાં નક્કી થયું હતું જે 7 મહિનામાં એકાએક વધીને રૂ.300 કરોડ રાજ્યના માર્ગ અને મકાન વિભાગે કરી દીધો છે. ભાવ વધવાના કારણો જાહેર કરાયા નથી. પણ ખાનગીમાં તેની ચર્ચા થઈ રહી છે. સાબરમતી નદી પર પુલ બનાવવાનું સૌથી વધું ખર્ચ રૂ.100 કરોડ છે. 2017માં 70 કરોડમાં તૈયાર થયો હતો.
પુલ બનતાં સુરત-ઉભરાટનું અંતર 30 કિલોમીટર ઘટી જશે.
વાલોડ ખાતે મીંઢોળા નદી પર પુલ બાંધવાનું એક બીજું કામ ચાલી રહ્યું છે. જે 3 ઓગસ્ટ 2021 સુધી ચાલશે.
પુલની કામગીરી કન્સ્ટ્રકશન ઓફ બ્રીજ એક્રોસ રીવર મીંઢોળા ક્નક્ટિંગ સુરત ડીસ્ટ્રીક અનેડ નવસારી ડીસ્ટ્રીકના નામ પર કરવામાં આવી રહી છે. જમીન સંપાદન અંગેની કામગીરી પૂર્ણ થયા પછી જ વર્ક ઓર્ડર આપવામાં આવશે. પુલનું કામ મજૂરો માટેની મનરેગા યોજના હેઠળ થશે.
50% ખર્ચ સરકાર, 50 ટકા ખર્ચ સુરત મહાનગરપાલિકા અને ડ્રીમ સિટી લી. કરાશે. ઉભરાટ ઉપરાંત ખજોદ ડ્રીમ સિટી, ડુમસ, મગદલ્લા, સુલતાનાબાદ, મરોલી, ભીમપોર સહિતના ગામો રસ્તામાં આવશે.
105 કિલો મીટર લાંબી મીંઢોળા નદી એ તાપી, નવસારી અને સુરત જિલ્લાની મહત્વની નદી છે. ઉદભવ સોનગઢ તાલુકાના ડોસવાડા ગામની ઉપરવાસમાં આવેલા જંગલ વિસ્તારમાંથી થાય છે, સ્ત્રાવ વિસ્તાર 1518 ચોરસ કિલો મીટર છે. ડોસવાડા ગામ નજીક નાનો બંધ છે. ઉભરાટ નજીક આવેલા દાંતી ગામ પાસે ખંભાતના અખાતને મળે છે. ૩ નાના-મોટા ચેકડેમ છે. આ નદી વાંકાચુકા વળાંકો વાળી હોવાથી તેના પર વાહન-વ્યવહારના લગભગ 14 પુલો છે. નદીના કાંઠે બાજીપુરા, બારડોલી, મલેકપુર ગામો છે.