દિલીપ પટેલ
ગાંધીનગર, 29 જૂન 2022
રવી માર્કેટિંગ સિઝન 2022-23માં કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી 26.06.2022 સુધી, 1.88 કરોડ મેટ્રિક ટન ઘઉંના જથ્થાની ખરીદી કરી છે, જેનાથી આશરે 17.85 લાખ ખેડૂતોને રૂ. 37, 852.88 કરોડના તળિયાના બાંધેલા ભાવ – MSPથી ખરીદી કરી છે. ક્વિનિટર દીઠ 2,015 રૂપિયા લ નક્કી કરાયેલા MSP ભાવ છે.
1.87 કરોડ ટન ઘઉં દેશમાંથી ખરીદ કર્યા છે જેમાં ગુજરાતમાં માત્ર 6 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો કેન્દ્રની મોદી સરકારે ખરીદ કર્યો છે. ગયા વર્ષ 49 હજાર મેટ્રિક ટન ખરીદ કર્યા હતા.
આ વખતે ફરી એક વખત સતત 8માં વર્ષે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ગુજરાતના ખેડૂતોને અન્યાય કર્યો છે. 10 વર્ષનું તેમનું શાસન પૂરું થશે ત્યાં સુધી આ અન્યાય ચાલુ રહે એવું અગાઉના અનુભવના આધારે કહી શકાય.
તો મોદીને દેન્દ્રમાં ગુજરાતના લોકોએ મોકલ્યા તેનો ફાયદો શું થયો ?
16 મે 2022 સુધીમાં 180.71 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે, જેમાંથી 16.99 લાખ ખેડૂતોને રૂ.36,412.86 કરોડના લઘુત્તમ ટેકાના ભાવ અપાયા હતા. પછીના એક મહિનામાં માત્ર 8 લાખ ટન ઘઉં ખરીદવામાં આવ્યા હતા.
2021માં વર્ષે ભારત સરકારે કુલ 4.33 કરોડ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી હતી. 2022માં લક્ષ્યાંક 4.44 કરોડ મેટ્રિક ટન રાખવામાં આવ્યો હતો.
જો કે હજુ સુધી લક્ષ્યાંકમાંથી અડધી પણ ખરીદી થઈ શકી નથી.
કેન્દ્ર સરકાર ઉત્પાદન અંદાજ 5.7 ટકા ઘટાડીને 10.5 કરોડ મેટ્રિક ટન કરવામાં આવ્યો હતો, જે અગાઉ 11 કરોડ મેટ્રિક ટન ઓછો હતો.
જેમાં ગુજરાતમાંથી આખા દેશમાં સૌથી ઓછી ખરીદી કેન્દ્રની મોદી સરકારે કરી છે.
રાજ્ય/યુટી | ખરીદેલા ઘઉંનો જથ્થો (MTs) |
પંજાબ | 9646954 |
હરિયાણા | 4181151 |
ઉત્તર પ્રદેશ | 333697 |
મધ્ય પ્રદેશ | 4602796 |
બિહાર | 3522 |
રાજસ્થાન | 8892 |
ઉત્તરાખંડ | 2127 |
ચંડીગઢ | 3221 |
દિલ્હી | 1 |
ગુજરાત | 6 |
હિમાચલ પ્રદેશ | 2931 |
J&K | 252 |
કુલ | 18785550.3 |
2021માં ખરીદી
10 મે 2021 સુધીમાં 3500 કિલો હેક્ટરે ગણતાં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટનના ઉત્પાદનની શક્યતા હતી. લગભગ એટલું ઉત્પાદન 2021ના શિયાળામાં થયું છે. તેની સામે ગુજરાતના ઘઉં પકવતાં ખેડૂતો પાસેથી માત્ર 0.49 લાખ ટન ઘઉંની ખરીદી અત્યાર સુધી કરવામાં આવી હોવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. જે 1 ટકો ખરીદી પણ થતી નથી.
10 મે 2021
સુધીની ખરીદી
રાજ્ય પ્રમાણે ઘઉંની ખરીદી
રાજ્ય – લાખ મે.ટન ખરીદી
પંજાબ – 128.66
હરિયાણા – 80.76
ઉત્તર પ્રદેશ – 20.11
મધ્ય પ્રદેશ – 94.87
બિહાર – 0.21
રાજસ્થાન – 11.68
ઉત્તરાખંડ – 0.87
ચંદીગઢ – 0.17
દિલ્હી – 0.04
ગુજરાત – 0.49
હિમાચલ પ્રદેશ – 0.03
જમ્મુ કાશ્મીર – 0.04
કૂલ ખરીદી – 337.95
10 મે 2021 સુધીમાં ઘઉંની ખરીદી થઈ તેની વિગતો કેન્દ્રની સરકારે 12 મે 2021એ જાહેર કરી છે. ખેડૂતોનું કહેવું છે, કે ગુજરાતમાંથી ઘઉંની ખરીદી ઓછી થતાં નુકસાન થયું છે.
2020-21માં 12.74 લાખ હેક્ટરના વાવેતર અને 40.47 લાખ ટન ઘઉંના ઉત્પાદની ધારણા કૃષિ વિભાગ દ્વારા બાંધવામાં આવી હતી. તેની સામે ખેડૂતોએ 1.08 લાખ હેક્ટર વધારે વાવેતર કરીને 13.66 લાખ હેક્ટર વાવેતર કરીને અનાજના ભંડાર પેદા કરી બતાવ્યા છે. ધારણા કરતાં 9 ટકા વધું વાવેતર ખેડૂતોએ કર્યું હતું.
સારા ચોમાસા બાદ પાણી સારા રહેતાં ઘઉંનું સારું ઉત્પાદન મળવાની ધારણા હતી. 3500 કિલો હેક્ટરે ગણતાં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટનના ઉત્પાદનની શક્યતા હતી. લગભગ એટલું ઉત્પાદન 2021ના શિયાળામાં થયું છે.
ખેડૂતો ચણા, ધાણા, જીરૂ અને રાયના વાવેતર પણ એટલા જ કર્યા હતા.
ભાવમાં સરકારની લૂંટ
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા 235 ગોડાઉન કેન્દ્રો ખાતે ટેકાના ભાવ રૂપિયા 1975 એક ક્વિન્ટલના દરે ખરીદી કરી હતી. ગયા કૃષિ વર્ષ 2019-20માં 1940ના ભાવે ખરીદી કરી હતી. ભાવમાં પણ કોઈ ખાસ્સો વધારો નથી. સરકારે તળિયાના ભાવો નક્કી કરેલા છે. પણ ખેડૂતો કહે છે કે તેમનો નફો અને જમીનનું ભાડું ગણવામાં આવે તો 100 કિલોના રૂપિયા 1975ના બદલે રૂપિયા 2400 ભાવ મળે તો જ પરવડે તેમ છે. તેથી સરકારે રૂપિયા 2400-2500ના ભાવે ખરીદી કરવી જોઈએ.
ખાતરમાં ભાવ વધતાં 2022માં 100 કિલો ઘઉંના ટેકાના ભાવ 3100 જાહેર કરવા પડશે. તો જ ખેડૂતોને પરવડશે. નહીંતર ખેતી ખોટમાં રહેશે.
નિકાસબંધી
13 મેના રોજ, વાણિજ્ય મંત્રાલયે ખાનગી વેપારીઓ દ્વારા ઘઉંની મુક્ત નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કંડલામાં 20 લાખ ટન ઘઉં પડી રહ્યા હતા. નિકાસ બંધીથી ખેડૂતોને મોટી નુકસાની આવી છે. ગુજરાતમાં 20 વર્ષ પછી ખેડૂતોને ઘઉંના સારા ભાવો મળવા લાગ્યા હતા. 20 કિલોના 270થી 450નો ભાવ રહ્યો હતો. ગરીબ ખેડૂતોએ સરેરાશ 300 રૂપિયામાં ઘઉં વેચી દીધા હતા.
ગુજરાતના કંડલા બંદરો પર પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,500ના ભાવે સ્થાનિક સ્તરે ઘઉં ખરીદવામાં આવી રહ્યા હતા. ક્વિન્ટલ દીઠ રૂ. 2,015ના લઘુત્તમ ટેકાના ભાવ સામે, ખેડૂતોને આ વર્ષે ખુલ્લા બજારમાં તેમના ઘઉંના ઉત્પાદન માટે રૂ. 2,500 થી રૂ. 3,000 પ્રતિ ક્વિન્ટલ મળ્યા હતા.
વાવેતર-ઉત્પાદન
વાવેતર અને ઉત્પાદન પણ ઓછું હતું. 2021માં 13.66 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર ગુજરાતમાં હતું તેની સામે 2022ના શિયાળામાં 12.54 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. 1.12 લાખ હેક્ટર ઘઉંનું વાવેતર ઘટી ગયું હતું.
ગુજરાતમાં 2021-2022માં ઉત્પાદન 40.58 લાખ ટન થશે એવો અંદાજ કૃષિ વિભાગનો છે. હેક્ટરે ઉત્પાદન 3235 કિલોની ધારણા બતાવવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘઉંનું વાવેતર થાય છે.
2020-21માં 13.66 લાખ હેક્ટરમાં 43.79 લાખ ટન ઘઉંના ઉત્પાદનની ધારણા હતી. હેક્ટર દીઠ ઉત્પાદકતા 3204.77 કિલોની રહેવાની ધારણા કૃષિ વિભાગની હતી. ખેડૂતો કહે છે કે શિયાળો ઠંડો ન રહેવાના કારણે ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો થયો છે. તે હિસાબે 11 લાખ ટન ઓછા ઘઉં પાક્યા હશે.
એક એકર જમીનમાં 25 થી 30 ક્વિન્ટલ ઘઉં થતાં હતા. પરંતુ આ વર્ષે ઉત્પાદન 20 ક્વિન્ટલ કરતાં થોડું ઓછું ઉત્પાદન છે. માર્ચમાં તીવ્ર ગરમીને કારણે ઉત્પાદન ઓછું છે. ઓક્ટોબરમાં વાવણીની મોસમમાં કમોસમી વરસાદને કારણે ઉપજને અસર થઈ છે.
ગયા વર્ષની સરખામણીમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર ક્વિન્ટલ પ્રતિ એકર ઓછી છે.
ભારત સરકારે ઘઉંના ઉત્પાદન અંદાજમાં સુધારો કરીને 2022-23માં 111 MMTથી ઘટાડીને 105 MMT કર્યો છે.
નિકાસ
ભારતે નાણાકીય વર્ષ 2022-23 માટે નિકાસ માટે 4 મિલિયન ટન ઘઉંના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે પ્રતિબંધોથી પાણી ફરી વળ્યું છે. ભારત સરકારના કહેવા મૂજબ 2019-20માં ઘઉંની નિકાસ 0.217 મિલિયન ટન હતી, જે 2020-21માં વધીને 2.155 મિલિયન ટન અને 2021-22માં 7.215 મિલિયન ટન થઈ હતી.
ઘઉંની જગ્યાએ 5.5 મિલિયન ટન વધારાના ચોખાની ફાળવણી કરવામાં આવી તેનાથી પણ ગુજરાતને ઘઉંમાં ખોટ પડી છે.
ગીરીબોને અનાજ
ભારતમાં 1 એપ્રિલ, 2023 ના રોજ 8 મિલિયન ટન ઘઉંનો સ્ટોક હશે. કોરોનામાં 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં દેશમાં 81.35 કરોડ લોકોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું.
17 હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી ગુજરાત રાજ્યના 3.40 કરોડ લોકોને મે મહિનામાં મળવાપાત્ર અન્ન ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.50 કિલોગ્રામ ઘઉં, 1.5 કિલોગ્રામ ચોખા તથા કાર્ડદીઠ 1 કિલોગ્રામ ચણાનું વિનામૂલ્યે વિતરણ 17 મે થી શરુ કરી દેવામાં આવ્યું હતું. રાજ્યમાં 68 લાખથી વધુ NFSA તથા NON-NFSA બીપીએલ કાર્ડધારકો છે.
ભારતમાં ઘઉંની ખરીદીમાં ઘટાડો
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ રવિ ઋતુમાં 11 એપ્રિલ, 2022 સુધી ઘઉંના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાંથી લગભગ 2.055 મિલિયન મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.
બરાબર એક વર્ષ પહેલા 12 એપ્રિલ, 2021ના રોજ ઘઉંની પ્રાપ્તિનો આંકડો 2.924 હતો. આમ, આ વર્ષે ઘઉંની પ્રાપ્તિમાં 0.869 મિલિયન મેટ્રિક ટન ઓછા ખરીદાયા છે. બજાર ભાવ ઉંચા છે. ગયા વર્ષે 3 લાખ ટનની સરખામણીએ 18 એપ્રિલ 2022 સુધીમાં માત્ર 30,000 ટન ઘઉંની ખરીદી કરી હતી. મધ્યપ્રદેશમાં ખરીદી ગયા વર્ષની સરખામણીએ માત્ર અડધી છે.
FCIના આંકડા મુજબ, એપ્રિલ 2022માં કેન્દ્ર સરકાર પાસે હાલ ઘઉંનો સ્ટોક 18.99 મિલિયન MT છે. જે 7.46 MMTના બફર ધોરણો કરતાં વધુ છે. પીડીએસમાં વર્ષે 245 LMT (24.5 MMT) ઘઉં અપાય છે. દર વર્ષે લગભગ 189 LMT જથ્થો હોય છે.