અગ્નીશામદ દળને ખાનગી લોકોના હાથમાં સોંપવાની શરૂઆત, ફાયરનું NOC ખાનગી ઈજનેરો આપશે

ગાંધીનગર, 13 ડિસેમ્બર 2020

બિલ્ડીંગ, ઇમારત, કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સુવિધાની ઢિલાશ કે કચાશના કારણે આગની ઘટનાઓ બને, નિર્દોષ લોકોના મોત થયા છે. મકાનો-કોમ્પ્લેક્ષ વગેરેમાં ફાયર NOC ફરજિયાત છે. NOC આપીને બેસી રહીને ફાયર ઓફિસરો સમયાંતરે આવા મકાનોની સ્થળ તપાસ કરતાં નથી. લોકોના-નાગરિકોના જાનમાલ સાથે આગ જેવી ઘટનાને પરિણામે કોઇ ચેડાં કર્યા બાદ હવે ખાનગી કરી દેવામાં આવી રહ્યું છે.

સરકાર પાસે પૂરતાં નાણાં અને પૂરતો સ્ટાફ ન હોવાના કારણે હવે અગ્નિશામક દળને ખાનગી હાથોમાં આપી દેવાની શરૂઆત ભાજપની રૂપાણી સરકારે કરી છે.

ખાનગી ફાયર સેફ્ટી ઓફિસરની નિયુક્તિ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એકટ-2013ની કલમ-12ની જોગવાઇ મુજબ કરવામાં આવશે.

ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટને આ કોર્સ-તાલીમ અને ફાયર સેફટી સર્ટિફિકેટ વિશેની એક કોમ્પ્રીહેન્સીવ સિસ્ટમ ડેવલપ કરશે.

GIDMના તનેજા અને તેમની ટીમે ફાયર સેફટી પ્રમાણપત્ર મંજૂરી, રિન્યુઅલ અને ટ્રેઇન્ડ હ્યુમન રિસોર્સીસ માટે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન પારદર્શી, સરળ અને કાર્યક્ષમ રીતે આપવાનો એક અહેવાલ રાજ્ય સરકારને આપેલો છે.

અધિકારીઓ, ફાયર ઓફિસરોની શ્રેણીબદ્ધ મિટીંગો યોજીને અને GIDM એ પણ દિલ્હી, ગોવા, કેરળ, જેવા રાજ્યો, સિંગાપોર, યુ.કે ના દેશોની પ્રક્રિયા અને પદ્ધતિઓનો બારીકાઇથી અભ્યાસ કરીને રાજ્યમાં આપણે આ નવી પદ્ધતિ રાજ્યમાં 26 જાન્યુઆરી 2020થી શરૂ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં ફાયર સેફટી અંગે દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યીક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા ફાયર સેફટી કોપ પોર્ટલ વિકસાવશે.

ખાનગી ફાયર સેફટી ઓફિસર તરીકે ઇજનેરોને નિર્દિષ્ટ જરૂરી તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેકટીસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. સ્વતંત્ર પ્રેકટિસ કરતા ખાનગી ફાયર સેફટી ઓફિસરોની નગર-મહાનગરોમાં પેનલ તૈયાર કરાશે.

નગરો-મહાનગરોના સ્થાનિક તંત્રમાં ફાયર સેફ્ટી, NOC, રિન્યુઅલ વગેરેની કામગીરીનું હાલનું વધુ પડતું કાર્યભારણ ઓછુ થશે. NOC મેળવવા તથા રિન્યુઅલ કરાવવામાં સરળતા મળશે.

ફાયર એન.ઓ.સી. તથા દર છ મહિને રિન્યુઅલ કરાવવાની કામગીરી ઝડપી અને વિના વિલંબે મળતી થશે. પસંદગીના ફાયર સેફટી ઓફિસરની સેવાઓ લેવાનો વિકલ્પ મળશે.

ફાયર સેફ્ટી ઓફિસરની વ્યવસાયિક તજજ્ઞતા કેડર પણ ઉભી થશે.

ગુજરાતમાં ODPS  પછી હવે દેશમાં વધુ એક નવતર ડગલું આપણે ભર્યું છે.

નવા ફાયર સેફટી NOC, રિન્યુઅલ, ઓનલાઇન પેમેન્ટ અને ફાયર સેફટી ઓફિસરની માહિતી હશે. રાજ્યમાં એકસમાન સૂત્રતા વાળી બનાવવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. જાતે એપ્લાય કરી શકે તેવું સરળીકરણ કર્યુ છે.

પ્રમાણપત્રો-સર્ટિફિકેટ મેળવવાના છે તેમાં નવા બિલ્ડીંગ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ -૩ વર્ષ માટે માન્ય રહેશે. રિન્યુઅલ સર્ટિફિકેટ બે વર્ષ માટે માન્ય રાખવામાં આવશે.

ફાયર સેફટી ઓફિસરે દર 6 મહિને આગ અને સલામતિના ઉપાયોની આવા બિલ્ડીંગમાં જાતે તપાસ કરીને ફિલ્ડ વિઝીટ કર્યા પછી યોગ્યતા પ્રમાણપત્ર સિસ્ટમમાં અપલોડ કરવું પડશે.

ફાયર સેફટી નિષ્ણાંતો, ટાઉન પ્લાનર્સ એન્જીનીર્યસની સલાહ લઇને વિવિધ પ્રકારના બિલડીંગ્સ માટે ફાયર સેફટી ઓફિસર માટેના વ્યાપક ચેકલીસ્ટ વિકસાવી 220 સ્ટાન્ડર્ડ ચેકલીસ્ટ બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.

ફાયર સેફટી ઓફિસર તરીકે પ્રેકટીસ-ઇમ્પેનલ્ડ કરવાનો નિર્ણય બે માસ પહેલાં કર્યો હતો.

ફાયર સેફટીની શરૂઆત કોઇ પણ બિલ્ડીંગની ડીઝાઇનના તબક્કાથી જ થઇ જાય છે. ડેવલપરે બાંધકામની પરવાનગી વખતે જ ફાયર સેફટી પ્લાનની મંજૂરી લેવી પડશે. બાંધકામ પુરૂં થઇ જાય પછી ફાયર સેફટી પ્રમાણપત્ર ત્યાર બાદ અગ્નિશમન વ્યવસ્થા બધું ચકાસ્યા પછી જ ફાયર સેફટી સર્ટીફિકેટ રિન્યુઅલ થશે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ફાયર કર્મીઓનું કામનું ભારણ ઓછું થાય અને ખાનગી ફાયર સેફટી ઓફિસરોને તાલીમ આપવાનો કન્સેપ્ટ અપનાવ્યો છે.

ગુજરાત સ્ટેટ ઇન્સ્ટીયુટ ફોર ફાયર સેફટી ટ્રેનિંગ દ્વારા ફાયર સેફટી ઓફિસરો તરીકે ઇમ્પેનલ્ડ કરવામાં આવશે. દર 3 વર્ષ તેમને રિફ્રેશર તાલીમ પણ પસાર કરવી પડશે.

બિલ્ડીંગ-મકાનોની કેટેગરી અનુસાર આ ફાયર સેફટી ઓફિસરોની તાલીમનું કલાસીફિકેશન પણ કર્યુ છે. જનરલ, એડવાન્સ અને સ્પેશ્યાલીસ્ટ એવી ત્રણ કેટેગરીમાં તેમને તાલીમ આપવામાં આવશે.

જનરલ કેટેગરીમાં જેમને તાલીમ લેવી હોય તેવા લોકો માટે કોઇ અનુભવની જરૂરિયાત રહેશે નહીં. જે ઇજનેરોને ફાયર સેફટી અધિકારી તરીકેની એડવાન્સ તાલીમ લેવી હોય તેમના માટે 5 વર્ષનો અને વિશિષ્ટ-સ્પેશ્યાલીસ્ટ તાલીમ લેનારા માટે પાંચથી 10 વર્ષનો અનુભવનો ક્રાઇટેરીયા રાખવામાં આવ્યો છે.

ફાયર સેફટી ઓફિસરોને તેમના ગ્રેડ, અનુભવ અને યોગ્યતાના આધારે જવાબદારી સોપવામાં આવશે.

FSO જે મકાનો-બિલ્ડીંગોનું ફાયર NOC રિન્યુ કરે તેની રેન્ડમ તપાસ ફાયર ઓફિસર કરીને એ સુનિશ્ચિત કરશે કે એ પ્રમાણપત્ર આપતા પહેલાં બધા જ સેફટી પેરામિટર ધ્યાનમાં લેવાયા છે કે નહી.

કોઇ ચૂક થયેલી જણાશે તો ફાયર સેફ્ટી ઓફિસર, ઓનર બિલ્ડર, કબજેદાર સામે પેનલ્ટી-દંડનીય કાર્યવાહી સરકાર કરશે.