ગાંધીનગર, 25 માર્ચ 2023
1930ના દાયકામાં, અંગ્રેજોએ ઘણા રેડિયો-નિયંત્રિત એરક્રાફ્ટનું નિર્માણ કર્યું જેનો ઉપયોગ તાલીમ હેતુઓ માટે લક્ષ્ય તરીકે થતો હતો. ત્યારથી લઈને આજ સુધી ડ્રોન ટેક્નોલોજીએ ઘણું આગળ વધ્યું છે. દેશમાં હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે પણ ગુજરાતમાં એક પણ ડ્રોન બનતા નથી.
ગુજરાતની નિષ્ફળ નીતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં ગુજરાતે દરેક ક્ષેત્રે ટોપ પર રહેવાનો અને આગળ વધવાનો સફળ પ્રયાસ હંમેશા કર્યો છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટીના ઉપક્રમે આયોજિત નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ તેમજ ડ્રોન મંત્રા લેબના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ 2001થી 2023 સુધીમાં મોદીએ ડ્રોન ઉદ્યોગ ગુજરાતમાં વિકસાવવા કોઈ મદદ કરી નથી.
રાજ્ય સરકારે તેને પ્રોત્સાહન આપવા કૌશલ્યા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડ્રોન મારફતે વિવિધ તાલીમ પણ શરૂ કરવાનું આયોજન કર્યું છે. ડ્રોન પાયલોટ તાલીમ રાજ્યની 50 જેટલી આઈ.ટી.આઈ માં મળી શકે તેવી વ્યવસ્થા કરી છે.
મુખ્ય પ્રધાનના ખોટા દાવા
ડ્રોન દૂર-દરાજના વિસ્તારોમાં સેવાઓની ડોર સ્ટેપ ડિલિવરીનું માધ્યમ બન્યું છે. ટુરિઝમ, ડિઝાસ્ટર, મીડિયા સહિત સર્વેલન્સ અને રિસર્ચના ક્ષેત્રે પણ ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની વિશાળ તકો છે. ખેડૂતના ખેતરમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની પહેલ પણ ગુજરાતી કરી છે. ડ્રોનના નવા ઉપયોગો અને સંશોધનોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. પણ મુખ્ય પ્રધાનના દાવા 100 ટકા સાચા નથી. જે નીચેની વિગતો પરથી ખ્યાલ આવે છે.
કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની આ નેશનલ કોન્ફરન્સમાં ડ્રોન ક્ષેત્રે કાર્યરત 50 થી વધુ ઉદ્યોગો, કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ સીવીલ એવીએશન તથા મીનીસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રીન્યોરશીપના અધિકારીઓ, રાજ્ય સરકારના ડ્રોન ક્ષેત્રે સંકળાયેલ વિભાગના અધિકારીશ્રીઓ, સંશોધનકર્તાઓ , ડ્રોન સ્ટાર્ટઅપ્સ મળીને અંદાજે કુલ 400 જેટલા મહાનુભાવો ભાગ લીધો છે.
કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા ડ્રોન મંત્રા લેબનું ઉદ્ધાટન મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયું હતું. જેમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગની સાથે ડ્રોન ટ્રેનીંગ મળી રહે તેવી સુવિધા ઉભી કરાઈ છે. તમામ તાલુકાઓમાં ડ્રોન તાલીમ યોજી શકાશે. ડ્રોન ડેટા એનાલિસિસ એન્ડ પોગ્રામીંગનો અભ્યાસક્રમ ભણવાની તક પણ મળી રહેશે.
કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી ધ્વારા રાષ્ટ્રીય કક્ષાના ડ્રોન હેકાથ્રોનના લોન્ચિંગની જાહેરાત કરવાની હતી, પણ તેની જાહેરાત થઈ નથી. હેકાથોન માટે નિયત કરવામાં આવેલ ક્ષેત્રો માટે તેઓના સોલ્યુશન /પ્રોટોટાઈપ રજૂ કરશે. આ હેકાથોનમાં વિજેતા અને રનર્સઅપને પુરસ્કૃત કરવા ઉપરાંત તેઓને મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ પણ આપવાનો હતો.
ઉપયોગ
હવે પોલીસથી માંડીને માલસામાનની ડિલિવરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિક્યુરિટી, મીડિયા, એગ્રીકલ્ચર, બિઝનેસ, શૂટ, હોમ ડિલિવરી, રમકડાં વગેરેમાં ડ્રોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
કેટલો અમલ
5 ઓગષ્ટ 2022માં ગુજરાતે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં શરૂ કર્યો હતો. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત 20 મિનિટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને ખેત મજુરની સમસ્યાનું નિવારણ થઈ શકે છે ખેડૂતોનો સમય અને ઉર્જા બચાવી ખેડૂતોને સમૃધ્ધ બનાવવા માટે કૃષિમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન અંતર્ગત “કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ” યોજના હેઠળ કુલ રૂ.35 કરોડ ની જોગવાઈ કરવામાં આવી હતી. જો 2023માં માત્ર નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા 10 કરોડની જોગવાઈ કરી છે. આ કેવી નીતિ?
આ યોજનામાં કુલ 1.40 લાખ એકર વિસ્તાર આવરી લેવાનું આયોજન છે. યોજના હેઠળ ખેડૂતને એક એકરમાં ડ્રોન દ્વારા છંટકાવ માટે વધુમાં વધુ રૂ.500 સહાય આપવામાં આવશે અને જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં કુલ રૂ. 2500ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. આજના પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનોની આવક બમણી કરવાના તેમજ વિવિધ પાકોના વાવેતરથી વેચાણ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ લક્ષી આયોજનની ભૂમિકા આપી હતી.
કૃષિ વિશ્વ વિદ્યાલય
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એપ્લીકેશન ઓફ રોબોટીક્સ અને ડ્રોન ટેકનોલોજી ઇન એગ્રીકલ્ચર વિષય પર 2 માર્ચ 2023માં વર્કશોપ થયો હતો. તજજ્ઞો ઉપરાંત વિવિધ સંસ્થાના ડાયરેકટર, ઉદ્યોગ સાહસિકો દ્વારા રોબોટિક્સ અને કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ અંગે સઘન માર્ગદર્શન આપવામાં આવશે. ખાદ્ય સુરક્ષા , વરસાદ અને વાતાવરણની અનિયમિતતા, ખેતમજૂરોની અછત, ઉંચો ખેતી ખર્ચમાં ગામડા ને ટકાવવા રોબોટીક્સ અને ડ્રોન ટેકનોલોજી તકનીકીઓને ઉપયોગમાં લેવી જરૂરી છે. પણ પછી શું થયું.
ડેરી
બનાસ ડેરી એવી ડ્રોન ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે કે, પશુપાલક પોતાના ફોન થકી ડ્રોનને હેન્ડલ કરશે, ડ્રોનમાં દૂધ રાખીને દૂધ મંડળીએ ભરાવી શકશે. પણ તે માત્ર સ્વપ્ન બની ગયું છે.
શો બાજી
29 સપ્ટેમ્બર 2022માં અમદાવાદમાં ડ્રોન શોનું આયોજન કરાયું હતું. જેમાં ભારતમાં બનેલા 600થી વધુ ડ્રોન દ્વારા ખાસ આકૃતિઓનું નિર્માણ કરાયું હતું. પણ ડ્રોનનો ખરો ઉપયોગ કરવાનું ટાળવામાં આવ્યું હતું.
ડ્રોન નીતિ
ગુજરાતે 10 ઓગષ્ટ 2021માં ડ્રોન નીતિ બનાવી છે. ડ્રોન ઉત્પાદક, વપરાશકર્તા, પાયલટ અને સહ પાયલટે ડિઝીટલ સ્કાય પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવી ખાસ નંબર મેળવવો પડશે
તથા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન દ્વારા નિર્ધારિત ડ્રોન એર સ્પેસ મેપમાં આપેલા સીમાંકન ક્ષેત્રનું પાલન કરવાનું રહેશે. ડ્રોનનું ટ્રાફિક નિયમન અને તેને લગતા અકસ્માત કે કાયદા ઉલ્લંઘન જેવી ગૂનાહિત પ્રવૃત્તિ માટે કેસ કરવાની સત્તા ગુજરાત પોલીસ હસ્તક રહેશે. ડ્રોન પોલિસીના અમલીકરણ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના વડપણ હેઠળ આઠ જેટલા વરિષ્ઠ સચિવની એમ્પાવર્ડ કમિટીની રચના પણ રાજ્ય સરકારે કરી છે. ડ્રોન નું ઉત્પાદન , ટેસ્ટિંગ , ટ્રેનિંગ અને સંશોધન પાછળ ખાનગી અને જાહેર ક્ષેત્રનું મૂડીરોકાણ વધે તેવા ગંભીર પ્રયત્ન સરકાર કરશે તેવી ખાતરી પણ તેમણે આ પ્રસંગે ઉચ્ચારી હતી. ડ્રોનના વેપાર અને સેવા દાતા તરીકે 25 હજાર લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી હાલ મળી શકે છે. અંદાજ મુજબ ભારતમાં 5 લાખ જેટલાં લોકોને વર્ષ 2021માં રોજગારની તક મળી હતી. કૃષિ, પ્રયાવરણ રક્ષણ, વીજળી, પાણી જેવા ઘણા ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ભારતની ખરીદી
ભારતના પાડોશી ચીન અને પાકિસ્તાન બંને પાસે સશસ્ત્ર ડ્રોન છે ભારતને અમેરિકા પાસેથી 18 સશસ્ત્ર પ્રિડેટર ડ્રોન MQ 9A (MQ 9A) મળવા જઈ રહ્યા છે. આ અમેરિકન ડ્રોન વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન કહેવાય છે. તેના આવવાથી હિંદ મહાસાગરમાં ભારતની તાકાત વધશે, જેના કારણે ચીનની ગતિવિધિઓ પર અંકુશ લગાવી શકાશે. નેવીએ અગાઉ 30 ડ્રોનની જરૂરિયાત જણાવી હતી, જેના માટે 3 બિલિયન ડોલરનો ખર્ચ અંદાજીત કરવામાં આવ્યો હતો. જો કે, ચીફ ઓફ સ્ટાફ કમિટીની સમીક્ષા બાદ તેની સંખ્યા ઘટાડી 18 કરવામાં આવી છે.
હાલ ભારત પાસે હાલમાં બે સી ગાર્ડિયન ડ્રોનની લીઝ છે, જે આવતા વર્ષની શરૂઆતમાં સમાપ્ત થવા જઈ રહી છે. જો કે તેમાં વધારો થવાની સંભાવના છે. ભારતીય નૌકાદળે ચીન દ્વારા કરવામાં આવેલી લશ્કરી તૈયારીઓને સમજવા માટે ચીન સાથેની સમગ્ર 3,044 કિમીની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ને સ્કેન કરવા માટે સી ગાર્ડિયન ડ્રોન અને બોઇંગ P8I મલ્ટિ-મિશન એરક્રાફ્ટનો પણ ઉપયોગ કર્યો હતો. પ્રિડેટર સશસ્ત્ર ડ્રોન 24 કલાક સુધી 50,000 ફૂટ સુધી ઉડી શકે છે. આ હેલફાયર એર-ટુ-ગ્રાઉન્ડ અને એર-ટુ-એર મિસાઇલોથી સજ્જ છે, જે દુશ્મનનો નાશ કરી શકે છે.
આર્મી 80 મિની રિમોટલી પાઇલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ્સ (RPAS), 10 રનવે-સ્વતંત્ર RPAS, 44 અદ્યતન લોંગ-રેન્જ સર્વેલન્સ સિસ્ટમ્સ અને 106 ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ્સની સ્વદેશીની ખરીદીની તૈયારી કરી રહી છે. લદ્દાખમાં અને તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચેની અથડામણ પછી તેમની ગંભીર જરૂરિયાત અનુભવાઈ રહી છે.
રક્ષા મંત્રાલયે પહેલા પણ કુલ 4,276 કરોડ રૂપિયાના ખર્ચે હેલિના એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલો સહિત ત્રણ પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. ડ્રોન ટેકનોલોજી હવે આતંકવાદીઓ પાસે પણ ઉપલબ્ધ છે.
માનવરહિત હવાઈ વાહન છે.
દક્ષિણ પશ્ચિમ રેલવેએ કોચ ફેક્ટરીની સુરક્ષા અને દેખરેખ માટે 32 લાખના ખર્ચે 9 ડ્રોન ખરીદવામાં આવ્યા છે. જંતુનાશક દવા કંપનીઓ, સુરક્ષા, ઓઈલ કંપનીઓએ પણ તેમની પાઈપલાઈન અને રિયલ એસ્ટેટની કંપનીઓ મોટા પ્રોજેક્ટ્સમાં પણ ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.
નીતિ
ડ્રોનની જરૂરિયાત હવે વધી રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સિક્યોરિટી, મીડિયા, એગ્રીકલ્ચર, બિઝનેસ, શૂટ, હોમ ડિલિવરી, રમકડાં માટે કામ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ ડ્રોનનું માર્કેટ ઘણું વધવાનું છે. જુલાઈ 2021માં બહાર પાડવામાં આવેલી નવી ડ્રોન પોલિસી બાદ, ડ્રોન વજન 300 કિલોથી વધારીને 500 કિલો કરવામાં આવ્યું છે. ઉદારવાદી ડ્રોન નીતિ બાદ ભારતના ડ્રોન માર્કેટમાં ઘણી ગતિવિધિઓ થઈ રહી છે. યુ.એસ.ની જેમ, ભારત સરકાર પણ એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે જેવા સપ્લાય ચેઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપે તેવી શક્યતાઓ વધારે છે.
ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશને ડ્રોનના લઈને નિયમો બનાવેલા છે. પ્રશિક્ષિત ડ્રોન પાઈલટ વિના ડ્રોન ઉડાડી શકશે નહીં. આ માટે DGCAએ દેશની 13 ફ્લાઈંગ એકેડમીને ડ્રોન પાઈલટ તૈયાર કરવા માટે માન્યતા આપી છે. સર્ટિફિકેટના આધારે ડ્રોન પાયલોટને ક્યાંય પણ નોકરી મળશે અથવા તો તે પોતાનો વ્યવસાય પણ કરી શકશે.
2 કરોડનું વાર્ષિક વેચાણ ધરાવતી ડ્રોન સ્ટાર્ટઅપ કંપનીઓને PLIનો લાભ મળશે, જ્યારે ડ્રોનના ઘટકો ધરાવતી કંપનીઓનું વાર્ષિક વેચાણ રૂ. 50 લાખ હશે તો તેમને આ લાભ મળશે. જ્યારે મોટી કંપનીઓ (નોન-MSME) માટે આ રકમ ડ્રોન અને ડ્રોન ઘટકોના ઉત્પાદન માટે અનુક્રમે 4 કરોડ અને 1 કરોડ રાખવામાં આવી છે. વિદેશી કંપની માટે આ રકમ અનુક્રમે 8 કરોડ અને 4 કરોડ છે. એક કંપની ત્રણ વર્ષમાં વધુમાં વધુ 30 કરોડનું ઈન્સેન્ટિવ લઈ શકે છે. 2026 સુધીમાં, આ ડ્રોન ઉત્પાદન અને ઘટકોનું ક્ષેત્ર 1.8 અબજ એટલે કે લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું થઈ જશે.
વજન
વજન 250 ગ્રામ કે તેથી ઓછું હોય તેને નેનો ડ્રોન કહેવામાં આવશે. વધુ વજન ધરાવતા માઈક્રો કે મિની ડ્રોન માટે યુઆઈડી સિવાયના નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. નવા નિયમો અનુસાર, 250 ગ્રામથી 2 કિલો વજનના માઇક્રો ડ્રોન, 2 કિલોથી 25 કિગ્રા વજનના નાના અને મોટા ડ્રોન, 25 કિગ્રા-150 કિગ્રા અને તેથી વધુ વજનના ડ્રોનમાં, UID પ્લેટ ઉપરાંત, RFID/SIM, GPS, RTH ( ઘરે પાછા ફરો) અને અથડામણ વિરોધી લાઇટ ઇન્સ્ટોલ કરવી જરૂરી રહેશે. જોકે, 2 કિલોથી વધુ વજન ધરાવતા માનવરહિત મોડલના એરક્રાફ્ટ પર માત્ર આઈડી પ્લેટની જરૂર પડશે. ઉપરાંત, હવે માત્ર ટ્રેન્ડ ડ્રોન પાઇલોટ જ 250 ગ્રામથી વધુ વજનવાળા ડ્રોન ઉડાવી શકશે.
પ્રતિબંધિત વિસ્તાર
સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી પરવાનગી લેવી પડશે- પ્રતિબંધિત વિસ્તારોમાં નેનો અને માઈક્રો ડ્રોન સ્થાનિક સત્તાવાળાઓની પરવાનગીથી બંધ અથવા ઢંકાયેલ જગ્યામાં ઉડાવી શકાય છે. ચાલતા વાહન, જહાજ અથવા વિમાનમાંથી ડ્રોન ઉડાવી શકાતા નથી. નેનો ડ્રોન 50 ફૂટ અને અન્ય ડ્રોન 200 ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે. એરપોર્ટની પાંચ કિમીની ત્રિજ્યાની અંદર અને ઉપર કોઈ ડ્રોનને ઉડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આંતરરાષ્ટ્રીય સરહદની 50 કિલોમીટરની અંદર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. બીચથી માત્ર 500 મીટરના આડા અંતર સુધી ઉડી શકે છે. સૈન્ય સંસ્થાઓ અને ગૃહ મંત્રાલય દ્વારા નિર્ધારિત સ્થળોથી 500 મીટર કે તેથી વધુ હોવું જોઈએ. પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યો પર ડ્રોન ઉડાડતી વખતે પૂર્વ પરવાનગી જરૂરી રહેશે.
ગ્રીન ઝોનમાં ડ્રોનનું ઓપરેશનમાઈક્રો અને નેનો ડ્રોનના બિન-વ્યાવસાયિક ઉપયોગ માટે કોઈ પરવાનગીની જરૂર નથી અને કોઈ પાયલોટ લાયસન્સની જરૂર નથી. તે 500 કિગ્રા સુધીના પેલોડ્સ માટે પરવાનગી આપે છે જેથી ડ્રોનનો માનવરહિત ઉડતી ટેક્સી તરીકે ઉપયોગ કરી શકાય.
આ સિવાય ડ્રોનનું સંચાલન કરતી કંપનીઓની વિદેશી માલિકીને પણ મંજૂરી આપવામાં આવી છે.
3 વર્ષમાં 120 કરોડની સહાય
સપ્ટેમ્બર 2021માં, કેન્દ્રએ ડ્રોન અને તેના ઘટકો માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી હતી. સરકારે આ યોજના માટે રૂ. 120 કરોડ (ત્રણ નાણાકીય વર્ષમાં ફેલાયેલા) અલગ રાખ્યા છે. જો ડ્રોન અને આવશ્યક ઘટકોના ઉત્પાદકો આ યોજનાનો લાભ લેશે તો તેમને 20% સુધીનું પ્રોત્સાહન મળશે. ફાળવણી સાથે, ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાને પણ મંજૂરી આપવામાં આવી હતી.
ઉદ્યોગ
ભારતમાં ડ્રોન માર્કેટ ઝડપથી વધી રહ્યું છે.
2022થી પાંચ વર્ષમાં દેશનો ડ્રોન ઉદ્યોગ 50 હજાર કરોડનો થશે. આ સાથે આગામી 3 વર્ષમાં 10 હજાર લોકોને અને 5 વર્ષમાં લગભગ 20 હજાર લોકોને રોજગાર મળવાની આશા છે. સ્મિત શાહ ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર છે. હાલ ડ્રોન ઉદ્યોગ 5,000 કરોડનો છે. સરકારનો અંદાજ છે કે તે 5 વર્ષમાં 15 થી 20 હજાર કરોડનો ઉદ્યોગ બની જશે. ઉદ્યોગ માને છે કે, 2026 સુધીમાં તે 50,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચી શકે છે.
ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ત્રણ વર્ષમાં ડ્રોન સેવા ઉદ્યોગ રૂ. 30,000 કરોડ વૃદ્ધિ પામશે અને 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. ડ્રોન ઉત્પાદન ઉદ્યોગ આગામી ત્રણ વર્ષમાં રૂ. 5,000 કરોડથી વધુનું સીધું રોકાણ જોઈ શકે છે. સરકાર અપેક્ષા રાખે છે કે ઉદ્યોગ 10,000 સીધી નોકરીઓનું સર્જન કરશે.
જો આપણે BIS સંશોધન વિશે વાત કરીએ, તો ડ્રોનનું વૈશ્વિક બજાર 28 અબજ ડોલરનું છે. હવે એવું માનવામાં આવે છે કે તે 8.45 ટકા સુધી વધી શકે છે અને તે એશિયા ખંડમાં વધુ વધશે.
ભારતમાં ડ્રોન માર્કેટની સ્થિતિ?
વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો 4.25 ટકા છે અને ભારત ઘણી આયાત પણ કરી રહ્યું છે. વર્ષ 2021 સુધીમાં ભારતનું ડ્રોન માર્કેટ 1.21 અબજ ડોલર સુધી હોઈ શકે છે. ભારતના ડ્રોન અને કાઉન્ટર ડ્રોન માર્કેટનો વેપાર વર્ષ 2030 સુધીમાં $40 બિલિયન સુધી પહોંચી શકે છે.
રતન ઈન્ડિયા એન્ટરપ્રાઈઝે ભારતની અગ્રણી ડ્રોન ઉત્પાદન કંપની થ્રોટલ એરોસ્પેસ સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ (TAS)માં 60 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.
કંપની
મુંબઈ સ્થિત Ideaforge Technology ડ્રોન બનાવવા માટે ભારતની સૌથી મોટી સ્વદેશી કંપની બની ગઈ છે. તે 50% કરતા વધુ બજાર હિસ્સા સાથે દેશમાં માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ માર્કેટમાં અગ્રેસર છે. ભારતીય સશસ્ત્ર દળો, પોલીસ અને આંતરિક સુરક્ષાની જરૂરિયાતો અનુસાર ડ્રોન બનાવી રહી છે. આ કંપનીની 90% થી વધુ કમાણી સરકારી ખરીદી દ્વારા કરવામાં આવી રહી છે.
2009માં દેશનું પહેલું ઓટોનોમસ ડ્રોન લોન્ચ કર્યું હતું. 2022માં તેને જબરદસ્ત નફો થયો છે. FY2023 ના પ્રથમ 6 મહિનામાં, કંપનીએ રૂ. 140 કરોડની કમાણી કરી છે અને તેનો ચોખ્ખો નફો રૂ. 45 કરોડ થયો છે, જેમાં 44.5% ના ઓપરેટિંગ નફાના માર્જિનનો સમાવેશ થાય છે. કંપની બે વર્ષમાં 10 ગણી વધી છે.
ભારતની ટોચની ડ્રોન કંપનીઓ
ઈન્ફોએજ ઈન્ડિયા
InfoEdge India એ ડ્રોન ઉદ્યોગમાં પ્રવેશવાની યોજના સાથે, InfoEdge India એ Skylark Drones માં રોકાણ કર્યું છે અને હિસ્સો ખરીદ્યો છે, જે વૈશ્વિક ડ્રોન ઇકોસિસ્ટમ માટે કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ કરતી સ્ટાર્ટઅપ છે.
Zomato લિ
Zomato એક બહુરાષ્ટ્રીય રેસ્ટોરન્ટ એગ્રીગેટર અને ફૂડ ડિલિવરી કંપની છે જેની સ્થાપના 2008માં થઈ હતી અને જુલાઈ 2021માં ભારતીય શેરબજારમાં સૂચિબદ્ધ થઈ હતી. ડિલિવરી પ્રક્રિયાને ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કંપની ફૂડ ડિલિવરી માટે ડ્રોન ટેક્નોલોજી પર ભારે હોડ લગાવી રહી છે. ટેકઇગલને હાઇબ્રિડ મલ્ટી-રોટર ડ્રોન્સનો ઉપયોગ કરીને હબ-ટુ-હબ ડિલિવરી નેટવર્ક બનાવવા માટે હસ્તગત કરી હતી, જે ગયા વર્ષે જૂનમાં સમાપ્ત થયું હતું.
DGCA ના BVLOS સેન્ડબોક્સ પર કામ કરવા માટે ઘણા સ્ટાર્ટઅપ્સ અને વોડાફોન આઈડિયા જેવા દિગ્ગજો સાથે જોડાણ કર્યું છે.
પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ
પારસ ડિફેન્સ ડ્રોન ટેક્નોલોજી પર નજીકથી કામ કરી રહ્યું છે અને તેણે વિદેશી UAV (અનમેન્ડ એરિયલ વ્હીકલ) ઉત્પાદકો સાથે ભાગીદારી કરી છે. ડ્રોન પેરાશૂટ અને અન્ય એરોસ્પેસ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે.
ઝેન ટેક્નોલોજીસ લિમિટેડ
1993 માં સ્થપાયેલી, ઝેન ટેક્નોલોજીસ એ ભારતમાં નાની-કેપ ડ્રોન-ટેક કંપની છે. તેઓ હેવી લિફ્ટ લોજિસ્ટિક્સ ડ્રોન પર કામ કરી રહ્યા છે, અને તેમની એન્ટિ-ડ્રોન સિસ્ટમ ડ્રોન ડિટેક્શન, વર્ગીકરણ અને નિષ્ક્રિય સર્વેલન્સ પર કામ કરે છે જેથી ટ્રેકિંગ, કેમેરા સેન્સર્સ અને જામિંગ ડ્રોન કોમ્યુનિકેશન દ્વારા ધમકીઓને બેઅસર કરી શકાય. ભારતીય વાયુસેના તરફથી CUAS એટલે કે કાઉન્ટર માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમના સપ્લાય માટે રૂ. 1.6 બિલિયનનો ઓર્ડર મળ્યો છે.
રતન ઈન્ડિયા એન્ટરપ્રાઈઝ
રતનઇન્ડિયા એન્ટરપ્રાઇઝ લિમિટેડ એ તેના નવા યુગના વિકાસ વ્યવસાયો અને ભારતમાં સાર્વજનિક લિસ્ટેડ કંપની માટે રતનઇન્ડિયા ગ્રૂપની મુખ્ય કંપની છે. સપ્ટેમ્બર 2021માં, Ratanindia Enterprises એ તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NeoSky India Ltd સાથે તેનો ડ્રોન વ્યવસાય શરૂ કરવાની જાહેરાત કરી.
ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ
DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ ડ્રોન ટેક્નોલોજી પર કામ કરતી ભારતની બીજી ટોચની ડ્રોન કંપની છે. ઓગસ્ટ 2021 માં, કંપની ભારતીય DCM શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝે તુર્કી ડ્રોન ઉત્પાદકમાં 30% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી, જ્યાં આ માનવરહિત એરિયલ વ્હીકલ (UAV) નિર્માતા, Zyron Dynamics ને ભારતમાંથી $1 મિલિયનનું વિદેશી રોકાણ મળ્યું છે.