રાજ્યની 8,000 ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5,500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી, હવે સરકારી જમીનો પચાવી પાડશે

ગુજરાતમાં જે સ્કૂલમાં બાળકોને રમવા માટેના પ્લે ગ્રાઇન્ડ નહીં હોય તેમને સરકાર જમીન આપશે. સરકારી જમીન ઉપલબ્ધ નથી ત્યાં પ્રાઇવેટ જમીન એક્વાયર કરવામાં સરકાર મદદ કરશે. રાજ્યની જે સ્કૂલમાં પ્લે ગ્રાઉન્ડ નથી તેનો સર્વે કરવા માટે સરકારે સૂચના આપી છે. જૂના સર્વે પ્રમાણે રાજ્યની રાજ્યની 8 હજાર ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી. જ્યારે 12,599 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી 6004 શાળાઓ પાસે મેદાનો નથી. 40 ટકા સ્કૂલો એવી છે કે જ્યાં બાળકોને રમવાના મેદાનો નથી. સ્કૂલ સંચાલકોએ રમતના મેદાનમાં જ શાળા બનાવી દીધી છે. તેમને નોટીસ આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સરકાર એવા સંચાલકો સામે સખ્તાઇ રાખવા માગે છે કે જેમની પાસે મંજૂરી સમયે પ્લે ગ્રાઉન્ડની જમીન હતી તે રદ્દ કરી ઇતર પ્રવૃત્તિ માટે ફાળવી હશે. આ સંચાલકો સામે શિક્ષણ વિભાગ પગલાં લેવા તૈયાર થયું છે.

જે સ્કૂલોમાં પ્લે ગ્રાઉન્ડ નથી અને આજુબાજુમાં પડતર જમીન છે તે આપવા સરકાર તૈયાર છે, અથવા તો ખાનગી જમીન હોય તો સરકાર મધ્યસ્થી બનીને સ્કૂલ સંચાલકને મદદ કરવા તૈયાર છે. સરકારી શાળાઓમાં મેદાનો છે, ખાનગી શાળામાં રમતના મેદાનો નથી. એકલા અમદાવાદમાં 1200 ખાનગી શાળા પાસે રમતના મેદાનની સુવિધા નથી. સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં એકપણ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ વિનાની ન હોવી જોઇએ. સરકારે એવું પણ નક્કી કર્યું છે કે જે નવી સ્કૂલ બને અને માન્યતા મેળવવા માટે કોઇ સંચાલક આવે ત્યારે તેને પહેલાં કહેવામાં આવશે કે પ્લે ગ્રાઉન્ડની સુવિધા તો તે સંચાલકને માન્યતા આપવામાં આવશે.

પહેલાં વિભાગે નક્કી કર્યું હતું કે શહેરી વિસ્તારમાં 1200 ચોરસ મીટરની જગ્યા હોય તેવી સ્કૂલોને માન્યતા આપવામાં આવશે પરંતુ હવે નવા આદેશ પ્રમામે વિસ્તાર ઘટાડીને 800 ચોરસમીટર કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં 2000 ચોરસમીટરનો વિસ્તાર નિયત કરવામાં આવ્યો હતો પરંતુ હવે નવા આદેશ પ્રમાણે વિસ્તાર ઘટાડીને 1500 ચોરસમીટર કરવામાં આવ્યો છે.

21 જાન્યુઆરી 2029માં સરકારે કહ્યું હતું કે મેદાન ન હોવાથી 250 શાળઓને મંજૂરી નહીં મળે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારીની બેઠકમાં નવી સ્કૂલની મંજુરી નહીં મળે.

શહેરની શાળાઓના બાળકો હવે રમવાનું ભૂલી રહ્યાં છે. કારણ કે તેમની પાસે મેદાન નથી. જો કે ગ્રામ્ય વિસ્તારનું ચિત્ર આનાથી તદ્દન વિપરિત છે. પણ તાલુકા મથકો કે મોટા નગરોમાં વિકસતી ખાનગી – અંગ્રેજી શાળાઓ પણ મેદાન વગર જ ચલાવાતી હોવાનું જણાયું છે.

2019માં નવા નિયમ પ્રમાણે સ્કૂલની મંજૂરી માગતી સંસ્થા પાસે રમત-ગમત માટેનું મેદાન પણ ટ્રસ્ટના નામે હોવુ જોઇએ તેવુ નક્કી કરાયું છે. એટલે કે હવે કોઇપણ ટ્રસ્ટ રમતનું મેદાન ભાડાપટ્ટે દર્શાવી શકશે નહી.

ક્યાં મેદાનનથી

માધ્યમિક શાળાઓમાં અમરેલી 63, આણંદ 255, અરવલ્લી 288, વડોદરા 305, વલસાડ 393, છોડાઉદેપુર 516, દાહોદ 296, ડાંગ 217, દ્વારકા 256, સુરત 210, તાપી 121, કચ્છ 315, ખેડા 276, મહીસાગર 444, મહેસાણા 94, બનાસકાંઠા 835, ભરૂચ 439, ભાવનગર 427, બોટાદ 67, મોરબી 184, નવસારી 506, પંચમગાલ 588 શાળાઓમાં મેદાન નથી.

નર્મદા-જામનગરમાં ખરાબ હાલત

નર્મદામાં જીલામાં કૂલ 690 પ્રાથમિક શાળામાંથી 411 શાળાઓમાં મેદાન નથી. તમામ શાળાઓ જીલ્લા પંચાયત હસ્તક છે. નજીકની કોઇ ખુલ્લી જગ્યાનો વિદ્યાર્થિઓ મેદાન તરીકે ઉપયોગ કરે છે. જામનગર જિલ્લાની 704 પ્રાથમિક શાળાઓમાંથી 103 પ્રાથમિક શાળાઓમાં મેદાન જ નથી.

ખેલકીદના શિક્ષકોજ નથી

બીજી તરફ ખેલ મહાકુંભનાં આયોજન કરાઇ રહ્યા છે. પ્રાથમિક શાળાઓમાં હવે શારીરિક શિક્ષણનાં શિક્ષકો મૂકાતા ન હોય તો વિદ્યાર્થિઓને રમત રમત કોણ શિખવાડશે. રાજ્ય સરકાર ખેલ મહાકુંભ જેવા તાયફા કરીને ‘ખેલે ગુજરાત’નું આયોજન કરે છે. શહેરની શાળાઓના મેદાનો અત્યંત નાના હોઇ ત્યાં એથ્લેટિક્સને તો સ્થાન જ ન આપી શકાય. મોટાભાગની શાળાઓમાં વ્યાયામના તાસ પણ સપ્તાહમાં વર્ગદીઠ બે જ ફાળવવામાં આવે છે. તે પણ મેથ્સ – સાયન્સ કે અંગ્રેજીના શિક્ષકો લે છે.