પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું સંગઠન બનાવશે, અમિત શાહ અને રૂપાણીનો જૂથવાદ હવે નહીં ચાલે

ગાંધીનગર, 13 નવેમ્બર 2020

ચંદ્રકાંત પાટીલ ભાઉએ 21મી જુલાઇએ ગુજરાતના પ્રદેશ પ્રમુખના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. 24 જુલાઈ 2020ના દિવસે નવસારી ખાતે જાહેર કર્યું હતું કે, તેઓ બહું ઝડપથી નવું સંગઠન બનશે. તેમ છતાં 5 મહિના થઈ ગયા હોવા છતાં નવું સંગઠન જાહેર કરી શક્યા નથી. હવે તેમની પાસે અવકાશ છે અને પક્ષમાં હીલચાલ થઈ રહી છે. હાલમાં પ્રદેશ માળખામાં છે 25 હોદ્દેદારો છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે. જિલ્લાઓમાં પ્રમુખોની નિયુક્તિ બાદ હવે પ્રદેશ સંગઠનનું મુખ્ય માળખું તેમજ ભાજપના વિવિધ સેલમાં નવી નિયુક્તિ કરવી પડશે. કોને સ્થાન આપે છે અને કોની બાદબાકી કરે તે મહત્વનું છે. સૂત્રો કહે છે કે, 80 ટકા નવા ચહેરાને સ્થાન મળી શકે છે.

જિલ્લાઓના સંગઠનની જાહેરાત કરતાં પહેલાં સીઆર પાટીલ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે ચર્ચાઓ કરી છે.

જિલ્લા-શહેરમાં નો રિપીટ

જિલ્લા અને શહેરોમાં 39 પ્રમુખોની નિયુક્તિ કરી છે. નિયુક્તિ નો રિપીટ થિયરી જોવા મળે છે. તેથી અમિત શાહે નિયુક્ત કરેલું જૂનું માળખું રાખવાના બદલે તેઓ 95 ટકા નવા લોકોને લેશે. પોતાના માણસોને ગોઠવશે. અમિત શાહ, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને જીતુ વાઘાણીની લોબીના લોકોને બાજુ પર મૂકી શકે છે.

જૂથો કપાશે

જીતુ વાઘાણી, અમિત શાહ અને વિજય રૂપાણીને જાણ કર્યા વગર સી આર પાટીલની નિયુક્તિ નરેન્દ્ર મોદીએ એકાએક કરી દીધી હતી. ત્યારે અમિત શાહ અને મોદી વચ્ચે સારી બોડી લેંગ્વેઝ ન હતી. સીઆર પાટીલ મૂળ મહારાષ્ટ્રીયન છે, તેથી પક્ષમાં અંદરથી આજે પણ વિરોધ જોવા મળે છે.

જૂથવાદ છે

પ્રમુખ બનતાની સાથે જ પાટીલે જાહેર કર્યું હતું કે હવે પક્ષમાં જૂથવાદ નહીં ચાલે. જોકે તે પહેલાં તેઓ સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં પોતે જૂથવાદ ચલાવતાં હતા. તેઓ પોતાના પ્રમુખ તરીકેના પ્રવાસમાં પોતાના જૂથના નેતાઓને સાથે રાખતાં હતા.

બંધ કરવરનું રહસ્ય

સંગઠનની વરણીમાં સીઆર પાટીલની બંધ કવરની ફોર્મ્યુલા કામ લાગી છે. પ્રમુખ બન્યાં પછી પાટીલે પાર્ટીના કાર્યકરોને કહ્યું હતું કે ફરિયાદો અને રજૂઆતો મને બંધ કવરમાં મોકલજો અને આશા રાખજો કે હું તેને ધ્યાને લઇને જરૂરી પગલાં લઇશ. બંધ કવરની ફોર્મ્યુલા સંગઠન અને પછી સરકાર પર લાગુ કરવાનો તેમનો પ્લાન છે.

બોર્ડ નિગમમાં નિયુક્તિ

સંગઠન સંરચના સાથે બોર્ડ નિગમમાં પણ નિમણૂંક કરાશે. પેટાચૂંટણી માટે જરૂરી નેતાઓને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવશે તેવી શક્યતા છે. કારણ કે, છેલ્લા કેટલાય સમયથી બોર્ડ નિગમમાં કોઈ નિમણૂંક થઈ નથી. 70 % બોર્ડ નિગમમાં જગ્યા ખાલી છે.

રૂપાણી સરકાર ગાંઠતી નથી

ભાજપની કચેરીએ રૂપાણી સરકારના પ્રધાનોને નિયમિત આવીને લોકોના પ્રશ્નો સાંભળવાનો આદેશ પાટીલે આપ્યો હોવા છતાં કોઈ પ્રધાન ગંભીર રીતે તેનો અમલ કરતાં નથી. જે બતાવે છે કે, પાટીલને રૂપાણી સરકાર ગંભીર લેતી નથી.

નવા મળખામાં જૂથવાદ હશે

પક્ષના નવા માળખામાં જૂથવાદની અસર જોવા મળશે. જેમાં મહામંત્રી કે. સી. પટેલને રિપીટ કરી શકે છે. હાલના ઉપપ્રમુખ અને ભાજપના બળવાખોર અને પક્ષપલટું નેતા એવા ગોરધન ઝડફિયાને પણ મહામંત્રી પદ મળી શકે છે. દક્ષિણ ગુજરાતના મહામંત્રી તરીકે પુર્ણેશ મોદીને મૂકી શકે છે. સૌરાષ્ટ્રના મહામંત્રીમાં મુખ્યમંત્રીના નજીકના ધનસુખ ભંડેરી કે ભરત બોધરાને કાપી શકે છે. રૂપાણીનો જૂથવાદ સૌરાષ્ટ્રમાં પાટીલ ચાલવા નહીં દે.

દલસાણિયા બદલાઈ શકે

સંઘના મહામંત્રી તરીકે હાલના ભીખુભાઇ દલસાણિયાના સ્થાને સંઘના જ આગેવાન ભાર્ગવ ભટ્ટને મહામંત્રી બનાવી શકે છે. પાટીલને દલસાણિયા સાથે બનતું નથી. આ ઉપરાંત પક્ષના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ(કાકા)ની ઉંમર વધુ થઈ ગઈ હોવાથી નવા કોષાધ્યક્ષ તરીકે પરિન્દુ ભગત(કાકુભાઈ)ને મુકવામાં આવી શકે છે. ભગત હાલ ઉપ કોષાધ્યક્ષ છે.

મોરચા બધા બદલાશે

ભાજપ તમામ મોરચામાં ધરમૂળથી પરિવર્તન કરાશે. સાતેય મોરચાના પ્રમુખ, હોદ્દેદારો બદલાશે. મોરચાની જૂથબંધી અને નિષ્ક્રિયતાથી હાઈકમાન્ડમાં નારાજગી છે. યુવા મોરચાના અધ્યક્ષ જૂથવાદના કારણે નિયુક્ત કરાયા હોવાથી તેમને ગડગડયું પકડાવી દેવાશે. બક્ષીપંચ મોરચાના દિનેશ અનાવડીયા બદલાય તેવી શક્યતા છે. કિસાન મોરચાના બાબુ જેબલિયા બદલાય હવે નહીં રહે. લઘુમતી મોરચાના મહેબૂબઅલી ચીસતી બદલાય તેવી શક્યતા છે. આદિવાસી મોરચાના મોતી વસાવા બદલાય તેવી શક્યતા છે. મહિલા મોરચામાં જ્યોતિ પંડ્યાના સ્થાને નવા કોઈ આવશે. અનુસૂચિત મોરચાના શંભુપ્રસાદ ટુંડિયા ચાલુ રહી શકે છે.

વિધાનસભાની ચૂંટણી લક્ષ્ય

વિધાનસભા 2022ની ચૂંટણી જીતવાનો વ્યૂહ છે. પાર્ટીના કાર્યકરોએ બંધ કવરમાં રૂપાણી સરકાર અને વહીવટી તંત્ર સામે ફરિયાદો કરી છે, જેના પર વિચારણા કરવાનું તેમણે વચન આપેલું છે. સીઆર પાટીલ સંગઠનની ગુપ્તતામાં વધારે માને છે. પાર્ટીના નાનામાં નાના કાર્યકરની રજૂઆતને ધ્યાને લઇ પગલા લઇ શકે છે.

નવા જિલ્લા પ્રમુખોનું લિસ્ટ

ભાજપ જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત

ક્રમ જીલ્લો/મહાનગર પ્રમુખનું નામ
1 ડાંગ દશરથ પવાર
2 વલસાડ હેમંત કંસારા
3 નવસારી ભુરા શાહ
4 સુરત શહેર નિરંજન ઝાંઝમેરા
5 સુરત જિલ્લો સંદિપ દેસાઇ
6 તાપી જયરાજ ગામીત
7 ભરૂચ મારૂતિ અટોદરીયા
8 નર્મદા ઘનશ્યામ પટેલ
9 વડોદરા શહેર વિજય શાહ
10 વડોદરા જિલ્લો અશ્વિન પટેલ (કોયલી)
11 છોટા ઉદેપુર રશ્મીકાંત વસાવા
12 પંચમહાલ અશ્વિન પટેલ
13 મહીસાગર દશરથ બારીયા
14 દાહોદ શંકર અમલીયાર
15 આણંદ વિપુલ સોજીત્રા (પટેલ)
16 ખેડા અર્જુન ચૌહાણ
17 અમદાવાદ જિલ્લો હર્ષદગીરી ગોસાઇ
18 ગાંધીનગર શહેર રૂચિર ભટ્ટ
19 સાબરકાંઠા જે.ડી પટેલ
20 અરવલ્લી રાજેન્દ્ર પટેલ (ચૌધરી)
21 મહેસાણા જશુ પટેલ (ઉમતાવાળા)
22 પાટણ દશરથજી ઠાકોર
23 બનાસકાંઠા ગુમાન ચૌહાણ
24 કચ્છ કેશુ પટેલ
25 જામનગર શહેર વિમલ કગથરા
26 જામનગર જિલ્લો રમેશ મુંગરા
27 દેવભૂમિ દ્વારકા ખીમ જોગલ (આહીર)
28 રાજકોટ શહેર કમલેશ મીરાણી
29 રાજકોટ જિલ્લો મનસુખ ખાચરીયા
30 મોરબી દુર્લભ દેથરીયા
31 જૂનાગઢ શહેર પુનિત શર્મા
32 જૂનાગઢ જિલ્લો કિરીટ પટેલ
33 ગીર સોમનાથ માન પરમાર
34 પોરબંદર કિરીટ મોઢવાડીયા
35 અમરેલી કૌશિક વેકરિયા
36 ભાવનગર શહેર રાજીવ પંડ્યા
37 ભાવનગર જિલ્લો મુકેશ લાંગળીયા
38 બોટાદ ભુીખુ વાઘેલા
39 સુરેન્દ્રનગર જગદીશ દલવાડી