ભાવવધારો – સદીઓ જૂની સરકારી ગેઝેટનું કાગળ પરનું પ્રકાશન બંધ કરતી ગુજરાત સરકાર

ગાંધીનગર, 5 જૂલાઈ 2021
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મહત્વપૂર્ણ કદમ ગુજરાતે ભર્યું છે. રાજ્ય સરકારના ગેઝેટ હવે ડિઝીટલ – ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર નાગરિકોને ઓન-લાઇન મળશે એવો હુકમ 3 જૂલાઈ 2021માં રાજ્યપાલે કર્યો છે. તેની મંજૂરી ફાઈલ પર આપવામાં આવી છે. આ ફાઈલની મુખ્ય પ્રધાન, પ્રધાનો અને સચિવોની નોંધો પ્રજા વચ્ચે જાહેર કરીને પારદર્શિતા ભાજપ સરકારે દાખવી નથી.

સરકારી પ્રેસમાં રૂ.75 કરોડ છાપકામનો થાય છે. કાલઘનો ભાવ વધતાં એક જ વર્ષમાં 40 ટકા વધી ગયો છે. તેથી સરકાર આ ખર્ચ ઘટાડવા માટે અંદાજપત્ર બાદ હવે ગેજેટ અને બીજા કાગળા પરના પ્રકાશનો બંધ કરી રહી છે.

કેન્દ્રની રૂપાણી સરકારે દરેક રાજ્યોને કાગળની છપાઈ ઘટાડી વેબસાઈટ પર સરકારી પ્રકાશનો આપવાની સૂચના આપી છે તેના પગલે ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે તેની બુદ્ધિથી નથી કર્યો. કેન્દ્ર સરકારે એવું પણ કહ્યું છે કે, વેબસાઈટ પર ગેઝેટનું કદ કેટલું રાખવું. ડીજીટલ સહી તેના પર કરવામાં આવશે.

સરકારના તમામ વિભાગો, જિલ્લા અને તાલુકા પંચાયતો, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના તમામ જાહેરનામાં હવે કાગળ પર છાપવામાં નહીં આવે. પણ ડીઝીટલી પીડીએફ નકલ સરકારની વેબસાઈટ પર મૂકવામાં આવશે.

ગુજરાત સરકારે તેના પ્રેસને તો જાણ કરતી નકલ મોકલવી પડશે.

હાર્ડ કોપી અને સોફ્ટ કોપી એક જ છે કે કેમ તે વિવાદ રહેવાનો છે. સરકાર ધારે ત્યારે હાર્ડ કોપી જૂદી અને સોફ્ટ કોપી જૂદી હોઈ શકે છે. તેથી કેન્દ્ર સરકારે તેની ખરાઈ કરવાની જવાબદારી સરકારી પ્રિંટીંગ પ્રેસને સોંપી છે. તેના ઉપર ઈંક પેનથી સહી કરવાનું પણ કહ્યું છે. જેથી સરમુખત્યાર સરકારો આવે તો તે મનમાન્યા ફેરફારો કરી ન શકે.

સરકારી વિભાગો ઈચ્છે તો આવી હાર્ડ કોપી કાગળ પર છપાવી શકે છે. પણ ઓછામાં ઓછી 500 નકલ હોવી જરૂરી છે. તેનો સીધો મતલબ કે કાગળ પર છપાઈ તો કરવી જ પડશે. ભલે પ્રજાને ન આપવામાં આવે.

સોફ્ટ નકલમાં કાયદાકીય પ્રશ્નો ઊભા થવાના છે. અદાલતમાં સરકારી સહિસીક્કા વાળી નકલ જ માન્ય ગણાય છે. તેથી તે અંગે પ્રજા, વકિલો અને કોર્ટોને પારાવાર મુશ્કેલી પડવાની છે.

હવે સરકાર પાસેથી કોઈ સત્તાવાર રીતે ગેઝેટ માંગશે તો સરકાર તે નહી આપે. આવો લેખિત ઓર્ડર થયો છે. આરટીઆઈ હેઠળ પણ છાપેલી નકલ સરકાર આપશે નહીં. તેથી આરટીઆઈ કાયદાનો ભંગ થઈ શકે છે.

જન્મતારીખ, અટક વગેરેના ગેઝેટ માટે રૂપિયા 200 ભરીને ગેઝેટ મળી રહેશે.

મુંબઈ રાજ્ય, અંગ્રેજ રાજ્ય, મોગલ રાજ્ય, ગુજરાતના 202 રાજવીઓના જૂના ગેઝેટ જો રાજ્ય સરકારના રેકર્ડમાં નથી. ખરેખર આ ગેઝેટ રેકર્ડમાં હોવા જરૂરી છે.

egazette.gujarat.gov.in નું મુખ્ય પ્રધાને ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ હતું. આ વેબસાઈટ ઉપર હવે સાયન્ય એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા જાહેર કરાશે. તેનો ખ્ચ મુદ્રણ અને લેખન સામગ્રી દ્વારા કરવામા આવશે.

રાજાશાહી અને બ્રિટીશ રૂલથી ગેઝેટ મુદ્રણ-છાપકામની પરંપરા હવે અંત આવી ગયો છે. તેથી વર્ષે 35 મેટ્રિક ટન કાગળની બચત થશે. પણ દેશમાં 2.5 કરોડ ટન કાગળનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 20 લાખ ટન કાગળ જોઈએ છે.

મોરબીમાં સિરામિક પછીનો બીજા નંબર પર 42 પેપર મીલ ઉદ્યોગ છે. દેશના કુલ ઉત્પાદનનું 15 % લેખે રોજનો 7500 ટન કાગળનું ઉત્પાદન મોરબીમાં થાય છે. 2 લાખ ટન કાગળ અહીં બને છે. ક્રાફ્ટ પેપર તથા વ્હાઈટ પેપર બને છે. વેસ્ટ પેપરને રીસાઈકલ કરીને બનાવવામાં આવે છે. 35 % વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. મોરબીના ઉત્પાદનનો 10% હિસ્સો મોરબીમાં જ સિરામીકમાં વપરાઇ જાય છે. એ સિવાય 55 % જેટલો પેપર ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં જાય છે.

કાગળની રીમનો ભાવ રૂપિયા 250થી 300 છે. કાગળના ભાવમાં હમણાથી 50 ટકાનો વધારો થયો હોવાથી સરકારનું ખર્ચ વધી ગયું છે. જે ખર્ચ હવે પ્રજા દ્વારા તેની પ્રિંટ કાઢીને થશે. છાપકામનો કાગળ રૂપિયા 40થી 50 સુધી એક કિલોના થઈ ગયા છે. ગુજરાતના 12 હજાર વેપારીઓ ઉપર પણ આ ધંધાનું સંકટ છે. કાગળના ભાવવધારાના કારણે ગુજરાતમાં 90 સમાચારપત્રો બંધ થઈ ગયા છે.

અખબારી કાગળનો એક કિલોના રૂપિયા 17 મળે છે. ક્રાફ્ટ કાગળનો એક કિલોનો ભાવ રૂપિયા 22 છે.

હાલ વિભાગ પાસે 30 વર્ષ જૂના જે ગેઝેટ ઉપલબ્ધ છે, તે જૂના ગેઝેટ પણ એક માસમાં વેબસાઇટ પર અપલોડ કરવા વિભાગને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. 30 વર્ષ પહેલાના ગેઝેટ અંગે રાજ્ય સરકાર શું કરવા માંગે છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આવા ગેઝેટનો નાશ કરી દીધો છે કે કેમ તે અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ.

રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે.

ઇ-ગેઝેટની ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તે પણ એક મહિનામાં આ વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવાની સૂચના આ વેળાએ આપી હતી.

વહીવટમાં અસરકારકતા વધશે તેમજ ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી હવે મુક્તિ મળશે.

લોકો અને સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે. તમામ વિભાગોના ગેઝેટ એક જ, સેન્ટ્રલાઇઝડ રીતે વેબસાઇટ પરથી તમામ માહિતી સરળતાથી મળશે.

અંદાજપત્ર પેપર લેસ કરવું પડ્યું
રાજ્યમાં પ્રથમ વખત ‘પેપરલૅસ’ બજેટ નિતીન પટેલે રજૂ કર્યું હતું. આ માટે વિશેષ મોબાઇલ ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. 74 પ્રકારના અંદાપત્રના પ્રકાશન પાછળ 55.17 લાખ કાગળનો ઉપયોગ થતો હતો.