ખાનગી દૂધ ડેરી ગુજરાતને પાયમાલ કરશે, શ્વેતક્રાંતિ બની રહી છે બ્લેકક્રાંતિ

દિલીપ પટેલ

અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2024

ગુજરાતમાં દૂધનો ધંધો કરતાં પશુપાલક ખેડૂતોની સ્થિતિ પ્રમાણમાં સારી છે, 2001-02 અને 2018-19 વચ્ચે દૂધ ઉત્પાદનમાં 147 ટકાનો વધારો થયો છે.

મહારાષ્ટ્રમાં 300 થી વધુ કંપનીઓ દૂધનો વેપાર કરે છે, ગુજરાતમાં આજ સુધી માત્ર એક જ કંપની, અમૂલ, મોટા ભાગનું દૂધ ખરીદતી હતી. પણ 2001થી ભાજપે તેના પર સંપુર્ણ કબજો જમાવી લીધો છે ત્યારથી તેનો વહિવટ ખાનગી કંપની તરીકે કરે છે. એતો ઠીક પણ હવે સહકારી દૂધ મંડળીઓ એકાએક બંધ થવાલાગી છે અને તેના સ્થાને ખાનગી કંપનીઓ દૂધ લેવા લાગી છે. જેનાથી પશુપાલકોની સહકારી સંસ્થા ખતમ થઈ રહી છે. ખાનગી દૂધ ડેરીઓ ફરી એક વખત મેદાનમાં આવી છે. જે પશુપાલક ખેડૂતોને આવનારા દિવસોમાં બેહરમીથી શોષણ કરશે. મહારાષ્ટ્રની જેમ.

ગુજરાતમાં દૂધ ભરતી હોય એવી 16 હજાર મંડળીઓ છે. જેમાં 2024 સુધીમાં 10 ટકા બંધ થઈ ગઈ છે. જે ચાલે છે તેમાં દૂધની આવક ઘટી રહી છે.

ગુજરાતમાં ડેરી ઉદ્યોગને ફટકો પડ્યો છે, 2021માં 1,272 સહકારી દૂધ ડેરીને તાળાં લાગી ગયા હતા. જે દૂધ ખાનગી ડેરીમાં જવા લાગ્યું છે. દૂધની ડેરીઓમાં દૂધ ભરાવવાને બદલે ગ્રામજનો વધુ ભાવ મળતાં ખાનગી ડેરીઓ તરફ વળ્યા છે.ઘણાં તો ખુદ જ દૂધનો વ્યવસાય કરતાં થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં જાણે દૂધની ડેરીઓના વળતા પાણી થયા છે.

દાહોદ જિલ્લામાં સૌથી વધુ 170 દૂધની ડેરીઓ બંધ થઇ ગઇ છે.
નર્મદામાં 152,
ભરૂચમાં 116,
કચ્છમાં 81,
સાબરકાંઠામાં 64,
ડાંગમાં 93
મહિસાગર 74
રાજકોટ 49
અરવલ્લી 54
બનાસકાંઠા 45
અમદાવાદમાં 56 ડેરીઓ બંધ પડી છે.

ગ્રામજનોને દૂધની ડેરીઓનું સંચાલન કરવા માંગતા નથી. ભ્રષ્ટાચાર, સંચાલકોનું વૈભવી જીવન, નાણાંકીય ગેરરીતી, પોલીસ ફરિયાદ, રાજકારણને લીધે ડેરીઓના પાટિયા પડયા છે.

શુદ્ધ લૅક્ટોઝ, સોડમ આપતા માન્ય પદાર્થો અને રસાયણો (0.3 %) હોય છે. તેમાં દૂધની ચરબીનું પ્રમાણ 9 %, દૂધનાં કુલ ઘન તત્ત્વો 31 % અને ખાંડ 40 % હોય છે. જેમાં સહકારી મંડળીઓના સંચાલકો ગોલમાલ કરી રહ્યાં છે.

અંગ્રેજો તરફ ફરી એક વખત
સને 1945માં બૉમ્બે મિલ્ક સ્કીમની શરૂઆત થઈ. આ યોજના હેઠળ ખેડા જિલ્લાના ખેડૂતો પાસેથી દૂધ મેળવવા માટે મુંબઈ સરકારે આણંદની પૉલ્સન લિમિટેડ નામની ખાનગી કંપની સાથે કરાર કર્યો. આ વ્યવસ્થાથી નિયમિત રીતે દૂધ મુંબઈ પહોંચતું થયું. પૉલ્સનને આ ધંધામાં સારું વળતર મળતું હતું. ખેડા જિલ્લામાંથી દૂધ એકત્ર કરી આપતા કૉન્ટ્રેક્ટરોને પૉલ્સન તરફથી મળતા ભાવ અને ખેડૂતોને ચૂકવાતા દૂધના ભાવમાં ઘણો મોટો તફાવત રહેતો. આમ આ વ્યવસાયથી મુંબઈ સરકાર, પૉલ્સન અને કૉન્ટ્રેક્ટરો એમ બધાં ખુશ હતાં; પરંતુ ખેડૂતને પોતાના દૂધનું યોગ્ય વળતર મળતું ન હતું અને તેની પરેશાની વધતી જતી હતી. કારણ કે કોઈએ ખેડૂતોને ચૂકવવાના ભાવ નક્કી કરવાનું મુનાસિબ માન્યું નહિ. ખેડા જિલ્લાના ખેડૂતોએ પોતાની મુશ્કેલી સરદાર વલ્લભભાઈ પટેલ પાસે રજૂ કરી. સરદાર પટેલ છેક 1940થી ખેડૂતોની સહકારી મંડળીઓનો વિકાસ થાય તે જરૂરી ગણતા હતા. સરદાર પટેલે સલાહ આપી કે દૂધની બજારવ્યવસ્થા ખેડૂતોએ પોતે પોતાની સહકારી મંડળી દ્વારા કરવી જોઈએ અને આ દરખાસ્ત પૉલ્સન કે મુંબઈ સરકાર સ્વીકારે નહિ તો તેમણે દૂધ વેચવું બંધ કરી દેવું જોઈએ.

સરદાર પટેલે તેમના વિશ્વાસુ કાર્યકર મોરારજી દેસાઈને ખેડા જિલ્લામાં સહકારી દૂધ મંડળીઓની રચના કરવા મોકલ્યા. મોરારજી દેસાઈએ ખેડા જિલ્લાના સામરખા ગામે તા. 4થી જાન્યુઆરી, 1946ના રોજ ગ્રામસભા બોલાવી અને ‘દૂધ હડતાળ’નું એલાન આપ્યું. પંદર દિવસ સુધી દૂધનું એક ટીપું પણ દૂધ-ઉત્પાદક ખેડૂતોએ કૉન્ટ્રેક્ટરોને વેચ્યું નહિ. મુંબઈના મિલ્ક-કમિશનરે આણંદ આવી પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો અને ખેડૂતોની સહકારી મંડળી દ્વારા દૂધ ખરીદવાની માગણીનો સ્વીકાર કર્યો. ખેડા જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘનાં પગરણ થયાં અને 14 ડિસેમ્બર, 1946ના રોજ સંઘ રજિસ્ટર થયો.

સહકારી સંઘનો ક્રમે ક્રમે વિકાસ થતો રહ્યો. તેનો યશ તેના સ્થાપક ચૅરમૅન ત્રિભોવનદાસ કી. પટેલ, તેમના નિયામક મંડળના સાથીદારો અને નિષ્ઠાવાન કર્મચારીગણને છે. જૂન, 1948માં મુઠ્ઠીભર દૂધ-ઉત્પાદક ખેડૂત સભ્યો સાથે 250 લિ. દૂધ એકત્ર કરી મુંબઈ દૂધ યોજનાને પાશ્ચરાઇઝ કરેલ દૂધ પૂરું પાડી શરૂ થયેલ આ સહકારી પ્રવૃત્તિ આજે અમૂલ ડેરી તરીકે જગવિખ્યાત બની છે. ત્યારપછી મહેસાણા જિલ્લામાં માનસિંહભાઈ, સાબરકાંઠાના ભૂરાભાઈ, બનાસકાંઠાના ગલબાભાઈ, સૂરત જિલ્લાના દાસકાકા, રાજકોટ જિલ્લાના દેવેન્દ્રભાઈ જેવા સહકારી આગેવાનોએ આ પ્રવૃત્તિ વિકસાવી. ડૉ. વિ. કુરિયન અને શ્રી એચ. એમ. દલાયા અને બીજા અનેક બાહોશ અને કુશાગ્ર બુદ્ધિવાળા વ્યવસાયી મૅનેજરો તેમાં જોડાયા.

હવે ભાજપ આ જ ડેરીઓને ખાનગી કંપની તરીકે ચલાવેને બોનસ આપે છે. નફો કમાય છે. ધંધો કરે છે. ભ્રષ્ટાચાર કરે છે. તેથી ખેડૂતોને ઓછા ભાવ મળે છે. તેથી ખેડૂતો હવે ખાનગી કંપનીઓ તરફ ફરી એક વખત જઈ રહ્યાં છે. 1945ની અંગ્રેજોની આણંદની પૉલ્સન લિમિટેડ કંપની અમૂલ બની રહી છે. મૂડીવાદી ભાજપ સહકારી સંસ્થાને પણ મૂડીવાદી બનાવી ચૂક્યો છે.

5 વર્ષમાં
2001-02 થી 2018-19 સુધીમાં મહારાષ્ટ્રમાં દૂધ ઉત્પાદનમાં 91 ટકાનો વધારો થયો છે. 2001-02માં 6,094,000 ટન દૂધનું ઉત્પાદન થયું હતું, જ્યારે 2018-19માં તે વધીને 11,655,000 ટન થયું હતું. સરખામણી કરીએ તો ડેરી ઉદ્યોગના માલિકો મહારાષ્ટ્રમાં આ ક્ષેત્રની અવ્યવસ્થા માટે સંકલનના અભાવને જવાબદાર માને છે. વધુ સારી સંસ્થા માટેની તેમની માંગણીઓના જવાબમાં, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફેબ્રુઆરી 2020 માં સરકારને સૂચનો કરવા માટે ખાનગી અને સહકારી ડેરીઓના પ્રતિનિધિઓ સહિત એક સલાહકાર પેનલની રચના કરી હતી.

દૂધની કિંમતો પર ખાનગી ક્ષેત્રના નિયંત્રણને કારણે તેમના ઉત્પાદન ખર્ચને વસૂલવામાં અસમર્થ, અરુણ જાધવ જેવા પશ્ચિમ મહારાષ્ટ્રના ડેરી ખેડૂતો તેમના પશુઓ વેચી રહ્યા છે અને તેમનું ઉત્પાદન સ્તર ઘટી રહ્યું છે.

દૂધના ખેડૂતો તેમનું ઉત્પાદન ઘટાડી રહ્યા છે, કારણ કે તેમના મતે આ ધંધો તેમના માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં
લગભગ એક દાયકાથી પશ્ચિમ મહારાષ્ટ્રના ડેરી ખેડૂતો દૂધના ભાવમાં થતી વધઘટ સામે આંદોલન કરી રહ્યા છે. અગાઉ જ્યારે સહકારી સંસ્થાઓ અને સરકાર તેમનો સ્ટોક ખરીદતી ત્યારે દૂધના ભાવ પ્રમાણમાં સ્થિર હતા. જ્યારથી આ વ્યવસાયમાં ખાનગી ક્ષેત્રનો પ્રવેશ થયો છે, ત્યારથી સરકારની ભૂમિકા ખૂબ જ મર્યાદિત રહી છે. હવે તેમની (ઉદ્યોગ સાહસિકોની) ઈચ્છા પ્રમાણે ભાવ વધે છે અને ઘટે છે.

પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રીએ પ્રાઈસ કંટ્રોલ દ્વારા ઘણો નફો મેળવ્યો છે, અમે કૃષિ કાયદાઓ વિશે પણ એવું જ કહીએ છીએ. જેમાં ખાનગી કંપનીઓને દૂધમાં ફાયદો કરાવવાની વાત હતી. જો તે કાયદા પસાર થયા હોત તો સહકારી ડેરીના સ્થાને 5 વપ્ષમાં ખાનગી ડેરી થઈ ગઈ હોત.

પશુ ઉછેર હવે ખોટનો સોદો બની ગયો છે.

મહારાષ્ટ્રના ડેરી ઉદ્યોગમાં 300 થી વધુ બ્રાન્ડ્સ કામ કરે છે. જો આપણે તેના હિસાબે જોઈએ તો, આટલી કઠિન સ્પર્ધા વચ્ચે ખેડૂતોને દૂધના ઊંચા ભાવ મળવા જોઈતા હતા. પરંતુ આવું કંઈ થયું નથી.
ખેડૂતોને દૂધના ભાવમાં ભારે વધઘટમાંથી પસાર થવું પડે છે. તેમને પ્રતિ લિટર દૂધ 17 થી 32 રૂપિયા મળે છે.

સપ્ટેમ્બર 2021માં માર્કેટ રિસર્ચ એજન્સી ક્રિસિલ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, મહારાષ્ટ્રમાં ખાનગી ડેરીઓ દરરોજ 123-127 લાખ લિટર દૂધ ખરીદે છે. જ્યારે સહકારી ડેરીઓ માટે આ આંકડો માત્ર 36-38 લાખ લિટર છે.

1991માં ઉદારીકરણની શરૂઆત થઈ ત્યારથી, ડેરી ઉદ્યોગને લાયસન્સ આપવામાં આવ્યું છે. દૂધ અને દૂધ ઉત્પાદન, પ્રક્રિયા અને વિતરણને નિયંત્રિત કરવા માટે દૂધ અને દૂધ ઉત્પાદનો ઓર્ડર (MMPO) 1992 પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ 2002 માં, દૂધની પ્રક્રિયા કરવાની ક્ષમતા પરના નિયંત્રણો દૂર કરવા માટે તેમાં સુધારો કરવામાં આવ્યો, જેના કારણે ભાવ અસ્થિર થયા.

નિયંત્રણો હટાવ્યા પછી, વૈશ્વિક બજારમાં સ્કિમ્ડ મિલ્ક પાવડરના ભાવમાં વધઘટને કારણે અહીંના બજારોને અસર થઈ હતી.

આર્થિક ઉદારીકરણ હેઠળ ડેરી ઉદ્યોગના ઉદારીકરણથી, ભારતીય બજારમાં દૂધ પાવડર ઉદ્યોગોનો ઝડપી વિકાસ થયો છે, જે દૂધ ઉત્પાદનોનો પુરવઠો પૂરો પાડે છે.

દૂધના પાવડર અને માખણના વ્યવસાય સાથે સંકળાયેલી કંપનીઓના દર દર અઠવાડિયે વધઘટ થાય છે, જેના કારણે દૂધના ભાવ પણ દર દસ દિવસે બદલાય છે. જેના કારણે તે જુગારની રમત બની ગઈ છે.
ખેડૂતોને ભાવ મળે છે કે નહીં તેની કોઈને ચિંતા નથી.

દૂધ આપતી ગાય દરરોજ 11 થી 12 લિટર દૂધ આપે છે. પછી ઘટીને 8 લિટર થઈ જાય છે. દૂધ 24 થી 25 રૂપિયા પ્રતિ લિટરે વેચાય છે. દરરોજ ચાર કિલો ઘાસચારો ખરીદવો પડે છે, જેની કિંમત 22 થી 28 રૂપિયા પ્રતિ કિલો છે.

દસ લિટર દૂધ વેચીને 250 રૂપિયા સુધીની કમાણી કરે છે. ઘાસચારો રોજનો 88 રૂપિયાનો ખર્ચ થાય છે. જેના કારણે નફો ઘટીને 160 રૂપિયા થઈ જાય છે. ગાયોની, 4 મહિના સુધી દૂધ આપતી નથી, દેખભાળ, દવાઓનો ખર્ચ, બીજા ખર્ચ ઉણેરતાં નફો મળતો નથી. તેથી પશુઓને લોકો રાખવા તૈયાર નથી. તેના કરતાં તો મજૂર તરીકે કામ કર્યું હોત તો રોજના 300થી 500 રૂપિયા મળે છે.

મહારાષ્ટ્રમાં 70 ટકાથી વધુ દૂધ ખાનગી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવે છે.
સાંગલીમાં ઉત્પાદિત 70 ટકાથી વધુ દૂધ ખાનગી કંપનીઓ ખરીદે છે.

ખાનગી ક્ષેત્ર સાથેના તેમના અનુભવોના આધારે, પશ્ચિમ મહારાષ્ટ્રમાં ડેરી ઉત્પાદકોએ કૃષિ કાયદા (જે નવેમ્બર 2020 માં શરૂ થયું) સામે ખેડૂતોના આંદોલનને સમર્થન આપવાનું નક્કી કર્યું કારણ કે આ કાયદાઓ કૃષિ ક્ષેત્રને ઉદાર બનાવવા માટે લાવવામાં આવ્યા હતા.

ઇતિહાસ
1841માં ટૉમસ સેલેક નામના ન્યૂયૉર્ક અને ઍરિ રેલમાર્ગના સ્ટેશનમાસ્તરે એક ખેડૂતને 97 કિમી. દૂર આવેલા ન્યૂયૉર્ક શહેરને દૂધ પહોંચાડવા માટે રેલમાર્ગનો ઉપયોગ કરવા કહ્યું અને એ રીતે લાકડાનાં પીપ(churn)માં 227 લિટર દૂધનો જથ્થો ન્યૂયૉર્ક શહેરને પહોંચાડવામાં આવેલો.
1880 અને 1890 વચ્ચે યાંત્રિક રેફ્રિજરેશનની વ્યવસ્થા પ્રચલિત થઈ.
દૂધમાંની ચરબી નક્કી કરવા માટેની કસોટી 1888માં સ્વિટ્ઝર્લૅન્ડમાં નિકલૉસ ગર્બરે અને 1890માં અમેરિકાની વિસ્કૉન્સિન યુનિવર્સિટીના સ્ટીફન બૅબકૉકે વિકસાવી. તે પછી દૂધની કિંમત એક ઘટક પ્રમાણે નક્કી કરવાની પ્રથા શક્ય બની.

શ્વેતક્રાંતિ બની રહી છે બ્લેકક્રાંતિ

ગુજરાતમાં રોજનું 319 લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન; વિશ્વના 24.64% જેટલું ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે.

ગુજરાતની આર્થિક પ્રગતિમાં સહકારી પ્રવૃત્તિઓ છે.
નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલતી ડેરીમાં શંકર ચૌધરી રૂ. 1 હજાર કરોડનો નફો કરીને પશુપાલકોને આપે છે. આ નફો તો ખેડૂતોના દૂધમાંથી કાપીને જ આપવાની છેતરપીંડી કરે છે.

ડેરી રાજકારણનો અખાડો બની ગઇ છે. ડેરીના સંચાલકો વગદાર બનીને રાજકારણ કરે છે.

ઉમદા પ્રવૃત્તિને લૂણો લાગી રહ્યો છે.

મહેસાણાની દૂધસાગર ડેરી, બનાસકાંઠાની બનાસ ડેરી, આણંદની અમૂલ ડેરીમાં વિવાદો, ભ્રષ્ટાચાર, કૌભાંડો, ભેળસેળ, પશુપાલકોના દૂધ ભરવામાં છેતરપીંડી બહાર આવતાં સભાસદોના ભરોસો તૂટી ગયો છે. લૂણો લાગી રહ્યો છે. વ્યાપક નુકસાન તરફ ધકેલી છે.

દૂધસાગર ડેરીમાં કરોડોના કૌભાંડો છે.
કુટિલ રાજકારણ છે.
2017માં વિપુલ ચૌધરી પર 750 કરોડનું કૌભાંડ કર્યાની કોર્ટ મેટર દાખલ થઇ હતી.
અમૂલ ડેરી આગેવાનોની સ્થાનિક રાજકારણ પકડ છે.
પ્રભાવી દૂધ મંડળીઓના હોદ્દેદારોનું વર્ચસ્વ સ્થાપિત થયેલું છે.

પ્રજામાનસમાં સહકારી આગેવાનો બિનરાજકીય વ્યક્તિત્વ આણંદ જિલ્લામાં શરૂ થયેલ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે અમૂલ ડેરી સહકારી વિકાસ મોડેલનું સૌથી શ્રેષ્ઠ અને સફળ મોડેલ છે.

બનાસ ડેરીની
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી રાજકારણી છે. બનાસડેરી સાથે 1400 દૂધમંડળીઓ જોડાયેલી છે. સાડા ત્રણ લાખથી વધુ સભાસદો ધરાવે છે. ચેરમેન શંકર ચૌધરીએ 340 કરોડ રુપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું પત્રિકામાં જણાવાયું હતું. બનાસ ડેરીના ઘીમાં ડાલડાની ભેળસેળ પકડાઈ હતી.
ડેરીના ડિરેક્ટરોની ચૂંટણીમાં પણ રાજકારણનો પ્રભાવ જોવા મળ્યો હતો.
શંકર ચૌધરીએ 25 વર્ષથી બનાસ ડેરીના સતત ચેરમેન રહેલા પરથીભાઇ ભટોળની સત્તા ઉખેડી વર્ષ 2014માં બનાસ ડેરીનું સુકાન સંભાળ્યું હતું.

ગુજરાતમાં 13,000થી વધુ સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓમાં રાજકારણ ભળેલું છે. અત્યારે રાજકીય નેતાઓ ડેરીઓના વહીવટમાં નેતાઓ બને છે. હાલ ભાજપના નેતાઓ ડેરીઓના નેતા બની રહ્યા છે. મૂળભુત રીતે જોઈએ તો છેલ્લા 20 વર્ષથી સહકારી ડેરીઓને કબજે કરવા ભાજપે એક અભિયાન શરૂ કરાવ્યું છે. પરિણામે સહકારી ડેરીઓ આજે ભાજપના બખેડાનો ભોગ બની રહી છે. રૂપિયા 60,000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતાં અમૂલને પણ ભાજપના નેતાઓ આભડી ગયા છે.