ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021
કિનોવાની રવી ઋતુમાં ખેતી થાય છે. સુપર ફૂડ કહેવામાં આવે છે, તેથી ભારે માંગ છે. મોલ કે કંપનીઓ ખરીદી લે છે. ઘઉં, ચોખા, સોજી જેમ ભાત ખાવામાં વપરાય છે. ઠંડી, હિમ અને દુષ્કાળ સહન કરી શકે છે. પહેલા તે ગરીબો અને પશુઓનો આહાર હતો. હવે તે મોંઘુ મળતાં શ્રીમંતોનો સમૃદ્ધ આહાર બની ગયો છે. તેના પાંદડા લાલ, લીલા, કાળા રંગોમાં જોવા મળે છે. એકરમાં આશરે 18 થી 20 ક્વિન્ટલ પેદા થાય છે. ખેડૂતોને એક કિલોના રૂ.300 ભાવ મળી શકે છે.
વૈશ્વિક મોલ બજારમાં તેનો એક કિલોનો ભાવ રૂ.500થી રૂપિયા 1000 સુધી હોય છે. ખરીફ ઋતુમાં મગફળીનો પાક કાઢીને તુરંત ઘઉંની જેમ કિનોવાનું વાવેતર થાય છે. ગુજરાતમાં પહેલી વખત 200 એકર જેવું મોટું વાવેતર થયું હોવાનો અંદાજ છે.
જામનગરમાં સફળ પ્રયોગ
જામનગર એરફોર્સ પાસે સૌરાષ્ટ્ર કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાની ડો. કે. પી. બારૈયા (9427980032)એ જણાવ્યું હતું કે જામનગરમાં 20 ખેડૂતોને કિનોવાનું બીજ આપેલું છે. તેઓ તેમાં સફળ ગયા છે. છેલ્લાં 3 વર્ષથી અમે ફાર્મ પર તેના પ્રયોગો કર્યા હતા. પ્રયોગો સ્પષ્ટ છે કે તે જામનગરના વિસ્તામાં સારી રીતે થઈ શકે છે. અહીં ખેડૂતોને એક કિલોના રૂ.150થી 300 સુધી ભાવ મળી જાય છે.
ડો. કે. પી. બારૈયાએ જણાવ્યું હતું કે, હવે ખેડૂતો તે બી લઈને વાવે છે. અમારી પાસે જ્યાં સુધી બિયારણ હોય છે ત્યાં સુધી ખેડૂતોને આપીએ છીએ. ગુજરાતમાં વાવેતર ઓક્ટોબરમાં થાય છે. બે હાર વચ્ચે 1 ફૂટ અને બે છોડ વચેચે 10 સેન્ટીમીટર ગાળો વાખવો પડે છે.
પહેલા છોડ ગ્રીન હોય છે, પછી પીંક બને છે, સીડ ઉપરનો ભાગ મલ્ટીકલર બની જાય છે. રાજગરા જેવો લાગે છે.
પ્રોડક્ટસમાં 20થી 22 ટન વીઘે જામનગરમાં મળે છે. 40થી 60 મણ એકરે ઉત્પાદન થાય છે.
બજાર ઊભી કરો
જામનગર ઉપરાંત કચ્છ, વડોદરા, હિંમતનગર, સુરતમાં એક એક ખેડૂતોને બી આપેલા છે. પણ તેનું મુખ્ય બજાર બિકાનેર છે. ખરેખર તો તે જામનગર એપીએમસીમાં બજાર વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. જામનગર તેના માટે શ્રેષ્ઠ હવામાન અને જમીન ધરાવે છે. જામનગરના ગામ સુમરી, આરબલુસ, હડમતિયા, ઝાખર, સીંગચ, લતિપર, પરોળિયા, પીપળીયા, માંઢા, ચેલા, બેડી અને મોળપર ગામમાં ખેડૂતો 100 એકરમાં ખેતી કરે છે. જ્યારે બનાસકાઠાના દાંતિવાડા તાલુકામાં પાખાવાડા ગામ સહિત 7 ગામમાં 90 એકર જમીનમાં વાવેતર થાય છે. એક કિલોનો રૂ.150 ભાવ ખાનગી કંપની આપે છે. ઊંઝામાં તેનું બજાર ઊભું કરવાની જરૂર છે.
જામનગરમાં બીજ 400-500 ગ્રામ એકરે નાંખવું પડે છે. નબળી જમીન હોય તો થોડું વધારે નાંખવું પડે છે.
રાજીગરા પ્રકારનો છોડ થાય છે.
ગુજરાતનું વાતાવરણ તેની ખેતી માટે અનુકૂળ છે. બીજ અંકુરણ માટે 18 થી 24 ડિગ્રી તાપમાન યોગ્ય છે. સારા ઉત્પાદન માટે રાત્રે ઠંડી અને દિવસમાં 35 ડિગ્રી તાપમાન યોગ્ય માનવામાં આવે છે. તમામ પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય છે. “Quinoa” શબ્દનો ઉચ્ચાર ‘કિનવ્હા’ કરવામાં આવે છે. આરોગ્ય માટેના ખોરાકમાં તે પહેલા સ્થાને આવી ગયું છે. તે અનાજ નથી છતાં અનાજ તરીકે ઉપગોય થાય છે. બીમાંથી ખીચડી, સલાડ, લોટ, ઉપમા, પુલાવ કે અન્ય વાનગીઓ બનાવી શકાય છે.
ઉજ્જડ ખારી જમીનમાં થઈ શકે
ક્ષારયુક્ત, ઉજ્જડ, ખરાબાની જમીનમાં કિનોવાનો પાક લઈ શકાય છે. ગુજરાતમાં પ્રથમ વખથ પાટણ શંખેશ્વરના મજપુરગામના ખેડુત અને ખેતીવાડી સ્નાતક દિલીપ ભોગીલાલ રાવલે આફિકામાં રહેતા મિત્ર ધ્વારા કિનોવાનું બિયારણ મંગાવીને 4 વર્ષ પહેલા વાવેતર શરૂ કર્યું હતું. તેમણે બંજર અને ખારી જમીનમાં વાવણી કરી સફળતા પ્રાપ્ત કરી છે.
100 દિવસમાં તૈયાર થઈ જાય છે. ફર્ટીલાઈઝર કે જંતુનાશક દવાની જરૂર પડતી નથી. હેકટર દીઠ 5.6 ટન દરે ખાતર નંખાય તો ઉત્પાદન સારું મળે છે. કોઇ રોગ આવતો નથી. વધારે ઉત્પાદન માટે ઓર્ગોનિક ખાતર નાંખવામાં આવે છે. ઠંડીમાં ખેતી થાય છે.
વાવણી
કિનોવાનું વાવેતર ઓક્ટોબર, ફેબ્રુઆરી, માર્ચ અને જૂન-જુલાઈમાં ઘણી જગ્યાએ કરવામાં આવે છે. બીજ ખૂબ નાનું છે. વિઘા દીઠ 400 થી 600 ગ્રામ વાવવામાં આવે છે. જમીનમાં 1.5 થી 2 સે.મી. ઉંડે વાવેતર થાય છે. બીજ સફેદ, લાલ અને ગુલાબી લીલા હોય છે. બીજને રેતી અથવા રાખમાં છાંટો. એકર દીઠ આશરે 1 થી 1.5 કિલો બીજની જરૂર પડે છે. વાવણી કરતા પહેલા 24 કલાક સુધી બીજને ગાયના પેશાબમાં પલાળવામાં આવે છે.
સિંચાઈ
ઓછા પાણી અને ઓછા ખર્ચે તે સારો પાક છે. 3થી 4 વખત પાણી જોઈએ છે.
જીવાતો અને રોગો સામે લડવાની સારી ક્ષમતા છે.
લલણી
ઉંચાઈ 4 થી 6 ફૂટ અને સરસવની જેમ લણણી થાય છે. થ્રેશર મશીનમાં કાઢી શકાય છે. બીઘા દીઠ ઉત્પાદન 5 થી 8-9 ક્વિન્ટલ સુધીની છે. વૈશ્વિક બજારમાં કિંમત 500 થી 1000 રૂપિયા પ્રતિ કિલો છે.
ઉપજ
2 મીટર ઉંચો થાય છે. ઉપજ એકરમાં આશરે 18 થી 20 ક્વિન્ટલ છે. બી 5 વર્ષ સુધી ખરાબ થતું નથી.
તત્વો
પ્રોટીનથી ભરપુર છે. 9 એમિનો એસિડ, ફાઈબર, ઘણાં ક્ષારો, આયર્ન, વિટામિન બી, અગત્યનું વિટામિન ઈ, પ્રોટીન અને એમિનો એસિડ, એન્ટીઓક્સિડન્ટ છે. સુગર નથી. ખનિજોથી સમૃદ્ધ છે.
રોગમાં ફાયદો
ઓસ્ટિઓપોરોસિસથી બચાવે, હૃદયને સ્વસ્થ રાખે, ત્વચા માટે, બળતરાનો ઇલાજ કરે, ડાયાબિટીસ સામે રક્ષણ આપે, ચયાપચયને મજબૂત કરે, એનિમિયાથી સુરક્ષિત કરે, સ્વસ્થ પાચન, પેશીઓની સમારકામ માટે, વાળના વિકાસ માટે, ખોડો દૂર કરવા માટે વપરાય છે. વજન ઘટાડી આપે છે. બ્લડ શુગરને ઘટાડી દે છે. લોહીની ખોટ દૂર કરે છે. હાર્ટ ઇન્ટેક, કેન્સર અને શ્વાસ સંબંધિત રોગોમાં ફાયદાકારક છે. એન્ટિસેપ્ટિક પણ છે. સોજો ઓછો કરે છે. પાચન સાથે, ક્વિનોઆ વિવિધ મેટાબોલિક પ્રક્રિયાઓને પણ પ્રોત્સાહન આપી શકે છે, જે શરીરને પૂરતી ઉર્જા અને પોષણ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એનિમિયાથી પીડિત વ્યક્તિઓ માટે, ક્વિનોઆ પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. એન્ટીકેન્સર (કેન્સર સેલ વૃદ્ધિ અવરોધક) અસરો ધરાવે છે. યકૃત અને સ્તન કેન્સર સામે વધુ સારી રીતે કાર્ય કરી શકે છે. ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થઈ શકે છે. પેશીઓની સમારકામ અને વિકાસ શામેલ છે. વાળને મજબૂત કરવા માટે પણ થઈ શકે છે.
ઉપયોગ
ફણગાવીને ખવાય છે. સ્વાદિષ્ટ ભોજન રાંધવા માટે વાનગી વાનગી બને છે. બાઉન સાઈસ સાથે ખીચડી વજન ઉતારી શકે છે.
રંગ બદલાઇ શકે છે. ક્યારેક કડવી લાગે. તે પાણીમાં પલાળીને દૂર કરી શકાય છે. 15 મિનિટમાં રસોઈ તૈયાર થઈ જાય છે. ક્વિનોઆ એ ઘઉંની જેમ ઘાસ નથી, પરંતુ તે એક સ્યુડોસ્ટેમ છે. પરાઠા, રાયતા, સલાડ વગેરે તરીકે પણ વપરાય છે. કપડાં ધોવા માટે ઉપયોગ થાય છે.
વિશ્વમાં
સૈકાઓથી દક્ષિણ અમેરિકાના ખેડૂતો ઉગાડતાં હતા. હવે તે વિશ્વમાં જાણીતું થયું છે. હવે વિશ્વમાં સારી માંગ છે. 2013માં યુનાઈટેડ નેશને તેને કીનવ્હા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. ત્યારથી ગુજરાતમાં આયાત થવા લાગ્યું છે. ખેતી ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેંડ, કેનેડા, બોલીવિયા, પેરુ, ચીન, ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેટલાક યુરોપિયન દેશો સહિત 70થી વધુ દેશોમાં ફેલાયેલી છે. 2006 અને 2013 ની વચ્ચે, ઉત્તર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં વધતી લોકપ્રિયતા અને વપરાશના પરિણામે ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે.
13% પાણી, 64% કાર્બોહાઇડ્રેટ, 14% પ્રોટીન અને 6% ચરબી છે.
100 ગ્રામ દીઠ પોષણ મૂલ્ય
ઉર્જા 1,539 કેજે (368 કેસીએલ)
કાર્બોહાઇડ્રેટ – 64.2 ગ્રામ
ડાયેટરી ફાઇબર – 7.0 જી
ચરબી – 6.1 જી
મોનોનસેચ્યુરેટેડ – 1.6 જી
બહુઅસંતૃપ્ત – 3.3 જી
પ્રોટીન – 14.1 જી
થાઇમિન (બી 1) 31% 0.36 મિલિગ્રામ
રિબોફ્લેવિન (બી 2) 27% 0.32 મિલિગ્રામ
નિયાસીન (બી 3) 10% 1.52 મિલિગ્રામ
વિટામિન બી 6 38% 0.49 મિલિગ્રામ
ફોલેટ (બી 9) 46% 184
ચોલીન 14% 70 મિલિગ્રામ
વિટામિન ઇ 16% 2.4 મિલિગ્રામ
કેલ્શિયમ 5% 47 મિલિગ્રામ
કોપર 30% 0.590 મિલિગ્રામ
આયર્ન 35% 4.6 મિલિગ્રામ
મેગ્નેશિયમ 55% 197 મિલિગ્રામ
મેંગેનીઝ 95% 2.0 મિલિગ્રામ
ફોસ્ફરસ 65%457 મિલિગ્રામ
પોટેશિયમ 12% 563 મિલિગ્રામ
સોડિયમ 0% 5 મિલિગ્રામ
જસત 33% 3.1 મિલિગ્રામ
આડઅસર
સેપોનિન અને ઓક્સાલિક એસિડ હોય છે. આંખ, જઠર અને શ્વસનમાં ધીમી બળતરા થઈ શકે છે.