અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન ડેનીમ ફેકટરીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકો ભડથું થઈ ગયા છે.
કંપનીમાં અવારનવાર આગની ઘટનાઓ બનવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. જેના પગલે મૃતક શ્રમિકોના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા આ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા. ડીએનએ ટેસ્ટ કર્યાં બાદ મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી.
બીજીબાજુ આ સમગ્ર ઘટનામાં એફએસએલની પણ મદદ લેવામાં આવી છે જયારે અન્ય ચાર વ્યÂક્તઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
કંપનીમાં તપાસ કરવામાં આવતા ઘોર બેદરકારી બહાર આવી હતી.
પોલીસે કરી ધરપકડ
પોલીસ દ્વારા જ્યોતિ ચિરીપલ, દીપક ચીરીપલ, બી.સી.પટેલ, એચ.એમ.પટેલ, રવિકાન્ત સિંહા, પી.કે.શર્મા, ડી.સી. પટેલ સામે ફરિયાદ થઈ છે.. આ મામલે અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવા માટે DNA અને FSLની મદદ લેવામાં આવી છે.
ઉઠી રહ્યા છે પ્રશ્નો
આ ફેક્ટરીમાં જ કેમ દર વર્ષે આગ લાગે છે. રેટિંગ ઘટી રહી છે. નુકસાન થતા માલિકોના મનસુબા વીમો પાસ કરાવવાના છે? આ કંપનીના માલિકો સામે કેમ કાર્યવાહી નહી? માલિકો રાજકીય વગ ધરાવે છે. આ ફેક્ટરીને તંત્ર દ્વારા કેમ સીલ કરવામાં આવતી નથી?
અગાઉ શું થયું હતું
10 યુનિટમાં વેટ વિભાગના દરોડા
23 જૂન 2017માં ચિરીપાલ ગ્રુપ ઓફ કંપનીના 10 યુનિટમાં ફેબ્રિક્સ, યાર્ન, રેડિમેડ ગારમેન્ટસ, પેકેજીંગની કામગીરી કરાય છે. વેટ વિભાગના બે જુદા જુદા ડિવીઝનના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. નારોલના શાંતિ પ્રોસેસ હાઉસ,ચિરીપાલ ઇન્ડ્રસ્ટ્રીઝ,વિશાલ ફેબ્રિક્સ, નોવા ટેક્ષટાઇલ, ચિરીપાલ પોલીમર્સ નામના યુનિટો ચાલી રહ્યા છે. દસ્તાવેજોના આધારે હિસાબોની પણ તપાસ કરી હતી. ખરીદ વેચાણના બીલોનુ ટ્રાન્સપોર્ટેશનના બીલો સાથે ક્રોસ વેરિફિકેશન ચાલતુ હોવાથી ટેકસ ચોરી વિશે હાલ કંઇ કહી શકાશે નહિ પણ કેટલીક ગેરરિતીઓ મળી હતી.
નોવા પેટ્રોકેમિકલ્સ
20 મે 2016માં અમદાવાદના ચિરીપાલ ગ્રુપની નોવા પેટ્રોકેમિકલ અને સુરતની ગુપ્તા સિન્થેટિક દ્દારા એડવાન્સ લાઈસન્સનો દૂરઉપયોગ કરીને રૂ.17 કરોડની એક્સાઇઝ ડયુટીની ચોરી કરાઇ અને કેવી રીતે ટ્રિબ્યુનલમાં કેસ દબાવીને સરકારી લેણા જમા કર્યા ન હોવાનું બહાર આવ્યું હતું.
NGTમાં ફરિયાદ
10 ડિસેમ્બર 2017માં અમદાવાદથી 22 કિલોમીટર દૂર આવેલાખેડા જિલ્લાના 3500 લોકોની વસતાના બિડજ ગામમાં ચિરિપાલ ગ્રુપના 10 વર્ષ પહેલા સ્થપાયેલા પ્લાન્ટના પ્રદૂષણના કારણે ખેડૂતોનો લાખો રૂપિયાનો ડાંગરનો 80 ટકા પાક સાફ થઇ જતાં ખેડૂતોએ પૂણેની નેશનલ ગ્રીન ટ્રિબ્યનલમાં ફરિયાદ કરી હતી જેમાં કોર્ટે ત્રણ સપ્તાહમાં અહેવાલ આપવાનું કહ્યું હતું.
જમીન પચાવી પાડતા ખેડૂતોએ દેખાવો કર્યા
20 ફેબ્રુઆરી 2016માં ધોલેરામાં ખેડૂતોની જમીન પચાવી પાડી હતી. ચિરીપાલ ગૃપ ઓફ બિલ્ડરની ઓફિસે ધોલેરાના ખેડૂતો દ્વારા દેખાવો કરાયા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે.
વગદાર વેદપ્રકાશ
ચિરીપાલ ગ્રૂપના અધ્યક્ષ વેદપ્રકાશ ચિરીપાલ છે. ચીરીપાલ ગ્રુપની શરૂઆત 1972માં માત્ર થોડા પાવરલુમથી થઇ હતી અને આજે કંપની દર વર્ષે 110 મિલિયન મીટર ડેનીમ, 141 TPD સ્પીનીંગ, 10 મિલિયન મીટર શર્ટિંગ, 10 મિલયન મીટર યાર્ન ડાયીંગનું ઉત્પાદન કરે છે. કંપની હાલ પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે 20 હજાર લોકોને રોજગાર આપે છે. નંદન ડેનીમ નામની ચીરીપાલ ગ્રુપની ફ્લેગશીપ કંપની છે અને આ સિવાય પણ કંપની શિક્ષણ, કેમિકલ્સ, ફેબ્રિક પ્રોસેસિંગ, કેમિકલ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહીત અનેક ફિલ્ડમાં કાર્યરત છે. ચીરીપાલ ગ્રુપના ચેરમેન તરીકે વેદપ્રકાશ ચીરીપાલ કાર્યરત છે અને ગ્રૂપની વિવિધ કંપની છે.
ભાજપના નેતા રજનીકાંત ચિરીપાલ પર ચાર હાથ
30 જૂલાઈ 2016માં શાંતિ બિઝનેસ સ્કૂલમાં બીબીએની બોગસ ડિગ્રી વિવાદમાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર એ.યુ.પટેલે પુરાવા સાથે પોલીસને રજૂઆત કરવા છતાંયે ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી રજનીકાંત પટેલ ચિરિપાલ સામે ફોજદારી ગુનો નોંધવાની કાર્યવાહી અટકાવી હતી. ચિરિપાલ સહિતના સંચાલકોની ધરપકડ કરવા ત્રણ વખત સુચના આપી હોવા છતાંયે કોઈ જ એક્શન ન લેવાયા નથી. શાંતિ બિઝનેસ સ્કૂલ સામે ષડયંત્ર માટે ફોજદારી ધારાની કલમ- ૧૨૦ બી, છેતરપિંડીની કલમ- ૪૨૦, બનાવટી દસ્તાવેજો બનાવી ઉપયોગ કરવાની કલમ- ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ તેમજ માનસિક યાતનાઓ આપીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવા મુદ્દે યુનિ.ના વાઈસ ચાન્સલરે સત્યશોધક કમિટીના રિપોર્ટના આધારે પોલીસ ફરિયાદ નોંધવા અરજી આપી હતી.