ઘુડખર રણમાં ખીલ્યું ગુલાબ, 32 વર્ષ મહેનત કરી લાખો વૃક્ષો રોપી પક્ષીઓનું નિવાસસ્થાન બનાવ્યું

દિલીપ પટેલ

ગાંધીનગર, 26 એપ્રિલ 2023
પાટણના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના 75 વર્ષના દિનેશભાઈ અને દેવેન્દ્રાબેન એટલે હરતી ફરતી સેવા સંસ્થા જેવા છે. બેચરાજીથી લગભગ 15 કિ.મી. દૂર ‘નિસર્ગ નિકેતન ટ્રસ્ટ’ નામનો આશ્રમ સ્થાપ્યો છે. આશ્રમ ઉપરાંત  પાટડીના ખારાઘોડાના ઉજ્જડ વિસ્તારમાં 75 વર્ષીય આ દંપત્તિએ 5 હજાર વૃક્ષોની લીલી ચાદર બીછાવીને વિસ્તારને લીલોછમ બનાવ્યો છે. દિનેશભાઈ ઠાકર એક એવા યજમાન કે જેની મહેમાનગતી માણવા રોજ બે હજાર જેટલા પક્ષીઓ અને સરિસૃપ આવે છે. પ્રકૃતિ પ્રેમ અનન્ય છે.

દિનેશભાઈ કહે છે કે, મારે અહીં 32 વર્ષ થઈ ગયા છે. પક્ષી ધામ ઉરૂમાળામાં 6 વીઘા જમીન આપી છે. તિર્થધામ પ્લાંટેશન કરવા માટે બોલાવે છે. વૃક્ષો ઉછેરી આપો અમે સાચવીશું એવું લોકો કહે છે. ઉમરગામથી ઉદ્યોગપતિનો ફોન આવ્યો તેઓ આવું જ સ્થળ બનાવે છે. વડોદરામાં રશ્મિ શાહ જોવા આવ્યા અને 5 વીઘા નિસર્ગ શરૂ કર્યું છે. મુંદ્રામાં અહિંસા ધામ 5 લાખ વૃક્ષો ઉછેરે છે. સારું વૃક્ષ ઉછેરવું હોય તો સ્ટ્રગલ કરવા દો. ઘણાં લોકોને પ્રેરણા મળી છે. ઉનાળામાં 1 હજાર કુંડા આપીએ છીએ. રતનપુરામાં પણ વન બનાવ્યું છે. જે લોકો જૂએ છે તેની મોટી અસર રહે છે.
ચકલીઓ આવે છે. તેમનું એક પણ પક્ષી પાળેલું નથી. આસપાસના 5થી 20 કિલો મીટરતી પક્ષાઓ આવે છે.

ઋતુ પ્રમાણે આવે છે. ઘણી વખત 5 હજાર કાબર ક્યારેક આવી જાય છે. જમીને જતી રહે છે. વગડામાં મોર ખુબ છે. બુલબુલ, મેના આવે છે. મોર અત્યારે ઉનાળામાં આવે છે.
નદી કોતરોમાં જતાં રહે છે. ખીસકોલીઓ ઘણી છે. ગ્લોબલ વોર્મીંગમાં અસર છે. પ્રતિકુળ સંજોગોના કારણે જીવસૃષ્ટિ લુપ્ત થઈ ગઈ છે. ઘણી જાતો સ્થળાંતર થઈ ગઈ છે. કોયલ મળે જ નહીં, છતાં ક્યારેક હવે કોયલ આવે છે. ચીબરી જોવા ન મળે પણ અહીં 4 પરિવારો ચીબરીના આવી ગયા છે. દરજીડા પક્ષીના પરિવારો વધવા મંડ્યા છે. પક્ષીની જરૂરીયાત અવલોકન કરો એટલે ખ્યાલ આવી જાય કે પક્ષીને શું જોઈએ છે. અવલોકનથી ખ્યાલ આવે પછી તે કરી આપે છે.

બે હજાર પક્ષી અને લાખો જીવ
અશ્રમમાં બે હજાર પક્ષી રોજ આવે છે. 400 મોર, પોપટ, હોલા, ચીબરી, સુઘરી, દરજીડો, ખીસકોલી, કાચીંડા, ઘો, સાપ જેવા 2 હજાર જેટલા પક્ષીઓ-સરિસૃપ નિસર્ગ નિકેતનમાં રોજ આવે છે. અત્યાર સુધી અંદાજે રૂપિયા 1 કરોડનું ચણ નાંખી છે. આ જ મારો પરિવાર છે, એવું તેઓ માને છે. જગ્યા શોધવા મહેનત કરવી પડી હતી. લોકો પક્ષી જોવા આવે છે. 5 વીઘા જમીન ખરીદી એવા વૃક્ષો ઉગાડ્યા કે પક્ષી આવે. 5000 જેટલા કાન ખજૂરા, 150 જેટલી ગરોળીઓ, ઘો, કાચબા, શેરા, વીંછી, વીંછણ, નોળીયા, ખિસકોલી વગેરે છે. પક્ષીઓમાં મોર, પોપટ, હોલા, સુગરી, સમડી, ચીબરી, ઘુવડ, કલકલિયો, બુલબુલ વગેરે છે.

વૃક્ષો
45 વર્ષથી લાખ વૃક્ષો વાવ્યા છે. ખારાઘોડાના ઉજ્જડ રણની રેતીમાં પડતા સૂર્યના કિરણો જ એટલા તેજથી પરિવર્તિત થતા હોય છે. બે માસ અપ-ડાઉન કરીને ત્યાં 5 હજાર જેટલા વૃક્ષો વાવ્યા હતા. દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ માત્ર બે મહિનાના ટુંકાગાળામાં 5 હજારથી વધુ વૃક્ષો વાવીને સૂકા રણને લીલી ચાદર ઓઢાડી છે. વૃક્ષ ઉછેરનો શોખ તેમને આગવી ઉર્જા આપે છે. ઠાકર દંપત્તિએ વૃક્ષોને પોતાના બાળકની જેમ વાવ્યા અને ઉછેર્યા છે. પર્યાવરણ જાળવણી-વૃક્ષો વાવવા, અગરિયાઓના કલ્યાણ માટે સદાય તત્પર રહે છે. ફળ, આયુર્વેદીક વૃક્ષો વાવ્યા છે.

શિક્ષક દંપત્તિ
ઠાકર દંપત્તિ શિક્ષક તરીકેની કારકિર્દી પુર્ણ કરી નિવૃત્ત થયુ છે. દિનેશભાઈ ઠાકર શંખેશ્વર્ની ઉચતર બૂનિયાદી શાળામાંથી નિવૃત્ત થયા છે. ભાવનગર જિલ્લામાં પનાનાભાઈ ભટ્ટ અને દર્શક અને મનુભાઇ પંચોલીની લોકભારતી સણોસરા સંસ્થાના સ્નાતક છે. સેવાકીય પ્રવૃત્તિ માટે 12 એવોર્ડ મળ્યા છે. નિવૃત્ત થયા બાદ 5 વિઘા જમીનમાં સંખ્યાબંધ વૃક્ષો વાવ્યા છે. રોટલા જાતે બનાવે છે. 15 વર્ષ લાગી ગયા હતા. 200 જાતના વૃક્ષો અને બીજી ઐષધિઓ ઉગાડી છે. કાબર ટીટોડી, ચકલી, સુગરી ઘણી છે. રોજ 70 થી 100 કિલો રણ નાંખે છે. વર્ષે 8 લાખનો ખર્ચ કરે છે. 32 વર્ષ સુધી શિક્ષક દંપતી તરીકેની નોકરી કર્યા પછી પ્રકૃતિના ઋણને ઉતારવા માટે દિનેશભાઈ તેમજ તેમના ધર્મપત્ની દેવિન્દ્રાબહેને ખુદના પૈસે 3 એકર જમીન ખરીદી અને તે જગ્યાને એક નાનકડા જંગલમાં પરિવર્તિત કરી દીધી. દુષ્કાળમાં પ્રાણીઓને મરતાં જોઈ શંખેશ્વરના શિક્ષક દંપત્તિએ જીવનભરની મૂડી રણમાં ગુલાબ ખીલવવા ખર્ચી છે. રણમાં જંગલ ઊભુ કર્યું છે.

14 વર્ષની મહેનતે વાવ્યાં 7000 કરતાં વધારે વૃક્ષો. આખો દિવસ વૃક્ષો અને પશુ-પક્ષીઓ વચ્ચે પસાર કરે છે. .

22 વર્ષથી સંભાળ કરતાં આવ્યા છે.
તેમને સમી, હારીજ, રાધનપુર, પાટડી, દસાડાની સમૃધ્ધિ બાબતનું ગૌરવ રહ્યું છે. એ જાળવવા માટે જ તેમણે સમગ્ર જિંદગી સમર્પિત કરી દીધી.

શરૂઆત
ભણતરના સમયથી વૃક્ષો અને પશુ પક્ષીઓ પ્રત્યે અનહદ લાગણી હતી. જયારે 1984 માં ભયંકર દુકાળ પડ્યો ત્યારે ‘વઢિયાર’ પંથકમાં ખુબ જ પશુ પક્ષીઓના મૃત્યું થયા હતાં અને આ જીવોને ખુબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે અમે નિર્ણય લીધો કે નિવૃત્તિ પછીનું સમગ્ર જીવન આ અબોલ જીવોની સાર સંભાળમાં વ્યતીત કરીશું. ઈ.સ. 1999 માં શંખેશ્વર-બેચરાજી હાઇવે પર આવેલ ધનોરા ગામ ખાતે 3 એકર જમીન ખરીદી હતી. ત્યારે તેમની નિવૃતિને 8 વર્ષની વાર હતી. સૌ પ્રથમ પર્યાવરણના હનન બાબતે તે ભૂમિની માફી માંગી અને અંતરમનથી પ્રાર્થના કરી કે આ એક ઉમદા કાર્ય માટે ધરતી આશીર્વાદ બનાવી રાખજે. શરૂઆતમાં સંપૂર્ણ જગ્યા ખુલ્લી હતી અને તેના કારણે થોડી મુશ્કેલી પણ પડતી હતી.

પહેલું વાવેતર
સૌ પ્રથમ ઘઉં અને બાજરી વાવી અને જે કઈ પણ ઉત્પાદન થયું તે ગામમાં નિઃશુલ્ક વેંચ્યું. 300 લીંબુના છોડની રોપણી કરી, જેથી ભૂંડ જેવા પ્રાણીઓ તેને ખાય નહિ. ચકલીઓ પોતાના ઈંડા આ છોડવાઓમાં રહેલા કાંટાની વચ્ચે માળા બનાવીને મૂકી શકે. કચ્છના સજ્જને સામે ચાલીને કાંટાળી વાડ કરી આપી હતી. પછી જમીનની ફરતે એક મજબૂત દિવાલનું નિર્માણ કરી દીધું. 2007માં નિવૃત થયા તે સમયે મળેલા 12 લાખ રૂપિયા અહીં રોકી દીધા.

શંખેશ્વર અને બહુચરાજીની વચ્ચે રણમાં મંગલ અને જંગલ ઊભું કરનારું નિવૃત્ત શિક્ષક દંપતી ઘણાના પ્રેરણા બની ગયું છે. 12 વર્ષ સુધી બહારના મહેમાનોને અહીં આવવા દીધા નહીં. પોતાની દીકરીના ઘરે પણ તેમણે આ દિવસોમાં જવાનું ટાળ્યું હતું. આ તો રણપ્રદેશ. અહીંની જમીન ખારી. પાણી મળે નહીં. મળે તો ક્ષારવાળું પાણી મળે. ટૂંકમાં વૃક્ષો વાવીને તેમને મોટાં કરવાનું કામ એટલે ખૂબ જ વિકટ કામ. બાળકોનો ઉછેર કરતાં હોય એ રીતે વૃક્ષો વાવ્યાં અને તેમને મોટાં કર્યાં.

દેવિન્દ્રાબહેનનાં માતાનું નામ ચંપાબહેન રાવલ અને પિતાનું નામ વિષ્ણુપ્રસાદ રાવલ. પિતા પહેલાં મિલમાં નોકરી કરતા હતા અને પછી કૉન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. સાઇકોલૉજી અને સોશિયોલૉજી સાથે દેવિન્દ્રાબહેને બી. એડ. કર્યું. તેમણે સંસ્કૃતિ અને ગુજરાતી હિન્દી વિષયમાં પણ બી. એ. કર્યું છે. ત્રણ વિષયમાં તેઓ સ્નાતક થયાં છે. દેવિન્દ્રાબહેને 34 વર્ષ શિક્ષિકા તરીકે કામ કર્યું છે. દેવિન્દ્રાબહેન અને દિનેશભાઈ ઠાકરે શંખેશ્વરમાં ગ્રામસેવા ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં પોતાનું મોટા ભાગનું જીવન પસાર કર્યું છે.

દિનેશભાઈનું વતન ઉત્તર ગુજરાતનું મુજપુર ગામ. સ્વામી સચ્ચિદાનંદ પણ આ જ ગામના છે. દિનેશભાઈએ શંખેશ્વરમાં શિક્ષક તરીકે 32 વર્ષ નોકરી કરી. મોર, સસલા, કાચબો, નોળિયા, ઘો, કાનખજૂરા, વીંછી, સાપ, અળસિયાં, કાચિંડા ગરમી વધતાં આ બધાં સ્થળાંતર કરી રહ્યાં છે. રણ આગળ વધી રહ્યું છે. 55 વર્ષની ઉંમરે જ નિર્ણય કર્યો નિસર્ગ નિકેતન ઊભું કરવું. પતિ-પત્નીની નોકરીમાંથી જે પ્રૉવિડન્ટ ફંડ વગેરેના પૈસાથી જમીન ખરીદી હતી.

શંખેશ્વર પાસે પક્ષીધામ પણ બનાવ્યું છે. અમદાવાદનાં રૂપેશભાઈ અને મનાલીબહેને સ્થાપેલી એન્જલ સંસ્થા દ્વારા તેમણે આ કામ કર્યું છે. ખારાઘોડામાં 6,000 વૃક્ષો સાથેનું તેમણે દર્શક ગ્રામીણ વિકાસ કેન્દ્ર પણ શરૂ કર્યું છે. ઝીંઝુવાડામાં બે જગ્યાએ તેઓ આવાં વન ઊભાં કરી રહ્યા છે. શંખેશ્વરમાં પણ તેમણે ઘણાં વૃક્ષો વાવ્યાં છે.

આવળ,બાવળ અને બોરડીનો અમારો દેશ.થોડાક ખીજડા અને જાળાં.ક્યાંક એકાદ લીમડો એકલો અટૂલો ઉભો હોય તો ક્યાંક તળાવકાંઠે વળી એકાદ વડલો કે આંબલો કે જાંબુડો વડીલની જેમ કોઈની પ્રતીક્ષા કરતો હોય.

એમનું વતન મુજપુર ગામ છે. નોકરી શંખેશ્વરમાં એટલે એમણે માતૃભૂમિ અને કર્મભૂમિ એવા સૂકાભઠ્ઠ વઢિયારને વૃક્ષોની માતબર ભેટ આપવાનું વિચાર્યું અને સતત 32 વર્ષની મહેનત પછી ધનોરા ગામમાં ધરતીનું સ્વર્ગ ઊભું કર્યું છે. 2 હજારની વસતી ધરાવતા ધનોરા ગામમાં દિનેશભાઇ ઠાકરે પાંચ વિધા જમીન ખરીદી હતી. પચ્ચીસસોથી ત્રણ હજાર પુસ્તકો એમણે વાંચી લીધેલાં. વૃક્ષો વિશે ખૂબ અભ્યાસ અને ચીવટથી જાણકારી મેળવી અને પ્રકૃતિવન માટે વૃક્ષોની પસંદગી કરી. વન બનાવવું હોય તો પંખીડાંઓને પણ ધ્યાનમાં રાખવાં જ પડે. કયા પક્ષીને કયું વૃક્ષ ગમે એની એક યાદી તૈયાર કરી અને એમણે વૃક્ષો વાવ્યાં, એનું જતન કર્યું.

14 વર્ષનો વનવાસ
ભૌતિક સુખ સુવિધાઓનો ત્યાગ કરીને ફક્ત પ્રકૃતિના સાનિધ્યમાં જ રહેવાનો બંને જણે નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના કારણે લગભગ 14 વર્ષ સુધી વીજળી વગર રહ્યાં હતા. 14 વર્ષ સુધી સતત મહેનત થાય એટલા માટે કોઈ પણ જાતના સામાજિક સંપર્ક વગર જૈવ વિવિધતા ઊભી કરી. તે માટે સારું સારું વાંચન કર્યું હતું. 14 વર્ષ દરમિયાન તેઓ નિસર્ગ નિકેતન ખાતે જ રહ્યા, ત્યાંથી કોઈ દિવસ બહાર નીકળ્યા નહીં.

પક્ષીઓની પસંદના વૃક્ષો
પક્ષીઓને જે વૃક્ષો પસંદ હોય છે તેવા પ્રકારના વૃક્ષોની વાવણી કરી હતી. પોપટને ગોરસ આંબલી અને આંબલી ગમે, ચકલીને વાંસ ગમે, કાગડા તથા હોલાને ખીજડો ગમે, દરજીડાને કરંજ ગમે છે. મોરને ઊંચા વૃક્ષો ગમે છે. આનો આશય એટલો જ કે પક્ષીઓ પોતાના ગમતા મનગમતા વૃક્ષો દ્વારા અહીંયા આકર્ષાઈ પોતાના માળા બનાવી ઈંડા મૂકવા લાગ્યા હતા. કાયમી વસવાટ માટે પ્રોત્સાહિત થાય. રોપા લાવીને તેને કોઈ પણ જગ્યાએ ખાડો ખોદી રોપી દેતા અને નિયમિત પાણી આપતા હતી. અર્ધ સૂકા વિસ્તારમાં તેમને આ સ્થિતિ સુધી પહોંચવા માટે ખુબ સંઘર્ષ પણ કરવો પડ્યો છે. નિસર્ગ નિકેતનની સ્થાપનાના 10 વર્ષ બાદ પરિણામ પ્રાપ્ત થયું હતું.

પક્ષીના આરોગ્ય માટે રેતીનો શેક
પાસેની રૂપેણ તથા બનાસ નદીમાંથી રેતી લાવીને નાંખી હતી. છાણીયા ખાતરને અહીંયા નાંખે છે. જેથી પક્ષીઓ તેમાં સેક લઈને સ્કિનના રોગો તેમજ બીજા કોઈ સંલગ્ન રોગોથી બચી શકે. રેતીથી પોતાના આરોગ્યને જાળવી રાખે. માળાઓ પક્ષી બનાવે તે માટે વિવિધ સગવડ ઉભી કરવામાં આવે છે. અપંગ પક્ષીઓની સાર સંભાળ ખુબ સારી રીતે કરવામાં આવે છે. જો કોઈ પક્ષીને વેટરનરી ડૉક્ટરની જરૂર જણાય તો તેમની સારવાર પણ કરાવવામાં આવે છે.

ચણ
દરરોજ લગભગ 80-100 કિલોની આસપાસ ચણ આપવામાં આવે છે. જેમાં 20 કિલો ઘઉં, 20 કિલો બાજરી, 20 કિલો જુવાર તથા 20 કિલો ચોખા હોય છે. 90 ટાકા ચણ ખેડૂતો પાસેથી જ ખરીદવામાં આવે છે. જુવાર ભરૂચથી તથા ચોખા બાવળાથી મંગાવવામાં આવે છે. વેપારીઓ તેમાં મદદ કરે છે. અહીં દિવ્યાંગ પક્ષીઓ માટે રોજ સવારે 5 કિલો રોટલીઓ બનાવી અલગથી ચણ તરીકે આપવામાં આવે છે.

સમાજ સેવા
500 જેટલી ખિસકોલીઓ છે. 1000 હોલા છે. કાબરો, ટિટોડી, બુલબુલ, ફૂલસુગંધી, ચીબરી, સમડી, લક્કડખોદ, દરજીડો, ઘુવડ, કુંભારિયો આવે છે. કોયલને લીમડો જોઈએ.
અગરિયાઓની દીકરીઓને ભણાવે છે. દિવ્યાંગો તથા વિધવા બહેનોને આર્થિક મદદ કરે છે. રણમાં જઈને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે બૂટ, ગોગલ્સ, વેસેલીન, બામ, મેણિયાની શીટો, ગરમ કપડાં, ધાબળા, પુસ્તકો, દફતર, રાશન વગેરે પૂરાં પાડે છે. 125 વિદ્યાર્થીનીઓને પચ્ચીસ હજારથી પચાસ હજાર સુધીની સહાય ઉચ્ચ અભ્યાસ અર્થે કરી છે. દીવ્યાંગ અને વિધવા સ્રીઓને પણ દર મહીને રાશન આપવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બધાજ કાર્યો અને સહાય યોજનાઓમાં એમણે હજુ સુધી કોઈ જાતની સરકારી સહાય લીધી નથી.

પ્રેરણા
નિસર્ગ નિકેતન એક એવી જગ્યાએ છે કે જે હજારો લોકો માટે પ્રેરણાનું એક મજબૂત ઉદાહરણ બનીને ઉભું છે. પ્રકૃતિ માટે કંઈક કરવા માંગતા ઘણાં લોકો માટે તે એક ગહન અભ્યાસનો વિષય પણ બન્યું છે. અર્ધ શુષ્ક પ્રદેશ છે, પાણીની તંગી અને વાતાવરણમાં શુષ્કતા છે. વઢિયાર ને ધૂળિયા પ્રદેશના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે આ પ્રદેશમાં દોઢ લાખ કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે. આસપાસના ઘણા લોકો હવે વૃક્ષારોપણ જેવી પ્રવૃતિઓ કરવા પ્રેરાયા છે. અહીંના લીંબુનો રસ પીવાને કારણે ઘણાં લોકોની પથરી આપોઆપ નીકળી ગઈ છે. જેથી આસપાસના ખેડૂતો પણ હવે આ પ્રકારની ખેતી કરવા માટે પ્રેરાયા છે. અહી આવતા દરેક વ્યક્તિને પાંચ ઝાડવાંઓ રોપવાનો સંકલ્પ લેવડાવે છે. દંપતી હવે બેચરાજી ખાતે છેલ્લા 5વર્ષથી નિવાસ કરે છે, દરરોજ પોતાની ગાડી લઈને આખો દિવસ નિસર્ગ નિકેતન ખાતે જ ગાળે છે. તેમનો સંપર્ક નીચે આપેલ નંબર 9099010771, 9099010772 છે.