અમદાવાદમાં ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવામાં રૂ.10 હજાર કરોડનો ગોટાળો

અમદાવાદ, 9 ઓગસ્ટ 2020

અમદાવાદમાં ઈમ્પેક્ટ ફી ના નામે રૂ.10000 કરોડનું કૌભાંડ થયું છે. 2001માં આજના પી.એમ. નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના નવા સી. એમ. બનેલા હતા. સમગ્ર ભારતમાં પ્રથમ વખત આવો કાળો કાયદો આવ્યો કે દબાણ કરો, જમીન પચાવી પાડો, ગેરકાયદેસર બાંધકામ કરો, પછી તેને કાયદાથી કાયદેસર કરી આપો. ભાજપમાં ગેરકાયદેસર બાંધકામની કિંમતના 10% પાર્ટી ફંડ આપો અને 5% ઈમ્પેક્ટ ફી ભરો એટલે ગેરકાયદે બધું કાયદે થઈ જાય છે. તો પણ 85% તો બિલ્ડર ને ફાયદો જ છે.

યુનો એવૉર્ડ વિજેતા ડૉ. કલ્યાણસિંહ ચંપાવતે આ આરોપો મુક્યા છે. માત્ર અમદાવાદમાં 720000 ગેરકાયદેસર બાંધકામની અરજીઓ આવી હતી. 3 લાખથી વધુ બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરી દેવામાં આવ્યાં. બેઝમેન્ટમાં કોઈએ પાર્કિંગ આપ્યુ જ નહી, લિફ્ટ નહી, ફાયર સેફ્ટી નહી, બી.યુ. એટલે કે બિલ્ડીંગ યુઝની મંજુરી મળી ગઈ હતી. 10 હજાર કોમર્શિયલ બિલ્ડીંગો બની ગયા હતા. તે કામ હજુ અટકી ગયું નથી. ગેરકાયદે બાંધકામો તો ચાલુ જ છે.

એક બિલ્ડીંગમાં  પાર્કીંગના બદલે સરેરાશ 40 દુકાનો બની ગઈ. એક દુકાનના રૂ.25 લાખ ગણતાં 40 દુકાનોના 10 કરોડ રૂપિયા એક શોપીંગ સેન્ટરમાં થાય છે.  તેના 10% પાર્ટી ફંડમાં એટલે 1 કરોડ રૂપિયા એક બિલ્ડીંગથી આવે છે.  આવા 10000 કોમર્શિયલ બિલ્ડીંગોના 10000 કરોડ થાય છે.

ગેરકાયદે 3 લાખ ફ્લેટ, ટેનામેન્ટ,  બંગલાની કાળી આવક ગણી જ નથી. આ માત્ર અમદાવાદની જ વાત છે. ગુજરાતના બજેટ જેટલું પાર્ટી ફંડ કે રાજકીય નેતાઓએ લાંચ લીધી છે. એટલે કે સવા બે લાખ કરોડ રૂપિયા ફંડ અમદાવાદમાં થયું છે. આટલા બધા પૈસા જો એકલા અમદાવાદથી ભેગા થયા છે. જે ગુજરાતના કુલ ફંડના માત્ર 15 ટકા છે. હવે ભાજપ પૈસાથી શું ના ખરીદી શકે ?

જમીર ને ખમીર ને ખુમારી ખોવાઈ ગઈ છે. માણસની ઓકાત મુજબ ભાજપને ભાવ આપવાની તેમની ઓકાત છે.  જો ન ખરીદાઓ તો સાચા માણસનું અસ્તિત્વ જ મિટાવી દે છે. પોલીસ, પ્રેસ ને પંચ આ નાણાંમાં વેચાઈ ગયા છે. બંધારણ પુસ્તકમાં જ રહી ગયું છે. અમર્યાદ સત્તા અને સંપત્તિ ભાજપ પાસે એકઠી થઈ છે. સત્તાધિશ ઈચ્છે તે કલમો ગમે તેની ઉપર લાગી શકે.

લોકાયુક્ત ને તકેદારી આયોગ ને તાળા લાગી ગયાં છે. હવે મુર્મુ આવતાં સી.એ.જી.માં પણ આવું જ થઈ રહ્યું છે.

ઈમ્પેક્ટ ફી જેવાં 100 કૌભાંડ મારી પાસે ભાજપના છે. તમામ મોઢે છે. વિરોધ કરવાનુ પરિણામ 7 વર્ષોથી હું ભોગવી રહ્યો છું.  દરેક ચૂંટણીમાં મહિના કે 2 મહિના પહેલાં ભાજપના આયોજન મુજબ મને જેલમાં નાંખી દેવામાં આવે છે. અગાઉથી આયોજન હોય છે, જેલમાં પૂરવા માટે. રાતે અપહરણ થાય ને સીધા જ સેન્ટ્રલ જેલમાં નાંખી દે છે. જેવું ચૂંટણીનું પરીણામ આવે તે જ દિવસે મુક્ત કરી દે છે. બોલો આમાં બંધારણ કે હાઈકોર્ટે કે સુપ્રીમ કૉર્ટ ક્યાં? કોણ કોને કેવી રીતે બચાવશે ? ચિંતા કરવા જેવી બાબત દેશના તમામ લોકો માટે છે. મોટીવેશનલ  ટ્રેઇનર કલ્યાણસિંહના ઉપરના આરોપો છે. તેમને આવી વાતો જાહેર કરવા માટે વારંવાર જેલમાં સરકાર મોકલી રહી છે.

કલ્યાણસિંહની વાતને સમર્થન આપે એવી આ ઘટનાઓ બની હતી.

કોરોનાના દર્દી જીવતા બળી ગયા, ઈમ્પેક્ટફીના કારણે

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં 8 કોરોના દર્દીઓના આગમાં મોત થયા હતા. ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ, 2011 મુજબ હોસ્પિટલનું બાંધકામ 90 લાખ રૂપિયા ફી લઈને કાયદેસર કરાયું હતું. શહેરની આવી 1.39 લાખ ગેરકાયદે મિલકતો કાયદેસર કરાઈ હતી.

રંગે હાથ પકડાયું ઈમ્પેક્ટ ફી કૌભાંડ

અમદાવાદના ઉત્તરઝોનમાં રૂપિયા 50 લાખ અને શહેરના નવા પશ્ચિમઝોનમાં રૂપિયા 3.67 કરોડનું ઈમ્‍પેકટ ફીના કૌભાંડ બહાર આવ્યું હતું. અંદર તો ઘણું ચાલતું હતું. બોડકદેવ, થલતેજ અને ગોતા વોર્ડમાં બોગસ ઈમ્‍પેકટ સર્ટીફિકેટ બનાવી લાખ્‍ખો રૂપિયાની ઉચાપત કરવાના કેસમાં અત્‍યારસુધીમાં કુલ 40 બિલ્ડીંગોનું કૌભાંડ બહાર આવ્યું હતું. થલતેજ વોર્ડમાં 34 કેસ પહેલા તબક્કામાં મળ્યા હતા. આવા લાખો કેસ હોઈ શકે પણ પછી પાણી ફેરવી નાંખવામાં આવ્યું હતું. નવા પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહ દક્ષિણ ઝોનના એક સબ ઈન્સ્પેકટર સહિતના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જતીન પટેલે ઈમ્પેકટ ફીનું કૌભાંડ પકડ્યું હતું. પછી કંઈ ન થયું.

પાસવર્ડથી કરોડોનું કૌભાંડ

ઓગસ્ટ 2016માં ઇમ્પેક્ટ ફીનો કાયદો ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો હતો. અમદાવાદ મ્યુનિ.એ ઇમ્પેક્ટ ફીની અરજીઓ ચકાસીને ચલણ બનાવીને ઇમ્પેક્ટ ફી વસુલવાની કામગીરીમાં ખાનગી ઇજનેરો રાખ્યા હતા. અમદાવાદના દક્ષિણ ઝોનના બે ઇન્સપેક્ટરો સુનિલ રસાણીયા અને ઘનશ્યામ ઠક્કર નિવૃત તેમના એકાઉન્ટ અને પાસવર્ડથી કેટલીય ગેરકાયદે ઇમારતોના ઇમ્પેક્ટ ફીના ચલણ બન્યા હતા. ઇમ્પેક્ટ ફીના સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. કરોડોનું કૌભાંડ થયું છતાં પોલીસ ફરિયાદ થઈ નહીં. ઈમ્પેક્ટ ફીની મુદત 31 માર્ચ 2017 સુધી લંબાવાઈ હતી. દફતરે સાત હજાર જેટલી અરજી ચકાસણી વિના પડતર પડી રહી હતી. ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધારો કરવામાં ન આવે તો આ પડતર અરજીઓના અરજદારોના ગેરકાયદે બાંધકામો તોડવા પડે તેમ હતા.

નકલી સોફ્ટવેરથી કૌભાંડ

અમદાવાદમાં નવા સોફ્ટવેર બનાવાયા હતા. જાણીજોઇને તેમાં છીંડા રાખ્યા હતા. જેથી કોરોડનું કૌભાંડ આચરી શકે. ઇમ્પેક્ટ ફીના ચલણ બનાવવાથી માંડીને ઇમ્પેક્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની સત્તા ઇન્સપેક્ટરોને અપાઇ છે પણ જાણીજોઇને આ સોફ્ટવેરમાં ઇન્સપેક્ટરની થમ્બ ઇમ્પ્રેશન રાખી નથી. ઉપરાંત ઇન્સપેક્ટરો પોતે એકાઉન્ટ કે પાસવર્ડ ઓપરેટ કરતા નથી મોટાભાગના ઓપરેટરો એકાઉન્ટ અને બીજા લોકો કરતાં હતા.

ગેરકાયદે બાંધકામ પછી થયા પહેલા ફી લીધી

અમદાવાદમાં કોન્ટ્રાક્ટરના ઇજનેરો, વોર્ડ ઇન્સ્પેક્ટરો અને એજન્ટોની મીલીભગતથી ઇમ્પેક્ટ ફીમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો અને કેટલીક સોસાયટીઓમાં તો ગેરકાયદે બાંધકામ ઉભુ થાય તે પહેલા જ ઇમ્પેક્ટ ફી વસુલી લેવાઇ હતી, પછી બાંધકામો થયા હતા. ઇમ્પેક્ટ ફીના કાયદા મુજબ કટ ઓફ ડેટ પહેલાના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરી શકાતા હતા. પણ બાપુનગર, અસારવા, ચમનપુરા, નારોલ, નરોડા, બહેરામપુરા, દાણીલીમડા, વટવા સહિતના કેટલાય ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં તો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની 5 હજાર જેટલી મિલકતોમાં પહેલો માળ કે માર્જિનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ ઉભા થયા નથી છતાં પણ ઇમ્પેક્ટ ફી વસુલી લેવાઇ છે.

અરજીઓ પાછળથી ઘુસાડી

ઇમ્પેક્ટ ફીની 2.43 લાખ અરજી મળી હતી. આ અરજીઓના ફોર્મના નંબર, નામ અને અન્ય વિગતોની સત્તાવાર કોઇ એન્ટ્રી કરાઇ ન હતી. જેથી પાછળથી મોટાપાયે અરજીઓ ઘૂસાડીને ઇમ્પેક્ટ ફી વસુલાઇ હતી. આ સિવાય કોન્ટ્રાક્ટથી રોકાયેલા કેટલાંક ઇજનેરોએ બારોબાર બોગસ ઇમ્પેક્ટ ફીના ર્સિટફિકેટ ઇસ્યુ કરવાનું કૌભાંડ આચર્યું હતું.  પૂર્વ ઝોનના ડે.એન્જિનિયર વિજય ડાભી અને આસી. એન્જિનિયર કલ્પેશ રૂ.20 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો-એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. કોર્પોરેશન કૌભાંડ અને કાંડનો અડ્ડો બની ગયો છે.

ઠગાઈનું અજબ કૌભાંડ

અમદાવાદના સૌથી મોંઘા એવા સિંધુભવન રોડ પર સહજાનંદ પેલેસે બંગલોઝના 48 બંગલાની સ્કીમો પૈકી 2013માં 100 નોટરી કરીને બીના આર.મેઘા અને રીટા ડી.ગાંધી સમક્ષ એફિડેવિટ કરાવી બનાવટી દસ્તાવેજો બનાવીને એન્જિનિયર વી.બી.કોન્ટ્રાક્ટર પાસે અધિકૃત કરાવીને હરિકૃપા ડેવલોપર્સના બિલ્ડર પોરસ બાબુભાઇ પટેલ અને 13 ભાગીદારો સામે પોલીસ ફરિયાદ કરી ત્યારે બોગસ એફિડેવિટ ઉપર ઈમ્પેક્ટ ફી ભરી, ઠગાઈનું અજબ કૌભાંડ બહાર આવ્યું હતું.

આસારામની ઈમ્પેક્ટ ફી

જેલમાં રહેલાં ગુરુ આસારામના અમદાવાદના મોટેરાની રૂ.100 કરોડની જમીન પર 12,840 ચો.મી. જમીનમાં આસારામના એલ.એસ. ટ્રસ્ટની જમીન પરના ગેરકાયદે બાંધકામોની ઈમ્પેક્ટ ફી લઈને કાયદેસર કરીને કૌભાંડ કરાયું છતાં આજ સુધી કોઆ પગલાં ન લેવાયા પછીથી અમદાવાદ કલેક્ટરે તે બાંધકામ તોડી પાડ્યું હતું.

ગેરકાયદે મકાનો બનાવવાના કૌભાંડો કોંગ્રેસના સમયમાં અને 1986થી 2020સુધીના 35 વર્ષના ભાજપના શાસનમાં બે નેતાઓ પ્રહલાદ પટેલ અને સુરેન્દ્ર પટેલના  સમયમાં ગેરકાયદે બાંધકામો થયા હતા. તેમની મંજૂરીથી ફાઈલો ક્લીયર થતી હતી.