ગાંધીનગર, 31 જૂલાઈ 2020
બનાસકાંઠાના સાંસદ અને બનાસડેરીના ડીરેક્ટર પરબતભાઈ પટેલનું પ્રવચન કાપી નાંખવામાં આવ્યુ હતું. અવાજ બંધ કરી દેવાયો હતો. સાંસદનું પ્રવચન કોઈ સાંભળી ન શકે તે માટે વેબ પર તેનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરબત પટેલે આ અંગે વાંધો ઉઠાવીને શંકર ચૌધરીને પત્ર લખ્યો છે કે આવું કઈ રીતે કરી શકો ? સાધારણ સભાનો અવાજ બંધ કરી દેવાયો તે લોકશાહીનો અવાજ બંધ કરવા બરાબર છે.
પત્ર લખ્યા બાદ હવે પરબત પટેલનું પ્રવચવ તેની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે. પણ તેમાં પશુપાલકોને રૂ.1144 કરોડ નફાની કઈ રીતે ખોટી ગણતરી ડેરીએ કરી છે તે ગણીત કાપી કાઢવામાં આવ્યું છે. જેમાં ભાજપના આગેવાને કહ્યું હતું કે, દૂધ મંડળીઓની સંઘમાં રૂ.568.57 કરોડ જમા હતા. ડીબેન્ચર રૂ.142 કરોડ કાપવાના હતા. આમ ખરેખર દૂધ મંડળીઓના સભ્યોને રૂ.433.43 કરોડ જ ચૂકવવાના છે. મોટા આંકડા બતાવીને ખેડૂતોને ભ્રમમાં નાંખવામાં આવ્યા છે. તે રકમ ક્યારે ચૂકવવામાં આવશે તે અંગે સાંસદે પત્રમાં લખેલું છે.
ખેડૂતો અને પશુપાલકોને થતાં અન્યાય સામે જ્યારે ભાજપના નેતા પરબત પટેલે સવાલ ઉભો કર્યો ત્યારે પ્રવચનમાં અવાજ મ્યુટ કરી દેવાયું હતું. આમ ભાજપના નેતાઓનો જ અવાજ બંધ કરી અપમાન કરાયું છે.
વિશ્વની પ્રથમ નંબરની ગુજરાતની બનાસ ડેરી છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
મુખ્ય પ્રધાનને મળ્યા
માવજી દેસાઈ, હરીભાઈ ચૌધરી, પરબત પટેલ, કિશાજી ચૌહાણ જિલ્લા પ્ર, ગજેન્દ્ર શક્સેના, કેશરન પટેલ રાણા દેસાઈ, મધુભાઈ રાણા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને મળવા ગયા હતા. શું વાત થઈ તે અંગે બનાસ ડેરીમાં કોઈને ખબર નથી. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, શંકર ચૌધરીની સરમુખ્યતારી સામે રજૂઆત થઈ હોઈ શકે છે. કારણ કે ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરીથી ભાજપના નેતાઓ ત્રાસી ગયા છે અને શંકર ચૌધરીના કારણે ઉત્તર ગુજરાતમાં ભાજપનું પતન થઈ ગયું છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિસ્તાર છે. જે પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો વિસ્તાર છે અને પૂર્વ મુખ્ય પ્રધાન આનંદી પટેલનું વતન છે.
પરબત પટેલે પ્રવચનમાં કહ્યું હતું કે, ડેરીના અધિકારઓ દરેક ગામમાં જતાં ત્યારે ઠરાવ ઉઘરાવતાં હતા. મંડળીના મંત્રીની સહી – સિક્કાવાળા કોરો લેટરપેડ લઈ જતાં હતા. કેટલીક મંડળીઓમાં ઠરાવની જગ્યાએ પ્રતિનિધિનું નામ કોરું રાખી દેવામાં આવ્યું છે. આવા અધિકારીઓનો ઉધડો પ્રવચનમાં પરબત પટેલે લીધો હતો.
બનાસ ડેરીમાં અધિકારીઓ કહ્યું સાચું કે ખોટું ન કરે તો તેમને લખનૌ અને કાનપુર ડેરીમાં મોકલી દેવાની ધમકી આપવામાં આવે છે. આ બાબતે પગલાં લેવાની માંગ પરબત પટેલે કરી છે.
ડેરીનો આખરે મામલો શું છે ?
બનાસકાંઠા જીલ્લાના ભોળા પશુપાલકોને અધ્યક્ષ શંકર ચૌધરી મૂર્ખ સમજતા હોય એવું હવે પશુપાલકો માનતા થયા છે.
બનાસડેરીનો ઐતિહાસિક નફો 16.66 % લેખે રૂ.1144 કરોડ અને એમાં રૂ.1002 રોકડ અને રૂ.142 કરોડના ડિબેન્ચર કાપવાના છે.
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
ભાવ વધારામાં છેતરપીંડી કરતાં શંકર
ડેરીએ 2019-20માં દુધના પ્રતિ કીલોફેટે ભાવ વધાર્યા એ પરિપત્રોમાં
પ્રતિ કીલોફેટે ભાવ રૂ.630 કર્યો હતો. એમાં દૂધ મંડળીએ ગ્રાહકોને ચુકવવાના પ્રતિ કિલો ફેટે રૂ.610 હતા. એટલે પ્રતિ કીલોફેટે દુધના રૂ.20 સંઘમાં જમા કરાવી દેવાયા હતા. બીજી વખત દુધનો પ્રતિ કીલોફેટે ભાવ રૂ.655 કર્યો હતો. એમાં દૂધ મંડળીએ ગ્રાહકોને ચુકવવાના પ્રતિ કિલો ફેટે રૂ.635 હતા. એટલે પ્રતિ કીલોફેટે દુધના રૂ.20 સંઘમાં જમા કરી દેવાયા હતા. ત્રીજી વખતના ભાવ વાધારામાં રૂ.690 કર્યા અને મંડળીનો ચૂકવાયા રૂ.650. કીલોફેટે દુધના રૂ.40 કાપી દેવામાં આવ્યા હતા. રૂ.690નો ભાવ કર્યો તેમાં રૂ.50 કાપી લેવાયા હતા.
વર્ષ દરમિયાન આ રકમ પશુપાલકોને મળવાની હતી. રકમની 8.28% જેટલી રકમ બનાસડેરીમાં જમા હતી. એ રકમ શંકર ચૌધરી આ નફામાં ચુકવી રહ્યાં છે. પશુપાલકોના પૈસા કાપીને ડેરીનો નફો વધું બતાવીને એ જ નાણાં પશુપાલકોને પરત આપે છે. આમ નફો વધું બતાવવાનું શંકર ચૌધરીનું કાવતરૂં બહાર આવી ગયું છે.
16.66 ટકા નફો જાહેર કર્યો તે રૂ.1144 કરોડ છે. જેમાં દૂધમંડળીઓની સંઘમાં જમા રકમ 8.28% પ્રમાણે રૂ.568.50 કરોડ માલધારીઓની કાપેલી રકમને નફો બતાવ્યો છે. છેતરીને અહીં અડધો નફો તો આ રીતે બતાવવામાં આવ્યો છે. એટલે કે રૂ.433.43 કરોડનો જ ખરો નફો દૂધ ઉત્પાદકોને આપવાના છે. તેનો સીધો મતલબ કે ઐતિહાસિક નફો 16.66 ટકા ગણેલો છે તે ખેખર તો 8.38 ટકા જ નફો બનાસ ડેરી ચૂકવી રહી છે.
પશુપાલકો શંકર ચૌધરીને પૂછી રહ્યાં છે કે, જો તમે કહ્યું એમ 16.66% નફો ચુકવવાના હો તો અમારા જમા પડેલા 8.28% લેખેની રકમ ક્યારે ચુકવશો ?
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
શંકરે બીજી ચાલબાજી કરી
ગુજરાત કો – ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી. આણંદની નીતિ અને ગણતરી પ્રમાણે દૂધનો ભાવ વધારો સમગ્ર ગુજરાતની ડેરીઓ કરે છે.
જેમાં રેફરન્સ ફેટ 5.25% છે. પરંતુ બનાસડેરીમાં શંકર જ્યારે આવ્યા ત્યારથી એટલે કે 1 જાન્યુઆરી 2016થી આજદિન સુધી ગાય એન ભેંસના બે ગ્રેડ પાડી 5% રેફરન્સ ફેટ પ્રમાણે દુધના ભાવવધારાની ગણતરી કરી દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવે છે. અગાઉનું નિયામક મંડળ ફેડરેશનના નીતિનિયમો પ્રમાણે ગાય – ભેંસના દુધનો એક જ ગ્રેડ રાખીને 5.25% રેફરન્સ ફેટ પ્રમાણે જ દુધના ભાવની ગણતરી કરી ચુકવવામાં આવતો હતો .
આંકડા દ્વારા શંકરની છેતર પીંડી
હવે તમારી આંકડાની માયાજાળમાં પશુપાલકોને નુકશાન કેવી રીતે થાય છે અને કેવી રીતે તમે આ જીલ્લાના પશુપાલકોનું શોષણ કરો છો તેનું ઉદાહરણ નીચેના કોઠામાં સ્પષ્ટ દર્શાવલ છે . જેમાં મહેસાણા દૂધ સંઘ અને બનાસડેરીના દુધના પ્રતિ લીટરે ફેટ વાઈઝ કેટલા રૂપિયા ચુકવાય છે અને કેટલું નુકશાન થાય તે આ કોઠા પરથી સ્પષ્ટ થાય છે. જૂઓ કોઠો …. ……
વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા
રૂ.19થી રૂ.29ની પશુપાલનો સાથે છેતરપીંડી
મહેસાણા દૂધ સંઘ દ્વારા 6 માર્ચ 2020ના કોઠા પ્રમાણે જે ભાવો ચુકવવામાં આવે છે, તેમાં ભેંસના દુધના 5.1 ફેટ ઉપરથી સારા દુધના ભાવ રૂ.650 અને ગાયના દુધના 3.0 ફેટના સારા દુધનો ભાવ રૂ.3030.33 છે . હવે મહેસાણા ડેરી જો રૂ.690 ચુકવે તો ગાયના સારા દુધનો ભાવ રૂ.322. થાય અને બનાસડેરી ભેંસના બીજા ગ્રેડના દુધનો ભાવ રૂ.665 ને ગણતરીમાં લઇ ગાયના દુધનો ભાવ રૂ.302.20 નક્કી કરેલો છે અને ગાયના દુધનો બીજા ગ્રેડનો ભાવ રબ.282.20 નક્કી કરેલો છે.
આમ શંકર ચૌધરી પ્રતિ સમતુલ્ય યુનિટે રૂ.19.03 પ્રથમ ગ્રેડમાં અને ગાયના દુધના બીજા ગ્રેડમાં રૂ.29.03 ઓછા ચુકવે છે. છતાં સૌથી વધુ ભાવ ચૂકવા હોવાની જાહેરાત કરીને મહિલાઓ સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરે છે. છો એવો દેખાડો કરો છો.
વધુ વાંચો: અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક
કેટલા કરોડની છેતરપીંડી ?
પશુપાલકોએ વર્ષ દરમિયાન 400 કરોડ કિલો ગ્રામ દૂધ બનાસ ડેરીમાં ભરાવેલું છે. આ મુજબ આંકડાની માયાજાળ ના લીધે બનાસ રૂ.732 કરોડની ખોટ પશુપાલકોને ગઈ છે. ખોટ નહીં ઉઘાડી લૂંટ શંકર ચૌધરીએ પશુપાલકો પાસેથી ધોળા દિવસે કરી છે. એક વર્ષમાં આ ખોટ છે. શંકર ચૌધરી 2016થી ડેરીના અધ્યક્ષ બન્યા ત્યારથી ગણવામાં આવેતો આ રકમ 5 વર્ષની પાંચ ગણી ગણી શકાય તેમ છે.
વળી વર્ષ દરમિયાન રૂ.568.57 કરોડ દૂધ મંડળીમાં જમા રકમ છે. આમ કુલ રૂ.1300.59 કરોડ રકમ થાય છે. જો આ હિસાબ ચકાસીએ તો બનાસ ડેરીનો નફો ક્યાં ગયો ? આવું તો 5 વર્ષથી ચાલે છે. તે રૂ.5 હજાર કરોડનો નફો ક્યાં ગયો એ હિસાબ શંકર ચૌધરીએ આપવો જોઈએ એવું દૂધ મંડળી મંત્રી સંગઠન દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીની સંયોજીત દૂધ મંડળી મંત્રી સંગઠન દ્વારા શંકર ચૌધરીને આ માટે પડકાર ફેંકીને પશુપાલકોના હિતમાં કામ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ સંગઠન બનાસકાંઠા જીલ્લાના દૂધ ઉત્પાદકો સાથે થતા અન્યાય સામે લડવા માટે બનાવવામાં આવ્યું છે.