[:gj]શિક્ષણ મેળવવાના હક્કમાં શ્રીમંત શાળાઓનો ભેદભાવ, 3400 બાળકોનો ઓછો પ્રવેશ[:]

[:gj]ગાંધીનગર, 16 માર્ચ 2021

વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ હેઠળ પ્રવેશ આપેલો હોય એવા વર્ષ 2019-20માં 17740 વિદ્યાર્થીઓ જ્‍યારે વર્ષ 2020-21માં 14340 વિદ્યાર્થીઓને અમદાવાદ શહેરમાં રાઈટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ હેઠળ પ્રવેશ આપવામાં આવ્‍યો છે. આમ 3400 વિદ્યાર્થીઓને પ્રવેશ ઓછો અપાયો છે.

RTE એક્ટ હેઠળ ગરીબ બાળકોને ખાનગી સ્કૂલમાં પ્રવેશ મળે છે. પણ તેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે. ગરીબ મા-બાપ આ અંગે રજુઆત પણ કરી શકતા નથી. ગરીબ બાળકોને પ્રવેશ બાદ છેલ્લી બેન્ચ ઉપર બેસાડવામાં આવે છે. તેઓને અલગ વર્ગખંડમાં રાખવામાં આવે છે. ગુણવત્તાલક્ષી શિક્ષણ અપાતું નથી. શાળાઓમાંથી પુસ્તકો, સ્ટેશનરી કે અન્ય ચીજવસ્તુઓ ખરીદવા દબાણ કરાય છે. પરંતુ સરકારમાં આ અંગે ફરિયાદ કરવાની યોગ્ય વ્યવસ્થા નથી.

દોઢ કે બે વર્ષ પહેલાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ લેનારા બાળકો સાથે ભેદભાવની ઘટના સામે આવી હતી. અમદાવાદના સેટેલાઇટની રવિશંકર વિદ્યામંદિરમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ લેનારા બાળકોને અલગ બેસાડવામાં આવતા હતા. આ વર્ગનું નામ વાલ્મીકિ રાખવામાં આવ્યું હતું. આ અંગે લોકોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. અલગ વર્ગ બંધ કરવાની ફરજ પડી હતી.

RTE કાદામાં આર્થિક નબળા વર્ગના બાળકોને નોન ગ્રાન્ટેડ, પ્રાઇવેટ સ્કુલોમાં જુનીયર કેજીથી નિઃશુલ્ક પ્રવેશ આપવાની જોગવાઈ છે. પણ તેનો અમલ કરવામાં આવતો નથી. ગરીબ બાળકોને ધો.1થી પ્રવેશ મળે છે, જ્યારે અન્ય બાળકો જુનિયર કે.જી.થી પ્રવેશ આપવામાં આવે છે. આ ભેદભાવની નીતિ દૂર કરવી જોઈએ. રાઈટ ટુ એજ્‍યુકેશન એક્‍ટ હેઠળ પ્રવેશ મેળવતા આર્થિક રીતે નબળા વર્ગના બાળકો પ્રત્‍યે ભેદભાવભર્યું વર્તન રાખવાને બદલે શાળાઓ ‘સહુ સમાન’ નીતિને અનુસરે તે માટે દરેક શાળાને સરકાર ચોક્કસ તાકીદ કરે તેવી માંગણી અમદાવાદના દરિયાપુર વિસ્‍તારના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે કરી હતી.[:]