Rupani created poor Gujarat, 46,651 poor families grew in a year
ગાંધીનગર, 17 માર્ચ 2021
ભાજપના ગુજરાત પરના 26 વર્ષના સાશન પછી પણ ગરીબી દૂર થવાના બદલે વધી રહી છે. ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબ છે. છેલ્લાં એક વર્ષમાં 46,651 ગરીબ પરિવારો વધ્યાં છે. સરેરાશ એક કુંટુબ દીઠ 6 સભ્ય ગણવામાં આવે તો, 1.88 કરોડ ગરીબોની સંખ્યા થાય.
રૂપાણી ખોટા દાવા કરે છે કે, ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતીઓ વધુને વધુ સમૃધૃધ થઇ રહ્યાં છે. દરેક ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે. તેવો ભાજપ ઢોલ પીટે છે. જયારે વાસ્તવિકતા કઇંક અલગ જ છે.
ગુજરાતમાં 0થી 16 ગુણાંકવાળા 16,19,226 પરિવારો છે જયારે 17થી 20 ગુણાંકવાળા 15,22,005 પરિવારો છે. કુલ મળીને 31,41,231 પરિવારો ગરીબી રેખા નીચે જીવતા પરિવારો છે.
છેલ્લા બે વર્ષમાં 46,651 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે. સૌથી વધુ અમરેલીમાં 2411,રાજકોટમાં 1509 ગરીબ પરિવારોની સંખ્યા વધી છે.
8-7-2019ના રોજ વિધાનસભામાં સરકારે આંકડા રજૂ કર્યા હતાંકે, ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા 30,94,580 છે જયારે ડિસેમ્બર,2020ની સ્થિતિએ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યા વધીને 31,41,231 થઇ છે.