10 હજાર કર્મચારીઓનું ભાજપનું ભરતી કૌભાંડ

False marksheet in government job recruitment in Gujarat has resulted in the recruitment scam of 10,000 in Multipurpose Health Worker Livestock Inspector Class-3, Village servant through invalid position certificates. Despite appearances before Prime Minister Narendra Modi and Home Minister Amit Shah, Amit Shah has not given any inquiry into the scandal and has not ordered Rupani.

રૂપાણી, પટેલ, મોદીની સરકારોમાં 10 હજાર કર્મચારીઓની ભરતીનું કૌભાંડ

ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-3, ગ્રામ સેવકમાં 10,000 જેટલાનું ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડાપ્રાધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ રજૂઆતો છતાં આ કૌભાંડમાં અમિત શાહે કોઈ તપાસ કરી નથી તે રૂપાણીને તપાસ કરવાનો આદેશ આપ્યો નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના નેતા ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે, ગુજરાતમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં ખોટા પ્રમાણપત્રોથી મોટા પાયે નોકરીમાં તક મેળવવા માંગતા યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે. સરકાર પાસે ખોટા પ્રમાણપત્રો, ખોટી માર્કશીટો અને અમાન્ય ડીગ્રીઓની સંપૂર્ણ વિગતો હોવા છતા પગલા ભરવાને બદલે કૌભાંડીઓને બચાવવા માટે આંખ આડા કાન કરી રહી છે.

40 હજારથી 1 લાખનો ઉમેદવાર દીઠ ભ્રષ્ટાચાર

ગુજરાત વડી અદાલતે આપેલા આદેશમાં જે સંસ્થાઓને અમાન્ય ઠેરવી છે તેની સામે રાજ્ય સરકાર કેમ પગલાં ભરતી નથી? રાજ્ય બહારની અનેક યુનિવર્સિટીના પ્રમાણપત્રો રૂા. 40,000 થી 1 લાખ માં ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યો છે. પ્રમાણપત્રના સરેરાશ રૂ.50 હજાર ગણવામાં આવે તો રૂ.5,000 કરોડનું પ્રમાણપત્ર કૌભાંડ અને 50 હજાર કરોડનું ભરતી કૌભાંડ ગણવામાં આવી રહ્યું છે.

ફીમેલ હેલ્થવર્કર

આરોગ્ય વિભાગમાં જિલ્લા પંચાયતમાં વર્ષ 2012-2018 સુધી ફીમેલ હેલ્થવર્કરની ૩૮૨૮ અને મલ્ટીપર્પઝ હેલ્થવર્કરો 2330 ખાલી જગ્યાઓ ભરવામાં આવી હતી. જેમાં મોટા પાયે બોગસ ડિગ્રી સર્ટીફીકેટ ના આધારે લાખો રૂપિયાનું કૌભાંડ કરીને 33 જિલ્લાઓના વ્યાપક કૌભાંડ આચરવામાં આવ્યું છે. બોગસ ડિગ્રી, ખોટી માર્કશીટ સહિતના વ્યાપક પુરાવા છતાં ભાજપ સરકાર પગલા ભરતી નથી. રાજ્યનું આરોગ્ય વિભાગ સમગ્ર કૌભાંડથી વાકેફ છે અને ૩૩ જિલ્લાઓના થયેલા તપાસ અહેવાલ હોવા છતાં કૌભાંડીઓને સરકાર છાવરી રહી છે.

પશુધન નિરક્ષક

પશુધન નિરક્ષક વર્ગ-૩ ની ભરતી પ્રક્રિયામાં ખોટા પ્રમાણપત્રો અને બોગસ ડિગ્રીઓને આધારે ભાજપ સરકારે પોતાના મળતીયાઓને અનેક ભરતીઓની જેમજ ગોઠવણ કરી રહ્યા હોવાનો પુરાવા સાથે આક્ષેપ કરતા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પેપર ફુટવા, મેરીટમાં ગેરરીતી કરવી, પરિપત્રોનું ખોટુ અર્થઘટન કરી અન્યાય કરવો જેવા અનેક ગોટાળા ભાજપ સરકારની ઓળખ છે. પરંતુ સરકારી નોકરીમાં સૌથી મોટુ કૌભાંડ ખોટી માર્કશીટ, બોગસ ડિગ્રી, ખોટા અનુભવના પ્રમાણપત્રો દ્વારા ચાલી રહ્યું છે. પશુધન નિરીક્ષક વર્ગ-૩ માં બોગસ ડિગ્રીના આધારે મોટાપાયે નિમણૂંક મેળવી લે અને સાચા મહેનત કરતા યુવાનો નોકરીથી વંચિત રહે તે પ્રકારે સરકાર કાર્યવાહી કરી રહી છે.

મલ્ટીપર્પઝહેલ્થ વર્કર

મલ્ટીપર્પઝહેલ્થ વર્કરના રાજ્ય વ્યાપી ભરતી કૌભાંડનો પર્દાફાશ કરતા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જામનગરમાં , દાહોદમાં , અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, મહીસાગરમાં બોગસ ડિગ્રીના આધારે સમગ્ર ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું છે. રાજસ્થાનની બે, તામીલનાડુ, હિમાચલની એક-એક યુનિવર્સિટી યુજીસી માન્ય નથી. ગુજરાત બહારના ત્રણ રાજયની યુનિવર્સિટીએ આવા બોગસ સર્ટીફીકેટ આપેલા છે. ભાજપ સાથે સંકળાયેલા યુવા નેતા વડોદરા વિધાનગર, વલસાડ સહિત જિલ્લાઓમાં બોગસ માર્કશીટ, બોગસ ડિગ્રી સર્ટીફીકેટ અને અનુભવ પ્રમાણપત્ર, નજાતિના દાખલાનો વેપાર કરે છે. લોકરક્ષક દળની (LRD) ભરતીમાં પ્રશ્નપત્ર લીક ના સુત્રધાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી મલ્ટીપર્પઝહેલ્થવર્કર હોવાથી ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીમાં આવી અનેક ભરતીઓ મોટા પાયે કરેલ છે.

LRD, MPHW, કૌભાંડ જ નહીં વિદ્યાસહાયક, નર્સીંગ, તલાટી, વર્ગ-૩, ૪ ના ક્લાર્ક, સચિવાલયના ક્લાર્ક, પશુધન નિરીક્ષક, વર્ગ-૩ની ભરતીઓમાં ખોટા સર્ટીફીકેટ, બોગસ ડિગ્રી અંગે સરકાર સમક્ષ વિસ્તૃત ફરિયાદ છતાં ભાજપ સરકારે આંખ આડા કાન કર્યા છે. ભાજપ સરકાર સાચા લોકોને ન્યાય આપવાને બદલે કૌભાંડ કરતાં લોકોને બચાવવાનું કામ કરી રહી છે.

MPHW માં ડિપ્લોમા કોર્સ તમિલનાડુની વિનાયક મીશન યુનિવર્સિટી અને રાજસ્થાનની ઓપીજે યુનિવર્સિટી સહિત આવી 6 સંસ્થાઓ બોગસ ડિગ્રીઓનો ધમધોકાર વેપાર કરે છે અને સરકાર સંપૂર્ણ માહિતી હોવા છતાં લાખો રૂપિયાના કૌભાંડ કરીને સરકાર જવાબદારીમાંથી છટકી રહી છે. નામદાર વડી અદાલતનો ૨૦૧૫-૧૬ જાહેર હિતની અરજીમાં ચૂકાદો આપ્યો છતાં સરકાર ચાર વર્ષ સુધી આ દિશામાં નક્કર કામગીરી કરતી નથી.

અમિત ચાવડાનું અગાઉનું નિવેદન

બિન સચિવાલય કલાર્કની તાજેતરમાં ભરતી પ્રક્રિયામાં લાખો યુવાનો પરીક્ષાર્થી હતા, પુરાવા સ્પષ્ટ હોવા છતાં સરકાર દ્વારા સીટ (SIT)ના નામે ૧ મહિના જેટલા સમય પસાર કરી કૌભાંડીઓને રાજકીય રક્ષણ આપવામાં આવ્યું. ગેરરીતિ, પેપર ફૂટવાના સ્પષ્ટ પુરાવાના કારણે બિનસચિવાલય કલાર્ક પરીક્ષા રદ્ કરવાની ફરજ પડી છે, જેને ગુજરાતના વિદ્યાર્થીઓ – યુવા શક્તિનો વિજય ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ, કૌભાંડોથી સાચા યુવાનોને માત્ર તક નથી ગુમાવતા, તેની આખી જીંદગી સાથે ચેડા થાય છે. ગુજરાતમાં સરકારી નોકરીઓમાં પોતાના મળતિયાઓને પાછલા બારણે ગોઠવણ કરીને લાખો યુવાનોને અન્યાય સાથોસાથ ગુજરાતના વિવિધ વિભાગોની કામગીરી પર પણ ગંભીર અસર પડી રહી છે.બિનસચિવાલય કલાર્ક પરીક્ષાના ગેરરીતિના પુરાવાઓ – સી.સી.ટી.વી. ફુટેજ કોંગ્રેસપક્ષે વિધાનસભા કૂચ દ્વારા રાજ્યના યુવાનોના હિતમાં આક્રમક રેલી કરી હતી. વિધાનસભા અને વિધાનસભાની બહાર કોંગ્રેસપક્ષે સતત ગુજરાતના યુવાનોને ન્યાય મળે તે માટે સમર્થન આપ્યું હતું. રાજ્યમાં છેલ્લા પંદર વર્ષમાં વિવિધ વિભાગોમાં તમામ વર્ગની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ – ગોઠવણ – નાણાંકીય લેતી દેતી દ્વારા પાછલા બારણે ટૂંકા રસ્તાથી નોકરીઓ કૌભાંડના તાર ગાંધીનગરના મંત્રી – મુખ્યમંત્રી સુધી પહોંચે છે.

16 ડિસેમ્બર 2018માં ALLGUJARATNEWS દ્વારા ગુજરાતમાં 50 હજાર કર્મચારીઓની ભરતી કૌભાંડ જાહેર કરાયું હતું