ટેરીફ રદ કરવામાં ગાજતા રૂપાણી કોલસામાં થતાં અન્યાય માટે કેમ ઊંચા અવાજે બોલતા નથી

ગાંધીનગર, 10 જૂલાઈ 2020

વીજળી આપતી કંપનીઓને વર્ષ 2018માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની મંજૂરી રૂપાણી સરકારે આવી હતી. તે રદ્દ કરી દેવામાં આવી છે. કોલસાના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તેથી હવે રૂપાણી સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. કે તેમણે શા માટે મંજૂરી આપી હતી.

વીજ વપરાશકારોએ ટોરેન્ટ પાવરને વીજ દર પેટે 23 પૈસા પ્રતિ યુનિટ વધુ ચૂકવવા પડે તેમ હતા. ટોરેન્ટ પાવર જે અમદાવાદ, ગાંધીનગર અને સુરતને વીજળી પૂરી પાડે છે. ટોરેન્ટ કંપની 20 લાખ ગ્રાહકોને ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમીશન બેઝ એફપીપીપીએ રૂ. 1.23 પ્રતિ યુનિટ નક્કી કરાયા હતા.

ગુજરાતની પાવર કંપનીઓ દ્વારા આવતા ક્વાર્ટર માટે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરવામાં આવ્યો હતો. ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને પીજીવીસીએલએ 10 પૈસાનો વધારો કર્યો હતો.

ઓકટોબર-ડિસેબર 2018ના ક્વાર્ટર માટે ફ્યુઅલ અને પાવર પરચેઝ પ્રાઈઝ એડજસ્ટમેન્ટમાં સુધારો કર્યો હતો. વીજદર રૂ. 1.86 પ્રતિ યુનિટથી વધારીને રૂ. 2.09 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો.

વીજખરીદીની યુનિટદીઠ કિંમતમાં 18 પૈસાના થયેલા સરેરાશ વધારાને પરિણામે ગુજરાતના વીજવપરાશકારોને માથે મહિને સરેરાશ રૂ. 184 કરોડના ભાવ વધારાનો બોજ આવ્યો હતો.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણી પાવર અને એસ્સાર પાવરે કરાર આધારિત દરે 3૦૦૦ મેગાવોટનો સપ્લાય બંધ કરતાં રોજના 8૦૦૦ મિલિયન યુનિટ વીજળીની બહારથી ખરીદી કરવી પડી હતી. આ ત્રણ કંપનીઓએ સરકાર સાથે 25 વર્ષ સુધી વીજ સપ્લાય કરવાનો કરાર કર્યો છે.

ભાજપની રૂપાણી સરકાર દ્વારા કરાર આધારિત દરે વીજળીનો પુરવઠો ન આપનારાઓ સામે ગુજરાત વીજ નિયમન પંચ કોઈ જ પગલાં લઈ શક્યું નથી.
ગુજરાત સરકારની વીજ કંપનીઓએ યુનિટદીઠ ઊંચા ભાવ ચૂકવીને ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી વીજળી ખરીદવાની ફરજ પડી હતી. તેથી યુનિટદીઠ રૂ. 4.33થી વધીને રૂ. 4.51 થઈ ગયો છે.

જીયુવીએનએલને એસ્સાર અને અદાણી પાવર પાસેથી વીજળીનો પુરવઠો ન મળતાં તેણે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી 2૦૦૦ મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરી હતી. આ માટે યુનિટદીઠ રૂ.4.25થી 5.5૦ ચૂકવ્યા હતા.

અત્યાર સુધી FPPPAના યુનિટદીઠ ભાવ રૂ. 1.61 હતા તે હવે વધીને રૂ. 1.71 થયા છે.

ગુજરાત સરકારે પાવર કંપનીઓને અગાઉ ઊંચા ટેરીફની મંજૂરીને પાછી ખેંચી

રાજ્ય સરકાર દ્વારા રાજયમાં સ્થિત આયાતી કોલસા આધારિત પાવર પ્રોજેકટ્સના પ્રશ્નોના નિરાકરણ અન્વયે, વિશાળ જાહેર હિતને લક્ષમાં રાખીને માનનીય આર. કે. અગ્રવાલ (રીટાયર્ડ સુપ્રીમ કોર્ટ જસ્ટીસ)ની અધ્યક્ષતા હેઠળ હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવેલી હતી. હાઇ પાવર કમિટીની ભલામણો તથા તેના ઉપર લીધેલા નિર્ણયોને મંત્રીમંડળ સમક્ષ રજુ કર્યા બાદ મંજૂરી આપવામાં આવેલી હતી. 1 ડિસેમ્બર 2018માં HPCની ભલામણોને સ્વીકારવામાં આવેલો.

4805 મે.વો. જેટલો વીજ પુરવઠો ગ્રાહકોને વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવી વીજ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો હતો. વધુમાં, ઈન્ડોનેશીયામાં કોલસાનાં માર્કેટનાં ટ્રેન્ડ અને બદલાયેલ પરિસ્થિતિમાં જાહેર હિતનું સંપૂર્ણપણે રક્ષણ થાય તે હેતુને ધ્યાને લઇને, રાજ્ય સરકાના ઠરાવને તેના તમામ ઉદ્દેશો અને હેતુઓ હાંસલ ન થતા હોવાથી રદ કરવામાં આવેલ છે.

આયાતી કોલસા આધારિત વીજ મથકોના ટેરીફ અંગે ભવિષ્યમાં ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના
સરકારના અધિક મુખ્ય સચિવ, સુનયના તોમરે જણાવ્યું હતું.

રૂપાણી અને દલાલ પોતે મોદી સામે કેમ મૌન છે
ગુજરાતના કોલ આધારિત વીજમથકો ચલાવવા માટે કેન્દ્રની પૂર્વ યુપીએ સરકાર પુરતો કોલસો આપતી નથી તેવા આક્ષેપો ભાજપની ભૂતકાળની મોદી સરાકારના પ્રધાન સૌરભ પટેલે-દલાલે કર્યા હતા. હવે કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં ગુજરાતના વીજમથકો માટે પુરતો કોલસો મળતો નથી. દલાલા પોતે કબૂલે છે કે પૂરતો કોલસો મોદી સરકારમાં મળતો નથી. છતાં તેઓ કેન્દ્ર સરકાર સામે બોલતા નથી.

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ તેમજ રાજ્ય સરકાર દ્વારા કોલસાનો જરૂરી જથ્થો ફાળવવામાં આવે તે માટે કોલ કંપની, મિનિસ્ટ્રી ઓફ પાવર, મિનિસ્ટ્રી ઓફ કોલ, મિનિસ્ટ્રી ઓફ રેલવે તેમજ સેન્ટ્રલ ઇલેક્ટ્રીસિટી ઓથોરિટી ગુજરાતને ન્યાય આપતી નથી.

ગુજરાત સરકાર હસ્તકની વીજ ઉત્પાદન કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ સંચાલિત કોલસા આધારિત વીજ મથકો માટે વાર્ષિક 163.10 લાખ મેટ્રીક ટન કોલસાની જરૂરિયાત છે. 2017-18ના વર્ષમાં કેન્દ્ર પાસેથી 101.16 લાખ મેટ્રીક ટન અને 2018-19માં 111.28 લાખ મેટ્રીક ટન કોલસો ગુજરાનતે મળ્યો છે. રાજ્યના વીજ મથકો માટે જરૂરિયાત 163.10 મેટ્રીક ટન છે તેમ છતાં કેન્દ્રની નરેદ્ર મોદી સરકાર તરફથી પુરતો કોલસો મળતો નથી.