કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સફળ પ્રયોગો, ગીરમાં નર્સરીઓ ખેડૂતોની લૂંટ કરે છે

અમદાવાદ, 6 નવેમ્બર 2020

ગુજરાતના પૂરા ગીરમાં ફરીને જાત માહિતી મેળવનારા મનસુખભાઈ સુવાગીયાએ એવી માહિતી મેળવી છે કે માત્ર ગીર વિસ્તારમાં 8 હજાર પ્રકારના આંબા આજે હયાત છે. તેમાં અનેક એવી જાતો છે કે જે કેસર કેરી કરતાં વધું મીઠાશ, વધું સ્વાદ, સુગંધ અને રંગ ધરાવે છે. તેની દાબામાં નાંખવાની ટકાઉ ક્ષમતા વધારે છે. તેમાંથી 200 જાતનાં આંબાની કલમ બનાવીને રાખવામાં આવી છે. ગીરમાં 150 વર્ષ જૂના આંબા આજે હયાત છે. જે વડ વૃક્ષ કરતાં પણ મોટા કદના છે.

હાલની કેસર કલમના આંબા માંડ 30થી 50 વર્ષનું આયુષ્ય ધરાવે છે. કારણ કે તેની કલમ બનાવવામાં આવે છે તે રાજાપુરીના છોડ પર કેસરની કલમ કરેલી હોય છે. જે ઝડપથી ઉગે છે. પણ આયુષ્ય અને ઉત્પાદન ઓછું છે. ગીરની મોટાભાગની નર્સરી રાજાપૂરી કેરીના છોડ પર કેસર કેરીની કલમો બનાવીને ખેડૂતો સાથે છેતરપીંડી કરી રહ્યાં છે. ખરેખર તો દેશી આંબો કે જેનું પાન કાળાશ પડતું હોય તેના છોડ પર કેસરની કલમ કરવી જોઈએ. તેનો મધર છોડની બ્લડલાઈન કાળા પાનના આંબાની હોવી જોઈએ. તેની છાલ એક બીજા છોડ સાથે મળી જવી જોઈએ. તેની ખીલા મૂળને નીચેથી કાપી નાંખવા જોઈએ જેથી તેના મૂળ ચારેબાજું ફેલાઈજાય. જો આવું કરવામાં આવે તો કેસર કેરી હાલ વાતાવરણ પરિવર્તન સામે લડી શકતી નથી તે લડી શકશે.

90 ટકા જાતો લુપ્ત થઈ

ભારતમાં 600-700 પ્રકારના આંબા હોવાનું કહેવામાં આવે છે. જેમાં હાફુસ, પાયરી, લંગડો, દશેરી, તોતાપુરી, રાજાપુરી, કેસરનો સમાવેશ થાય છે. પણ ખરેખર તો આંબો એક એવું વૃક્ષ છે કે દરેક દેશી વૃક્ષ અગલ. આંબાની ખેતી શરૂ થતાં દેશી જાતના આંબાની 90 ટકા જાતો લુપ્ત થઈ ગઈ છે. હેરીટેઝ કેરી બચાવવા સૌરાષ્ટ્રમાં આંદોલન ચાલી રહ્યું છે. ગીરનાર, ગીર, આબુ, પંચમઢી, મધ્યપ્રદેશ અને તપોગિરિમાં પશ્ચિમ ભારતનાં આખી દુનિયાની શ્રેષ્ઠ કેરી પાકે છે. આ આંદોલનમાં દરેક ગામોમાં 100 દેશી આંબા ઉગાડવામાં આવી રહ્યા છે.

દરેક ગામમાં અનેક જાતના આંબા હતા

ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, ડાંગ, અંબાજી, વલસાડમાં 1950માં દરેક ગામમાં દેશી જાતોના આંબાઓ હતા. ગામમાં દરેક આંબો અલગ પડતી જાતનો રહેતો હતો. દરેકના સ્વાદ અલગ રહેતાં હતા. તે બધા કાપી કઢાયા છે. તેમાં 25 ટકા આંબાની કેરીની મીઠાશ, સુગંધ અને ટકાઉક્ષમતા કેસર-હાફુસ કે લંગડા કરતાં વધું હતી. તે તમામ આંબા 90 ટકા લુપ્ત થઈ ગયા છે. એવું આંદોલનકારીઓનું કહેવું છે. દેશની 6 ટકા કેરી ગુજરાતમાં થાય છે.

સૌરાષ્ટ્રના દરિયા કાંઠે કેસર કેરી પાકે છે.

કેરસ કેરી એટલે લાલ, કેસરી ઘટ્ટ રસ અને સુગંધ ખરાવતી કેરી છે, પણ શ્રેષ્ઠ કેસર કેરી તો સુગંધીદાર રસ, પાણી જેના પાતળા રસ ધરાવે છે, જે કાયાકલ્પ માટે શ્રેષ્ઠ કેરી છે.

સોનેરી પાતળા રસની અષાઢીયો કેરી છે. સફેદ રસની ખોળી સૌરાષ્ટ્રમાં થોડી બચી છે.  ધોળિયો, ધીયો પોષણમાં સારી જાતો છે. ફોન 02827252509 મનસુખભાઇ સુવાગીયાએ પોતે ખાડા ખોદીને 1000 દેશી આંબાનું વાવેતર કરેલું છે.

કલમની કમાલ

દેશી કેરીના ગોટલા રોપી 15 દિવસના છોડ પર મૂળકાંડ (સ્ટોક), કોઈ પણ સારી જાતના આંબાની ડાળી ઉપરોપ (સાયન) મૂકી દેવી. આ નૂતન કલમ માટે આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય પર 02692262375 – 290250 પર વાત કરવી.

કલમથી તૈયાર થયેલા છોડ માતૃગુણ ધરાવે છે. વહેલું 4-5 વર્ષે ઉત્પાદન આપે છે. ઝાડનુ કદ, ફળની ગુણવત્તા, વહેલા ફળ આવે છે. ખૂંટી કલમથી આંબાની જાત સુધારી શકાય છે. પાન તંદુરસ્ત , લાલા, ચળકતા, જુસ્સાદાર કલમ લેવી. રોપ અને ઉપરોપની જાડાઈ સરખી હોવી જોઈએ. છાલ મળેલી હોવી જોઈએ, કલમનો સાંધો મળેવો હોવો જોઈએ. સાંધા પર દોરીના નિશાન ન હોય એવી પસંદ કરવી. સરકારી નર્સરી પરથી કલમો સારી મળે છે,

એક આંબામાં 7 જાત

સુરતના કીમના કઠોદરા ગામના ખેડૂત યાકુબ સુલેમાન સિદાતે એક જ આંબા પર 7 જાતની દેશી કેરી, કાળી તોટાપુરી, સિંધું, આમ્રપાલી, હુર અને અન્ય બે કેરી બનાવી છે.

એક આંબામાં 35 જાત

સાસણના સમસુદીનભાઇના ફાર્મમાં વિજ્ઞાનીઓને પડકાર આપતાં હોય એમ એક જ આંબા પર 35 જાતની કેરી પેદા કરે છે. દેશી કેરી, કીટ, માયા, 13-1, સેન્સેસન, 13-3, કોરી, દૂધપેંડો, બોમ્બે આફૂસ, ગીરીરાજ, ગાજરીયો, રત્ના, નીલેશ્વરી, હિંદ સાગર, ચોસા,  હાફુસ કેરી, તોતા કેરી, લંગડો કેરી છે. જેમાં દેશ વિદેશની 35 જાતની કેરીઓ તો ઝુલી રહી છે. રંગ, આકાર, પાન, સ્વાદ બધી કેરીના અગલ છે. હવે તેઓ 80 જાતની કેરીઓ બીજા આંબા પર તૈયાર કરી રહ્યાં છે.

એક આંબા પર 100 જાત

સાસણના ભાલછેલ ગામમાં 550 ખેડૂતોના કેરાની બગીચા છે. ના ખેડૂતના ફાર્મ હાઉસમાં મળી રહ્યો છે. ભાલછેલ ગામે એક ખેડૂતે તેમના કેરીના બગીચામાં એક જ આંબા પર 100 જાતની કેરી ઉગાડી છે. 5 વર્ષની મહેનત કરી હતી. સ્થાનિક અને દેશ વિદેશની અનેક જાતો છે. દેશ અને વિદેશમાં તેમણે મુલાકાતો લીધી હતી.

વલસાડના ઉમસાડી ગામના ખેડૂત ગૌતમ નાયકના આંબાના બગીચામાં   112 વર્ષ જૂનું હાફુસ કેરીના આંબાનું વૃક્ષ છે. ભારતમાં 700 જાતની કેરી અને આંબા.