સિલ્ક સિટી સુરત અને ભારતમાં સિલ્કનો ધંધો

અમદાવાદ, ઓગષ્ટ 2022

https://allgujaratnews.in/gj/gujarat-farmers-earning-heavily-in-silk-farming-surat-silk-city-hindi-gujarati-news/

દિલીપ પટેલ

સિલ્ક માર્કનો ઉદ્દેશ સિલ્કના સામાન્ય પ્રમોશન અને ભારતીય સિલ્કની દેશ-વિદેશમાં બ્રાન્ડ ઇક્વિટી બનાવવાનો છે. પટોળા સિલ્ક સાડી ટોચની પાંચ રેશમ વણાટમાંથી એક છે જે દરેક ભારતીય સાડી પ્રેમી પોતાના કપડાના કબાટમાં હોય તેવું ઈચ્છે છે.

ભારતમાં રેશમનું ઉત્પાદન 2020-21માં 32,763 ટન હતું.

સુરતની કૃત્રિમ સિલ્કી સાડી પ્રખ્યાત છે. હવે કીડાનું સિલ્ક પેદા કરી શકાય એવી બે નવી સંકર જાતો આવી છે. ભારતમાં કુદરતી રેશમના કપડાની નિકાસ 2015-16માં 2496 કરોડ રૂપિયા થઈ હતી. 2016-17માં 2093 કરોડ રૂપિયા થઈ હતી. 2019-20માં અંદાજે 3 હજાર કરોડ રૂપિયાની નિકાસ થઈ હોવાની શક્યતા છે. 85થી 1 કરોડ લોકોને તેમાં રોજગારી મળે છે. 2011-12માં 1685 મીનીયન ટન હતું. જે 2019-20માં 8500 મી.ટન ઉત્પાદન ભારતમાં કરવાનો લક્ષ્યાંક અપાયો હતો.

સિલ્ક માર્ક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા

ટેક્સટાઈલ મંત્રાલયના કેન્દ્રીય સિલ્ક બોર્ડ દ્વારા પ્રાયોજિત છે.

સિલ્ક માર્ક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા દ્વારા “સિલ્ક માર્ક”ના નામે એક યોજના ઘડવામાં આવી છે.સિલ્ક માર્કનો ઉદ્દેશ્ય રેશમના સામાન્ય પ્રમોશન અને દેશ-વિદેશમાં ભારતીય સિલ્કની બ્રાન્ડ ઇક્વિટી બનાવવાનો છે. તે માત્ર રેશમના ગ્રાહકો જ નહીં પરંતુ ખેડૂતો, રીલર્સ, ટ્વિસ્ટર્સ ઉત્પાદકો અને શુદ્ધ સિલ્કના વેપારીઓ સહિત રેશમ મૂલ્ય શૃંખલાના તમામ હિસ્સેદારોના હિતોનું પણ રક્ષણ કરે છે.

સિલ્ક માર્ક એ ક્વોલિટી એશ્યોરન્સ લેબલ છે, જે  શુદ્ધ રેશમનું બનેલું છે. તેને સિલ્ક યાર્ન, સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ, મેડ અપ, ફર્નિશિંગ મટિરિયલ્સ અને અન્ય સિલ્ક પ્રોડક્ટ્સ સાથે જોડી શકાય છે જે 100% નેચરલ સિલ્કથી બનેલા હોય છે.

4300થી વધુ સભ્યો અને 4.3 કરોડથી વધુ સિલ્ક માર્ક લેબલવાળા ઉત્પાદનો બજારમાં છે, ‘સિલ્ક માર્ક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા’ રેશમમાં ગુણવત્તાની ખાતરી છે. એક્સ્પોમાં 12 રાજ્યોમાંથી 39 પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે.

બીજી સદીમાં, ભારતમાં રેશમ ઉત્પન્ન કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારીમાં રેશમની ખેતી 1984થી થાય છે. હવે મહેસાણા, વડોદરા, ખેડામાં ખેતી થવા લાગી છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયમાં ખેડૂતોને સેરીકલ્ચરની તાલીમ 2016થી આપવામાં આવે છે.

12 ટકા GSTથી  વધુ અસર સિલ્ક કાપડનું ઉત્પાદન કરતા ઉત્પાદકોને થશે. સુરતના 700 રેશમ ઉત્પાદકો અને દેશભરના 3,000 રેશમ ઉત્પાદકો, જેમને ઝીરો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી છે, તેમના પર સીધો 12 ટકાનો બોજ પડે છે.

યાર્ન પર 12 ટકા GST અને ગ્રે કાપડ પર 5 ટકા GSTના ડ્યુટી માળખાને કારણે, 650 કરોડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વીવર્સ ઉપલબ્ધ હતા.

ભારતમાં લગભગ 23 થી 25 લાખ લોકોની રોજગારી અને લગભગ 4 કરોડ લોકોની આજીવિકા મેળવે છે.

3 જાન્યુઆરી, 2020થી ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશનએ રૂ.75 લાખનો ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે એક રેશમ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. જે રેશમી તાંતણાના ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો કરશે. કાચા માલના વેચાણમાં અને સ્થાનિક રીતે ગુજરાતી પટોળા સાડીઓ વધશે. એકમમાં 90 સ્થાનિક મહિલાઓને રોજગારી મળે છે. જેમાંથી 70 મુસ્લિમ સમુદાયની છે.

હાલમાં રાજ્યમાં એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં માસિક 1000 કિલો સિલ્ક પ્રોસેસિંગ થઈ રહ્યું છે. ગુજરાતમાં કુલ માગ સામે 50-60 ટકા જ સિલ્કનું પ્રોસેસિંગ થઇ રહ્યું છે.

ગુજરાતી પટોળામાં કાચા માલ તરીકે વપરાતા સિલ્ક યાર્નની હંમેશા આયાત કરવી પડતી હતી. ધીરે ધીરે ગુજરાત સિલ્ક યાર્ન ઉત્પાદન કરી શકશે. કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાંથી કોશેટો મગાવી પ્લાન્ટમાં સિલ્ક યાર્ન પર પ્રોસેસિંગ થાય છે. જે પટોળા સાડીના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા સાથે વેચાણોને વેગ આપી રહ્યુ છે. 3000 ચોરસફૂટમાં વિસ્તરેલા પ્લાન્ટમાં માસિક 1000 કિગ્રા સિલ્ક પ્રોસેસિંગ થઈ રહ્યુ છે. એક જ શિફ્ટમાં કાર્યરત પ્લાન્ટમાં વાર્ષિક રૂ. 2 કરોડનુ સિલ્ક યાર્ન ઉત્પાદિત થવાનો લક્ષ્યાંક મૂક્યો છે.

જો પ્લાન્ટ 3 શિફ્ટમાં કાર્યરત બને તો વાર્ષિક રૂ. 5 કરોડનુ સિલ્ક પ્રોસેસિંગ થવાની ક્ષમતા છે. કર્ણાટક, બેંગ્લોરથી સિલ્કનુ રો-મટિરિયલ્સ ગણાતા કોશેટોનું આ પ્લાન્ટમાં પ્રોસેસિંગ થવાથી પટોળા ઉત્પાદકોની ક્ષમતામાં વધારો થયો છે. કુલ સિલ્કની માગના 50થી 60 ટકા પુરવઠો પૂરો પાડી રહ્યો છે. મહિલાઓ સરેરાશ મહિને માત્ર રૂ. 10 હજાર આપવામાં આવે છે.

સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં વિસ્તારની મહિલાઓ કોશેટોમાંથી રેશમના તારની છણાવટ, રંગકામ, કાંતવાની પ્રક્રિયા કરે છે,

ગુજરાતમાં સિલ્ક સેગમેન્ટમાં 40 સંસ્થાઓ છે. જે 2000થી વધુ મહિલાઓને રોજગાર આપે છે. ખાદી ગ્રામઉદ્યોગ સાથે કાર્યરત 52 સંસ્થાઓ 5000 લોકોને રોજગાર આપી રહી છે.

ઓનલાઇન ખરીદીના કારણે પટોળાની લોકપ્રિયતા વધી છે. સામાન્ય રીતે પટોળા ઉત્પાદિત કરતો એક પરિવાર વાર્ષિક 5-7 પટોળા વેચાણ કરતો હતો જે આજે વધી 8-10 પટોળાનુ વેચાણ કરી રહ્યો છે. ઉત્તરોત્તર ટ્રેન્ડ વધી રહ્યો છે.

ગુજરાતની પ્રખ્યાત સાડી, પટોળા, જેને ખુબ ખર્ચાળ ગણવામાં આવે છે અને ફક્ત ઉચ્ચ કક્ષાના અથવા તો મોભાદાર લોકો દ્વારા પહેરવામાં આવે છે. કાચોમાલ રેશમી તાંતણાના હોવાના કારણે કર્ણાટક અથવા પશ્ચિમ બંગાળમાંથી ખરીદવામાં આવે છે, જ્યાં રેશમ પ્રક્રિયાના એકમો સ્થિત છે, જેથી કાપડની કિંમતમાં અનેકગણો વધારો થાય છે.

કર્ણાટક અને પશ્ચિમ બંગાળથી રેશમના કીડા લાવવામાં આવશે અને ઘરેલુ રેશમી તાંતણા પર પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રખ્યાત ગુજરાતી પટોળા સાડીઓના વેચાણને મોટો વેગ મળશે.

પરંપરાગત રીતે, ભારતના દરેક ક્ષેત્રે સિલ્ક સાડી માટે પોતાનો અનોખો વણાટ રાખ્યો છે.

રેશમના ભાવ વધતાં આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુના સાડીના વીવર્સને પુરતા ભાવ ન મળતા ઉત્પાદન 2022માં બંધ કરી દીધું હતું. જેથી સુરતના જરી ઉદ્યોગ પર અસર થઈ છે.

વારાણસીની બનારસી સાડીના ઉત્પાદન પર પણ પડી છે. સુરતથી આવતા મુખ્ય કાચા માલ આર્ટ સિલ્ક યાર્નના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. પરિણામે નરેંદ્ર મોદીના મતક્ષેત્ર વારાણસી અને ઉત્તરપ્રદેશના વણાટ કેંદ્રોને ફટકો પડ્યો છે.

બનારસી સાડીના વણાટકામમાં વપરાતા આર્ટ સિલ્ક અથવા પોલીસ્ટર સિલ્ક યાર્નનું ઉત્પાદન 1100 ટનથી ઘટીને 500 ટન પ્રતિ માસ થઈ ગયું છે.

સૂતર કાંતતા અડધા ડઝન કારીગરો આર્ટ સિલ્ક યાર્નનું ઉત્પાદન સુરતમાં કરે છે. 70% મલ્ટી કલર કાંતેલું સૂતર બનારસી સાડીના વણકરોને મોકલાય છે, જ્યારે બાકીનું સૂટ અને શર્ટ તેમજ ડ્રેસ મટિરિયલ તૈયાર કરતાં ગાર્મેન્ટ યુનિટોને આપવામાં આવે છે.

વારાણસી અને માઉ જિલ્લાઓમાં રોજિંદું ઉત્પાદન કુલ ચાર લાખ નંગ પ્રતિ દિવસ હોય છે. ં. દર મહિને આર્ટ સિલ્ક યાર્નનો વપરાશ 200-250 ટન છે.

થોડા વર્ષો પહેલા સુધી બનારસી સાડીના ઉત્પાદકો હેવી અને જરદોશી વર્કવાળી સિલ્ક સાડી બનાવવા માટે ચાઈનીઝ સિલ્ક યાર્ન આયાત કરતા હતા. જો કે, આયાત થતાં સિલ્ક યાર્ન પરની એન્ટી-ડમ્પિંગ ડ્યૂટીએ સુરતના યાર્ન ઉત્પાદકો માટે માર્ગ ખોલ્યો હતો. છેલ્લા થોડા વર્ષોથી સુરત, સિન્થેટિક સિલ્ક યાર્ન જુદા-જુદા રંગોમાં સપ્લાય કરે છે.

મધુસૂદન ગ્રુપના ગિરધર ગોપાલ મુંદ્રા વારાણસી અને માઉમાં સિલ્ક યાર્ન પૂરા પાડતાં સૌથી મોટા સપ્લાયર છે. મોટાપાયે યાર્નનું ઉત્પાદન કરવા માટે ભારે રોકાણની જરૂર પડે છે.

દેશમાં કાપડ બનાવવા માટે ભારતમાં સુરત અને ખંભાત ચોથા જાણીતા સ્થાનો છે. ગુજરાત પહેલા 10 રાજ્યો છે જે રેશમના કીડા ઉછેરવાની ખેતી કરે છે. ગુજરાતના પટોળા તેની સૂક્ષ્મતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. રેશમની ખેતીમાં વિશિવનું 60 ટકા ઉત્પાદન ચીન અને ભારત કરી રહ્યું છે. ફ્રાંસ, બ્રાઝિલ, જાપાન, રશિયા, કોરિયામાં રેશમની ખેતી થાય છે. ગુજરાતમાં મોટા પાયે ખેતી થતી નથી.

સુરતમાં ટેક્સટાઈલ વેપારીઓએ વિગન સિલ્ક ફેબ્રિકસનું ઉત્પાદન ઓગષ્ટ 2021થી શરૂ કર્યું છે. પશ્ચિમી દેશોમાં આ ફેબ્રિકની મોટી માંગ છે.

ભારતમાં પ્રથમવાર સુરતના યાર્ન ઉત્પાદકો દ્વારા છેક ઓસ્ટ્રેલિયાથી ત્યાં આયાત કરી વિગન સિલ્ક ફેબ્રિકસના ઉત્પાદનનો આરંભ કરી દેવાયો છે. વિગન લકસ યાર્ન હિંસા રહીત હોવા સાથે ઇકો ફ્રેન્ડલી પણ છે. આ યાર્ન બાયોડિગ્રેડેબલ છે.

અત્યાર સુધી કીડાને મારી તેના રેશમ માંથી સિલ્ક બનતું હતું પરંતુ હવે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ દરિયાકિનારે વૃક્ષો ઉગાડી તેના પલ્પમાંથી રેશમ કાઢી લકસ નામનું યાર્ન બનાવવાનું શરૂ કર્યું છે. સુરતમાં હિંસારહિત કૃત્રિમ વૃક્ષો દ્વારા ઉત્પન યાર્નનું વપરાશ વધી રહ્યો છે.

સુરતના વેપારીઓ માની રહ્યા છે કે આ યાર્ન 50 ટકા કરતા પણ સસ્તુ પડે છે.

ટેન્સેલ ફેબ્રિક્સ દુનિયાભરમાં પ્રસિધ્ધ સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને નવી દિશા આપી શકે છે. ટેન્સેલ ફેબ્રિક્સ ટકાઉપણા માટે જાણીતું છે. ટેન્સેલ ઍક માનવસર્જિત ફાયબર છે જે મૂળમાં સંપૂર્ણપણે કુદરતી છે, જે લાકડાના પલ્પમાં મળતા કુદરતી સેલ્યુલોઝમાંથી બનાવવામાં આવે છે. ટેન્સેલ ફેબ્રિકસના ઉત્પાદનમાં વપરાતી નીલગિરી ટેન્સેલ ફેબ્રિકસ માટે વપરાતા ફાઇબરને લાયોસેલ કહેવામાં આવે છે.

કેળામાં ટેન્સેલ ફેબ્રિકસ ઍ લાયોસેલ ફેબ્રિકસ તેમજ વિગન ફેબ્રિક્સ તરીકે પણ ઓળખાય છસિલ્કી રેશમ જેવું ટેન્સેલ ફેબ્રિકસ સુપર સોફ્ટ છે અને તેની સુંદર ચમક મનમોહક છે. તે અન્ય ફાયબરની જેમ જે બ્રેથેબલ અને સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે.

વૈભવી અને આકર્ષક ચમક તેની મુખ્ય ગુણવત્તા છે, જે વર્સેટિલિટી આપે છે. અન્ય કુદરતી તંતુઓની જેમ ભેજ શોષક ટેન્સેલ ફેબ્રિકસ ત્વચા માટે અત્યંત નરમ અને સુખદ અનુભવ પ્રદાન કરે છે. ટેન્સેલ અન્ય સેલ્યુલોઝિક્સ અને પોલિઍસ્ટરની તુલનામાં નોંધપાત્ર રીતે વધારે શક્તિ દર્શાવે છે.

કપાસ કરતાં વધારે ભેજ શોષણ કરે છે. ટેન્સલ ઍન્ટી બેક્ટેરિયલ પણ છે. તેની નરમાઈને કારણે તે અન્ય તંતુઓ સાથે સરળતાથી ભળી શકે છે. લાયોસેલનું અન્ય તંતુઓ સાથેનું મિશ્રણ ફિનિશ્ડ ફેબ્રિકસની વ્યાપક શ્રેણીમાં પરિણમે છે. તે મશીન વોશ અને ડ્રાઇ ક્લીન સંદર્ભે અનુકૂળ છે.

સિલ્કનું ઉત્પાદન વધે તો ચીનથી સસ્તી આયાત અટકે

સિલ્કમાં ચીનથી મોટા પાયે આયાત થાય છે. ચીન વૈશ્વિક સિલ્ક આઉટપુટના 80 ટકા ઉત્પાદન કરે છે. ભારતનો બજારહિસ્સો માત્ર 13 ટકા છે. જ્યારે બાકીના દેશોનું સિલ્કનું ઉત્પાદન સાત ટકા છે.

ભારત વાર્ષિક ગ્રોથ રેટ 19 ટકા છે. દેશમાં 2016માં સિલ્કનું 28,000થી 30,000 મેટ્રિક ટનનું ઉત્પાદન થાય છે. દેશમાં સિલ્કની આયાત 6,500 એમટીથી ઘટાડીને 3,500 એમટી થઈ છે.

ચીન મલબરી સિલ્કનું ઉત્પાદન કરે છે, જ્યારે ભારત અન્ય વરાઇટી જેવી કે ટશર અને મુગા સિલ્કનું પણ ઉત્પાદન કરે છે.

ગુણવત્તા યુક્ત કપાસનું ઉત્પાદન થાય તો સિલ્ક કાપડની પણ અનેક વેરાયટી બની શકે છે.

સુરતની કરોડરજ્જુ સમાન ગણાતા કાપડ ઉદ્યોલમાં કાપડનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે.

અસલ સિલ્કનું કાપડ મોંઘું પડવાના કારણે લોકો તેની અવેજીમાં આર્ટ સિલ્ક ફેબ્રિક વાપરી રહ્યા છે. જે આબેહૂબ અસલ સિલ્કની જેમ તૈયાર થતા તેની હાલમાં ભારે માગ ઉભી થઇ છે.

સુરત શહેરના 1200 મશીનો પર અસલ સિલ્ક ઉત્પાદિત થતું હતું. પરંતુ હાલની સ્થિતિમાં મોંઘું કાપડ ખરીદવા નથી માંગતા જેને પગલે આર્ટ સિલ્ક ચલણમાં આવી રહ્યું છે.

અસલી સિલ્કનું કાપડ રૂપિયા 200થી 300 એક મીટર દીઠ તૈયાર થતું હોય છે. સામાન્ય સાડી પણ રૂપિયા 4000થી 5000માં તૈયાર થતી હોય છે. જેના કારણે શહેરના ઉત્પાદકો પાસે માંડ દસ ટકા જેટલું પ્રોડક્શન રહે છે.

સુરતમાં મેનમેડ આર્ટ સિલ્કનું ફેબ્રિક પ્રતિદિન અંદાજે 3થી 4 લાખ મીટરનું પ્રોડક્શન થાય છે. આર્ટ સિલ્કની 60થી 70 ટકા ઉત્પાદન ક્ષમતામાં બનાવટ થઇ રહી છે. બેંગ્લોરની સરખામણીએ સુરતમાં અસલ અને આર્ટ બંને સિલ્કનું ઉત્પાદન સારુ છે. 1.5 લાખ મીટર પૈકી 50 ટકા જેટલું એક્સપોર્ટ ગલ્ફમાં થઈ રહ્યું છે.

સુરતમાં 2019માં ટેક્સટાઇલમાં 60 વર્ષ થયા છતા સુરત સિલ્ક ફેબ્રિકમાં મજબૂત થયું નથી. 1500 લૂમ્સ મશીનો પર 5 લાખ મીટર સિલ્ક ફેબ્રિકનું ઉત્પાદન થતું હતું.

સુરતના વિવિગ ઉદ્યોગમાં પોલિએસ્ટર, નાયલોન, મિક્સ કોટન, વિસ્કોસ સહિતના અને યાર્નનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. પરંતુ સાથોસાથ સિલ્ક યાર્નનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં સિલ્ક ફેબ્રિક સુરત સહિત 7 વિવિગ ક્લસ્ટરમાં તૈયાર થાય છે. 6 દસકા થયાં હોવા છતાં સિલ્ક ફેબ્રિકમાં સુરત એનું સ્થાન મજબૂત કરી શક્યું નથી. પોલિએસ્ટર ફેબ્રિકની સામે સિલ્ક ફેબ્રિકનું ઉત્પાદન નગણ્ય જેટલું છે.

વૈશ્વિક સ્તરે સિલ્ક ફેબ્રિકની માંગ સ્થિર છે પણ ઘરઆંગણે માંગમાં વધારો નોંધાયો છે. સિલ્ક ફેબ્રિકનું ઉત્પાદનમાં અન્ય મોટા વિવિગ ક્લસ્ટરોથી ખૂબ જ પાછળ છે.

પોલિએસ્ટર ફેબ્રિકમાં સુરત આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ગયું છે, પણ સિલ્કમાં જોઈએ એટલી પ્રગતિ કરી શક્યું નથી. સુરતમાં 2019માં 1500 લૂમ્સ પર મહિને 5 લાખ મીટર સિલ્ક ફેબ્રિકનું ઉત્પાદન થતું હતું.

2019 સુધીના 5 વર્ષમાં વૈશ્વિક સિલ્ક નિકાસમાં ઘટાડો નોંધાયો હતો.  પણ ભારતમાં આ પ્રોડક્ટની ઘણી સારી માંગ રહી છે. 2010માં સિલ્ક ફેબ્રિકની માંગ 2.94 બિલિયનની હતી, જેમાં 2.34 ટકા વૃદ્ધિ સાથે 2014માં 3.30 બિલિયનની  રહી હતી. દેશમાં સિલ્ક ફેબ્રિક સુરત ઉપરાંત હેન્ડલૂમ ક્લસ્ટર એવા બનારસ અને ભાગલપુર તથા વિવિંગ ક્લસ્ટર એવા કાંચીપુરમ, સાલેમ, બેંગલોર અને મૈસુરમાં તૈયાર થાય છે.

1954માં સિલ્ક ફેબ્રિક બનાવવાની શરૂઆત સુરતમાં ધનામિલથી થઈ હતી.  ધીમે ધીમે બીજા સુરતના જાણીતા ફેમિલી આમાં જોડાયાં હતાં. 2019માં સુરતમાં સિલ્ક ફેબ્રિકનું ઉત્પાદન મહિને 5 લાખ મીટર જેટલું હતું. સિલ્ક ફેબ્રિકના ઉત્પાદન માટે ખુબજ મોટું રોકાણ જરૂર પડતી હોવાથી આમાં કોઈ આવતું નથી. સુરતના સિલ્ક મેન્યુફેક્ચરર્સ દ્વારા યાર્નની જે ખપત થાય છે તે ચીન અને વિયેતનામથી આવે છે અને દર મહિને 20 ટનની ખપત છે.

દેશમાં 2020 સુધીમાં સિલ્કનું ઉત્પાદન 38500 ટન કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. સિલ્કનું ઉત્પાદન 2017માં 30350 ટન હતું. 2020માં 38500 ટન કરવા માટે કેન્દ્ર સરકારે 300 મિલિયન યુ.એસ ડોલર ફાળવ્યા છે. દેશના 51 હજાર ગામડાઓમાં 76 લાખ લોકોને રોજગારી પૂરી કરવા પૂરી પાડવાનું કામ સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ કરી રહી છે. 32.80 લાખ હેન્ડલુમ અને 45800  પાવરલૂમની મદદથી 81.4 લાખ વિવર્સ આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે.

 

મુંગા સિલ્ક

સોનેરી રંગનું આસામનું ખૂબ જ જાણીતું મુંગા સિલ્ક છે, જે દરેક પ્રકારનાં રેશમમાં સૌથી મોંઘુ છે. માત્ર આસામ અને દેશનાં ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં જ ઉત્પન્ન થાય છે.

મૂંગા સિલ્કની સાડીઓ  ડ્રાઈક્લીન કરાવવાની જરૂર રહેતી નથી, પરંતુ તેને ઘરે જ ધોઈ શકાય છે.  દરેક ધોલાઈ પછી તેનો નિખાર વધુ ને વધુ આવે છે. એક સાડી આશરે 50 વરસ સુધી ખરાબ થતી નથી. મૂંગા સિલ્ક તમામ રંગમાં કુદરતી રીતે તૈયાર થાય છે. કપડાંમાં સૌથી વધુ મજબૂત હોય છે. તે ઉપરાંત તેને ગરમ કે ઠંડી, કોઈ પણ મોસમમાં પહેરી શકાય છે.

મૂંગા રેશમ એક વિશેષ પ્રકારના રેશમના કીડા અંથરિયા અસમેન્સિસ દ્વારા બને છે. કીડા ત્યાંના બે સ્થાનિક વૃક્ષો પર થાય છે. જેમનાં નામ છે. સોમ (મચીલસ બાંબીસિના) અને સોઆલૂ (લિટસાઈ પાલીઅંથા) જેનાં પાંદડાં ખાઈને જીવતાં રહે છે.

ઈયળ ચારવાર તે પોતાની જૂની ત્વચાનો ત્યાગ કરીને નવી ત્વચા ધારણ કરી લે છે. આ ઉપરાંત તેનું કોચલું (રેશમી દોરાથી બનાવેલું કવચ) બનાવવાનું કામ શરૂ કરી દે છે. મૂંગા રેશમના કીડાની ઈયળ પોતાની લાળમાંથી પ્રોટીનયુક્ત ઘટ્ટ દ્રવ્ય કાઢે છે, જે હવાના સંપર્કમાં  આવતાં જ સુકાઈ જાય છે, જેનાથી દોરા જેવો પદાર્થ બને છે. પડને તે પોતાની ચારે બાજુ લપેટની જાય છે, જેના કારણે કવચ જેવું બને છે.

ઈયળ પછી રેશમના કીડા પોતાના જીવનની ત્રીજી અવસ્થામાં પરિવર્તિત થાય છે, જે પ્યૂપા કહેવાય છે. પ્યૂપા ગોળમટોળ નિષ્ક્રિય પિંડ જેવા હોય છે, જે હલનચલન કરી શકતા નથી. તે સ્વનિર્મિત કવચની અંદર કેદ થઈને પડી રહે છે. પાતળા પડમાંથી પ્યૂપા બનવામાં આશરે ચાર-પાંચ દિવસ લાગે છે. જ્યારે કોકૂન (કવચ) તૈયાર થવામાં લગભગ આઠ દિવસ જેટલો સમય લાગે છે.

પ્યૂપા બન્યા પછી ચોથી તથા અંતિમ સ્થિતિ પતંગિયું બનવાની હોય છે, જેમાં લગભગ 15  દિવસ લાગે છે. આ સમય દરમિયાન પ્યૂપાની અંદરથી નીકળેલું પતંગિયું કવચને તોડીને ઊડી જાય છે. પણ રેશમના ઉત્પાદન દરમિયાન આ અંતિમ અવસ્થા આવતી જ નથી, કારણ કે એ પહેલાં જ માનવ હસ્તક્ષેપ દ્વારા કવચમાંથી રેશમ કાઢી લેવામાં આવે છે. તે માટે કવચને તડકામાં સૂકવી ઊકળતા પાણીમાં નાખવામાં આવે છે. એ પછી રેશમના તારને અલગ કરી તેની રીલ બનાવી લે છે.

કોકૂનમાંથી નીકળેલો તાર આશ્ચર્યજનક રીતે લાંબો, પાતળો અને સાંધા વિનાનો અથવા તો ગાંઠ વિનાનો હોય છે. એક તારની લંબાઈ 400થી 700 મીટર હોઈ શકે છે. આવા ચાર અથવા આઠ તારને મેળવી રેશમના તાર બને છે, જેને રીલો પર લપેટી દેવાય છે. તેને જ કાચું રેશમ કહે છે. ભારતના ઉત્પાદકો દર વર્ષે મૂંગા રેશમની ચાર થી છ ફસલ ઉગાડી લે છે.

રેશમના ઉત્પાદનમાં જો પ્યૂપમાંથી કીડામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે કોકૂનને તોડી ઊડી જાય છે. આ કપાયેલા કોકૂનમાંથી એક લાંબો તાર નીકળવાને બદલે કોકટોના નાના નાના ટુકડા નીકળે છે. આ પ્રકારના રેશમના ઉપયોગ માટે તેને રૂની જેમ સાફ કરી તેને કાંતવામાં આવે છે, જેના દ્વારા રેશમ વણવામાં આવે છે. તેને સ્પન રેશમ કહે છે તથા તેની કિંમત ધારણા કરતાં ઓછી હોય છે.

આશરે 750 ગ્રામથી એક કિલોગ્રામ વજનવાળી સારી સાડી તૈયાર કરવામાં લગભગ 6 હજાર  થી 8 હજાર કોકૂનનો ઉપયોગ કરાય છે તથા તેમાં આશરે બે મહિનાનો સમય લાગે છે. તેથી મૂંગા સિલ્ક સાડી મોંઘી હોય છે. મૂંગા સિલ્કની સારી સાડીની કિંમત 80 હજાર રૂપિયા સુધીની હોય છે.

મૂંગા સિલ્કની કિંમત કિલોગ્રામના 4 હજાર રૂપિયા હોય છે. જ્યારે શેતૂરનાં વૃક્ષો પર ઊછરતા કીડા દ્વારા બનાવાયેલા રેશમની કિંમત લગભગ 1200 રૂપિયે કિલોગ્રામ હોય છે.

ભારતમાં લગભગ 90 ટકા રેશમનું ઉત્પાદન મલબેરી રેશમ કીડા દ્વારા કરાય છે, જે ખાસ કરીને આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળમાં આવેલાં છે.

ટસર, ઓક ટસર, એરી તથા મૂંગા જેવા તમામ પ્રકારનાં રેશમનું ઉત્પાદન ભારતમાં થાય છે.

ટસર રેશમનું નિર્માણ અંથરિયા માઈલિતા નામના કીડા દ્વારા કરાય છે. અર્જુન અને અસાન નામનાં ઝાડનાં પાંદડાંમાં ઊછરે છે. તેનું ઉત્પાદન મોટાભાગે ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશમાં થાય છે.

ઓક ટસર, જે બાંજ (ઓક)નાં પાંદડાં પર ઊછરનારા કીડા દ્વારા તૈયાર કરાય છે. તેનું ઉત્પાદન 1972ના વર્ષથી શરૂ કરાયું હતું. આ કીડાનું જીવ વૈજ્ઞાાનિક નામ અંથરિયા પ્રોયેલી જે. છે, જે મોટાભાગે દેશના ઉત્તરપૂર્વના રાજ્યોમાં અથવા ઉત્તર ભારતમાં ઉપયોગમાં લેવાય છે. આમ પણ વિશ્વના મોટાભાગના ઓક ટસરનું ઉત્પાદન ચીનમાં થાય છે, જ્યાં આ કામ અંથરિયા પર્નથી નામના કીડા દ્વારા કરાય છે.

એરી સિલ્કનું ઉત્પાદન અરંડીના ઝાડ પર કરાય છે. આ રેશમનો કીડો ફિલોસામિયા રિસિની તરીકે ઓળખાય છે. એરી રેશમનું કવચ ખાસ કરીને ખુલ્લા મોંવાળું હોય છે. એટલે તેની ધોલાઈ તથા કાંતણ કરીને રેશમ બનાવાય છે. એરીનું ઉત્પાદન મોટાભાગે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ તથા બિહારમાં થાય છે.

રેશમ ઉત્પાદનના સંદર્ભમાં વિશ્વમાં સર્વોપરી ચીન છે, જેનું કુલ ઉત્પાદન 65 હજાર મેટ્રિક ટન છે. ભારતનું ઉત્પાદન બીજા નંબરે આવે છે. ભારત રેશમના ઉપયોગની દ્રષ્ટિએ સૌથી આગળ છે. કુલ ઉત્પાદન 18 હજાર મેટ્રિક ટન છે પણ કુલ માંગ 25 હજાર મેટ્રિક ટન છે. એટલે ભારતને રેશમ બીજા દેશોમાંથી આયાત કરવું પડે છે.

રેશમ ઉત્પાદનમાં આ પછી જાપાન, બ્રાઝિલ, કોરિયા અને વિયેટનામનું સ્થાન આવે છે.

રેશમની સાડી

મૂંગા રેશમના તાર ઘણા મજબૂત હોય છે. અર્થાત્ તાર વચ્ચે ઘણું ઓછું અંતર હોય છે. આ કારણે તેને બ્લીચ કરવાનું શક્ય નથી. એટલા માટે તેને રંગવું પણ શક્ય નથી. આ કારણે મૂંગા સિલ્કનાં કપડાં તેના કુદરતી રંગ અર્થાત્ સોનેરી ભૂરા રંગમાં જ મળે છે.

સજાવટ માટે તેની બોર્ડર પર અથવા વચ્ચે વચ્ચે ભરતકામ જુદા જુદા રંગો અથવા અલગ ડિઝાઈન દ્વારા કરાય છે. ભરતકામની ડિઝાઈનમાં મોટાભાગે ફૂલ-પાંદડાં, છોડવા, વન્ય પ્રાણી, પરંપરાગત ચિત્રો તથા કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરાય છે.

આ ઉપરાંત મૂંગા રેશમનાં નિર્માણમાં ઉપયોગમાં લેવાતા હાથસાળની પહોળાઈ સીમિત હોવાના કારણે વસ્ત્રોને વધુ લાંબાપહોળા બનાવવાનું શક્ય નથી. આના કારણે તેની બોર્ડર અલગ રીતે બનાવી સાડી સાથે જોડી દેવામાં આવે છે.

આસામમાં મૂંગા રેશમનો ઉપયોગ મોટાભાગે સ્ત્રીઓનાં વસ્ત્રો જેવાં કે સાડી, મેખલા (એક પ્રકારનો લેંઘો) તથા ચાદર (દુપટ્ટાની જેમ ઓઢવાનું)નાં નિર્માણમાં ઉપયોગ કરાય છે. આ સિવાય તેનો ઉપયોગ પુરુષોના કુરતા માટે પણ કરાય છે.

સિલ્ક માર્ક

રેશમની શુદ્ધતા તથા ગુણવત્તાની પરીક્ષા માટે હવે સિલ્કમાર્ક ઉપલબ્ધ છે. જે રીતે ગરમ વસ્ત્રો પર લગાવેલ ‘વૂલમાર્ક’ એ ઊનનાં વસ્ત્રોની શુદ્ધતા દર્શાવે છે તથા સોનાના અલંકાર પર લગાવેલ ‘હોલમાર્ક’ સોનાની શુદ્ધતા તથા ગુણવત્તા દર્શાવે છે. એ રીતે સિલ્કમાર્કની મહોર રેશમની અસલી શુદ્ધતા તથા ગુણવત્તાની ઓળખ છે. સિલ્કમાર્ક તમામ પ્રકારના રેશમ જેવાં કે મલબેરી, ટસર, એરી, મૂંગા વગેરે પર લગાવાય છે. આ કાચું રેશમ, તૈયાર વસ્ત્રો, રેડિમેડ વસ્ત્રો વગેરે પણ લગાવાય છે.

 

નવસારી

નવસારી જિલ્લા ના સદલાવ ગામમાં શહતૂત રેશમ ઉત્પાદન માટે શહતૂત ના છોડ ના રોપણીનું આયોજન અને ઉદ્ઘાટન મે 2022માં કરવામાં આવ્યું હતું.

ગુજરાત માં હાઈટેક ટેક્નોલોજી થી પરિપૂર્ણ મલબારી સિલ્ક (શહતૂત ના ઝાડ) જેની રોપણી કરવામાં આવી, ગુજરાત ના ઇતિહાસ માં રેશમ સિલ્ક ની શરૂઆત થઇ હતી પણ કોઈ કારણસર અહીંના ખેડૂતોને એનો લાભ મળ્યો નથી, એના સામે ભારત ના 27 રાજ્યોમાં આ શહતૂત રેશમ નું મોટા પ્રમાણ માં ઉત્પાદન થઇ રહ્યો છે અને એ રાજ્યો ના ખેડૂતો સરકારી યોજનાનો પુરેપૂરો લાભ લઇ રહ્યા છે અને આર્થિક રીતે સબળ બની રહ્યા છે.

કુકુન ફાર્મિંગ ખુબ જ મોટા પ્રમાણ ના અનેક રાજ્ય માં ચાલી રહ્યું છે હવે ગુજરાત ના ખેડૂતો સમૃદ્ધ અને સક્ષમ બને તેના માટે રાષ્ટ્રીય કિસાન દળ અને રાષ્ટ્રીય કિસાન સેના અને કેન્દ્રીય સિલ્ક બોર્ડ (ટેક્સ્ટાઇલ મિનિસ્ટ્રી ) નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. ગુજરાત માં આવનારા સમય માં 10000 એકર સેરીક્લચર અને ફાર્મિંગ ઉત્પાદન માટે ખેડૂતો એ લાગણી દર્શાવી છે. ગુજરાત માં સુરત સીટી ટેક્સ્ટાઇલ સીટી હોવાથી એનો લાભ મળશે એની પુરે પુરી શક્યતા રહેલ છે,.