[:gj]70 રોગનો એક ઈલાજ ગળો વેલ[:]

[:gj]ગળો ભાગ 1

ગળો એક પ્રકારની વેલ છે, જેને ગળો કહે છે. જેના પાંદડા એટલા જ વધુ ગુણકારી હોય છે, કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે. ગળો એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીકા ઔષધી છે. ગળો ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ હોય છે. ગળો ની ડાળીઓનો પણ ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ગળોની વેલ જીવનશક્તિથી ભરપૂર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે. ગરીબના ઘરની ડોક્ટર છે જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે, તે આસાનીથી ગામમાં મળી જાય છે.

આયુર્વેદમાં ગળોને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે. ગળોનો રસ પીવાથી શરીરની બીમારીઓ દુર થવા લાગે છે. ગળોના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત, કફ અને પિત્ત નાશક હોય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તેમાં એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે. જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળે છે. તે ગરીબના ઘરની ડોક્ટર છે. ગામમાં સરળતાથી મળી જાય છે. ગળોમાં કુદરતી રીતે જ શરીરના દોષ ને સંતુલિત કરવાની શક્તિ છે.

ગળોની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે. પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ મળે છે. ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગળોની સારી અસર થાય છે. તેમાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાં દર્દ નિવારણ ગુણ છે. તે ક્ષયરોગના જીવાણુંની વૃદ્ધી અટકાવે છે. તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનું પાચન કરવું અને રોગના સંક્રમણો ને અટકાવવાનું કામ કરે છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

ગળોમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક અગત્યનો ગુણ મળી આવે છે. ગળો એન્ટીઓક્સીડેંટના ગુણ છે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે,  ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે. ગળો આપણા લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. ગળો આપણા શરીરમાં થનારી બીમારીઓના જીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફથી શરીરને સુરક્ષા આપે છે. (ક્રમશઃ)[:]