દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી 

દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી

Towards a world superfood, but Gujarat has the freedom not to eat traditional coarse cereals

આરોગ્ય માટે શ્રેષ્ઠ અનાજ લુપ્ત થઈ ગયા છે

દિલીપ પટેલ, અમદાવાદ – 30 જાન્યુઆરી 2022

બાજરી, બંટી, નાગલી, હોમલી, કાંગ, કુરી, કોદરા, બાવટો, રાજગરો, સામો જેવા પરંપરાગત અનાજ આઝાદી પછી ખાવાની આઝાદીમાં પતન થઈ ગયું છે. આજે ફરીથી આ સુપર ફૂડની માંગ વધવા લાગી છે.

દેશમાં બે વર્ષમાં જાડા ધાનની માંગમાં 146 ટકાનો વધારો નોંધાયો છે. પણ ગુજરાતમાં હોટેલોના ભોજન સિવાય બહુ ખાસ વધારો આ પરંપરાગત અનાજ ખાવામાં પડ્યો નથી.

ગરીબ, પછાત, આદિવાસી લોકો જીવનભર તેમના ખોરાકમાં લેતા હતા તે બરછટ અનાજ આજે શિક્ષિત, સમૃદ્ધ, શહેરી લોકો હોટેલોમાં અને કેટલાંક જાગૃત કુટુંબો પસંદ કરી રહ્યા છે.

1960માં બાજરીનું ઉત્પાદન 6 ટકા થઈ ગું છે. ભારતમાં ઘઉંનું ઉત્પાદન 1960 અને 2015 ની વચ્ચે ત્રણ ગણાથી વધુ અને ચોખાના ઉત્પાદનમાં 800 ટકાનો વધારો થયો છે.

ભારતને આઝાદી મળી તે 1950થી ખાવાની આઝાદી પણ આવી છે ત્યારથી પરંપરાગત અનાજનું નિકંદન નિકળી ગયું છે.

બાજરો 19 લાખ હેક્ટરથી ઘટીને 2021માં 1.65 લાખ હેક્ટર થઈ ગયો છે.

જુવાર 16 લાખ હેક્ટરથી ઘટીને 38 હજાર હેક્ટર થઈ ગઈ છે.

મકાઈમાં 2 લાખ હેક્ટરથી વધીને 3.85 લાખ હેક્ટર થઈ છે. વાવેતર વધ્યા છે તે મલ્ટીનેશનલ કંપનીઓની માંગના કારણે વધ્યા છે.

રાગી 76 હજાર હેક્ટર વાવેતરથી હવે 10 હજાર હેક્ટર થઈ ગયા છે.

કોદરા અને જવ 2 લાખ હેક્ટર વાવેતર હતા તે ઘટીને હવે 10 હજાર હેક્ટરમાં થઈ ગયા છે.

અનાજનું 1950થી વાવેતર

અનાજમાં પરંપરાગત અનાજનું વાવેતર ઘટી ગયું
લાખ હેક્ટરમાં વાવેત અને લાખ મેટ્રિક ટન ઉત્પાદન
વાવેતર
જાત 1950 1960 2001 2021
ચોખા 4.73 5.33 6.98 8.17
ઘઉં 4 3.57 4.42 12.17
જુવાર 15.75 13.15 2.22 0.37
બાજરો 18.61 14.35 11.57 1.65
મકાઈ 1.86 2.22 4.9 3.85
રાગી 0.76 0.77 0.27 0.1
કોદરા 1.22 0.97 0.05 0.05
જવ 0.82 0.04 0.01 0.05
ઉત્પાદન
ચોખા 2.91 1.5 10.48 20.4
ઘઉં 2.31 2.71 10.37 39.18
જુવાર 3.4 2.21 2 0.51
બાજરો 5.12 4.8 15 2.66
મકાઈ 1.5 2.71 9.65 7.26
રાગી 0.7 0.62 0.28 0.12
કોદરા 0.99 0.77 0.28 0.01
જવ 0.03 0.02 0.01 0

ખેતીની સંસ્કૃત્તિ

બરછટ અનાજ વર્ષોથી ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. પ્રાચીન કાળથી માનવજાત જે ખાદ્યપદાર્થોથી વાકેફ છે તે જુવાર અને બાજરી જેવા બરછટ અનાજ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન પણ બાજરીની ખેતી જોવા મળે છે. પરંપરાગત અનાજ હવે સુપર ફૂડ બની રહ્યું છે. દરેક વિસ્તાર અને રાજ્યમાં બરછટ અનાજની પારાવાર વિવિધતા રહી છે.

ગુજરાતની પોતાના અનાજ સંસ્કૃતિ હતી.

ભારત દર વર્ષે 14 મિલિયન ટન બાજરાનું ઉત્પાદન કરે છે. એટલું જ નહીં, ભારત વિશ્વનો સૌથી મોટો બાજરી ઉત્પાદક દેશ પણ છે. સૌથી વધુ બરછટ અનાજ આસામ અને બિહારમાં વપરાય છે.

કયા અનાજ

જુવાર, બાજરી અને રાગી એ દેશમાં ઉગાડવામાં આવતા મુખ્ય પાક છે. કોડોન, કુટકી, સાવન વગેરે નાના પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. પરંપરાગત પાકો આબોહવા પરિવર્તનની દૃષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે. જે દુષ્કાળ સહિષ્ણુ, ઉચ્ચ તાપમાન, ઓછા પાણીની સ્થિતિમાં અને ઓછી ફળદ્રુપ જમીનમાં પણ સરળતાથી પાકે  છે.  તેમાંથી સારું ઉત્પાદન લઈ શકાય છે. તેથી જ તે અનાજને ભવિષ્યનો પાક અને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે.

2018 ભારતમાં ‘બાજરીના વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું હતું. ભારતના પ્રસ્તાવને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને ‘બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દરમિયાન લોકોને બરછટ અનાજના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃત કરવામાં આવશે.

પરંપરાગત ભારતીય અનાજ આરોગ્ય માટે સારા છે. જુવાર, બાજરી, રાગી, કોડોણ અને કુટકી જેવા પ્રાચીન પરંપરાગત પાકોને સુપર ફૂડ કહેવામાં આવે છે. સુપર ફૂડ   પૃથ્વી માટે, ખેડૂતો માટે અને આપણાં આરોગ્ય માટે સારા છે.

અનાજ એ ધાર્મિક વિધિઓનો પણ ભાગ છે.

ભોજનનો સ્વાદ

કેટલાંક વર્ષોમાં ખેતરોમાં આવા ઘણા પાક પાછા ફર્યા છે. બરછટ અનાજ ઝડપથી ફરીથી ગુજરાતી થાળીમાં અને ખેતરમાં આવી રહ્યાં છે. થાળીમાં વિવિધ સ્વાદ અને વિવિધ પ્રકારના પોષક તત્વો હોવાથી જુવાર, બાજરી, રાગી, કુટકી, કોડોણ જેવા અનાજ ધીમે ધીમે ટ્રેન્ડમાં આવી રહ્યા છે.

અનુકુલન

બરછટ અનાજને વધારે પાણી-સિંચાઈની જરૂર પડતી નથી. ઊંચા તાપમાને પણ સરળતાથી ઉગાડી શકાય છે. ખેતી કરવા માટે સરળ છે. ઓછો રોગ આવે છે. ઓછી કિંમત, ખાતર, જીવાતો સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ છે. ઉજ્જડ જમીનમાં અને પ્રતિકૂળ હવામાનમાં પણ ઉગાડી શકાય છે. સાલ્હાર, કાંગ, જુવાર, મકાઈ, મડિયા, કુટકી, સવા, કોડો અનાજને ચોખા જેવા અનાજ સાથે, તેમને કોઈપણ રીતે ઓછો આંકી શકાય નહીં.

પાણીની બચત

બરછટ અનાજથી પાણીની બચત સારી થાય છે. ઘઉં અને ચોખા કરતાં ઘણું ઓછું પાણી વાપરે છે. આ સિવાય તેની ખેતી માટે યુરિયા કે અન્ય રસાયણોની જરૂર નથી. પર્યાવરણ માટે વધુ સારા છે. 2018 માં, ભારતે  37 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી. જેની ખેતી વધુ પાણી લે છે.

બરછટ અનાજ 70-100 દિવસમાં પાકે છે. ઘઉં અથવા ચોખા 120-150 દિવસમાં પાકે છે.  અને બરછટ અનાજ 350-500 મીમી વરસાદ,  ઘઉં અથવા ચોખાને 600-1,200 મીમી વરસાદ જોઈએ છે.

એક કિલો ઘઉં ઉગાડવા માટે 500 થી 4000 લીટર પાણીની જરૂર પડે છે.

ભૂગર્ભજળના કુલ વપરાશમના 80 ટકા ખેતી માટે કરવામાં આવે છે.

જુવાર, બાજરી અને રાગીને શેરડી અને કેળા કરતાં 25 ટકા ઓછું પાણી અને ડાંગર કરતાં 30 ટકા ઓછો વરસાદ જરૂરી છે.

એક કિલો ડાંગરનું ઉત્પાદન કરવા 4000 લિટર પાણી વપરાય છે.  તમામ બરછટ અનાજ સિંચાઈ વિના ઉગાડી શકાય છે.

બરછટ અનાજ ઝડપથી બગડતું નથી. બરછટ અનાજને જમીનની અંદરની કોઠીમાં રાખવામાં આવે તો 10 થી 12 વર્ષ પછી પણ તે ખાવા લાયક રહે છે.

ચીન જેવા મોટા દેશો હવે ચોખાની ખેતીમાં ઘટાડો કરી રહ્યા છે.

વાવેતર

ખરીફ 2019-20માં ગત વર્ષના 177.43 લાખ હેક્ટર વિસ્તારની સામે 20120-21માં  179.70 લાખ હેક્ટર વિસ્તારમાં બરછટ અનાજનું વાવેતર થયું છે. 1.28 ટકાનો વધારો બતાવે છે.

ભારત બાજરીનું વિશ્વના 55 ટકા ઉત્પાદન કરે છે, રાજસ્થાન દેશનું સૌથી મોટું બાજરી ઉત્પાદક રાજ્ય છે. મધ્યપ્રદેશ 32.4, છત્તીસગઢ 19.5, ઉત્તરાખંડ 8, મહારાષ્ટ્ર 7.8, ગુજરાત 5.3 અને તમિલનાડુ 3.9 ટકા વિસ્તાર નાના અનાજ પાકોના વાવેતર હેઠળ છે.

દેશમાં જુવારની ખેતી હેઠળનો 50% વિસ્તાર એકલા મહારાષ્ટ્રમાં છે.

કર્ણાટકમાં રાગીની સૌથી વધુ ખેતી થાય છે. ભાવ ડાંગર કરતાં વધુ રહે છે.

કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં ચોખાનો હિસ્સો 44 ટકા છે. ખરીફ સિઝનમાં કુલ ખાદ્યાન્ન ઉત્પાદનના 73 ટકા ચોખાનો સમાવેશ થાય છે.

ખરીફ દરમિયાન અનાજના ઉત્પાદનમાં મકાઈ 15%, બાજરી 8%, જુવાર 2.5% અને રાગી 1.5% નો હિસ્સો બાકીના 27% છે.

પોષક તત્વોથી ભરપૂર છે.

રાગી

રાગીમાં પોટેશિયમ અને કેલ્શિયમ વધુ હોય છે. પ્રોટીન 11, હળવી ચરબી 4.2, ઉચ્ચ ફાઇબર 14.3% ઉપરાંત વિટામિન-બી, નિસિન, ફોલિક એસિડ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક વગેરે જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો. તેવી જ રીતે બાજરીમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

રાગી ભારતીય મૂળની છે. જેમાં 344 મિલિગ્રામ/100 ગ્રામ કેલ્શિયમ હોય છે. અન્ય કોઈ અનાજમાં આટલી મોટી માત્રામાં કેલ્શિયમ નથી. રાગીમાં આયર્નનું પ્રમાણ 3.9 મિલિગ્રામ/100 ગ્રામ છે, જે તમામ અનાજ કરતાં વધારે છે.

રોગીની રાગી

અભ્યાસ અનુસાર,  ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલને સુધારે છે. તે કેલ્શિયમ, આયર્ન અને ઝિંકની ઉણપને દૂર કરે છે. સૌથી મહત્વની બાબત એ છે કે તે ગ્લુટેન ફ્રી છે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાગીની ભલામણ કરવામાં આવે છે. રાગીનો પરંપરાગત રીતે ખીચડી જેવા ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ થાય છે.

બાજરી

બાજરીનો ઉપયોગ ઘણા ઔદ્યોગિક ઉત્પાદનોમાં થાય છે. પ્રોટીન, 67.5 ગ્રામ. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, 8 મિલિગ્રામ આયર્ન અને 132 માઇક્રોગ્રામ કેરોટીન હોય છે, જે આપણી આંખોનું રક્ષણ કરે છે. તેમાં પાઈટિક એસિડ, પોલિફીનોલ્સ અને એમીલેઝ જેવા કેટલાક પોષક અવરોધકો હોવા છતાં, પાણી પછી પલાળીને, અંકુરણ અને અન્ય રસોઈ પદ્ધતિઓ તેના પોષક વિરોધી ગુણધર્મોને ઘટાડે છે.

જુવાર

ફાઈબરથી ભરપૂર જુવાર એ વિશ્વમાં ઉગાડવામાં આવતા પાંચમા સૌથી મહત્વપૂર્ણ અનાજ છે. કબજિયાતને દૂર કરીને વજન ઘટાડવા અને પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે જુવાર એક ઉત્તમ વિકલ્પ છે. કેલ્શિયમ, કોપર, પોટેશિયમ અને ફોસ્ફરસ, આયર્ન સારી માત્રામાં છે. તેનું સેવન ગર્ભવતી મહિલાઓ અને ડિલિવરી પછીના દિવસો માટે ફાયદાકારક છે. જુવાર નાઇજીરીયાનો મુખ્ય ખોરાક છે.

મકાઈ

મકાઈ વિટામિન A અને ફોલિક એસિડથી ભરપૂર મકાઈ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે કેન્સરના કોષો સામે લડીને આપણને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. રાંધેલી મકાઈમાં એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા 50 ટકા સુધી વધી જાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. સગર્ભા સ્ત્રીઓએ તેમના આહારમાં મકાઈનો સમાવેશ કરવો જોઈએ. તે લોહીની ઉણપને દૂર કરીને અને ગર્ભમાં રહેલા બાળકને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. વજન વધારે  છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી વધુ માત્રામાં જોવા મળે છે.

જવ

જવમાં ઘઉં કરતાં વધુ પ્રોટીન અને ફાઈબર હોય છે, જે વજન ઘટાડવામાં, ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં, બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે. જવમાં આઠ પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે, જે શરીરમાં ઇન્સ્યુલિનના નિર્માણમાં મદદ કરે છે. જવનું સેવન હ્રદય સંબંધિત રોગોમાં પણ ફાયદાકારક છે.  ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાના ગુણ પણ છે.

કાંગ

ગુજરાતમાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા કાંગ અનાજની 25 જાતો શોધી કાઢીને તેના બીજ જર્મ પાઝમાં બેંક માટે ભારત સરકારે એકઠા કર્યા છે. આ સાવ નવા જ પ્રકારની કાંગ છે. જે અગાઉ નોંધવામાં આવી ન હતી.આ જાતોમાં અંબે મોર, બાંગડુ, ચાહપુરે, ચીમનસલ, ચિરલી, કોલીન, ડાંગી, દેશી ડાંગી, દોબડિયા, દોડાદકિયા, દૂધ-મલાઈ, ડુમનિયા, હરી, જીરા ભાટ, કાબરુડોલો, કાજલહેરી, કાલા ભાટ, કાલા ડાંગર, ખડસી, કૃષ્ણકમદાદા, લાલકમોદ, , ફૂટે, પ્રભાવતી, સાથિયા અને તુલસીભટનો સમાવેશ થાય છે.ફોક્સટેલ – વૈજ્ઞાનિક નામ સેટારિયા ઇટાલિકા છે. ગુજરાતમાં આદીવાસી અને નળ કાંઠા પર ખોરાક માટે ઉગાડવામાં આવતું બાજરી જેવું એક પ્રકારનું ઘાસ છે. જેના બીને દળીને રોટલા અને અનેક જાતનો ખોરાક બનાવવા માટે ભારતમાં પથ્થર યુગના પ્રાચીનકાળથી ખેતરોમાં ઉગાડવામાં આવે છે. એકદળી અનાજ છે. કંગુની, કંગુનિકા, કંગ્ની, કાલા કંગ્ની, કારંગ તરીકે ઓળખવામાં આવે છે.જુવાર, બાજરી, રાગી પછીનો પાક છે. વર્ષમાં ગમે ત્યારે તેની ખેતી થાય છે. ભારતમાં કાંગ આંધ્રપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને મૈસૂરમાં વાવવામાં આવે છે. ગુજરાતમાં ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં થાય છે. ઓછો વરસાદ હોય તો પણ પાક થાય છે.

તેમાં ઘઉં-ચોખા કરતાં વધુ ખનીજ તત્ત્વો છે, વધુ રેસા છે. નાગલીમાં ચોખા કરતાં 30 ગણું વધારે કેલ્શિયમ છે. કાંગ અને કુરીમાં લોહતત્ત્વ ચોખા કરતાં ઘણું વધારે છે. બીટા કેરોટિન ચોખામાં નથી, પણ આ ધાન્યોમાં ભરપૂર છે.

તત્વો – ખનિજ તત્વોથી તે ભરપુર છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, લોહ, સોડિયમ, પોટૅશિયમ, સલ્ફર, ક્લોરાઇડ, આયોડિન હોય છે. વિટામિન એ, 54 ઈ.યુ., થાયેમિન, રાઇબોફ્લેવિન, નિકોટિનિક ઍસિડ, ફોલિક ઍસિડ હોય છે.

કાંગનું મુખ્ય પ્રોટીન પ્રોલેમિન, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, ગ્લુટેલિન છે. પ્રોટીનમાં રહેલા આવશ્યક એમીનોઍસિડમાં આર્જિનિન, હિસ્ટિડિન, લાયસિન, ટ્રિપ્ટોફેન, ફિનિલ એલેનિન, મિથિયોનિન,  થ્રિયોનિન, લ્યુસિન, આઇસોલ્યુસિન  અને વેલાઇન હોય છે. કાંગમાં મકાઈ કરતાં ટ્રિપ્ટોફેનનું પ્રમાણ વધારે હોય છે.

કાંગ એક ઔષધ – આયુર્વેદ કહે છે, શીતળ, વાતકારક, રુક્ષ, ધાતુવર્ધક, કફ અને પિત્તનો નાશ કરે છે.  સેક્સ વધારે છે. ગર્ભાશય માટે શામક છે. ઉષ્ણ ગુણધર્મો છે. એકલું લેવાથી કેટલીક વાર અતિસાર ઝાડા થઈ શકે છે. પ્રસુતીની પીડા ઘટાડે છે. ગર્ભપાત અટકાવે છે. વારંવાર ગર્ભપાત, વધુ માસિક, ડિઓડીનલમાં સોજો-અલ્સરમાં શ્રેષ્ઠ છે. સંધિવાના બાહ્યોપચારમાં ઉપયોગી છે. હાડકા ભાંગે તેને સાંધવાનું કામ કરે છે. ડાયાબીટીશ – મધુપ્રમેહથી પીડાતા દર્દીઓને ચોખાને બદલે કાંગ અને કોદરી આપવામાં આવે છે. ઇજિપ્તમાં ખોરાકમાં કાંગનો ઉપયોગ કરતા વિસ્તારોમાં પેલાગ્રા રોગ થતો નથી.

ડાયાબિટીસ

ભારતમાં ડાયાબિટીસના લગભગ 8 કરોડ  દર્દીઓ છે. દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. દેશમાં 33 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર છે. જેમાંથી અડધાથી વધુ લોકો ગંભીર રીતે કુપોષિત છે. વ

 

રાંધવામાં મુશ્કેલ

લણણી અને થ્રેસીંગ મુશ્કેલ છે. અનાજ રાંધવા પણ એટલું સરળ નથી. આજના સમયમાં કોઈની પાસે એટલો સમય પણ નથી.  બજારે પણ તેમની ઉપેક્ષા કરી છે.

 

ફેક્ટરી ફૂડ

બિસ્કિટ, કૂકીઝ, ચિપ્સ, પફ અને અન્ય વસ્તુઓ સુપરમાર્કેટ, ઓનલાઈન સ્ટોર્સથી લઈને ફાઈવ સ્ટાર હોટલોમાં વેચાઈ રહી છે.  બેબી ફૂડ ઉદ્યોગમાં પરંપરાગત રસોઈમાં અને અન્ય ખોરાકના ઉત્પાદનમાં થાય છે. ટકાઉ બ્રાન્ડ બનાવવાની જરૂર છે. જુવારનો ઉપયોગ બેબી ફૂડ બનાવવામાં પણ થાય છે. જુવારનો ઔદ્યોગિક ઉપયોગ અન્ય બરછટ અનાજ કરતાં વધુ છે. તેનો ઉપયોગ વાઇન ઉદ્યોગ, બ્રેડ ઉત્પાદન ઉદ્યોગ, ઘઉં-જુવારના મિશ્રણમાં થાય છે. જુવાર ચાવલી અને જુવાર સોયાબીન કોમ્બિનેશનનો ઉપયોગ બેબી ફૂડ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોમાં વ્યાવસાયિક રીતે થાય છે.

 

70 ટકા લોકો કુપોષણથી પીડાય છે જેને માત્ર બરછટ અનાજ દ્વારા દૂર કરી શકાય છે.

અનાજમાં પરંપરાગત અનાજનું વાવેતર ઘટી ગયું
લાખ હેક્ટરમાં વાવેત અને લાખ મેટ્રિક ટન ઉત્પાદન
વાવેતર
જાત 1950 1960 2001 2021
ચોખા 4.73 5.33 6.98 8.17
ઘઉં 4 3.57 4.42 12.17
જુવાર 15.75 13.15 2.22 0.37
બાજરો 18.61 14.35 11.57 1.65
મકાઈ 1.86 2.22 4.9 3.85
રાગી 0.76 0.77 0.27 0.1
કોદરા 1.22 0.97 0.05 0.05
જવ 0.82 0.04 0.01 0.05
ઉત્પાદન
ચોખા 2.91 1.5 10.48 20.4
ઘઉં 2.31 2.71 10.37 39.18
જુવાર 3.4 2.21 2 0.51
બાજરો 5.12 4.8 15 2.66
મકાઈ 1.5 2.71 9.65 7.26
રાગી 0.7 0.62 0.28 0.12
કોદરા 0.99 0.77 0.28 0.01
જવ 0.03 0.02 0.01 0

ગુજરાત 1950નું કેવું

ચોખા 4.73 લાખ હેક્ટરમાં 2.91 લાખ ટન

ઘઉં 4 લાખ હેક્ટરમાં 2.31 લાખ ટન

જુવાર 15.75 લાખ હેક્ટરમાં 3.40 લાખ ટન

બાજરો 18.61 લાખ હેક્ટરમાં 5.12 લાખ ટન

મકાઈ 1.86 લાખ હેક્ટમાં 1.50 લાખ ટન

રાગી 76 હજાર હેક્ટરમાં 70 હજાર ટન

કોદરા 1.22 લાખ હેક્ટરમાં 99 હજાર ટન

જવ 8200 હેક્ટરમાં 4300 ટન ઉત્પાદન થયું હતું.

 

ગુજરાત 1960નું

ચોખા 5.33 લાખ હેક્ટરમાં 2.91 લાખ ટન

ઘઉં 3.57 લાખ હેક્ટરમાં 2.71 લાખ ટન

જુવાર 13.15 લાખ હેક્ટરમાં 2.21 લાખ ટન

બાજરો 14.35 લાખ હેક્ટરમાં 4.80 લાખ ટન

મકાઈ 2.22 લાખ હેક્ટમાં 2.71 લાખ ટન

રાગી 77 હજાર હેક્ટરમાં 62 હજાર ટન

કોદરા 97 હજાર હેક્ટરમાં 77 હજાર ટન

જવ 4800 હેક્ટરમાં 2300 ટન ઉત્પાદન થયું હતું.

 

ગુજરાત 2001

ચોખા 6.98 લાખ હેક્ટરમાં 10.48  લાખ ટન

ઘઉં 4.42 લાખ હેક્ટરમાં 10.37 લાખ ટન

જુવાર 2.22 લાખ હેક્ટરમાં 2.00 લાખ ટન

બાજરો 11.57 લાખ હેક્ટરમાં 15 લાખ ટન

મકાઈ 4.90 લાખ હેક્ટમાં 9.65 લાખ ટન

રાગી 27.50 હજાર હેક્ટરમાં 28 હજાર ટન

કોદરા 4700 હજાર હેક્ટરમાં 2900 હજાર ટન

જવ 1300 હેક્ટરમાં 1600 ટન ઉત્પાદન થયું હતું.

 

ગુજરાત 2021

ચોખા 8.17 લાખ હેક્ટરમાં 20.40  લાખ ટન

ઘઉં 12.17 લાખ હેક્ટરમાં 39.18 લાખ ટન

જુવાર 37.57 હજાર હેક્ટરમાં 51 હજાર ટન

બાજરો 1.65 લાખ હેક્ટરમાં 2.66 લાખ ટન

મકાઈ 3.85 લાખ હેક્ટમાં 7.26 લાખ ટન

રાગી 10 હજાર હેક્ટરમાં 12 હજાર ટન

કોદરા, જવ જેવા નાના અનાજ 10 હજાર હેક્ટરમાં 18 હજાર ટન ઉત્પાદન થયું હતું.