26 BJP MLAs have criminal history BJP के 26 विधायकों का आपराधिक इतिहास है
અમદાવાદ, 26 ઓક્ટોબર 2026
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2027માં આવી રહી છે ત્યારે તમામ પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. નાગરિકો ઈચ્છે છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ઉમેદવારો રાજકીય પક્ષો ઉભા ન રાખે.
ગઈ ચૂંટણીમાં કેટલાં ઉમેદવારો અને ધારાસભ્યોનો ખરાબ ઇતિહાસ હતો તે અંગે વિગતો.
વિજેતા ધારાસભ્યોના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2022માં જીતેલા 22 ટકા ધારાસભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં 16 ટકા ધારાસભ્યો સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. ADRના અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે ભાજપના 26 અને કોંગ્રેસના 9 ધારાસભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે AAP, અપક્ષના 2-2 અને સમાજવાદી પાર્ટીનો 1 ધારાસભ્ય ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.
ભાજપના 20 ધારાસભ્ય સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. તો કોંગ્રેસના 4, AAPના 2 અને અપક્ષના 2 ધારાસભ્ય સામે પણ ગંભીર ગુના નોંધાયેલા છે. જેમાં કોંગ્રેસના અનંત પટેલ, કિરીટ પટેલ અને ભાજપના કાળુ રાઠોડ સામે IPC 307નો ગુનો નોંધાયેલો છે. તો જેઠા ભરવાડ, જીગ્નેશ મેવાણી, ચૈતર વસાવા અને જનક તલાવીયા સામે મહિલા અત્યાચારના ગુના દાખલ થયેલા છે.
કોનો કેટલો અભ્યાસ ?
વિધાનસભાના જીતેલા 182માંથી 86 ધારાસભ્યોએ ધો. 5 થી 12 સુધીનો અભ્યાસ કરેલો છે. 83 ધારાસભ્યો ગ્રેજ્યુએટ અને તેથી વધુ ભણેલા છે. 7 ધારાસભ્યો સાક્ષર અને 6 ડિપ્લોમા હોલ્ડર છે.
2022માં 182 ધારાસભ્યમાંથી 47 ધારાસભ્ય પર ખટલા ચાલતાં હતા. જેમાં 6 ધારાસભ્યો પર બળાત્કાર અને કુનના ખટલા અદાવતમાં ચાલતાં હતા.
2012માં 1666 ઉમેદવારોમાંથી 287 ઉમેદવારો સામે ગુના હતા.
2017માં 1826 ઉમેદવારોમાંથી 253 ઉમેદવારો પર ગુના તેમાં 154 સામે ગંભીર ગુના હતાં.
2027
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં 154 ઉમેદવારો પર ગંભીર ગુના હતાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં કુલ 1826 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતાં. તેમાંથી 1815 ઉમેદવારોનું વિશ્લેષણ થયું હતું. કુલ 253 ઉમેદવારોએ ક્રિમનલ કેસ હોવાની વાત જાહેર કરી હતી અને તેમાં 154 ઉમેદવારો પર ગંભીર પ્રકારના ગુના હોવાની વાત કરી. જે કુલ ઉમેદવારના 8 ટકા.
2017માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર ક્રાઈમ કેસ તેવી જ રીતે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 181 ઉમેદવારોમાંથી 46 ઉમેદવારોએ ક્રાઈમ કેસ હતા. 26 ઉમેદવારો પર ગંભીર ક્રાઈમ કેસ નોંધાયેલા હતા. જે 14 ટકા હતા. કોંગ્રેસના 176 ઉમેદવારોમાંથી 56 ઉમેદવારો પર ક્રાઈમ કેસ તેવો ઉલ્લેખ ઉમેદવારી પત્રકમાં કર્યો હતો અને 38 ઉમેદવારો પર સીરીયસ ક્રાઈમ કેસ નોંધાયા. જે 22 ટકા હતા.
આમ આદમી પાર્ટીના 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 28 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારોએ ક્રિમિનલ કેસ અને 2 ઉમેદવારોએ ગંભીર ક્રાઈમ કેસ હોવાનું ડીકલેરેશન કર્યું હતું.
એનસીપીના 57 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારો પર ક્રાઈમ કેસ હતાં અને 6 ઉમેદવારો પર ગંભીર ગુના નોંધાયા હતાં.
2017માં ભાજપના ચૂંટાયેલા 99 ધારાસભ્યોમાંથી 18 ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ હતા. 12 સામે ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયલો હતાં. કોંગ્રેસ પક્ષમાં 77 ધારાસભ્યોમાંથી 25 ધારાસભ્યો પર ક્રાઈમ કેસ નોંધાયેલા હતાં. 17 સામે ગંભીર ક્રિમિનલ કેસ હતા.
2012
ગુજરાત વિધાનસભાની 2012માં ચૂંટણી યોજાઈ હતી. તેમાં કુલ 1666 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને તેમાંથી 1660 ઉમેદવારોનું એનાલીસીસ કરાયું હતું. તેમાંથી 287 ઉમેદવારોએ ક્રાઈમ કેસ હોવાની જાહેરાત કરી હતી, અને તેમાંય 126 ઉમેદવારો પર ગંભીર ક્રાઈમ કેસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જે કુલ ઉમેદાવોરીની સંખ્યાને જોતા 8 ટકા ગંભીર ગુનાનો કેસ દાખલ હોય તેવા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતાં.
154 ઉમેદવારો પર ગંભીર પ્રકારના ગુના
2012માં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર ક્રિમિનલ કેસ રાજકીય પક્ષોની દ્રષ્ટિએ જોઈએ તો 2012માં ભાજપના કુલ 181 ઉમેદવારોમાંથી 49 ઉમેદવારોએ ક્રિમિનલ કેસની વિગત જાહેર કરી હતી અને 25 ઉમેદવારો પર ગંભીર ગુનો નોંધાયલ હતો. જે કુલ ઉમેદવારોની સામે 14 ટકા. 2012માં ભાજપ સામે કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં હતી ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કુલ 176 ઉમેદવારોમાંથી 57 ઉમેદવારોએ ક્રિમિનલ કેસ હોવાની જાહેરાત કરી હતી અને 22 ઉમેદવારો પર ગંભીર પ્રકારના ગુનાના ( કેસ હતા. જે કુલ ઉમદવારોના 13 ટકા.
2012ના પરિણામ આવ્યાં તેમાં કુલ 182 ધારાસભ્યોમાંથી કુલ 57(31 ટકા) ધારાસભ્યો ક્રિમિનલ રેકોર્ડ ધરાવ હતા. જેમાં 24(13 ટકા) ધારાસભ્યો ગંભીર પ્રકારના ગુના હતા.
2017ની વિધાનસભાની ચૂંટણીના પરિણામનું એનાલીસીસ કરીએ તો કુલ 182 ધારાસભ્યોમાંથી ચૂંટાયેલા 47(26 ટકા) ધારાસભ્યો પર ક્રાઈમ કેસ નોંધાયેલા. 33(18 ટકા) ધારાસભ્યો પર ગંભીર ક્રાઈમ કેસ હતા.
2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કુલ 115 ધારાસભ્યોનું એનાલીસીસ કરતાં 32 ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ હતા. 14 ધારાસભ્યો પર ગંભીર ક્રિમિનલ કેસ હતા. કોંગ્રેસના 61 ધારાસભ્યોમાંથી 20 ધારાસભ્યો સામે ક્રાઈમ કેસ હતા. 7 ધારાસભ્યો સામે ગંભીર ગુના હતા.
————-

English





