અમદાવાદમાં માર્ગ બનાવવા જેટલો ખર્ચ ફૂટપાથ બનાવવા માટે, એક કિલોમીટરનો ખર્ચ રૂ.52 લાખ

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2020

અમદાવાદમાં રૂ.200 કરોડના ખર્ચે ફૂટપાથ બનાવવાનું કામ શરૂ થયું છે.315 કિલોમીટર લંબાઈની નવી ફૂટપાથ બનાવવા રૂ.165 કરોડના ભાજપના મળતિયાઓને ઠેકા આપવામાં આવશે. અમદાવાદ શહેરની ચૂંટણી છે તેમાં પછી ફંડ પણ ઉઘરાવશે. ગંભીર બાબત એ છે કે, પ્રજાના પૈસા દંડ અને વેરાથી ભેગા કરીને ભાજપ તેમાં ભ્રષ્ટાચાર કરી રહી છે. ફૂચપાથ એક કિલોમીટરનું રૂ. 52 લાખ ખર્ચ થશે. જે રોડ બનાવવા કરતાં પણ વધું છે. આ નાણાં પછી ભાજપને નડતાં લોકોને ખરીદ કરવામાં વાપરવામાં આવશે. જે રીતે ધારાસભ્યોની ખરીદી અમિત શાહના સમયમાં થઈ હતી તેમ.

સી.જી. રોડની ફૂટપાથની અત્યંત ખરાબ ડીઝાઈન મુજબ અમદાવાદમાં અનેક સ્થળે નવી ફૂટપાથો તૈયાર કરવામાં આવશે. રાહદારી માટે 418 કિલોમીટર લાંબી સાયકલ ટ્રેક સાથેની ફૂટપાથ બનાવવા ઠેકો અપાશે. દર વર્ષે ફૂટપાથ માટે રૂ.20 કરોડ ખર્ચ થાય છે. આ વર્ષે તેમાં 1000 ટકાનો વધારો કરીને રૂ.200 કરોડમાં ફૂટપાથ બનાવાશે. જેમાંથી ભાજપ પોતે ચૂંટણી ખર્ચ કાઢી લેશે. ભાજપના કોર્ટોપેટરો પછી બીજા પક્ષના કાર્યકરોને ખરીદવા તે વાપરશે.

ફૂટપાથ પર કોઈ ચાલી શકતું નથી

જ્યાં સાયકલ ટ્રેક છે ત્યાં કોઈ સાઈટલ ચલાવતું નથી. જે ચલાવવા માંગે છે તે ચલાવી શકે તેવી તેની હાલત છે. ખાસ કરીને બીઆરટી માર્ગ પર. ફૂટપાથ ચાલવા માટે કામ આવતી નથી તે ટોરેન્ટ વીજ કંપનીના ડીપી, રિલાયંસના ટાવર, વોડાફોન કે મોબાઈ કંપનીના ટાવર, લારી-ગલ્લા અને બિલ્ડરોને ફાયદો કરાવવા પાર્કિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

લોકો તેના પર ચાલી શકતા નથી. તો આટલું જંગી ખર્ચ કરતાં પહેલાં આ દબાણો હઠાવવા જોઈએ. દર 500 મીટરે ટોરેન્ટ પાવરની વીજ ડીપી હોય છે. કર એક કિલોમીટરે એક મોબાઈલ ટાવર ખડકી દેવામાં આવ્યા છે તેથી રાહદારીઓ ફૂટપાથ પર સરળતાથી ચાલી શકતાં નથી. અમપા અને પોલીસ ખાતાની નિષ્ક્રિયતાના કારણે ફૂટપાથ પર દબાણ થઈ જાય છે. તમામ વિસ્તારોમાં ફૂટપાથનો પાર્કિંગ તરીકે પણ ઉપયોગ થાય છે.

ટકાઉ પાથ તોડી પડાશે

સ્માર્ટ સીટી અમદાવાદમાં 809 કિલોમીટરની ફૂટપાથ 50 વર્ષની ટકાઉ ક્ષમતાના આધારે બની છે. આ વર્ષે 418 કિલોમીટરની નવી ફૂટપાથ બનશે. જે હયાત પગદંડીની સરખામણીએ 50 ટકા થશે. અમદાવાદમાં ખરેખર તો 5 હજાર કિલોમીટરની ફૂટપાથ હોવી જોઈએ. તેના સ્થાને 2400 કિલોમીટરની છે.

હાલની 113 કિલોમીટરની ફૂટપાથને તોડીને નવી ડીઝાઈન મુજબ તૈયાર કરવામાં આવશે. જે ફાજલ ખર્ચ કરવામાં આવી રહ્યું છે. તેના કરતાં જ્યાં ફૂટપાથ નથી ત્યાં બનાવવી જોઈએ એવું પ્રમાણિક ઈજનેરો માની રહ્યાં છે.

પગદંડીની પહોળાઈ 1.8 મીટરથી 6 મીટર રહેશે. શહેરમાં 2470 કિલોમીટર લંબાઈના રોડ છે, જેમાં 1200 કી.મી.ની ફૂટપાથ બનાવવામાં આવશે. ફૂટપાથની નવી ડીઝાઈનમાં સાયકલ ટ્રેક અને 3475 કેચપીટ હશે. 10 હજાર વૃક્ષ લગાવવામાં આવશે.

બિલ્ડરોને ફાયદો કરાવવા ફૂટપાથ પર પાર્કિંગ

બિલ્ડરોએ રોડ સાઈ બિલ્ડીંગ બનાવતી વખતે પાર્કિંગ રાખવું પડે છે. તે પાર્કિંગમાં દુકાનો બનાવીને અબજો રૂપિયામાં વેચી મારેલું છે. જેમાં રાજનાતાઓએ વ્યાપક ભ્રષ્ટાચાર કરી લીધો છે. હવે તે બિલ્ડરોને ફાયદો કરાવવા માટે ભાજપના સત્તાધિશો ફૂટપાથ પર પે એન્ડ પાર્ક માટે વિચારણા થઈ શકે છે.

ફૂટપાથો બનાવવાનાં નામે બિલ્ડરોનાં લાભાર્થે પાર્કિગ પ્લોટો બનાવવામાં આવ્યાં છે. તમામ ફૂટપાથો રાહદારીઓ માટે ચાલવાની જગ્યાનાં બદલે વાહનચાલકો તેનાં ઉપર વાહન પાર્ક કરી રહ્યાં છે. જેનાં પરીણામે રાહદારીઓને રસ્તા ઉપર ચાલવાં મજબૂર બનવું પડે છે. રાહદારીઓ મોતને પણ ભેટતાં હોય છે. અમદાવાદનો નિષ્ફળ પ્રોજેક્ટ ‘મોડેલ રોડ’ને ફરીથી રૂ.181 કરોડના ખર્ચે ફરી એક વખત ખર્ચ કરવાનું નક્કી કરાયું છે.