[:gj]કોરોના પછી મજબૂત બનેલા સોશ્યલમીડિયા આંદોલનો સરકારનો પરસેવો પાડી રહ્યા છે..![:]

Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।
Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]પહેલા 4200 પે ગ્રેડ, પછી એલ.આર.ડી.મેલ. પછી, પોલીસ પે ગ્રેડ, એ પહેલા મને ખબર નથી, સરકાર શું કરે છે ? આવા અનેક વિરોધો સોશ્યલ મીડિયાપર શરૂ થયા, એમાંય  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી દ્વારા વિજય રૂપાણીની સરકારનો વિરોધ કરવા માટે સોશિયલ મીડિયા અભિયાન આરંભાયું પછી તો આ વિરોધે એવું જોર પકડ્યું છે કે આજે ચારે તરફ થી ગુજરાત સરકાર ઘેરાયેલી જોવા મળે છે, પછી છેલ્લે એ શિક્ષણ ફીની વાત જ કેમ ન હોય ? આખી સ્થિતિ જોતા એક વાત સમજાય છે કે હાલ ગુજરાત સરકાર પર ચારે તરફથી શંકા અને પ્રશ્નોના વાદળો ઘેરાયેલા છે.

ગુજરાતમાં કોરોના કાળ શરૂ થયો ત્યારથી લઇ ને અત્યાર સુધી જુઓ તો ચારે બાજુ પ્રશ્નો જ પ્રશ્નો દેખાય છે, પહેલા આપણે છેવાડાના માનવી એવા રીક્ષા ચાલકોથી શરૂઆત કરીએ તો રિક્ષાચાલકોની માગ છે કે કોરોના મહામારીના લૉકડાઉનના ત્રણ મહિના પેટે રાજ્ય સરકાર દ્વારા તેમને માસિક પાંચ હજાર લેખે આર્થિક સહાય કરવામાં આવે. કેમકે રીક્ષા ચાલકો એવું માને છે કે કોરોનાને કારણે થયેલા લૉકડાઉનને કારણે પહેલાંથી આર્થિક સંકડામણનો અનુભવ કરી રહેલા ગરીબ રિક્ષાચાલકોની મુશ્કેલીમાં અત્યંત વધારો થયો છે.

અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ રિક્ષાચાલકો માટે આર્થિક સહાયની જાહેરાત કરવાની અથવા રિક્ષાચાલકો માટે સરળ લૉનની વ્યવસ્થા કરી આપવાની જરૂર લાગે છે. રીક્ષા ચાલકો આ અંગે ઘણા સમયથી માંગ કરી રહ્યા છે પરંતુ ઘણી રજૂઆતો છતાં પણ આ માગો સંતોષાઈ નથી.

અહીં વાત નો એક અધ્યાય પૂરો થાય છે હવે બીજા અધ્યાયની વાત કરીએ તો રાજ્યમાં થોડા દિવસ પહેલાં જ શિક્ષકો દ્વારા ગ્રેડ-પેમાં સુધારા માટે આંદોલન ચલાવાયું હતું. સરકારે શિક્ષકોની માગણી સ્વીકારી લીધા બાદ હવે ફરીથી ગુજરાતના પોલીસકર્મીઓ દ્વારા ગ્રેડ-પેમાં વધારા માટે ટ્વિટર પર અભિયાન શરૂ કરી દેવાયું છે.આ અભિયાન હેઠળ અસંખ્ય ટ્વીટ થયા,જુદાજુદા મીડિયા અહેવાલો અનુસાર રાજ્ય પોલીસમાં કાર્યરત્ કૉન્સ્ટેબલો, હેડ-કૉન્સ્ટેબલો અને એ.એસ.આઈ.ના ગ્રેડ-પેમાં વધારો કરવાની માગ થઈ રહી છે.

કૉન્સ્ટેબલો દ્વારા ગ્રેડ-પે 1800થી વધારી 2800, હેડ-કૉન્સ્ટેબલો દ્વારા ગ્રેડ-પે 3600 કરવાની અને એ. એસ. આઇનો ગ્રેડ-પે 4400 કરવાની માગણી થઈ રહી હતી, જોકે એક રાતે અચાનક પોલીસ વિભાગ ત્રાટક્યું અને આંદોલન માટે બનાવાયેલા ટેલિગ્રામ ગ્રુપ ને તોડી પડાયું, અને બાદમાં ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે “જો પગારની ચિંતા હોય તો પોલીસની નોકરી ન કરવી” હવે તમે વિચારો કે લોકો ને કાયદાનું ભાન કરાવતા અને આ કોરોના મહામારીમાં પોતાનો અને પોતાના પરિવારનો જીવ જોખમમાં મૂકી દિવસ રાત સેવા કરતા પોલીસ કર્મીઓને પોતાનો પગાર માંગવાની પણ છૂટ નથી ?

તમે વિચારો કે એક સામાન્ય કૉન્સ્ટેબલથી માંડીને મોટા અધિકારીઓ સુધી તમામ પોલીસ કર્મચારીઓ 12 થી 16 કલાક ફરજ પર રહે છે. પોલીસકર્મીઓને પૂરતા પ્રમાણમાં રજા પણ મળતી નથી. આવી પરિસ્થિતિમાં તેમના ગ્રેડ-પેમાં વધારાની માગણી પોલીસ ન કરે તો શું કરે ?

પોલીસ પછી મહત્વનો પ્રશ્ન પરીક્ષાનો, તમને યાદ હોય તો રાજ્યમાં ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજનને લઈને સરકાર અને વિદ્યાર્થીનેતાઓ વચ્ચે મડાગાંઠ સર્જાયેલી છે. વિદ્યાર્થીઓએ ટ્વિટર પર સરકાર વિરુદ્ધ ‘#પહેલાંરોજગારીપછીચૂંટણી’ એવું અભિયાન પણ શરૂ કર્યું હતું, જેના સમર્થનમાં લાખો ટ્વીટ થયાં હતાં. વિદ્યાર્થી નેતાઓ વહેલી તકે રાજ્યમાં અટકી પડેલી તમામ ભરતી પ્રક્રિયાઓ ફરીથી શરૂ કરવાની માગ કરી રહ્યા છે, બીજી તરફ સરકાર તરફથી વિદ્યાર્થીઓની માગણી અંગે કોઈ જ સ્પષ્ટતા નથી કરી શકાઈ.

નોંધનીય છે કે કોરોનાની મહામારીને કારણે ગુજરાત સરકારની જુદી-જુદી ભરતીસંસ્થાઓ દ્વારા લેવાતી પ્રક્રિયા હાલ મોકૂફ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓની માગ છે કે સરકાર શક્ય એટલી વહેલી તકે પરીક્ષા આયોજન અંગેની તારીખો જાહેર કરે. આવું નહીં થાય તો વિદ્યાર્થીઓ દ્વારા આગામી સમયમાં યોજાનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.

આવનાર સમયમાં ગુજરાતમાં 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે એ પછી જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીઓ પણ છે એટલે રાજ્ય ચૂંટણીના વાતાવરણમાં પ્રવેશે એ પહેલા જ કોરોનાના સમયમાં જ ગુજરાત એક ઈ-આંદોલન અને માંગોના તબક્કામાં પ્રવેશી ગયું હોય એવું લાગે છે.હા સતાધારી પક્ષના પ્રમુખ બદલાયા છે પણ સી.એમ.રૂપાણી હજી ત્યાં જ છે,એટલે નવા પ્રમુખ અને જુના સી.એમ.સામે આવનાર ચૂંટણીમાં ભાજપ ને જીત અપાવવા ઉપરાંત આ બધા આંદોલન અને આંદોલન કારીઓના પ્રશ્નોનું સમાધાન શોધવું પડશે, નથી તો સરકાર સાથે સાથે નવા નિમાયેલા પ્રમુખ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઇ જશે, મહત્વની અને મજાની વાત એ છેકે કોરોનામાં જયારે લોકો બહાર નીકળી નથી શકતા, લોક આંદોલનો ખુલી ને નથી કરી શકતા એવા સમયમાં પણ સોશ્યલ મીડિયાના આંદોલનોએ સરકારનો પરસેવો પાડી દીધો છે..![:]