ગાંધીનગર, 9 ડિસેમ્બર 2020
ઉત્તર તરફના પ્રવેશદ્વાર પર એક તકતી પણ હતી. કોઈ અજ્ઞાત કારણોસર આ તકતી નીચે પડી હશે અને આપણા પૂર્વજોએ એને સંભાળીને રાખી હશે તેથી જ એ તકતી હેમખેમ સ્થિતિમાં પુરાતત્ત્વવિદોને મળી છે. આ તકતી પર દસ અક્ષર જોવા મળ્યા છે. જોકે હજી નિષ્ણાતો એ અક્ષરોને ઉકેલી શક્યા નથી. હડપ્પા સંસ્કૃતિના લોકો જે ભાષા બોલતા હતા અને જે લિપિમાં લખતા હતા એ આજે પણ અજાણી જ છે.
અલબત્ત, એમની ભાષામાં આશરે ૪૦૦ મૂળાક્ષર હશે એવું અત્યાર સુધી મળેલાં લખાણો પરથી જાણી શકાયું છે. અલબત્ત, આપણે જેમ ડાબેથી જમણે લખીએ છીએ એમ નહીં, પરંતુ જમણેથી ડાબે લખતા હતા. મોટા ભાગનું લખાણ પાષાણના શિલાલેખ પર જોવા મળે છે. કેટલીક જગ્યાએ ચીકણી માટીમાં મુદ્રાઓની ઉપસાવવામાં આવેલી છાપ પણ જોવા મળે છે. આ મુદ્રાઓ વેપાર માટે અથવા સત્તાવાર કાર્યવાહી માટે પણ ઉપયોગમાં લેવાતી હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરે છે. શોધકામ દરમિયાન સંશોધકોએ ધોળાવીરા અને લોથલ વચ્ચે દરિયાઈ માર્ગે વાહનવ્યવહાર થતો હોવાનું પણ શોધી કાઢ્યું છે. આ વાહનવ્યવહાર વેપાર માટે થતો હશે એવું માનવામાં આવે છે.
લંબચોરસ આકારમાં વિકસાવવામાં આવેલું ધોળાવીરા પૂર્વથી પશ્ચિમમાં 771.1 મીટર લાંબુ અને ઉત્તરથી દક્ષિણ 616.85 મીટરમાં પહોળું ફેલાયેલું હતું. હજારો વર્ષ પહેલાંની લાઈફસ્ટાઈલ છે. ટાઉન પ્લાનિંગ તો આજના નિષ્ણાતોને પણ વિચારવા માટે મજબૂર કરી દે એવું છે. મોતી, રત્નો, છીપ, સોનું, ચાંદી, તાંબાનાં વાસણો, માટલાં, આભૂષણો વગેરે મળી આવ્યા છે.
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે, જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જુની છે. એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતાં તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે.
અહીં મહાલયો હતાં. આ જગ્યાએ આ રાજવીનું બાળપણ વીત્યું હતું. ઈતિહાસ હંમેશા માણસો દ્વારા જ રચાય છે. ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષ સૌપ્રથમ લીમડી તાલુકામાં રંગપુરમાં મળી આવ્યાં હતા. તે પછી 1954થી 1958 દરમિયાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામે લોથલનો ટીંબો મળી આવ્યો હતો. આ સંશોધન ચાલુ રહેતાં 2967માં કચ્છમાં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિ કેટલી વિકસીત હતી તેના પુરાવા મળ્યાં હતા.
ધોળાવીરાની શોધનો શ્રેય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના જે પી જોશીને જાય છે, પણ તેનું મોટા પાયે ખોદકામ 1990-91માં ડો. આર કે વિષ્ટના નેતૃત્વમાં થયું હતું. કચ્છીના લોકો ધોળાવીરાને કોટડા તરીકે જાણે છે.
પ્રવેશ દ્વાર-
ધોળાવીરાના ઉત્તરીય પ્રવેશદ્વાર પર લખાયેલા દસ અક્ષર. એક પ્રવેશ દ્વારનું પાટીયું એ જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે. લાગે છે કોઈક કારણસર એ પાટીયું ઉપરથી નીચે પડ્યું હશે અને આપણાં પૂર્વજોમાંથી કોઈકે એને સંભાળી બાજુમાં રાખ્યું હશે. એના દસે દસ અક્ષરો અકબંધ છે.
સ્મશાન-કબર
અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્ધ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા. વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.
ધર્મ ન હતો
આખા નગરમાં ધર્મ સ્થળ જેવું કાંઈજ મળ્યું નથી એ નવાઇ લાગે છે. પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળ્યા છે. પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય.
સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો (મહાદુર્ગ) તરીકે ઓળખે છે. મૂળ તો ધોળાવીરા ગામની નજીક આવેલી હોવાને કારણે એ પુરાતત્ત્વીય સાઈટનું નામ ધોળાવીરા પડી ગયું છે. 1967માં પુરાતત્ત્વવિદ્ જગત્પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી.
મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પત્થરોથી બાંધકામ થયેલ છે. પત્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.
ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે:
શાસક અધિકારી નો રાજમહેલ, અન્ય અધિકારી ઓના આવાસ, સામાન્ય નગરજનો નો આવાસ
શાસક અધિકારીનો રાજમહેલ
નગરમાં શાશક અધિકારીનો રાજમહેલ ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં.
અન્ય અધિકારી ઓના આવાસ
અન્ય અધિકારીઓના આવાસોની ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી. અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાન મળી આવ્યાં હતાં.
સામાન્ય નગરજનોનો આવાસ
સામાન્ય નગરજનોના આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી.
ધોળાવીરાથી દસેક કિમી દૂર વૃક્ષના થડના બે અશ્મિઓ 16 કરોડ વર્ષ જૂના, 8થી 10 મીટર લાંબા અને અડધાથી એક મીટરની પહોળાઈ ધરાવતા છે.
45 વર્ષ પહેલાં જે. પી. જોશીએ કચ્છની એ સૂકીભઠ્ઠ જમીનમાંથી એનો વૈભવશાળી ભૂતકાળ શોધી કાઢ્યો. 1967-68માં અહીં હડપ્પા સંસ્કૃતિની એક મુદ્રા મળી આવી જ લોકોને એના વિષે ખ્યાલ આવ્યો હતો.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 1990થી અહીં સતત ઉત્ખનન કરવામાં આવ્યું છે. 250 એકરમાં ફેલાયેલા આ વિસ્તારમાં લગભગ 13 વખત ઉત્ખનન કરવામાં આવ્યું છે. જેમાં ઈ. સ. પૂર્વે 2650થી લઈને ઈ. સ. પૂર્વે 2100 દરમિયાનના તથા ઈ. સ. પૂર્વે 1450 સુધી અનેક વખત વસેલા અને વેરાન થયેલા નગરના અવશેષ મળી આવ્યા છે. દરેક ઉત્ખનન એક્સાઈટમેન્ટથી ભરપૂર હકીકતોને સપાટી પર લાવ્યું છે.
હડપ્પા સંસ્કૃતિનાં મળી આવેલાં 8 મોટાં શહેરમાં ધોળાવીરાની ગણના થાય છે.
ગુજરાત, સિંધ, પંજાબ સુધી વિસ્તરેલાં હડપ્પા સંસ્કૃતિનાં નગરોમાં ધોળાવીરાનું વ્યાપારિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ હતું. મોહેં-જો-દડો અને હડપ્પાના આવાસોની સરખામણીમાં ધોળાવીરાનાં મકાનો અને નગર વિશેષ રીતે જુદાં પડે છે. કેવી રીતે? મોહેંઽ-જો-દડો અને હડપ્પામાં કાચી-પાકી ઈંટોનાં મકાન જોવા મળે છે, જ્યારે ધોળાવીરામાં કટ-ટુ-કટ ચોરસ અથવા લંબચોરસ પથ્થરોથી બિલકુલ પ્લાનિંગ સાથેના આવાસ જોવા મળે છે. આ નગરના બાંધકામ માટે ધોળાવીરાની બાજુમાં આવેલી ખાણોમાંથી જ પથ્થર કાઢવામાં આવ્યા છે. અલબત્ત, આ નગરની રચના જોઈને આશ્ર્ચર્યથી મોઢું ખુલ્લું જ રહી જાય છે.
નગરની ચારેબાજુ સંરક્ષણ દીવાલ જોવા મળે છે. ઊંચાઈવાળી જગ્યાએ આ નગરના શાસકોનો રાજમહેલ બનાવવામાં આવ્યો છે. રાજમહેલની ફરતે લગભગ 120 એકરમાં કિલ્લો અને એ કિલ્લામાં ચારેબાજુએ પ્રવેશદ્વાર હતાં. ટુ કે થ્રી બેડરૂમ હૉલ કિચનના કોન્સેપ્ટ ધોળાવીરામાં છે.
નગરના અન્ય અધિકારીઓના મકાન બેથી પાંચ ઓરડાના કોન્સેપ્ટવાળાં હતાં. અલબત્ત, એની આસપાસ પણ સંરક્ષણ દીવાલની હાજરી જોવા મળે છે. દુશ્મનો સામે કેવી સાવધાની રાખવામાં આવતી એનો અંદાજ આ કિલ્લાની રચના પરથી આવે છે.