ખારી જમીન પર મીઠી ખારેક થવા લાગી

વઢિયાર પ્રદેશ ક્ષારની જમીન પર છે. વર્ષોથી પડતર જમીન હોવાથી તેને ખારી જમીન તરીકે ઓળખે છે. આવી ખારી જમીન પર સફળ ખેતી 10 વર્ષથી થઈ રહી છે. હવે ખારો પ્રદેશ મીઠી ખારેકનો પ્રદેશ બની ગયો છે. ભેજ ખારેકનો દુશ્મન છે, કચ્છમાં 500 વર્ષથી ખારેકની ખેતી થાય છે.

પાટણના સામી તાલુકાના રવદ ગામના શંકર લલ્લુ પટેલને ગુજરાતનું કૃષિ વિભાગ સફળ ખેડૂતની સફળ ખેતી ગણે છે. કૃષિ વિભાગે આ ખેડૂતની વિગતો તેમના જ શબ્દોમાં તૈયાર કરી છે. ખેડૂત કહે છે કે, હું ખારેકની ખેતી કરું છું.  મારું ખેતર વઢીયાર વિસ્તારના રવદ ગામની ક્ષારયુકત જમીનમાં આવેલું છે. મેં સૌ પ્રથમ મુજપુર ગામ પાસે આવેલા જીજાબા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ખજૂરનું વાવેતર કરી ખારેકનો મબલક પાક તૈયાર કરવાની મેં યોજના તૈયાર કરેલી હતા. આજે 20 હજાર ખજૂરીના વૃક્ષો કચ્છના રણની પાસે ઊભા છે. પ્રથમ તબક્કામાં 2008-09માં 11 રોપ વાવેલા હતા. તેમજ મેં મારા આજ ફાર્મામાં ખજુર પાક સાથે રોપા પણ તૈયાર કરવાની યોજના પહેલાથી વિચારણા કરવામાં આવેલી હોવાથી આજે હજારોની સંખ્યામાં રોપા પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમજ કેટલાક રોપા તૈયાર પણ થઇ ગયેલ છે.

મારુ આ ફાર્મ હારીજ અને સમી તાલુકાને જોડતા હારીજ તાલુકાના જાસ્કા અને સમી તાલુકાના કુકરાણા , ખાખબડી ( નવા ) તેમજ રવદ એમાં ચાર ગામોને જોડતા રસ્તા વચ્ચે ” સેજસ્મી ખારેક ” ફાર્મ ઊભું છે. ટપક પિયત 7.42 મીટરના અંતરે રોપા રોપવામાં આવ્યા હતા. પ્રથમ વાર રોપવામાં આવેલા તમામ રોપાઓમાં નર અને માંદા ખજૂરીને બે થી ત્રણ વર્ષ બાદ ઓળખી શકાય છે. 40-60 % નર – માદા ખજૂરી હોય છે. ફળ ઝાડને ફલિત થવા માટે 50 માદા ખજૂરીને એક નર ખજૂરની જરૂર હોય છે. વધુ નર ખજૂરને કાઢી નાંખવામાં આવે છે. તેની જગ્યાએ માદા ખજૂરીનો છોડ રોપવામાં આવે છે.

ફળ આવતાં 8થી 12 વર્ષ લાગે છે. ખજૂરી વાવેતર માટે 1.5 ફૂટ પહોળો , 1.5 ફૂટ લાંબો , 1.5 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવે છે. છાણીયું ખાતર , ઉધઈ નિયત્રણ માટે દવા તેમજ 1 કિલો થી 3 કિલો વર્મી કમ્પોસ્ટ જરૂરી છે. ખજૂરીને 3000થી 4500 ટી.ડી.એસ સુધીની જમીન પણ થઇ શકે છે. મારા બગાચાની મુલાકાત લઈને ગુજરાતના કોઈ પણ ખેડૂત પોતાના આવક વધારી શકે છે.

વેપાર

ગુણવત્તા પ્રમાણે એક કિલોના રૂ.5થી100 સુધી મળી શકે છે. એકવાર ચાખી જાય તેને જરૂર ફરીથી તેજ ખારેક લેવા માટે જવાનું મન થઇ જાય. કચ્છની અસલી દેશી ખારેક બજારમાં રૂ.200થી રૂ.2000 સુધીના ભાવે વેંચાય છે. રૂ.350 કરોડનો કારોબાર થાય છે. ત્યારે ખારેકનું વેચાણ કરતા વેપારીઓના અંદાજ મુજબ પોણા બે લાખ મેટ્રીક ટન જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે અને કચ્છી મેવા તરીકે જાણીતી ખારેક આશરે સાડા ત્રણસો કરોડનો કારોબાર કરી આપશે. વર્ષો પહેલા પછાત તરીકે જાણીતા સમી તાલુકામાં પણ હવે ખેડૂતો ખારેક ઉગાડવા લાગ્યા છે. રવદ 225 વીઘા જમીન છે. 20 ફૂટના અંતરેથી ખારેકના છોડ રોપ્યા હતા. 10 કિલોના બોક્ષમાં મુંબઇ, અમદાવાદ, ઊંઝા, મહુવા, નવસારી, સુરત, ડીસા, પાટણ સુધી જાય છે.

સાદા રોપા

5 વર્ષે 5 કિલો, 6 વર્ષે 10, 8 વર્ષે 20, 8 વર્ષે 40, 9 વર્ષે 70, 10 વર્ષે 90, 11 વર્ષે 100, 12 વર્ષે 110 કિલો ખારેક એક વૃક્ષમાંથી મળે છે.

જ્યારે કલમી રોપાથી 3 વર્ષનો થાય એટલે 5 કિલો, 4 વર્ષે 10, 5 વર્ષે 25, 6 વર્ષે 50, 7 વર્ષે 90, 8 વર્ષે 125, 9 વર્ષે 150, 10 વર્ષે 175, 11 વર્ષે 200 અને 12 વર્ષે 240 કિલો ખારેક એક વૃક્ષ દીઠ આપે છે. સરકાર રૂ.2500 કિંમતના ટિસ્યુકલ્ચરના એક રોપા પર 1250 રૂપિયા સબસિડી આપે છે.

નવી જાત

  • કચ્છમાં નવી જાત મળે તેમાં અડધી લાલ અને અડધી પીળી છે.
  • કચ્છમાં બાગાયતી ખારેક
  • કચ્છમાં 18 હજાર હેક્ટરમાં વાવેતર કરાયું છે.

કચ્છનું ‘કલ્પવૃક્ષ’ છે. ખારેકના પાનમાંથી સાદડી, સાવરણી, છાબડી, દોરડા અને રમકડાં તેમજ આભૂષણો જેવા કે એરીંગ અને વેણી બનાવી શકાય છે. પાન અને થડનો છાપરા  બનાવવામાં તેમજ અછતના વર્ષોમાં જાનવરોના ચારા તરીકે પણ  ઉપયોગ થાય છે. ઝાડના થડમાંથી રસ કાઢી નીરો બનાવાય છે.

સંશોધન કેન્દ્ર

દેશમાં ખારેકની ખેતી માત્રને માત્ર કચ્છમાં જ થાય છે. 50થી 75 વર્ષ તેનું આયુષ્ય હોય છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું દેશનું એકમાત્ર ખારેક સંશોધન કેન્દ્ર કચ્છના મુન્દ્રામાં 1978માં ધ્રબ ગામમાં 51 હેક્ટર જમીન પર આવેલું છે. સમીમાં જ્યારે ખેડૂતે ખારેક ઉગાડી ત્યારે આ સંશોધન કેન્દ્રની જમીન ગુજરાતની સરકાર અદાણીને મોદી વેચીં મારીને આપવાનું ગુપ્ત કામ કરી રહી હતી. મુન્દ્રા તાલુકાના કંઠી વિસ્તારમાં ખારેકનું દેશના 70 ટકા જબ્બર ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 2008-09માં 19 લાખ હતા. આજે 50 લાખ ખારેકવા વૃક્ષો હોવાનો અંદાજ છે. કચ્છમાં બારહી ખારેકના એક લાખ વૃક્ષ છે. યુનાઇટેડ નેશનલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 1983માં ઇરાન, ઇરાક અને સાઉદી અરેબિયાથી 20 જાતો ચકાસવા માટે કચ્છ લાવવામાં આવી હતી. જેમાંથી ઇરાકની બારહી અને હલાવી નામની ખારેકનું કચ્છમાં ઉત્પાદન કરવામાં સફળતા મળી છે. ઇઝરાયેલની મદદથી ભુજના લાખોંદ રોડ નજીક 10 એકરમાં ખારેક સંશોધન કેન્દ્ર 2018થી બને છે.  ઇન્ડો-ઇઝરાયેલ વર્કપ્લાન સેન્ટર ઓફ એક્સીલન્સ ફોર ડેટ ફાર્મ નામના આ પ્રોજેક્ટ માટે ભારત સરકારે રૂ.4.5 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. કચ્છનું હવામાન ખારેક માટે અનુકુળ છે.

ખારેકની વિવિધ જાતો

મધ્ય પૂર્વનાં દેશો, આફ્રિકા અને કેલિફોર્નિયા વગેરે દેશોથી 40 જાતો ભારતમાં લાવવામાં આવી છે. જેમાં કચ્છ માટે બારહી, હલાવી, ખદરાવી, સામરાન, ઝાહીદી, મેડજુલ, જગલુલ અને ખલાસ જાતો છે. કચ્છમાં બીજ દ્વારા વાવે થાય છે. કચ્છમાં સારી જાતોને સોપારો, ત્રોફો, ગુળચટી, યાકુબી વગેરે નામથી ઓળખવામાં આવે છે. કચ્છમાં યાકુબી જાતનાં બગીચા મુન્દ્રામાં છે.