પાકિસ્તાન પાયમાલ થસે કે નઇ તેનો નિર્ણય આ FATF સંસ્થા લેશે

આજે પાકિસ્તાનના ભાવિ વિશે મહત્ત્વનો ફેંસલો જાહેર કરશે. પાકિસ્તાને પેદા કરેલો આતંકવાદ આજે પાકિસ્તાનને જ ડંખ મારે એવી શક્યતા સર્જાઇ હતી. FATF પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકશે તો પાકિસ્તાનની સ્થિતિ દુનિયા આખીમાં સૌથી કફોડી થઇ જશે.

FATFએ પાકિસ્તાન પાસે સત્તાવીસ મુદ્દે જવાબ માગ્યો

પાકિસ્તાને પોતાના દોસ્ત ચીનની મદદથી FATF ના નિર્ણય પર પ્રભાવ પાડવાના નિષ્ફળ પ્રયાસો કરી જોયા હતા. FATFએ પાકિસ્તાન પાસે સત્તાવીસ મુદ્દે જવાબ માગ્યો હતો. આ મુદ્દા આતંકવાદને આર્થિક સહાય આપવા અંગેના અને આતંકવાદીઓને પોતાની ધરતી પર વિચરવા દેવા અંગેના હતા. પાકિસ્તાન સતત એવો દાવો કરી રહ્યું હતું કે અમે આતંકવાદને પોષતા નથી.

તમે આપેલા 27 માંના માત્ર 21 મુદ્દાનો અમલ પાકિસ્તાને કર્યો હતો

ભારતે FATF સમક્ષ નક્કર પુરાવા રજૂ કરીને પાકિસ્તાનના દાવાને પોકળ સાબિત કર્યો હતો. ભારતે પુરાવા સહિત એ પણ રજૂઆત કરી હતી કે તમે આપેલા 27 માંના માત્ર 21 મુદ્દાનો અમલ પાકિસ્તાને કર્યો હતો. ભારતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે યુનોએ જેમને ઇન્ટરનેશનલ આતંકવાદી જાહેર કર્યા તા એવા જૈશ એ મુહમ્મદ કે દાઉદ ઇબ્રાહિમ સામે પાકિસ્તાને કોઇ પગલાં લીધાં નહોતાં.

FATFએ સૂચવેલા 27 માંના છ સૌથી મહત્ત્વના મુદ્દા અંગે પાકિસ્તાને કોઇ પગલાં લીધાં નહોતાં

ભારતના વિદેશ ખાતાના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે એવી રજૂઆત કરી હતી કે FATFએ સૂચવેલા 27 માંના છ સૌથી મહત્ત્વના મુદ્દા અંગે પાકિસ્તાને કોઇ પગલાં લીધાં નહોતાં. તેમણે કહ્યું કે હવે તો આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાને પોતાની ધરતી પર આતંકવાદને પનાહ આપી હતી અને આજે પણ ડઝનબંધ આતંકવાદી ટોળીઓ ત્યાં સક્રિય હતી.