ખેતીને 15 ટકા નુકસાન કરતી નીલ ગાયની નશબંધી કરો, ઘુઘરો બાંધો, શિકાર કરવાની મંજૂરી આપો

ગાંધીનગર, 3 ફેબ્રુઆરી 2021

8 સપ્ટેમ્બર 2020માં નાથાલાલ સુખડિયાએ અમરેલી કલેક્ટરને પત્ર લખીને પગલાં ભરવા માંગણી કરી હતી. તેમણે પત્રમાં કહ્યું હતું કે, ખેતીમાં 15 ટકા નુકસાન નીલ ગાયનું છે. 2010માં રોઝ 80 હજાર હતા તે વધીને 2015માં 186770 અને 2020માં અંદાજે 3 લાખ નીલ ગાય હતી. 2025માં તે 6 લાખ થઈ જશે.

નીગ ગાયના ગળે ઘંટ કે ઘુઘરો બાંધવાની માંગણી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સમક્ષ કરવામાં આવી હતી. આ અંગે ધારી ધારી રેન્જ ફોરેસ્ટ ઓફિસરને માહિતીના કાયદા હેઠળ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એવો જવાબ આપ્યો છે કે નીલ ગાયને ગળે ઘંટ બાંધવો તે સરકારની નીતિનો વિષય છે.

નીલગાયનું 10-15નું ટોળું હોય છે. તેમાં કોઈ એકને ગળે ઘુઘટો કે ઘંટડી બાંધી દેલામાં આવે તો તેના અવાજથી ખેડૂતોને રાતના સમયે અવાજ આવવાથી ખબર પડે કે તેના ખેતરમાં નીલ ગાય આવી છે. તેથી તેને બીજા ખેતરમાં ખાવા માટે ધકેલી શકે.

ગુજરાતના 55 લાખ ખેડૂત પરિવારમાંથી 25 લાખ પરિવારના કોઈ એક સભ્ય ખેતરમાં જઈને રાતવાસો કરવો પડે છે. સરકારે દિવસે વીજળી આપવાનું શરૂ કર્યું છે. પણ 25 લાખ ખેડૂતોએ રાતના ખેતરમાં જઈને નીલ ગાય માટે જાગતા રહીને ચોકી કરવી પડે છે. ગુજરાતના ખેડૂત જો ખેતરમાં ન રહે તો ખેતર સાફ કરી નાંખે છે.

શહેરોમાં કુતરા કનડે છે તો તેની નશબંધી કરો છો. તે રીતે નીલ ગાયની નશબંધી કરો. તો જ વસતી અંદૂશમાં આવશે.

ખેડૂતો એવી માંગણી કરી રહ્યાં છે કે, નીલગાયને સિંહ અને દીપડાના શિકાર માટે જંગલમાં એક ચોક્કસ જગ્યાએ છોડી દેવામાં આવે.

15 ટકા નુકસાન

55 લાખ ખેડૂતોમંથી 25 લાખ ખેડૂતોના ખેતરમાં નીગગાય 15 ટકા સુધીનું નુકસાન કરે છે. 95 લાખ હેક્ટર જમીન પર ખેતી થાય છે. એક હેક્ટરમાં સરેરાશ રૂપિયા 30 હજારનું નુકસાન બે પાક પ્રમાણે થાય છે. આમ કરોડો રૂપિયાનું નુકસાન રોઝ પશુ કરે છે. 10 હજારનું એક વીઘામાં ઉત્પાદન થાય તો 1500 નુકાસન થઈ ગયું હોય છે.

એમએસપીની જગ્યાએ નીલ ગાય

ગુજરાત સરકાર 7 ટકા ખેડૂતો પાસેથી ટેકાના ભારે ખેત પેદાશ ખરીદ કરે છે. તે બંધ કરીને નીલ ગાયને નાબૂદ કરવા માટે નાણાં ફાળવે તો કોઈ વાંધો નથી.

જંગલની ફરતે વાડ

જંગલના છેડે પાકિસ્તાન સરહદ પર કચ્છ જેવી વાડ બનાવી દે તો ઘણો ફાયદો થઈ શકે છે. તેથી ખેડૂતોને રાતના સમયે પેટ્રોલિંગ કરવું પડે છે. તેનો ખર્ચ બચી શકે. પશુ જંગલની અંદર જ રહે અથવા વીડી વિસ્તારમાં જ તે રહે. જ્યાં દીપડા કે સિંહ તેનો શિકાર કરી શકે.

તાર કે ઝટકા મશીન ન રાખો. ખેડૂત તારની વાડ 1 હજાર ફૂટ વાયરનો 50 હજારનો ખર્ચ લાગે છે. જો તે કામ વન વિભાગ કરે તો તે માત્ર 1 ટકા ખર્ચમા થઈ શકે છે.

સિંહના કારણે પરેશાની

સિંહ ગીરના જંગલની બહાર નિકળતા ગયા તેમ તેને બૃહદ ગીર જાહેર કર્યું છે. તેથી નીલ ગાયનો ત્રાસવાદ વધી ગયો છે. વન વિભાગે ટ્રેકર રાખેલા છે, પણ તે સિંહ માટે કામ કરતાં નથી.

જાહેર હીતની અરજી

ભૂંડ, રોઝ, રાની પશુઓથી ખેડૂતોને થતાં નુકસાનીના વળતર સરકારે આપવા અંગે જાહેર હીતની અરજી ગુજરાત વડી અદાલતમાં કરી છે. ગોબર સાવલિયાએ 2014માં પીઆઈલ કરેલી સરકાર તેનો જવાબ આપતી નથી. ખેડૂતોની માંગણી છે કે સરકાર વન્ય પ્રાણીઓને નિયંત્રિત કરતી ન હોવાથી નુકસાન થાય છે. તેથી સરકારે કૂલ પાકના 15 ટકા સુધી નુસકાની વળતર વન્ય પ્રાણી તરીકે આપવું જોઈએ. ભૂંડ દ્વારા પણ 10 ટકા નુકસાન થાય છે. ખેડૂતો પર આ પ્રાણીઓ હુમલા કરી રહ્યાં છે.

તારની વાડ

2018માં રાજ્યના ખેડૂતોના પાકને ભૂંડ નીલગાયથી થતા નુકસાનથી બચાવવા ખેતર ફરતે કાંટાળી તારની વાડ માટે 33 હજાર ખેડૂતોને 26300 હેક્ટર જમીન માટે રૂપિયા 28.62 કરોડ આપ્યા હતા. જે  હેક્ટર દીઠ રૂપિયા 10882 થાય છે. સરકારી સહાય તો માત્ર 25 ટકા જ છે. બીજું ખર્ચ ખેડૂતો કરે છે આમ કૂલ એક હેક્ટર દીઠ 40 હજાર જેવું ખર્ચ ખેડૂતને થાય છે.

નીલ ગાયને જંગલમાં છોડો

રાજ્ય સરકારે અગાઉ નીલ ગાયને જંગલમાં છોડવા માટે નિર્ણય કર્યો હતો. તે સારો નિર્ણય હોવા છતાં તેનો વિરોધ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ રાજકીય કારણોસર કર્યો હતો. જો નીગ ગાય જંગલમાં છોડવામાં આવે તો સિંહને પુરતો ખોરાક મળી શકે તેમ છે.

https://allgujaratnews.in/gj/%e0%aa%a8%e0%ab%80%e0%aa%b2-%e0%aa%97%e0%aa%be%e0%aa%af-%e0%aa%9c%e0%ab%87%e0%aa%b5%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%91%e0%aa%a5%e0%ab%80-%e0%aa%96%e0%ab%87/ 

 

એક નીલ ગાય ખેડૂતને રોજ રૂ.1100નું નુકસાન કરે છે, 1.25 લાખ નીલ ગાયથી ગુજરાતને રૂ.5 હજાર કરોડનું નુકસાન

નીલ ગાયની વસતી વધી અને માણસોના અકસ્માતથી મોત વધ્યા

શિકારની છૂટ

2016 પહેલાથી ગુજરાત સરકારે નીલ ગાયને મારી નાંખવાની છૂટ આપી છે. પરિણામે રાજ્યમાં દેશી ગાયની ઓછી કતલ થતી હતી. માંસાહારી લોકો નીલ ગાયનું માંસ ખાવા લાગ્યા હતા. પણ પછી સરકારે તેમની સામે પગલાં લેવાનું શરૂ કર્યું હોવાથી હવે કોઈ ખેડૂત તેનો શિકાર કરવા તૈયાર નથી. 3 હજાર સરપંચોને નીલ ગાય મારવા માટે લાઈસન્સ આપ્યું છે. સરકારે વાઇલ્ડ સેકશન-11 મુજબ નીલગાયને મારવાની છૂટ આપી છે. તેનું માંસ કિલોના રૂપિયા 200થી 300ના ભાવે વેચાય છે. પણ સરપંચ તેમને મારી શકતા નથી. ખેડૂતો હવે શિકારી પ્રજાને આમંત્રણ આપે છે. તેમ છતાં નીગ ગાયનો ત્રાસવાદ ઓછો થતો નથી. જો નીલ ગાયનું માંસ વેચવા માટે છૂટ આપવામાં આવે તો ત્રાસ ઓછો થઈ શકે છે. હાલ 15 ટકા નુસકાન થાય છે. તે 5 વર્ષ પછી જંગલ અને જંગલ બહારની વસતી 6 લાખ થઈ જશે ત્યારે નુકસાન 30 ટકા થઈ જશે.