[:gj]લોકડાઉનને કારણે રેલવેને અધધધ…. 35,000 કરોડના નુકશાનનો અંદાજ[:]

[:gj]ભારતીય રેલ્વે પેસેન્જર સેવા માર્ચથી બંધ કરી દેવાઈ છે. દેશમાં જીવલેણ કોરોના વાયરસનો ફેલા વાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. હવે રેલવેએ જણાવ્યું છે કે લોકડાઉનને કારણે ભારતીય રેલવેને નાણાકીય વર્ષ 2020-2021માં 35,000 કરોડનું નુકસાન થઈ શકે છે.

હાલમાં ભારતીય રેલ્વે ફક્ત 230 વિશેષ ટ્રેનો ચલાવે છે. રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે, અમે ફક્ત 230 વિશેષ ટ્રેનો ચલાવી રહ્યા છીએ. ગયા વર્ષે રેલ્વેએ પેસેન્જર ટ્રેનોમાંથી આશરે 50,000 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે હમણાં અમને ખબર નથી કે ભવિષ્યમાં કોરોના વાયરસની સ્થિતિ શું હશે.

વિનોદકુમાર યાદવે કહ્યું કે રેલવે આ નાણાકીય વર્ષમાં તેના માલ સામાનના ભાડાની આવક પર નિર્ભર છે. પાછલા વર્ષ કરતા આ વર્ષે નૂર આવકમાં 50% નો વધારો થશે. એમણે કહ્યું કે અમે પેસેન્જર સેગમેન્ટમાંથી 10-15% કમાવાની અપેક્ષા રાખીએ છીએ. આને કારણે અમને 30 થી 35 હજાર કરોડનું નુકસાન થયું છે. પરંતુ અમે આ નુકસાનને ભાડાની આવક દ્વારા ભરપાઈ કરવાની કોશિશ કરીશું. ઉલ્લેખનીય છે કે કોવિડ-19 સંકટને કારણે પશ્ચિમ રેલ્વેને અત્યાર સુધીમાં 1,784 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

પશ્ચિમ રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર (CPRO) સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર આ આંકડામાં પરા વિભાગ માટે આશરે રૂ.263 કરોડ અને નોન-પરા વિભાગ માટે આશરે રૂ.1521 કરોડનો સમાવેશ થાય છે.[:]