ગુજરાતમાં બટાકામાં ઝેરી તત્વો વધી રહ્યાં છે, 420 કરોડ કિલો ઉત્પાદન

Toxic elements are increasing in potatoes in Gujarat, 420 crore kg production, गुजरात में आलू में बढ़ रहे हैं जहरीले तत्व, 420 करोड़ किलो उत्पादन

બટાકાના અન્ય અહેવાલો વાંચના નીચે 6 લીંક છે. 

દિલીપ પટેલ
અમદાવાદ, 22 જુન 2022
ગુજરાતમાં બટાકાનું વાવેતર 2010-11માં 53 હજાર હેક્ટરમાં થયું હતું અને ઉત્પાદન 11.50 લાખ ટન થયું હતું. હેક્ટરે 22 હજાર કિલો બટાકા ગુજરાતમાં પાકતા હતા. 2022-23માં 1 લાખ 31 હજાર હેક્ટરમાં વાવેતર થવાની ધારણા હતી, ઉત્પાદન 41 લાખ 65 હજાર ટન થવાનું હતું. હેક્ટરે 32 હજાર કિલો પાકવાનો અંદાજ હતો.

સમગ્ર ભારતમાં જ્યાં સૌથી વધું બટાકા ઉગાડાય છે તે બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસામાં પાકતાં હતા. હવે પ્રાંતિજ-હિંમતનગરથી દહેગામ સુધી બટાકાની વ્યાપક ખેતી થવા લાગી છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને ખેડામાં પાકતા થયા છે. બનાસકાંઠામાં 1.10 લાખ હેક્ટરમા વાવેતર થાય છે. રૂ.5થી 8 હજાર કરોડના બટાકા ગુજરાતમાં પાકતાં હોવાનો અંદાજ છે. બનાસકાંઠામાં ગુજરાતના કુલ બટાટાના 60 ટકા અને અરવલ્લી બીજા નંબરે 16 ટકા હિસ્સો ધરાવે છે. આ બન્ને જિલ્લા થઈને ગુજરાતના કુલ ઉત્પાદનનો 78 ટકા હિસ્સો ધરાવે છે.

આમ 10-11 વર્ષમાં 150 ટકા વાવેતર વિસ્તાર વધ્યો હતો. 262 ટકા ઉત્પાદન વધ્યું હતું. હેક્ટદીઠ 10 હજાર કિલો બટાકા 10 વર્ષમાં વઘારે પાકવા લાગ્યા હતા. આટલી ઉત્પાદકતા વધવાનું કારણ શું? ખેડૂતોની મહેનત, ટપક સિંચાઈ, ખાતર, બિયાણની શોધ તો છે જ પણ જંતુનાશકો છાંટીને ઉત્પાદન સારું મેળવવામાં આવ્યું છે.

હવે જંતુનાશકો કેવા અને કઈ રીતે વાપરવામાં આવે તે તે અંગે સરકાર બહું ચંચુપાત કરતી નથી. ભલે તે નુકસાન કરાકર હોય તો પણ. દેશમાં ખેતરમાં દારુ છાંટીને પણ ઉત્પાદન વધારવામાં આવી રહ્યું હોવાના અનેક દાખલા છે. બટાકાની ખેતી મોટા ભાગે મોટી કંપનીઓની સાથે કરાર કરીને ખેડૂતો કરી રહ્યાં છે. તેમ છતાં મોટો વર્ગ એવો છે કે જે ખુલ્લા બજારમાં બટાકા વેચે છે. તે બટાકામાં ભારે જંતુનાશકો આવી રહ્યાં છે.

ગુજરાતના 96 લાખ હેક્ટર ખેતરોમાં  6200 ટન જંતુનાશકો 4 હજાર ટન ફૂગ, બિયારણને પટ અને ખળ નાશકો મળીને 10 હજાર ટન જંતુનાશકોનો વપરાશ થાય છે.

બટાકાના પાકને જંતુનાશકોની જરૂર પડે છે, જે મોંઘા છે. મજૂરી, ખાતર સાથે ઉત્પાદન ખર્ચ રૂ. 50,000-60,000 એક વિઘા અને એકરે રૂ.1 લાખનું ખર્ચ થઈ રહ્યું છે. સરેરાશ ઉપજ લગભગ 2,000 કિલો હોય છે. ઉત્પાદન 5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવા પડે છે. ઓછમાં ઓછા રૂ. 10 પ્રતિ કિલો વેચાય તો નફો રહે છે.

પ્રાંતિજના ખેડૂત કહે છે કે, એકરે રૂ.1 લાખની જંતુનાશક દવા, મજૂરી, ખાતર, પાણી બટાકામાં વાપરવા પડે છે.

દેશમાં પ્રતિ હેક્ટર દિઠ 600 ગ્રામ પાક સુરક્ષા આપતાં કેમિકલ વપરાય છે, જ્યારે વિશ્વમાં તે દર પ્રતિ હેક્ટરે 3 કિલોગ્રામ છે.

પેપ્સિકોએ ભારતમાં ક્રોપ ઈન્ટેલિજન્સ મોડલ લોન્ચ કર્યું છે. તે જ સમયે, આ માટે એક મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવશે, જેના પર ડેશબોર્ડ પર ઘણા પ્રકારની માહિતી આપશે.

બટાકા અને ગાજરમાં ભલામણ કરેલ માત્રા કરતા વધારે જંતુનાશકો હોય છે. આ અભ્યાસ જર્નલ ઑફ ફૂડ કેમિસ્ટ્રીમાં પ્રકાશિત થયો હતો. બટાકાની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય માપદંડોને પૂર્ણ કરતી ન હતી. ખેડૂત બટાકાનું ઉત્પાદન વધારવા તમામ પ્રયાસો કરે છે, પરંતુ તેની ગુણવત્તા સુધારવા માટે કોઈ ધ્યાન આપતા નથી.

વધુ ઉત્પાદનના લોભમાં તે પાકમાં રાસાયણિક તત્વોનો આડેધડ ઉપયોગ કરે છે. કેટલીક રાસાયણિક દવાઓ અને જંતુનાશકોની અસર બટાકામાં રહે છે. આ કારણોસર બટાકા વિદેશમાં અણગમતા થાય છે. નિકાસ માટે 90 ટકા ડ્રાય મેટર, જંતુનાશકો ઓછા, ખાતરના અવશેષ માત્રામાં હોવા જોઈએ.

મોટા કૃષિ ખેતરોમાં ખાનગી વૈજ્ઞાનિકો દ્વારા બટાકાના જનીનોમાં ફેરફાર કરીને ઉચ્ચ ઉપજ આપતી પ્રજાતિઓ બનાવવામાં આવી, પરંતુ તેમાંથી ઉત્પાદિત બટાકાની ગુણવત્તાને તેઓ નિયંત્રિત કરી શક્યા નહીં. સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શિમલાની માત્ર કુફરી નામની વિવિધતાને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી છે. જ્યારે અપ્રમાણિત પ્રજાતિઓની પ્રથા રોકવા માટે રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે કોઈ એકમની રચના કરવામાં આવી નથી.

ટપક સિંચાઈથી બટાકાનું દક 25થી 30 ટકા મોટું થાય છે. પાણીની 40 ટકા બચત થાય છે.

જંતુનાશક કંપનીઓ ઝેર વેચે છે
જંતુનાશકો બજારમાં રૂ. 500 થી રૂ. 7000 પ્રતિ લીટરના ભાવે વેચાય છે, જ્યારે દેશી દારૂ રૂ. 80માં અને અંગ્રેજી શરાબ રૂ.200માં લિટર મળે છે. જંતુનાશક સૂક્ષ્મ પોષકતત્ત્વો (પ્રવાહી) રૂ.2000 લીટરમાં મળે છે. ઈમેસીન બેન્ઝોએટ રૂ.7000 માળે છે. નબળા પાકની વૃદ્ધિ માટે વપરાતી દવા ‘મોનો’ એક એકર માટે આશરે રૂ. 360 ખર્ચે છે.

ઝેરનું વૈશ્વિક બજાર વર્ષ 2024 સુધીમાં રૂ. 10.8 લાખ કરોડ સુધી પહોંચી જશે. 1990 અને 2017 ની વચ્ચે, જ્યાં દક્ષિણ અમેરિકામાં જંતુનાશકોના ઉપયોગમાં 484 ટકાનો વધારો થયો છે, ત્યાં એશિયામાં 97 ટકાનો વધારો થયો છે.

એગ્રોકેમિકલ જાયન્ટ્સમાં BASF, Bayer, Corteva, FMC અને Syngenta નો સમાવેશ થાય છે. આ કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ એવા દેશોમાં વેચી રહી છે જ્યાં નિયમો અને નિયમો એટલા કડક નથી. 2018માં, ભારતીય ખેડૂતો જીએમ કપાસની રજૂઆત પહેલા 2002ની સરખામણીએ પ્રતિ હેક્ટર જંતુનાશકો પર 37 ટકા વધુ નાણાં ખર્ચી રહ્યા છે. આ કંપનીઓ તેમના અત્યંત હાનિકારક જંતુનાશકો (HHP) મોટાભાગે વિકાસશીલ દેશોમાં વેચી રહી છે. ભારતમાં આ કંપનીઓ દ્વારા વેચવામાં આવતી કુલ જંતુનાશકોમાં HHPનો હિસ્સો લગભગ 59 ટકા છે.

જે જંતુનાશકોના ઉપયોગની મંજૂરી નથી, તે જંતુનાશકો માત્ર યુરોપ જેવા વિકસિત દેશોમાં જ નથી બની રહ્યા, પરંતુ અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવી રહ્યા છે. યુરોપની ઘણી કંપનીઓ પણ આ ધંધામાં સામેલ છે. આવી સ્થિતિમાં આ બેવડા ધોરણો પાછળની રાજનીતિ સમજવાની જરૂર છે.

ભારત સહિત વિશ્વના અન્ય ઘણા દેશોની ખેતી મોટાભાગે આ જંતુનાશકો પર નિર્ભર છે, જેમાં મોટા પ્રમાણમાં જંતુનાશકો હોય છે, તેનો વધુ પડતો ઉપયોગ અને દુરુપયોગ માનવ, પ્રાણીઓ, જૈવવિવિધતા અને પર્યાવરણના સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે છે.

શાકભાજી અને ફળો વિના પૌષ્ટિક આહાર અધૂરો માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો તેમની સપાટી પર જંતુનાશકોના નિશાનો વિશે જાણતા નથી.

જંતુઓ વાળા બટાકા આપણા ડાઇનિંગ ટેબલ પર પહોંચે છે.

પર્યાવરણીય કાર્યકારી જૂથ (EWG)સંસ્થાએ અમેરિકામાં 12 ‘ગંદા’ શાકભાજી અને ફળોની વાર્ષિક યાદી બહાર પાડી હતી. જેમાં બટાકા પણ હતા. આમાં સ્ટ્રોબેરી, પાલક, પીચીસ, ​​સફરજન, ગ્રેપફ્રૂટ, નાસપતી, ચેરી, દ્રાક્ષ, સેલરીના પાંદડા, ટામેટાં, લાલ મરી અને બટાકાનો સમાવેશ થાય છે.

લગભગ 40 ટકામાં 70 વિવિધ જંતુનાશકો મળી આવ્યા હતા. યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીના 84,000 થી વધુ ખાદ્ય નમૂનાઓમાંથી, 43.9%માં જંતુનાશક અવશેષો હતા. જોકે તેમનો જથ્થો ખતરનાક સ્તરનો ન હતો.

જંતુનાશકોનો ઉપયોગ વિશ્વમાં સમાન નથી. કેટલાક જંતુનાશકો કેટલાક દેશોમાં પ્રતિબંધિત છે અને અન્યમાં નથી. બહુવિધ જંતુનાશકોના સંપર્કમાં, ઓછી માત્રામાં પણ, ‘કોકટેલ અસર’ થઈ શકે છે જે જોખમ વધારે છે. જંતુનાશકો જેવા વિવિધ ઝેરી પદાર્થોનું મિશ્રણ કરવાથી બાળકોમાં પ્રજનન ક્ષમતા, વીર્યની ગુણવત્તા અને મગજના વિકાસને અસર થઈ શકે છે અને હોર્મોનલ સમસ્યાઓ પણ થઈ શકે છે.

કંદ મોટા કરતું ઝેબ્રેલિક એસિડ
બટાકાના કંદનું કદ વધારવા માટે ખેડૂતો તમામ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરે છે. તેમાં 10 વર્ષથી ઝેબ્રેલિક એસિડ પણ હોય છે. આ કેમિકલને આલ્કોહોલમાં ભેળવીને ઓગાળીને બટાકાના પાક પર છાંટવામાં આવે છે. આના કારણે બટાકાના કંદનું કદ વધે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.
સારા પાક માટે ખેતરોમાં દારૂનો છંટકાવ કરે છે. દેશી અને અંગ્રેજી દારૂનો છંટકાવ કરી રહ્યા છે. જંતુનાશક દવાઓની કિંમત વધુ હોવાથી પાકને બચાવવા માટે દારૂનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે પાક પણ વધે છે અને ઉપજ પણ વધી રહી છે. ખેડૂતો ખેતરોમાં દેશી અંગ્રેજી શરાબનો છંટકાવ કરતા જોવા મળ્યા હતા.

આ વિસ્તારોમાં, લહેરાતા પાકમાંથી દારૂની દુર્ગંધ આવતી હોવાથી, એવું લાગે છે કે દારૂના નશામાં પાક આવી ગયો છે. સામાન્ય રીતે ફળો અને શાકભાજી પર દેશી દારૂનો છંટકાવ થતો હોય છે, પરંતુ હવે બટાકા, ચણા જેવા પાક પર દેશી અને અંગ્રેજી શરાબ ઠાલવવામાં આવી રહ્યો છે.

જંતુનાશકો કરતાં આલ્કોહોલ પાક અને શાકભાજી માટે વધુ ઉપયોગી છે.

દારૂનો છંટકાવ કર્યા પછી ત્રીજા દિવસે શાકભાજીના છોડનો પીળો પડવા લાગે છે. તેમનો વિકાસ પણ વધે છે. જંતુઓ અને અન્ય બેક્ટેરિયા માર્યા જાય છે. ફળની રચના પહેલા ફૂલ સુકાઈ જવાની સમસ્યા પણ સમાપ્ત થઈ જાય છે. નવા ફૂલો અને ફળો દેખાવા લાગે છે.

ખેડૂતોની દલીલ છે કે અડધા વીઘા જમીન માટે 25-30 મિલી દારૂ પૂરતો છે. મોટાભાગના ખેડૂતો 10 લીટર અને 16 લીટરના દવા છાંટવાના પંપમાં 100 મીલી સુધી દેશી અને અંગ્રેજી દારૂ ભેળવીને છંટકાવ કરે છે. ઘણા ખેડૂતો પ્રતિ વિઘા આશરે 150-200 મિલી દારૂનો ઉપયોગ કરે છે. શેખાવતીમાં ખેતીમાં દારૂનો વપરાશ વધ્યો છે. ખેતરોમાં છંટકાવ કર્યા પછી દારૂનો વપરાશ વધ્યો છે.

જોકે સૌરાષ્ટ્રમાં સારા પાત માટે દૂધ અને ગોળનું મિત્રણ કરીને પાક પર છંટકાવ કરાય છે.

ભારત અને મેસોપોટેમીયાની સંસ્કૃતિમાં વૈદિક સમયથી જંતુનાશકોનો ઉપયોગ ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થા બંનેમાં વધારો કરવા માટે કરવામાં આવતો રહ્યો છે.
હર્બિસાઇડ્સસ, ઉંદરનાશકો, ફૂગનાશકો, ઈયળ નાશ કરવા માટે બટાકાના છોડ પર કે જમીનની અંદર ઝેર નાંખવામાં આવે છે.
ઓર્ગેનોફોસ્ફેટ્સ: આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે અને લાંબા ગાળાની અસરો ધરાવે છે.
કાર્બામેટ્સ: ઓર્ગેનોફોસ્ફેટ્સ જેવા જ પરંતુ ઓછા ઘાતક અને અલ્પજીવી અસરો સાથે
પાયરેથ્રોઇડ્સ: સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પણ અસર કરે છે.
ઓર્ગેનોક્લોરીન: ઉદાહરણ: ડીડીટી. તેઓ પર્યાવરણ પર પણ હાનિકારક અસર કરે છે.
Neonicotinoids: આ નાના વૃક્ષો અને મોટા વૃક્ષોના પાંદડા પર છાંટવામાં આવે છે
ગ્લાયફોસેટ: આનુવંશિક રીતે સંશોધિત પાક (જીએમ પાક) ધરાવતા ખેતરોમાં નિયમિતપણે ઉપયોગમાં લેવાય છે.

ધોવામાં ન આવે તો તેના પર છાંટવામાં આવેલ જંતુનાશકોના અવશેષો શરીરમાં જાય છે.
જંતુનાશકો જમીનમાં ઓગળી જાય છે, છોડ તેને શોષી લે છે, ફળ/શાકભાજી/ખાદ્ય અનાજમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી માનવ શરીરમાં પ્રવેશ કરે છે. જંતુનાશકો ભૂગર્ભજળમાં જાય છે, જ્યાંથી તેઓ પીવાના પાણીમાં પ્રવેશ કરે છે.

બટાકા, ભીંડા, કોબી, પાલક, કાલે, સેલરી, સ્ટ્રોબેરી, ચેરી, ટામેટાં, પીચીસ, ​​નાસપતી, સફરજન, નેક્ટરીન અને દ્રાક્ષ સૌથી વધુ જંતુનાશક સામગ્રી ધરાવતા કૃષિ ઉત્પાદનો છે.

સૌથી ઓછી જંતુનાશક સામગ્રી ધરાવતા કૃષિ ઉત્પાદનો છે: મકાઈ, રીંગણા, ડુંગળી, કોબી, કોબીજ, બ્રોકોલી, ફ્રોઝન વટાણા, મશરૂમ્સ, શતાવરીનો છોડ, મધપૂડો, કેન્ટલપ, કિવિ, અનેનાસ, પપૈયા અને એવોકાડો.

ફળો અને શાકભાજીને ધોયા વિના અથવા રાંધ્યા વિના સીધા જ ખાવામાં આવે છે.

જંતુનાશક હેન્ડલર્સ, કૃષિ કામદારો અને ખેતરોની ખૂબ નજીક રહેતા લોકો જ્યાં જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે તેઓ જોખમમાં છે.

કાચા ખાવામાં આવતા શાકભાજીની છાલ ઉતારવી જોઈએ.

મકાઈ, ચોખા અને ઘઉં પછી બટાટા એ સૌથી મહત્વપૂર્ણ પાક છે. તેનું વૈશ્વિક ઉત્પાદન દર વર્ષે લગભગ 30 કરોડ ટન છે.

બટાકાની ખેતી માટે જંતુનાશકોનો ઉપયોગ જરૂરી છે, કારણ કે તે જંતુઓ, નીંદણ, ફૂગ અને વાયરસને મારી નાંખે છે. તેથી ઉત્પાદન વધે છે.

યુરોપિયન યુનિયનમાં બટાકાની ખેતીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી જંતુનાશકો છેઃ થિયામેથોક્સમ, લેમ્બડા-સાયહાલોથ્રિન અને ડેલ્ટામેથ્રિન (જંતુનાશકો), રિમસલ્ફ્યુરોન (હર્બિસાઇડ) અને મેટલેક્સિલ (ફૂગનાશક).

જંતુનાશકો સંપૂર્ણપણે અસરકારક નથી. કૃષિ રસાયણો પાકમાં એકઠા થઈ શકે છે. બટાટા ખાનારાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

વિશ્વવ્યાપી જંતુનાશકોનો વપરાશ દર વર્ષે લગભગ 20 લાખ ટન છે, જેમાંથી 24% એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં, 45% યુરોપમાં અને 31% બાકીના વિશ્વમાં વપરાય છે.
ભારતમાં વપરાતા મોટાભાગના જંતુનાશકો (60%), ત્યારબાદ ફૂગનાશકો (19%), હર્બિસાઇડ્સ હતા. બાયોપેસ્ટીસાઇડ્સ (3%), અને અન્ય (3%), જેમાંથી 13% શાકભાજીમાં વપરાય છે.
અન્ય ખાદ્ય પદાર્થો કરતાં ફળો અને શાકભાજીમાં વધુ જંતુનાશક અવશેષો જોવા મળે છે. ફળો અને શાકભાજી પર પંજાબ (88.3%) અને સિંધ (8.2%)માં જંતુનાશકોનો સૌથી વધુ ઉપયોગ થાય છે.

બટાટા પર રહેલ જંતુનાશકોના અવશેષોના સ્વરૂપમાં કેટલાક નુકસાન પણ કરી શકે છે. બટાકામાં જંતુનાશક અવશેષોની સાંદ્રતા કૃષિ ક્ષેત્રમાં એપ્લિકેશનની સંખ્યા પર આધારિત છે, જે જંતુનાશકોના વપરાશમાં વધારો તરફ દોરી શકે છે. વર્તમાન અભ્યાસ અગાઉ નોંધાયેલા ડેટાના પરિણામોનું દસ્તાવેજીકરણ કરે છે અને વિવિધ દેશોમાંથી એકત્રિત બટાકામાં વિવિધ જંતુનાશકોના અવશેષ સ્તરોનું મૂલ્યાંકન કરે છે. લોપેઝ-પેરેઝ એટ અલ. (2006) [7]

જંતુનાશકો, ફૂગનાશકો, નેમાટીસાઇડ્સ અને હર્બિસાઇડ્સનો ઉપયોગ કરીને બટાકા પરના અભ્યાસોએ દર્શાવ્યું હતું કે કંદમાં માત્ર એક જ ફૂગનાશક હાજર હતું, અને સાંદ્રતા એમઆરએલ કરતાં ઓછી હતી. પ્રોથિઓફોસની સાંદ્રતા બટાકા માટે આ જંતુનાશકના MRL મૂલ્ય કરતાં વધુ હોવાનું જણાયું હતું.

બટાકાના ખેતરમાં પ્રિવીકુર-એન 72.2% અને પ્રોપ્લાન્ટ 72.2%નો અભ્યાસ કર્યો અને અવલોકન કર્યું કે જો છેલ્લે આપેલી જંતુનાશકો પછી 5 દિવસમાં પાક લણવામાં આવે, તો શેષ સાંદ્રતા MRL મૂલ્ય કરતાં વધુ હતી.

ક્લોરોથાલોનિલ, ક્લોરપાયરીફોસ, સિમોક્સાની, ગ્લાયફોસેટ, મેન્કોઝેબ, મેટામિડોફોસ અને પેરાક્વેટ જેવા વારંવાર વપરાતા જંતુનાશકોના અવશેષો મળી આવે છે.

તમામ નમૂનાઓમાં માત્ર ક્લોરપાયરિફોસ જંતુનાશકના અવશેષો મળી આવ્યા હતા. કોઈપણ નમૂના જંતુનાશકોની અનુમતિપાત્ર મર્યાદાને ઓળંગી શક્યા નથી. ર

મોટાભાગના નમૂનાઓમાં પસંદ કરેલ જંતુનાશકોના કોઈપણ અવશેષો નથી. પૃથ્થકરણ કરાયેલા બટાકાના નમૂનાઓએ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે કોઈ ગંભીર જોખમ ઊભું કર્યું નથી.

ઉપયોગની માત્રા, દવા છઆંટવાની પદ્ધતિઓ અને લણણીના યોગ્ય અંતરાલ વિશે ખેડૂતોની જાગૃતિનો અભાવ છે. જંતુનાશકના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શનનો અભાવ છે. બટાકા પર જંતુનાશક અવશેષોના સ્તરમાં વધારા તરફ દોરી શકે છે. લાંબા ગાળાના સંચયને કારણે આરોગ્ય માટે ઘણા જોખમો સર્જાય છે.

કેટલાક અભ્યાસોએ શાકભાજીમાં કાર્બોફ્યુરાન 0.01–0.39 mg/kg અને chlorpyrifos 0.05–0.96 mg/kg (લતીફ એટ અલ., 2011) ની સાંદ્રતા સાથે જંતુનાશક અવશેષો મહત્તમ અવશેષ મર્યાદા (MRLs) કરતાં વધુ હોવાનું નોંધ્યું છે.

વિશ્વ આરોગ્ય સંગઠને 2022માં જાહેર કર્યું હતું કે, ડીક્લોરોડિફેનાઇલટ્રિક્લોરોઇથેન (ડીડીટી) અને લિન્ડેન જેવા કેટલાંક જંતુનાશકો વર્ષો સુધી જમીન અને પાણીમાં ટકી શકે છે. આ રસાયણો 2001થી પ્રતિબંધિત છે. ઘણા રસાયણોને વિકસિત દેશોમાં કૃષિ ઉપયોગ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, પરંતુ ઉપયોગમાં લેવાય છે.

પશ્ચિમ બંગાળના હુગલી બટાટા ઉત્પાદક જિલ્લો છે.

વધુ ખાતરોનો ઉપયોગ એ ચિંતાનો બીજો મુદ્દો છે, જેમાં વર્ષોથી પ્રજનનક્ષમતામાં ઘટાડો થાય છે.
અજ્ઞાનતાના કારણે નિયત જથ્થા કરતાં વધુ જંતુનાશકોનો ઉપયોગ કરવાનું વલણ જોવા મળે છે.

WHO પુરાવાઓની સમીક્ષા કરે છે. જંતુનાશકોનો ઉપયોગ પાકને જંતુઓ, નીંદણ, ફૂગ અને અન્ય જીવાતોથી બચાવવા માટે થાય છે.

જંતુનાશકો મનુષ્યો માટે સંભવિત રીતે ઝેરી હોય છે અને તે વ્યક્તિના સંપર્કમાં આવે તે માત્રા અને પદ્ધતિઓના આધારે સ્વાસ્થ્ય પર તીવ્ર અને લાંબા ગાળાની બંને અસરો કરી શકે છે. વિશ્વભરમાં 1000થી વધુ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક જંતુનાશક અલગ અલગ ગુણધર્મો અને ઝેરી અસરો ધરાવે છે.

જંતુનાશકો હર્બિસાઇડ્સ કરતાં મનુષ્યો માટે વધુ ઝેરી છે.

આંતરરાષ્ટ્રીય વેપારમાં ખોરાકના અધિકૃત કોઈપણ જંતુનાશકો જીનોટોક્સિક નથી જે પરિવર્તન અથવા કેન્સરનું કારણ બની શકે છે. લોકો મોટી માત્રામાં જંતુનાશકોના સંપર્કમાં આવે છે, ત્યારે પરિણામ તીવ્ર ઝેરી અથવા લાંબા ગાળાની આરોગ્ય અસરો હોઈ શકે છે જેમાં કેન્સર અને પ્રજનન પર પ્રતિકૂળ અસરો શામેલ હોઈ શકે છે.

શાકભાજીને છોલીને અથવા ધોઈને તેમના જંતુનાશક અવશેષોના સેવનને વધુ મર્યાદિત કરી શકે છે, જે હાનિકારક બેક્ટેરિયા જેવા અન્ય ખોરાકજન્ય જોખમોને પણ ઘટાડે છે.

યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ડિવિઝનનો અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં પૃથ્વી પર 9.7 અબજ લોકો હશે – જે 2017ની સરખામણીમાં લગભગ 30% વધુ છે. લગભગ આ તમામ વસ્તી વૃદ્ધિ વિકાસશીલ દેશોમાં થશે. ખાદ્ય ઉત્પાદનમાં 80% વધારો કરવો પડશે. ખેતીની જમીનના વિસ્તરણથી માત્ર 20% વધારાના ખાદ્ય ઉત્પાદનની અપેક્ષા છે.

રોગ

બટાકામાં મુખ્ય રોગ

બટાકાના ઉત્પાદનમાં ચીન પછી ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ખેતરોમાં અને વેરહાઉસમાં થતા રોગો અને જીવાતો બટાટાને ઘણું નુકસાન કરે છે. ગંભીર ચેપના કિસ્સામાં, બટાટાના પાકને રોગો અને જીવાતોથી 40-70 ટકા નુકસાન થાય છે. બટાટાની ખેતી દરમિયાન તેના પર અનેક પ્રકારના રોગો અને જીવજંતુઓનો હુમલો આવે છે. જો બટાકાની વધુ ઉપજની જરૂર હોય, તો તેના માટે આ રોગો અને જીવાતોને મારી નાંખવી જરૂરી છે.

કંદ શલભ જીવાત
બટાકાની કંદ શલભ જીવો ઈંડામાંથી નીકળતા લાર્વા બટાકાના પાંદડા અને દાંડીને ખાઈને તેમાં ટનલ બનાવે છે. તેઓ દેશી સ્ટોરહાઉસમાં રાખવામાં આવેલા બટાકાની આંખોને વીંધે છે અને તેમાં છિદ્રો બનાવે છે. આ જીવાત સંગ્રહ અને ખેતરોમાં બટાકાના પાકને 60-70 ટકા સુધી નુકસાન પહોંચાડે છે. બટાકા મુખ્ય યજમાન છોડ છે.
બિયાણ માટેના બટાકા પર 125 ગ્રામ પ્રતિ ક્વિન્ટલ બટાકાના દરે ફેનવેલરેટ 2 ટકા અથવા મેલાથિઓન 5 ટકા અથવા ક્વિનોલફોસ 1.5 ટકાનો ઉપયોગ કરે છે. ખાદ્ય બટાકા પર આ કેમિકલનો ઉપયોગ કરવાનો હોતો નથી. ખાવાના બટાકા માટે ક્વિન્ટલે 300 ગ્રામ બેસિલસ થુરિંગિએન્સિસ અથવા ગ્રાન્યુલોસિસ વાયરસ પાવડરનો છંટકાવ કરે છે.

માહુન અથવા ચેમ્પા
મહુ જંતુ એસત્વ ચૂસનારા છે. તે વાયરસ ફેલાવે છે. રોગમુક્ત બીજ બટાકાના ઉત્પાદનમાં મુખ્ય અવરોધ છે. એફિડ્સ લીફ કર્લર (PLRY) અને Y વાયરસ (PVY) ના મુખ્ય વાહક તરીકે કામ કરે છે. 10 કિલો ફોરેટ 10G પ્રતિ હેક્ટરના દીઠ છાંટવામાં આવે છે. ઇમિડાક્લોપ્રિડ 17.8 એસએલ., 3 મિલી/10 લિટર પાણીમાં છંટકાવ કરવામાં આવે છે.

સફેદ માખી
બેમીસિયા પ્રજાતિની સફેદ માખીઓ બટાકાના પાકને નુકસાન કરે છે. પાંદડાનો રસ ચૂસે છે, તેથી છોડ નબળા પડે છે. બટાકામાં જેમિની વાયરસ અને એપિકલ લીફ કર્લ વાયરસ માટે વાહક તરીકે કામ કરે છે. વાઇરસને કારણે પાંદડા વાંકા વળી જાય છે અને છોડ પીળા પડી જાય છે.
10 દિવસના અંતરે ઇમિડાક્લોપ્રિડ 17.8 sl. તેને 2 મિલી/10 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરે છે.

બગ ડંખ-ઈયળ
કટવોર્મ એ બટાકાની મુખ્ય જીવાત છે. આ જીવાત ભારતમાં બટાકાના પાકના 35-40 ટકા સુધી નુકસાન કરે છે. ડાળી કે કંદને ખાય છે.
પાંદડા પર 2.5 લિટર પ્રતિ હેક્ટરના દરે જંતુનાશક ક્લોરપાયરીફોસ 20 ઇસીનો ઉપયોગ કરે છે.

સફેદ ગ્રબ
બટાકાના પાકમાં સફેદ -ઈયળ – બોલવોર્મથી બટાકાના પાકને 10 થી 80 ટકા નુકસાન થાય છે. છોડના મૂળ થાય છે. લાર્વા બટાકાના કંદમાં છિદ્રો બનાવીને પોતાનો ખોરાક બનાવે છે. 2.5 મિલી/લિટર પાણીમાં ઓગાળીને ક્લોરપાયરીફોસ 20 ઈસી જેવી જંતુનાશક દવા વપરાય છે. ફોરેટ 10 જી અથવા કાર્બોફ્યુરાન 3 જી જંતુનાશકો વપરાય છે.

ખુમારી
આ રોગ ફૂગના કારણે થાય છે. પાંદડા પર સંપૂર્ણપણે છૂટાછવાયા ફોલ્લીઓ થથાં નાશ પામે છે. બટાટા ખાવા યોગ્ય નથી રહેતા. બટાકાના કંદને એગેલાલના 0.1 ટકા દ્રાવણમાં 2 મિનિટ સુધી ડુબાડી રાખવામાં આવે છે. ફાયટોલન, બ્લિટેક્સ-50નો 0.3 ટકા 12 થી 15 દિવસના અંતરે 3 વખત છંટે છે.

બ્લાઇટ રોગ
આ રોગ ફૂગના કારણે હળવા લીલા ફોલ્લીઓ સાથે દેખાય છે. બોર્ડેક્સ મિશ્રણ 4:4:50, 0.3 ટકા કોપર ઓક્સી ક્લોરાઇડનો છંટકાવ કરે છે.

બ્રાઉન રોટ અને બેક્ટેરિયલ વિલ્ટ
આ બેક્ટેરિયલ રોગ હોવાથી છોડ સુકાઈ જાય છે. બટાકા પર બ્રાઉન સ્પોટ જોઇ શકાય છે. ખાતર સાથે બ્લીચીંગ પાવડર 4-5 કિલો પ્રતિ એકરે નાંખે છે.

સામાન્ય સ્કેબ અથવા સ્કેબ રોગ
રોગ ફૂગથી છોડના કંદ પર દેખાય છે. આછા ભૂરા રંગના ફોડલા થાય છે તેથી કંદ ખાવા યોગ્ય નથી. બીજને 0.25% ઓર્ગેનોમર્ક્યુરીયલ સોલ્યુશન જેમ કે ઈમશાન અથવા ઈગલલ સોલ્યુશન સાથે 5 મિનિટ માટે ટ્રીટ કરાય છે.

સાચો ઉપાય
બટાકામાં જીવાતનો પ્રકોપ અટકાવવા ખેડૂતોએ લીમડાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. ઉધઈના નિયંત્રણ માટે, વેવેરિયા વેસિયાનાનો ઉપયોગ કરો. ફૂગના રોગોના નિયંત્રણ માટે, ખેડૂતોએ બટાકાની વાવણી કરતા પહેલા 2.5 કિગ્રા પ્રતિ હેક્ટરના દરે ગાયના છાણમાં ભેળવેલું ટ્રાઇકોડર્મા વાપરવું જોઈએ. આ સિવાય બીજ માવજત માટે ટ્રાઇકોડર્મા 4 થી 6 ગ્રામ પ્રતિ કિલો બીજનો ઉપયોગ કરો.

મોત
નફામાં વધારો કરવા માટે જંતુનાશકોનો વધતો ઉપયોગ રોજેરોજ નવા જોખમોને જન્મ આપી રહ્યો છે. એક અંદાજ મુજબ ખેતરોમાં વપરાતા આ ઝેરથી દર વર્ષે 11 હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. તેમાંથી લગભગ 60 ટકા મૃત્યુ ભારતમાં થાય છે. એટલું જ નહીં સમગ્ર વિશ્વમાં 38.5 કરોડ લોકો બીમાર થવાનું કારણ પણ આ જંતુનાશક છે. ‘પેસ્ટીસાઈડ એટલાસ 2022’માં આ જાણકારી સામે આવી છે.

60 વર્ષ પછી પણ જંતુનાશકોને નગણ્ય કરીને તેનો ઉપયોગ અવિરતપણે ચાલુ રહ્યો છે, અગાઉની તુલનામાં અનેકગણો વધારો થયો છે.

જંતુનાશકોના કારણે બિહારમાં 23 બાળકોના મોત થયા હતા. બાળકો ભાત અને બટાકાની કઢી ખાવાની મિનિટોમાં જ મૃત્યુ પામ્યા હતા. ખોરાકની ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે જે તેલમાં આ ખોરાક રાંધવામાં આવ્યો હતો તેમાં જંતુનાશક મોનોક્રોટોફોસ હતું, જે આ બાળકોના મૃત્યુનું કારણ હતું.

ખેતરોમાં રહેતા પક્ષીઓ અને પતંગિયાઓની વસ્તીમાં લગભગ 30 ટકાનો ઘટાડો થયો છે. યુરોપમાં 10માંથી એક મધમાખી જંતુનાશકોને કારણે લુપ્ત થવાનું જોખમ ધરાવે છે.

આ રસાયણો મનુષ્યમાં કેન્સર જેવા રોગોનું કારણ છે, તેની પ્રજનન ક્ષમતાને નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે વિશ્વની 64 ટકા ખેતીલાયક જમીન જંતુનાશક પ્રદૂષણના જોખમમાં છે.

1990 થી વિશ્વભરમાં જંતુનાશકોનો ઉપયોગ લગભગ બમણો થયો છે.

ક્લોરપાયરિફોસ (સીપીએસ) એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે જેનો ઉપયોગ પાક, પ્રાણીઓ અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર વપરાય છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે ઉપયોગ થાય છે. તે એસિટિલકોલિનેસ્ટેરાઝ એન્ઝાઇમને અટકાવીને જંતુઓની નર્વસ સિસ્ટમ્સ પર હુમલો કરે છે. વિશ્વમાં અનેક વિજ્ઞાનીઓએ તેના પ્રયોગ કરીને સાબિત કર્યું છે કે તે જીવ સૃષ્ટિ માટે ખતરો છે, વર્ષો સુધી માટી સાથે રહે છે અને કૃષિ પાકના મૂળ આ જંતુનાશકને પસંદ કરતાં નથી. તેથી છોડને વધું રાસાયણિક ખાતરની જરૂર પડે છે.
વિશ્વમાં 55 વર્ષથી અને ગુજરાતમાં 45 વર્ષથી આ જંતુનાશક દવાએ માનવ અને જીવ સૃષ્ટિ પર  ખાનાખરાબી કરી છે. ક્લોરપાયરિફોઝનો ઉપયોગ કૃષિ અને બિન-કૃષિ બંને ક્ષેત્રમાં 1965 થી જંતુનાશક તરીકે કરવામાં આવે છે. ક્લોરપાયરિફોઝને 1966 માં ડાઉ કેમિકલ કંપની દ્વારા પેટન્ટ આપવામાં આવ્યું હતું. બિન-કૃષિ ઉપયોગમાં ગોલ્ફ કોર્સ, ટર્ફ, ગ્રીન હાઉસ, લાકડાની સારવાર માટે વપરાય છે. મચ્છર મારવા  અને બાળ પ્રતિરોધક પેકેજિંગમાં કીડી જેવા જંતુને આવતાં રોકવા વપરાય છે. પાઉડર અને પ્રવાહીમાં બજારમાં મળે છે.

પ્રતિબંધિત જંતુનાશકોની યાદી
અનુક્રમ નંબર – જંતુનાશક – પાકનું નામ
1 ડિક્લોરોફેનોક્સી એસિટિક એસિડ – ચા
2 એનિલોફાસ – સોયાબીન
3 વિટરનલ – સફરજન,
4 કેરાબ્રિલ – અરહર
5 કાર્બોફ્યુરન કોટન, કેપ્સીકમ
6 ક્લોરોઆલિઓનિલ સફરજન, દ્રાક્ષ, મરી
7 ક્લોરોપાયરીફોસ મૂંગ, સરસવ, શેરડી
8 કોપર ઓક્સીક્લોરાઇડ જીરું, ચા, ડાંગર
9 સાયપરમેન્થ્રિન શેરડી
10 ડેલ્ટામેથ્રિન (ડેકેમેથ્રિન) ગ્રામ
11 ડિક્લોરવોસ (DDVP) શેરડી
12 ડિફેન્કોનાઝોલ મગફળી
13 ડિફ્લુબિન્ઝોરોન મગફળી
14 ડીમેથોટ અરહર, કપાસ, મગફળી
15 ડાયનોકેપ સફરજન, દ્રાક્ષ, કઠોળ, ભીંડા, પીચ, આલુ, વટાણા, ખસખસ, મરચું, જીરું, મેથી
16 એન્ડોસલ્ફાન જુવાર, મકાઈ
17 ફિનિમલ મરચાં, વટાણા
18 ફ્લુસિલાઝોલ દ્રાક્ષ, સફરજન
19 મેલાથિઓન કપાસ, મગફળી, સરસવ
20 માંકોઝેબ બીટ (બટાકા), આદુ
21 મિથાઈલ પેરાથીઓન સોયાબીન, મગફળી
22 મોનોક્રોટોફોસ ગ્રામ, એરંડા, સરસવ
23-ઓક્સીડેમેટોન,-મિથાઈલ લીંબુ, નારંગી વગેરે (સાઇટ્રસ લીંબુ)
24 પરમેથ્રિન ઓકરા, કોબીજ, લીંબુ, નારંગી વગેરે.
25 ફેન્યોટ લીલા ચણા, અડદ, કપાસ, એલચી
26 ફાસલોની ડાંગર, કપાસ, મગફળી, એલચી, ભીંડા, મરચાં
27 ફોસ્ફેમિડન મસ્ટર્ડ
28 પ્રોફિનોફોસ ટી
29 પ્રોપીકોનાઝોલ કેળા, કોફી
30 કવાનીલાફોસ શેરડી, રીંગણ, ડુંગળી, કેરી, કોફી, કોબીજ
31 થીઓફેનેટ-મિથાઈલ ઘઉં, કાકડી જૂથ, કબૂતર વટાણા
32 ત્રિદિમીફન કોફી, કેરી, મરચું, સોયાબીન
33 ટ્રાઇઝોફોસ રીંગણ
34 ત્રિદિમોર્ફ લીલા વટાણા, ગુવારની શીંગો, કાકડીનું જૂથ, આલુ, ચા, લીંબુ, નારંગી વગેરે.
35 ટ્રિફ્લુરાલિન કપાસ, સોયાબીન
36 એરીઓફુઝીન ડાંગર, દ્રાક્ષ, જીરું, સફરજન, બટાકા
37 કોપર સલ્ફેટ બટેટા, દ્રાક્ષ, ટામેટા, મરચું
38 streptomycin + tetracycline મરી, કપાસ
39 કોપર હાઇડ્રોક્સાઇડ ટી, મરચું, મગફળી
40 Flufinaxuron કોબી
41 ઓક્સીકાર્બેક્સિન કોફી
42 થીઓબીનકાર્બ (બેન્થિયોકાર્બા) ચોખા

જંતુનાશકોમાં ભેળસેળ
10 ટકા નમુના ગુજરાતમાં ફેઈલ થયા હતા.
ગુજરાતમાં સૌથી વધુ જંતુનાશક દવાઓના નમૂના ફેઇલ થયા છે તે રાજકોટ જિલ્લો છે. આ જિલ્લામાં 23 દવાઓના નમૂના ફેઇલ થયા છે. બીજાક્રમે 18 નમૂના સાથે ગીર સોમનાથ જિલ્લો આવે છે. અરવલ્લી અને પંચમહાલમાં એકસરખા 16 નમૂના ફેઇલ થયા છે. ગાંધીનગરમાં 15, સાબરકાંઠામાં 13, નવસારીમાં 12, કચ્છ અને મહેસાણામાં 11 નમૂના ફેઇલ થયા છે.

એ ઉપરાંત અમદાવાદ અને નર્મદામાં એકસરખા 10 અને વડોદરા અને ભાવનગરમાં 9 તેમજ પોરબંદર અને બોટાદમાં આઠ-આઠ નમૂના ફેઇલ થયા છે. ગુજરાતના કુલ 33 જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં જંતુનાશક દવાઓના નમૂના ફેઇલ થયા છે. રાજ્યમાં કુલ 259 દવાઓ ખેતરમાં છાંટવા યોગ્ય નથી છતાં ખેડૂતો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.

બટાકાના અન્ય અહેવાલો વાંચો 

https://allgujaratnews.in/gj/pesticide-gujarat-cancer/ 

https://allgujaratnews.in/gj/farmers-falls-due-to-adulteration-of-up-to-23-in-pesticides/ 

https://allgujaratnews.in/gj/chlorpyrifos-has-been-suffering-from-pesticide-destruction-in-gujarat-for-45-years/ 

 

હેક્ટરે 600 ગ્રામ જંતુનાશક વપરાય છે છતાં 30 ટકા પાક બગડે છે

ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું માર્કેટ બન્યુ ગુજરાત

https://allgujaratnews.in/gj/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a6%e0%ab%81%e0%aa%b7%e0%aa%a3%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3%e0%ab%87-%e0%aa%ac%e0%aa%9f%e0%aa%be%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82/  

 

બટાકા કાઢવાની શરૂઆત, કોન્ટ્રેક્ટ ફાર્મિંગથી ફાયકો

પાંચ વર્ષની મંદી બાદ ખેડૂતોએ બટાકા ઉગાડવાનું ઓછું કર્યું