[:gj]985 દર્દીઓ માંથી 213 લોકોએ આયુર્વેદ સારવારથી પ્રતિકારક શક્તિ વધારી સાજા થયા [:]

[:gj]આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું છે કે

કોવિદ 19ના પોઝીટીવ કેસ વાળા લોકોને કોવિદ કેર સેન્ટર ખાતે રાખીને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ ટ્રાયલ ટ્રીટમેન્ટના ખૂબ જ સારા પરિણામો મળ્યા છે

કોવિદ કેર સેન્ટર ખાતે 985 દર્દીઓ પૈકી 213 લોકો જે કોરોના પોઝિટિવ હતા તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સાત દિવસની આયુર્વેદ ટ્રાયલ ટ્રીટમેન્ટની સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ તેમના ફરીથી રિપોર્ટ કરતા 203 લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને ૧૦ લોકો એવા છે કે જેઓ એ આવી સારવારનો સાત દિવસનો કોર્સ પૂરો કર્યો નહોતો એટલે તેમને આગળ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે

લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ આયુષ સારવાર માટેની ગાઈડલાઈન નિયત કરાઈ છે તેનો ગુજરાતે શરૂઆતથી જ અમલ કર્યો હતો જેના પરિણામે આ મહત્વની સફળતા મળી છે એટલે સૌ નાગરિકો કે જેઓ આયુષ સારવારમાં રસ ધરાવે છે તેઓ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ પદ્ધતિનો અમલ કરે તો ચોક્કસ આપણે સૌ નીરોગી રહીશું તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

સીમ્પટોમેટીક દર્દીઓને આયુર્વેદની જે સારવાર આપવામાં આવી છે એમાં સંશમ વટીની બે-બે ગોળી દિવસમાં બે વાર, દશમૂલ કવાથ, પથ્યાદિ કવાથ 40 એમ.એલ., ત્રિકુટ ચૂર્ણ 2 ગ્રામ, આયુષ 64 એક-એક ગોળી દિવસમાં બે વાર, યષ્ટિમધુ ધનવટી એક ગોળી દર બે કલાકે ચૂસવા માટે દિવસમાં છ ગોળી આપવામાં આવી છે.[:]