ગુજરાતમાં છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો સામે આફત

Disaster strikes dolomite mines in Chhota Udepur, Gujarat गुजरात में छोटाउदेपुर की डोलोमाइट खदानों पर आपदा
દિલીપ પટેલ
અમદાવાદ, 11 જૂન 2026
ડોલોમાઈટ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર કુદરતી પથ્થર છે, જેને ખાણમાંથી કાઢીને પાવડર અથવા ચિપ્સ સ્વરૂપે સિરામિક, સ્ટીલ, ગ્લાસ અને કૃષિ ક્ષેત્રમાં વપરાય છે. ડોલોમાઈટ એક કાર્બોનેટ ખનિજ છે, જે મુખ્યત્વે કેલ્શિયમ મેગ્નેશિયમ કાર્બોનેટથી બનેલો હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બન હોય છે.
ડોલોમાઈટનો ઉપયોગ
કૃષિ લાઇમિંગ માં થાય છે. સિરામિક ઉદ્યોગમાં મોરબીની ટાઇલ્સ અને સેનિટરીવેર ઉદ્યોગમાં. સ્ટીલ ઉદ્યોગમાં સ્ટીલ બનાવતી ભઠ્ઠીઓમાં ફ્લક્સ તરીકે. ગ્લાસ ઉદ્યોગમાં કાચને મજબૂત બનાવવા. કૃષિમાં અમ્લીય જમીન સુધારવા. રિફ્રેક્ટરી ઉદ્યોગમાં ઉચ્ચ તાપમાન સહન કરતી ઈંટો બનાવવા. રંગ, પ્લાસ્ટિક અને રબરમાં ફિલર, ડિટર્જન પાવડર ફેક્ટરી, દવા,રાસાયણિક ઉદ્યોગ, ધાતુશાસ્ત્ર, સિમેન્ટ અને અન્ય ક્ષેત્રો. આર્કિટેક્ચરલ શણગારમાં થાય છે, શિલ્પ, હસ્તકલામાં થાય છે.
છોટાઉદેપુર
ગુજરાતમાં ડોલોમાઈટ ખાણો સામેનો સૌથી નોંધપાત્ર વિરોધ મુખ્યત્વે છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આદિવાસી ગામોના લોકો, ખાણ મજૂરો અને સ્થાનિક ઉદ્યોગકારોએ ડોલોમાઈટ ખાણોના બંધ થવા તથા નવી મંજૂરીના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યા છે.
2025માં છોટા ઉદેપુર વિસ્તારમાં લગભગ 69 ડોલોમાઈટ ખાણો બંધ થવાથી હજારો મજૂરો અને સ્થાનિક ડોલોમાઈટ પાવડર એકમો પર અસર પડી હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું.
વિરોધ આંદોલનો
છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારોમાં ડોલોમાઈટ ખાણોને લઈને સામાન્ય રીતે નીચેના મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે:
જંગલ અને આદિવાસી જમીન પર અસર
ધૂળ અને હવા પ્રદૂષણ
ભૂગર્ભ જળ પર અસર
રોજગાર સામે પર્યાવરણનો પ્રશ્ન
ખાણ મંજૂરી અને પર્યાવરણ ક્લિયરન્સ પ્રક્રિયા
છોટાઉદેપુર ઇતિહાસ
1960–1980: ખાણ ઉદ્યોગની શરૂઆત
ગુજરાત રાજ્યની રચના પછી પૂર્વ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ખનિજ સર્વે શરૂ થયા.
છોટા ઉદેપુર–કડીપાણી–તેજગઢ વિસ્તારના ડોલોમાઈટ ભંડારોની ઓળખ થઈ.
ખાનગી લીઝો આપવામાં આવી અને નાના ઓપન-કાસ્ટ ખાણકામની શરૂઆત થઈ.
મોરબી, વડોદરા અને સ્ટીલ ઉદ્યોગોને ડોલોમાઈટ સપ્લાય થવા લાગ્યો.
1980–2000: ઝડપી વિસ્તરણ
મોરબી સિરામિક ઉદ્યોગના વિકાસ સાથે ડોલોમાઈટની માંગ વધી.
કડીપાણી ફ્લોરસ્પાર બેલ્ટની આસપાસ ડોલોમાઈટ ખાણોનું વિસ્તરણ થયું.
આદિવાસી મજૂરો માટે ખાણકામ મુખ્ય રોજગારી બન્યું.
2000–2013
પર્યાવરણ મંજૂરી જરૂરી બની. ઘણા નાના ખાણ સંચાલકો કાયદાકીય પ્રક્રિયામાં ફસાયા.
2013–2024
છોટાઉદેપુર જિલ્લાની રચના પછી ખાણ ઉદ્યોગ જિલ્લાની સૌથી મોટી ખાનગી ઉદ્યોગ પ્રવૃત્તિ તરીકે ઉભર્યો.
જિલ્લામાં ડોલોમાઈટ, ફ્લોરાઇટ, ગ્રેનાઈટ અને રેતી ખનનનું કેન્દ્ર બન્યું.
ડોલોમાઈટ ખાણોના મુખ્ય ગામો
કડીપાણી, અંબાડુંગર, અંબાલા, અંતરોઈ-અંત્રોલી, છટવારા, ચિલિયાવંત, કોલિયાથર, ભીપુર, ખાસરા, લેહવંત, નાકામલી, પાડલિયા, પાડરવંત, રાયસિંગપુર, સુરખેડા, દાદીગામ, જેર, હાંસોટ, દીવંત, ધામોડી, કવાંટ તાલુકાનો ડોલોમાઈટ કોરિડોર
ખનિજ પટ્ટી – તેજગઢ – અંબાલા – અંતરોઈ – કડીપાણી – કવાંટ કોરિડોર છે.
લીઝ વિસ્તાર
છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઈટ ખાણોની મોટાભાગની લીઝો:
2 હેક્ટરથી 50 હેક્ટર ખાણો છે. ડોલોમાઈટ લીઝ વિસ્તાર સંભવતઃ 2,000–4,000 હેક્ટર વચ્ચે હોઈ શકે છે.
ખાણોની સંખ્યા
છોટા ઉદેપુરમાં જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી ખેતી પણ થઈ શકતી નથી. કુદરતે સફેદ પથ્થરોની ખાણો આપી છે. સફેદ સોનું ગણાતા પથ્થરો છે. અહીં 69 ડોલોમાઇટ ખાણો બંધ થતાં 30 હજાર શ્રમિકો બેરોજગાર થયા છે. ડોલામાઈટ પથ્થરનો પાવડર બનાવવાનાં 107 કારખાના છે. ખાણ ખનીજ ખાતા તરફથી ડોલોમાઈટ પથ્થરની લીઝોની પર્યાવરણીય મંજૂરી માટેની અરજીઓ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના કારણે રદ્દ કરાઈ છે, તેથી ખાણો બંધ છે. અહીં 72 કરોડ ટન ડોલામાઈટ જમીનમાં અનામત જથ્થો ધરાવે છે.
રોજગારી
મુખ્ય રોજગારી આપતા વેપાર છે. 70 ગામોનાં લોકો આ ક્ષેત્રથી રોજગારી મેળવી રહ્યા છે. આશરે 20 થી 25 હજાર મજુરોને રોજગારી અને ધંધો ગુમાવવો પડે તેમ છે. 100 કિલોમીટર વિસ્તારમાં ડોલોમાઈટ એકમાત્ર રોજગારીનું માધ્યમ છે. કુલ 30 હજાર રોજગારી છે.
2025–2026માં પર્યાવરણ મંજૂરી અને લીઝ મુદ્દે અનેક ખાણો બંધ થઈ.
અંદાજે 69 ડોલોમાઈટ ખાણો અને 100થી વધુ પાવડર એકમો અસરગ્રસ્ત થયા હોવાનું સ્થાનિક ઉદ્યોગ સંગઠનોનું કહેવું છે.
આશરે 30,000 મજૂરોના રોજગાર પર અસર પડી હોવાનું દાવો કરવામાં આવ્યું.
વિરોધ આંદોલનો
રોજગાર બચાવો આંદોલન (2024–2025) ડોલોમાઈટ એસોસિએશન અને સ્થાનિક આદિવાસી મજૂરોએ રજૂઆતો કરી હતી.
ખાણકામ અને ખનિજ સર્વે સામે અનેક ગામોમાં ગ્રામસભા સત્તા, PESA કાયદો અને જંગલ અધિકાર મુદ્દે વિરોધ થયા છે.
2025માં કવાંટ તાલુકાના અનેક ગામોમાં GMDC ના દુર્લભ ખનિજ સર્વે સામે આદિવાસી વિરોધ નોંધાયો હતો.
2025 દરમિયાન 69 ડોલોમાઈટ ખાણો બંધ થતાં. ટ્રક ગતિવિધિ ઘટી
પર્યાવરણ મુદ્દા
ટેકરીઓમાં મોટા સફેદ ખાડા, ખુલ્લી ખાણ જમીન , ટેકરીઓનું ક્ષય, ટેકરિયાળ ભૂપ્રદેશ, બેન્ચ કટીંગ પેટર્ન, પર્વતીય ઢોળાવમાં ફેરફાર, ખાણથી ક્રશર સુધી નવા રસ્તા, જંગલ અને ઝાડીઓના પટ્ટામાં કાપ, ખાણની આસપાસ રાખોડી કે ભૂરા ડમ્પ, વરસાદી ધોવાણની સંભાવના, ધૂળ પ્રદૂષણ, બ્લાસ્ટિંગથી ઘરોમાં તિરાડો, વરસાદી પાણીના વહેણમાં ફેરફાર, વનવિસ્તાર પર અસર, ઝાડી વિસ્તાર, ભૂગર્ભીય જળ, જમીન ઉપયોગ પર અસર, ખેતી , વન, ચારાગાહ, ગૌચર, નદીના સૂક્ષ્મ જળસ્ત્રોત, ક્રશિંગ પ્લાન્ટથી પર્યાવરણને અસર થઈ છે.
છોટાઉદેપુર જિલ્લામાં આશરે 75,000 હેક્ટરથી વધુ વન વિસ્તાર છે અને ખનન પ્રવૃત્તિ મુખ્યત્વે આદિવાસી અને ટેકરીયાળ વિસ્તારોમાં કેન્દ્રિત છે.
મુખ્ય અસરગ્રસ્ત ગામો
અંબાલા, અંતરોઈ, છટવારા , ચિલિયાવંત, પાડલિયા, પાડરવંત, સુરખેડા, રાયસિંગપુર ગામની 15 હજારની વસ્તીને પ્રભાવિત કરી હતી.
જમીન ઉપયોગનો અંદાજ
છોટાઉદેપુર ડોલોમાઈટ પટ્ટામાં દાયકાઓથી આશરે 32થી વધુ ખાણો કાર્યરત રહી છે. 2025માં 69 જેટલી ખાણો મંદીના કારણે અસરગ્રસ્ત થયાની ચર્ચા થઈ હતી.
ખાણકામ વિસ્તાર
સીધી ખાણ ખોદકામ જમીન 800–1,500 હેક્ટર
વેસ્ટ ડમ્પ વિસ્તાર 200–500 હેક્ટર
હોલ રોડ અને ઍક્સેસ રોડ 100–300 હેક્ટર
સ્ટોકયાર્ડ/ક્રશિંગ ઝોન 100–250 હેક્ટર
કુલ પ્રભાવિત વિસ્તાર 1,200–2,500 હેક્ટર
સંભવિત અસર
15 ગામના 40 હજાર વસતીને ખાણ અને ઔદ્યોગિક 1,200–2,500 હેક્ટર જમીનને અસર થઈ છે.
જેમાં રોજગારી મેળવતાં હોય એવા 20 હજાર લોકો હતા.
અંતરોઈ ગામ
અંતરોઈ ગામની કુલ 709.54 હેક્ટર અને વન વિસ્તાર 125 હેક્ટર તથા બિન-કૃષિ 90 હેક્ટર જમીન હતી.
છોટા ઉદેપુરમાં 75,704 હેક્ટર જેટલો કુલ વન વિસ્તાર છે, પરંતુ ડોલોમાઈટ ખાણો માટે વપરાયેલી વન જમીનનો ચોક્કસ કુલ હેક્ટર આંકડો જાહેર સ્ત્રોતોમાં ઉપલબ્ધ નથી.
ઔદ્યોગિક ઝોન
પાવડર એકમો, સ્ટોકયાર્ડ, ટ્રક પાર્કિંગ, જમીન ઉપયોગ પરિવર્તન, ગ્રામ્ય ખેતી વિસ્તાર, કેટલાક વિસ્તારોમાં દબાણ થયા છે.
છોટા ઉદેપુરમાં આશરે 32 ડોલોમાઈટ ખાણો છેલ્લા 60–65 વર્ષથી વિવિધ ગામોમાં કાર્યરત હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ડોલોમાઈટ પ્રોસેસિંગ અને વેપારનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં અનેક ખનિજ કંપનીઓ અને ડોલોમાઈટ એકમો કાર્યરત છે.
કંપનીઓ
ભગવતી, ગંગા, પહીહર, શિવ શક્તિ, દવીક મીનરલ્સ છે.
મોરબીમાં વપરાશ
ગુજરાતમાં મોરબીમાં કેટલું ડોલામાઈટ વપરાતું હશે
મોરબીના સિરામિક ઉદ્યોગોના 800 ફેક્ચરીમાં 1થી 1.6 અબજ ચોરસ ફૂટ ટાઈલ્સ માટે ડોલોમાઈટ, ફેલ્ડસ્પાર, ક્વાર્ટ્ઝ, બોલ ક્લે, ચાઇના ક્લે વગેરે અનેક કાચા માલનો ઉપયોગ કરે છે અને અલગથી ડોલોમાઈટ વપરાશ જાહેર કરતા નથી.
ડોલોમાઈટ ટાઇલ બોડી અને ગ્લેઝમાં સહાયક ફ્લક્સ (flux) તરીકે વપરાય છે, પરંતુ તે મુખ્ય કાચો માલ નથી.
મોરબીમાં દર વર્ષે આશરે 35–50 મિલિયન ટન સિરામિક કાચા માલ વપરાતા હોય અને તેમાં ડોલોમાઈટનો હિસ્સો સરેરાશ 1%–3% ગણી શકાય, તેથી 5થી 10 લાખ ટન ડોલામાઈટ વપરાતું હશે.
મોરબીના ઉદ્યોગ માટે કાચા માલ માટે છોટાઉદેપુર ડોલોમાઈટ માટેનો સૌથી મોટું બજાર છે. છોટાઉદેપુરથી 20 હજાર જેવી ટ્રકોમાં ભરાઈને માલ વર્ષે જાય છે. ઘણી વખથ રોજની 100 ટાકો પણ ભરાતી હોવાની શક્યતા છે.
ડોલામાઈટ ખોદાયું
ગુજરાતમાં 7,200 લાખ ટન ડોલોમાઈટ ખનીજનો અનામત જથ્થો છે.
2005–2015 દરમિયાન ગુજરાતમાં ડોલોમાઈટનું માસિક ઉત્પાદન સામાન્ય રીતે 10,000થી 40,000 ટન વચ્ચે રહેતું હતું. એપ્રિલ 2014માં માસિક ઉત્પાદન આશરે 1.14 લાખ ટન સુધી પહોંચ્યું હતું, જે તે સમયનો ઉચ્ચ સ્તર હતો.
1998–2001માં 1–2 લાખ ટન, 2005–2010માં 1.5–3 લાખ ટન, 2010–2015માં 3–6 લાખ ટન, 2015–2020માં 4–8 લાખ ટન, 2020–2024માં 5–10 લાખ ટન, 2025–2026 માં મંદી અને ખાણ બંધ થવાને કારણે ઉત્પાદન ઘટ્યું હતું.
ગુજરાતમાં ડોલોમાઈટનો વપરાશ (લાખ ટન/વર્ષ)
મોરબી સિરામિક 5–10
અન્ય સિરામિક/ગ્લાસ 1–2
સ્ટીલ/ફાઉન્ડ્રી 1–3
કૃષિ અને અન્ય 0.5–1
કુલ ગુજરાત 7.5–16 લાખ ટન/વર્ષ
છોટાઉદેપુરનું બજાર
ડોલોમાઈટનું ચૂર્ણ કે ખડી કરવા માટે 12 કારખાનાઓને પહેલાં મંજૂરી હતી.
2003–2004માં ઉત્પાદન 3,14,105 મેટ્રેક ટન હતું. 600 કરોડની મજૂરી છે અને પથ્થર 20 કરોડનો નિકળે છે. આ ઉદ્યોગ મજૂરી આપતો ઉદ્યોગ છે.
પથ્થરનો ભાવ પ્રતિ ટન રૂ. 370 હતો તે એક વર્ષ પહેલાં વધારીને રૂ. 450 કરવામાં આવ્યો હતો.
300 ટ્રક ચાલે છે.
રોજનું 6,000 ટન માલનું ઉત્પાદન. સરકારને રોજની 5 લાખ રોયલ્ટી. રોજની 4.50 લાખ જી એસ ટી.ની આવક હતી. મહિને 3 કરોડ વીજળીનું બિલ. એક ફેક્ટરી દીઠ 2 કરોડનું રોકાણ છે.
ડોલોમાઈટ પાવડર બાઈન્ડર ઉમેરીને ગોળાકાર આકારમાં દબાવવામાં આવે છે, જે પરિવહન અને ઉપયોગમાં સરળ છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ રાજ્યોમાં ડોલોમાઈટ પાઉડરનો વેપાર છે.
ભાવ અને બજાર (2025–26 રૂ. ટન)
ભારતમાં ડોલોમાઈટનો અંદાજિત સરેરાશ ભાવ રૂ.1,800 થી રૂ.3,500 પ્રતિ ટન વચ્ચે હોઈ શકે છે.
ખાણથી કાચો ડોલોમાઈટ રૂ.500 – રૂ.1,500
ડોલોમાઈટ ચિપ્સ રૂ.1,100 – રૂ.1,500
100–200 મેશ ડોલોમાઈટ પાવડર રૂ.1,000 – રૂ.1,300
250–400 મેશ ડોલોમાઈટ પાવડર રૂ.1,400 – રૂ.2,000
ઉચ્ચ શુદ્ધતા (99%+) ડોલોમાઈટ પાવડર રૂ.1,500 – રૂ.3,000
કેલ્સાઇન્ડ ડોલોમાઈટ રૂ.1,000 – રૂ.5,000 પ્રતિ ટન (ગુણવત્તા પ્રમાણે)
10 લાખ ટન ડોલોમાઈટનું મૂલ્ય
સરેરાશ ભાવ રૂ.2,000 પ્રતિ ટનનો ગણીયેતો 10 લાખ ટનના રૂ.200 કરોડ થઈ શકે છે.
છોટા ઉદેપુરમાં ખાણનો રૂ. ટન
2010 – 250–350
2015 – 550–700
2020 – 650–950
2024 – 1,100–1,500
2026 – 850–1,250
મોરબી પહોંચેલો ભાવ રૂ./ટન
2010 600–900
2015 1,000–1,500
2020 1,400–2,200
2024 1,800–3,500
2026 1,700–3,000
છોટાઉદેપુરમાં ગેરકાયદે ખાણો
અનેક સ્થળોએ ડોલામાઈટ પથ્થરનું ગેરકાયદે ખોદકામ થતું હોય છે. કાનાવાંટ અને દડી ગામ ખાતે ડોલોમાઇટ પથ્થરની ખાણોમાં ગેરકાયદે ખનીજ કાઢવામાં આવતું હતું. ફેબ્રુઆરી 2025માં રૂ. 2 કરોડનો માલ પકડાયો હતો. 20 વાહનો પકડાયા હતા. ડોલોમાઇટની ખાણો પર કાર્યવાહી કરવામાં આવે તેવું ભાગ્યે જ બનતું હોય છે.

માર્ગો કેમ ન બનાવ્યા? 30 હજાર લોકોને ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે બેકાર બનાવી દીધા

માર્ગો કેમ ન બનાવ્યા? 30 હજાર લોકોને ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે બેકાર બનાવી દીધા