VIDEO: રૂપાણીના ભાણેજના નામે યુવતી સાથે રાજકોટમાં બિભત્સ ચેનચાળા અને લુખ્ખાગીરી વિડિયોમાં બહાર આવી

રાજકોટ, 26 જૂલાઈ 2020

25 જૂલાઈ 2020ના રોજ સવારે 5:45 વાગ્યામાં – – – ના અને સત્તાના ચિક્કાર નશામાં ધૂત પોતાને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ભાણેજ કહીને ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તાર રાજકોટના લુખ્ખા લોકો યુવતી અને બીજાને ધમકી આપે છે. ડોક્ટર પાર્થ જસાણીએ સાયક્લીંગ કરવા નીકળેલી નિર્દોષ યુવતી સાથે ગાડી અથડાવી હતી.

ત્યારબાદ કરેલું વર્તન વિડિયોમાં સાંભળો જેના શબ્દો આવા છે.

“વિજય રૂપાણી મારા માસા છે,મનોહરસિંહ જાડેજા પોલીસ કમિશ્નર કચેરી વાળા મારા પપ્પાના મિત્ર છે, તો ય મારે કોઈની જરૂર નહીં પડે. હું એક જ કાફી છું. હું સર્જન (ડોક્ટર) છું કંઈ પણ કરી નાખીશ. અમે એસ.બી.આઈ. અને સીટીઝન બેન્કમાં ડીરેક્ટર છીએ. પોલીસ કેસ થાય તો મને કાંઈ નહિ થાય. તું ફસાઈ જઈશ. મારા દાદા અને મારા બાપા અને ઉપરની આખી પેઢી વકીલ છે તું ફસાઈ જઈશ. મને પોલીસ ઓળખે છે. ”

સુરતમાં રૂપાણી સરકારનાં આરોગ્ય રાજ્ય પ્રધાનના પુત્ર અને દોસ્તોના કારસ્તાન બાદ હવે રૂપાણીના રાજકોટમાં રૂપાણીના નામે ચરી ખાનારા વધ્યા છે. નારીનું ભર બજારમાં અપમાન થાય છે ત્યારે બેટી બચાવોની પોતાના ભાષણમાં સૂફીયાણી વાતો કરતા વિજય રૂપાણી આ બાબતે સ્પષ્ટતા કરે એવી અપેક્ષા આખા ગુજરાતની છે. કારણ કે રૂપાણીના નામે રાજકોટમાં લુખ્ખાગીરી અને કામો કરાવી આપવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

નિર્દોષ છોકરીને લુખ્ખો કહે છે તું ફસ્ટ્રેશન માં ન આવે તે માટે આંગળી કરજે ન આવડે તો મને કહેજે હું કરી દઈશ.

આવી બિભત્સ ચેનચાળા વાળી વાતો કરતા આ શખ્સ સામે પગલાં ભરવાની માંગણી ઊભી થઈ છે.
ગુજરાતના સંવેદનશીલ સરકાર અને એના મુખીયા વિજય રૂપાણીની આંખ ઉઘડે અને સરકાર પોતે ફરિયાદી બને એવી માંગણી છે.

વધુ વાંચોઆત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે

વધુ વાંચોVIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી

વધુ વાંચોઅમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુંક

વધુ વાંચોએક બિનગુજરાતી ભાજપ પ્રમુખને કાર્યકરો અને લોકો નહીં સ્વીકારે, કોગ્રેસના હાર્દિક પટેલ મજબૂત થશે