ગાંધીનગર, 26 જાન્યુઆરી 2021
ખેડા શહેર ભાજપ સંગઠનના પ્રમુખની નિમણૂંકના વિરોધમાં 72 જેટલાં હોદ્દેદારોએ અને કઠલાલાલના 50 મળી 122 હોદ્દેદારોએ રાજીનામા એક મહિના પહેલા ડિસેમ્બર 2021માં ધરી દીધા હતા. તેની કળ ભાજપના મોવડીઓને વળી નથી. માંહેમાંહે વિરોધનો મધપૂડો છંછેડાતો રહ્યો છે અને યાદવાસ્થળી સપાટી પર આવી હવે ભૂગર્ભમાં લાવા છે. સમગ્ર ગુજરાતમાં ખેડામાં સૌથી વધું વિરોધ થયો હતો. તે વિરોધ સાંસદના જૂથનો હતો. પક્ષ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સામે હતો.
ભાજપમાં બે જૂથ
બળવો કરનારા બીજા કોઈ નહીં પણ ખેડાના સાંસદ દેવુ ચૌહાણના ખાસ ટેકેદારો હતા. દેવું ચૌહાણ અને નવા ભાજપ જિલ્લા પ્રમુખ અર્જૂન ચૌહાણને બનતું નથી. તેથી દેવુસિંહ ચૌહાણની લોબી આજે પણ ભાજપને પાડી દેવા અંદરથી સક્રિય છે. અંદરથી વિખવાદ છે. દેવુસિંહના જૂથના જે હોદ્દેદારો હતા તેને હાંકી કાઢીને નવા યુવાનોને પસંદ કરાયા છે.
દેવુ ચૌહાણનું જૂથ
બે નગરપાલિકા ભાજપની કોંગ્રેસ પાસે જતી રહી તેની પાછળ પણ આ બે જૂથની લડાઈ જવાબદાર માનવામાં આવી રહી છે. અર્જુન ચૌહાણ સામે દેવુસિંહ નારાજ છે. રાજીનામાં આપી દેવા અંદરથી હજુ 25 ડિસેમ્બર 2021માં પણ દબાણ થઈ રહ્યું છે. રાજીનામાં આપનારા સાંસદની લોબી છે. નવી ટીમ સામે સાંસદનો વિરોધ છે.
કોંગ્રેસ સાથે સોદાબાજી
ભાજપને તોડવાનું કામ કરે છે. મહુધા વિધાનસભા કોંગ્રેસ પાસે છે. અંદર ખાને કોંગ્રેસ સાથે સમજૂતી કરી છે. વિધાનસભામાં માઈનસ થાય છે અને સાંસદની ચૂંટણીમાં મત બે ગણા થઈ જાય છે. જે શોદાબાજી બતાવે છે. મતમાં 30થી 40 હજારનો ફેરફાર કેમ થઈ જાય છે. તે અંગે કાર્યકરોમાં ભારે ચર્ચા છે. વળી ખેડા-નડિયાદમાં દારુ અને માંસનો મોટો વેપાર ચાલે છે. અમદાવાદમાં પૂરવઠો અહીંથી પૂરો પાડવામાં આવે છે. જેની પાછળ ભાજપના કેટલાંક નેતાઓનો હાથ છે.
નારાજના રાજીનામાં
ખેડા શહેર ભાજપ અને કઠલાલ તાલુકા ભાજપના કાર્યકરો, હોદ્દેરોએ રાજીનામાં આપી દેતાં ખળભળાટ મચી ગયો હતો. 22 હોદ્દેદારો સહિત 122થી વધુ કાર્યકરો, પૂર્વ મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ, શક્તિ કેન્દ્રના પ્રમુખો, જિલ્લાના કન્વીનર, યુવા મોરચાના સભ્યોએ એક સાથે રાજીનામાં આપી દીધા હતા. જેમાં ભાજપના મોટા નેતાઓનો દોરી સંચાર હતો.
કોંગ્રેસને ફાયદો
ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયતની ચુંટણી ફેબ્રુઆરી 2021ના છે. નગરપાલિકાના 251 અને તાલુકા પંચાયતના 1115 મતદાન મથકો છે. ત્યારે આ ખટપટ ભાજપને ભારે પડી શકે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વારંવાર હારી જતાં કોંગ્રેસના ભરત સોલંકીને મોટો ફાયદો કરાવે એવો ભારે મોટો જૂથવાદ ભાજપમાં અંદરથી ચાલી રહ્યો છે.
પાટીલ સામે બળવો
25 ડિસેમ્બર 2020ના દિવસે કઠલાલ તાલુકાના નવા પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કરતાં પાટીલના નિર્ણયના વિરોધમાં તાલુકા ભાજપના તમામ જૂના હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા તે વાતનો ખટરાગ હજું પણ ખેડા જિલ્લામાં જોવા મળે છે. આંતરિક રાજરમત મોટા પ્રમાણમાં ચાલી રહી છે.
ખેડામાં ખટપટ
23 ડિસેમ્બર 2020ના દિવસે ખેડા શહેર ભાજપના 70થી વધુ કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા. ત્યાર બાદ આ મોટી ઘટના હતી. જે ભાજપના પ્રદેશ પ્રમુથ સી આર પાટીલ સામે રીતસરનો બળવો હતો. તે શાંત થવાનું નામ લેતો નથી. 25 જાન્યુઆરી 2021માં કેટલાંક સભ્યો નારાજ છે. ખેડા જિલ્લા ભાજપમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
કઠલાલની કઠણાઇ
કઠલાલ તાલુકા ભાજપના 50 કાર્યકરો, પૂર્વ મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ, શક્તિ કેન્દ્ર ના પ્રમુખો, જિલ્લાના કન્વીનર, યુવા મોરચાના સભ્યોએ પાટીલ સામે બળવો કરીને સામૂહિક રાજીનામાં આપી દીધા હતા. ખાસ કરીને નવા તાલુકા પ્રમુખ અને મહામંત્રી સામે ભારે વિરોધ છે.
12 જેટલાં હોદ્દેદારો સહિત સગઠનના ઉપપ્રમુખ, મંત્રી,શક્તિ કેન્દ્ર પ્રમુખ, યુવા મોરચા ઉપપ્રમુખ સહિત 50 જેટલાં કાર્યકરોએ રાજીનામાં આપતા ભાજપમાં ભડકા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કઠલાલ તાલુકાના જુના કાર્યકરોમાં નવી નિમણુંકને લઈ અસંતોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.
કોઈને પૂછ્યા વગર નિમણૂંક
કઠલાલ તાલુકા સંગઠનના લખન ડાભીએ જાહેર કર્યું હતું કે, તાલુકા સંગઠનમાં પ્રમુખ અને મહામંત્રીની જે નિમણુંક કરવામાં આવી છે, તે અમોને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવી છે. જેને ભાજપ પ્રત્યે કંઈ લેવાદેવા જ નથી, તેવા લોકોને હોદ્દો આપવામાં આવેલા છે. જેને લઈ રાજીનામાં આપ્યા છે. આવનારા સમયમાં ચૂંટણીઓમાં મોટો ફટકો પડશે. રાજીનામું આપનાર સભ્યોએ નવા સંગઠનની રચના મામલે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે પ્રમુખ અર્જુન ચૌહાણ દ્વારા કઠલાલ તાલુકા પ્રમુખની નિમણુંક કરી તેમાં કોઇ સ્થાનિક કાર્યકરોની સેન્સ લીધી નથી.
દેવુ ચૌહાણ સામે વિરોધ
નડિયાદના કાર્યાલય ખાતે દોડી આવી કાર્યાલય મંત્રી હર્ષદ પારેખને સાગમટે રાજીનામા ધરી દેતાં ભાજપામાં હડકંપ મચી ગયો હતો. નગરપાલિકા, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓ જાહેર થઈ છે. ભાજપના જ નેતાઓના ઈશારે ખેલ ખેલાયો હતો.
ખેડા જિલ્લામાં ભાજપ પ્રમુખપદે સાંસદ દેવુસિંહ ચૌહાણને રિપીટ કરવાના બદલે નવા કાર્યકરને મૂકવાની માંગણી હતી. વડોદરામાં પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની બેઠક યોજાઇ હતી. ખેડાના સાંસદ દેવુ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ હતા. તેઓ જિલ્લામાં તેમજ ભાજપ સંગઠનમાં સમય આપી શકતા નથી. બે હોદ્દા પર હતી.
જિલ્લા પ્રમુખની મનમાની
ભાજપા પાર્ટી કહે છે કે, સભ્ય ના હોય તેને કોઇ હોદ્દાની નિમણૂંક અપાતી નથી. જ્યારે અહીં તો જિલ્લા ભાજપા પ્રમુખ અર્જૂન ચૌહાણે મનમાની કરી હતી. અલ્પેશ ઝાલા, અપક્ષના ટેકામાં કામ કરેલું છે. તેને હોદ્દેદાર બનાવી દેવાયા હતા. કિરણ ડાભી કાર્યકર પણ નથી, તેમને પણ હોદ્દેદાર બનાવી દેવાયા છે. ખેડા જિલ્લા પ્રમુખ અર્જૂન ચૌહાણે જાહેર કર્યું હતું કે, ભાજપાના કાર્યકરોના રિસામણાનો અંત લાવવામાં આવશે.
ભાજપને હરાવવા કામ કર્યું ને હોદ્દો મળ્યો
સંગઠનમાં મહામંત્રી તરીકે નિમણૂક થઇ તે અલ્પેશ ઝાલાએ લોકસભા અને વિધાસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના ટેકામાં કામ કર્યું હતું. બીજા નંબરમાં કિરણ ડાભીને પ્રમુખ બનાવવામાં આવ્યો છે તે ભાજપનો સક્રિય કાર્યકર્તા નથી. આવા વ્યક્તિઓને સંગઠનમાં હોદ્દા આપવામાં આવ્યા છે એટલે નારાજ છે. કઠલાલ ભાજપમાં જુથવાદ છે. તેથી રાજીનામા અપાયા હતા. કઠલાલ તાલુકા પ્રમુખ કિરણ ડાભીએ કાર્યકરોને કહ્યું હતું કે, તેઓ 2007થી ભાજપના અદના કાર્યકર તરીકે સક્રિય છે. પાર્ટીના અસંતુષ્ટ કાર્યકરો એ લગાવેલ આક્ષેપ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.
બિમલ શાહના ટેકેદારો
મહામંત્રી અલ્પેશ ઝાલા પોતે કોંગ્રેસના નેતા બિમલ શાહ સાથે અંગત સંબંધો ધરાવે છે. જિલ્લા પંચાયતના સભ્ય ચંપાબેન ડાભીએ પણ અંગત નારાજગીના કારણે પંચાયતની બે સમિતિઓના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધુ હતું. જે વ્યક્તિને મહામંત્રી બનાવ્યા તેઓ ખુદ ગત વિધાનસભા-લોકસભાની ચૂંટણી સમયે અપક્ષ ઉમેદવાર માટે દોડી રહ્યા હતા. તેમ છતાં આવા લોકોને પાર્ટી હોદ્દા આપી રહી છે. જ્યારે પાર્ટી માટે લોહી રેડનારા લોકોને પાર્ટી અન્યાય કરી રહી હોવાની લાગણી આજે પણ છે.
કોણ નારાજ
પુર્વ મહામંત્રી લખન ડાભી, તાલુકા ઉપ પ્રમુખ ખુમાન ડાભી, પુર્વ ઉપ પ્રમુખ વિજય ડાભી, શક્તિ કેન્દ્ર પ્રમુખ રાજેન્દ્ર ઝાલા, ભરતસિહ ડાભી, જિલ્લા કન્વિનર અજય ડાભી, સંગઠન મંત્રી ઉદેભાઈ ડાભી શક્તિકેન્દ્ર પ્રમુખ રાજેન્દ્ર ડાભી, પેજ પ્રમુખ ચૌહાણ સંજયકુમાર સહિત કાર્યકરોએ રાજીનામાં આપ્યા હતા.
એકતરફી નિર્ણય
કઠલાલ ભાજપનો આંતરકલહ ચરમસીમાએ છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના કેટલાક નેતાઓ દ્વારા એક તરફી નિર્ણયો લેવાતા ભાજપ માટે ખેડા જિલ્લામાં મુશ્કેલીઓ વધી શકે છે. અર્જુનના પ્રભાવને અટકાવવા ભાજપના જ અસંતુષ્ટ કાર્યકરો રાજકીય ષડયંત્ર કરીને જુથવાદી રણનીતિ અપનાવી રહ્યા હોવાનું ગાંધીનગરમાં લોબિંગ કરવામાં આવ્યું હતું.
કિશોર ઝાલાને હઠાવો
ખેડાના ભાજપના કાર્યકર્તાઓ નવા પ્રમુખ કિશોર ઝાલાને હટાવવાની માગણી કરી રહ્યા છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે, કિશોરસિંહને પ્રમુખ તરીકે હટાવ્યા બાદ ખેડાના કોઈ પણ જૂના કાર્યકર્તાને ખેડા શહેર ભાજપ પ્રમુખની કમાન સોંપવામાં આવશે તો પણ તેઓ પોતાના રાજીનામાં પરત ખેંચશે અને ફરીથી સક્રીય કાર્યકર્તા તરીકે પક્ષમાં કામ કરશે.
કોની નિયક્તિ થઈ હતી
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અર્જુન ચૌહાણની નિમણૂંક કરવામાં આવી હતી. ખેડા જિલ્લા ભાજપની નવી ટીમ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પરામર્શ અને માર્ગદર્શન લઈ જાહેર કરાઈ હતી. જેમાં પ્રમુખ અર્જુન ચૌહાણ (મહેમદાવાદ) ઉપપ્રમુખ: ગોપાલ ઠાકોર શાહ(કપડવંજ) ઉપપ્રમુખ: ચંદ્રેશ કનુ પટેલ (માતર) ઉપપ્રમુખ: મીનેશ પુનમ પટેલ(ગળતેશ્વર) ઉપપ્રમુખ: વિકાસ બલકૃષ્ણ પટેલ(મહેમદાવાદ) ઉપપ્રમુખ: રાજન દિલીપ દેસાઈ(નડિયાદ) ઉપપ્રમુખ: જાનવીબેન મિત્તલ વ્યાસ(નડિયાદ) ઉપપ્રમુખ: પાર્વતીબેન ભરત મકવાણા(માતર) ઉપપ્રમુખ: મનીષાબેન શૈલેન્દ્રસિંહ પરમાર (નડિયાદ) મહામંત્રી:નટુ છોટા સોઢા (મહુધા) મહામંત્રી:વિપુલ કાંતિ પટેલ (નડિયાદ) મહામંત્રી:વિકાસ જીતેન્દ્રકુમાર શાહ(નડિયાદ) મંત્રી:વિવેક કનુ પટેલ (કપડવંજ) મંત્રી:શોભાનાબેન પરેશ પટેલ(નડિયાદ) મંત્રી:નિલેશ મણી પટેલ (કપડવંજ) મંત્રી:અજય બ્રહ્મભટ્ટ (નડિયાદ) મંત્રી:વર્ષાબેન અજયકુમાર વ્યાસ (કઠલાલ) મંત્રી:ગીતાબેન રાજેશ જાદવ (ચકલાસી) મંત્રી:પ્રવીણ શર્મા (મહુધા) મંત્રી:સોનલબેન રાજેશ પટેલ (કઠલાલ) કોષાધ્યક્ષ:સુરેન્દ્ર ડી પટેલ (કણજરી)
નડિયાનું પ્રભુત્વ
ઠાસરા તાલુકાને બાદ કરતાં તમામ તાલુકાને નવી ટીમમાં જવાબદારી મળી છે. જેમાં નડિયાદ – 8 ,કપડવંજ -3,માતર -2,મહેમદાવાદ -2,ગળતેશ્વર -1, કઠલાલ -2, મહુધા -2, ચકલાસી -1 કાર્યકરોને જિલ્લા સંગઠનમાં મહત્વના હોદ્દા સોંપવામાં આવ્યા છે. નડિયાદના તાલુકાના સૌથી વધુ હોદ્દેદારો છે.
કોણ હરિફાઈમાં હતા
પૂર્વ પ્રમુખ સુરેશ ભટ્ટ, કપડવંજના અને વ્યવસાયે વકીલ એવા દશરથ પટેલ કે જેઓએ લોકસભાની ચૂંટણી દરમિયાન કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી. જ્યારે ઠાસરા તાલુકાના ચપટિયાના નિર્વિવાદિત એવા વિનુ પટેલ તેમજ નડિયાદ એપીએમસીના ચેરમેન વિપુલ ભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુ ડાભી, કપડવંજના ગોપાલ શાહ સહિત અન્ય ઉમેદવારોના નામોની ચર્ચા પણ થઇ હતી.
આ પણ વાંચો ખેડાની ખટપટ
ખેડા જિલ્લાના મહિપતસિંહ ચૌહાણને ફોન પર ધમકી, ભાજપ નેતા શામિલ?
૪૮ કલાક પહેલા કોંગ્રેસમાં જોડાયેલા સુંદરસિહ ચૌહાણ મોડી સાંજે ભાજપમાં જોડાયા
ગુજરાત ભાજપના 26માંથી 24 કરોડપતિ સાંસદો ચૂંટાયા છતાં પગાર લેશે
ખેડા લોકસભામાં ભાજપને જીતાડવા માટે કોંગ્રેસના આગેવાનનું ષડયંત્ર