ગાંધીનગર, 11 માર્ચ 2021
પશ્ચિમ બંગાળમાં ભલે રાજકીય લડાઈ ચાલી રહી હોય પણ પશ્ચિમ બંગાળના ખેડૂતો ઉનાળુ તલના વાવેતર અને ઉત્પાદકતામાં ગુજરાતથી આગળ નિકળી ગયા છે. ત્યાં સૌથી વધું ઉત્પાદકતા મળે છે. વળી, તલની ઉત્પાદકતામાં ભારત કરતાં ચીન આગળ છે. આમ આ બન્ને ગુજરાતને પછાડી રહ્યાં છે.
2021-22ના કૃષિ વર્ષમાં ઉનાળુ તલનું વાવેતર ફરી એક વખત 50 હજાર હેક્ટરથી વધી જશે. ખેડૂતોનો વાવેતરનો અવિતર પ્રવાહ જોતા એવું અનુમાન છે કે, સારા ચોમાસા અને ગયા વર્ષે સારા ભાવ રહેતાં આ વખતે તલમાં ઉત્પાદન પણ વિક્રમી રહેશે. 8 માર્ચ 2021 સુધીમાં 19302 હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. ગયા વર્ષે માંત્ર 14 હજાર હેક્ટરમાં વાવેતર આ સમયે થયા હતા. તેના અગાઉના 3 વર્ષની સરેરાશ 31 હજાર હેક્ટરની હતી.
ગુજરાતમાં ચાલુ ઉનાળે જો 50 હજાર હેક્ટર વાવેતર થાય તો હેક્ટરે 900 કિલોનું ઉત્પાદન મળે તો 4.50 લાખ ક્વિન્ટલ તલ પેદા થઈ જશે. તો ઉત્પાદનનો નવો વિક્રમ હશે.2018-19માં ઉનાળું તલમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધું 5440 હેક્ટરમાં વાવેતર થયા હતા. આ વખતે પણ સુરેન્દ્રનગર આગળ રહેશે.
હાલ તલમાં સારા પાણીએ ઓછી જીવાત અને રોગ જોવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો 21 હજાર હેક્ટર વાવેતર સાથે 9300 હજાર ટન તલ પેદા 3 ઋતુમાં કરીને આખા રાજ્યમાં આગળ રહેતાં આવ્યા છે. બીજા નંબર પર કચ્છ છે.
અમરેલીમાં 6500 હેક્ટર વાવેતર સાથે રાજ્યમાં સૌથી વધું છે.
ભારતમાં સરેરાશ 575 કિલો હેક્ટરે ઉત્પાદન મળે છે. ચીનમાં 1800 કિલો છે. હેક્ટરે સૌથી વધું 1271 કિલો તલ ગીરસોમનાથના ખેડૂતો પકવે છે.
2019-20માં કૃષિ વિભાગનો અંદાજ હતો કે, ઉનાળુ તલમાં 56 હજાર હેક્ટરમાં વાવેતર થશે અને ઉત્પાદન 51 હજાર ટન થઈ શકે. સરેરાશ હેક્ટરે ઉત્પાદન 920 કિલોની ધારણા હતી. પશ્ચિમ બંગાળમાં 950 કિલોથી વધું તલ એક હેક્ટરે પાકે છે. જે ભારતમાં સૌથી વધું છે.
ભારતમાં ઉનાળુ તલમાં ગુજરાત અને પછી પશ્ચમ બંગાળ સૌથી વધું તલ પેદા કરે છે. શિયાળામાં પણ આ બન્ને રાજ્યો આગળ હોય છે. પશ્ચિમ બંગાળમાં 2.25 લાખ હેક્ટરમાં ઉનાળામાં ખેડૂતો વાવેતર કરે છે. 1.75 લાખ ટનથી 2 લાખ ટન પેદા કરે છે. ગુજરાતમાં 2020માં 60 હજાર ટન તલ પેદા થયા હતા.
તે પહેલાના વર્ષોમાં 17 હજાર હેક્ટકરમાં 14 હજાર ટન તલ પેદા થતા હતા. સરેરાશ 780 કિલોનું ઉત્પાદન હેક્ટરે મળતું હતું.
2014માં 3 ઋતુતુમાં તલનું 1.25 લાખ હેક્ટર વિક્રમી વાવેતર થયું હતું. જે 2013 કરતાં 250 ટકા વધું હતું. સામાન્ય રીતે ત્યારે 50 હજાર હેક્ટર વાવેતર થતું હતું.
2015-16માં 10 હજાર હેક્ટર ખેતરમાં 5 હજાર ટન પેદા થયા હતાય ત્યારે હેક્ટરે 488 કિલો તલ પેદા થયા હતા.
ભારત 3 લાખ ટન તલની નિકાસ કરે છે. જે વિશ્વના 15 ટકા છે.
2001-02
સોમાસુ અને ઉનાળું મળીને 2001-02માં 3.56 લાખ હેક્ટરમાં તલનું વાવેતર થતું હતું. ત્યારે સરેરાશ 3 લાખ હેક્ટરમાં તલ ઉગાડાતા હતા. ત્યાર પછી તલની પડતી થઈ છે. ત્યારે સુરેન્દ્રનગરમાં 70 હજાર હેક્ટર અને ભાવનગરમનાં 52 હજાર હેક્ટર તલની ખેતી થતી હતી. 2010-11માં 2.89 લાખ હેક્ટરમાં તલના ખેતરો હતા. હેક્ટરે 460 કિલોની હતી. 1.27 લાખ ટન તલ પેદા થયા હતા.
ભાવ
એપ્રિલ 2020 માં ગુજરાતમાં તલના જથ્થાબંધ ભાવ સરેરાશ ક્વિન્ટલ 11,113 ડોલર હતા, જે ગયા વર્ષના સમાન મહિનાના સરેરાશ સરેરાશ 13,673 ડોલરથી લગભગ 19 ટકાનો ઘટાડો હતો. ભારતે વર્ષ 2018-19માં 3,762 કરોડના 3.12 લાખ ટન તલની નિકાસ કરી હતી. 2019-20 (એપ્રિલ-જાન્યુઆરી ડેટા) માટે, તલ બીજની નિકાસ 3,067 કરોડની 2.32 લાખ ટન રહી હતી.
ભારતના ટોચનાં તલ બીજ નિકાસ સ્થળોમાં યુ.એસ. (15,865 ટન), દક્ષિણ કોરિયા (16,383 ટન), વિયેટનામ (15,389 ટન), રશિયા (11,931 ટન) અને નેધરલેન્ડ (10,795 ટન) એપ્રિલથી જાન્યુઆરીના ગાળા દરમિયાન 2019- 20નો સમાવેશ થાય છે.
3 ઋતુના તલના ઉત્પાદનમાં ગુજરાત આગળ