21 લાખ હેક્ટર ઉજ્જડ વેરાન જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી શું થાય ?

What happens by setting up industries on 21 lakh hectares of desolate land?

ગાંધીનગર, 16 માર્ચ 2020

ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીન 26 લાખ હેક્ટર જમીન 2005-06માં હતી તે 10 વર્ષમાં ઘટીને 21 લાખ હેક્ટર થઈ છે. ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન પડી રહી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. સુરેન્દ્રનગરમાં રણ, જામનગર-દેવભૂમિ દ્વારકામાં સમુદ્રકાંઠાના કારણે 1.55 લાખ હેક્ટર અને ભાવનગરએમ આ 3 જિલ્લામાં 10 ટકા કરતાં વધું જમીન ખારો પટ કે ખેડી ન શકાય એવી જમીન છે. બાકીના જિલ્લાઓમાં 10 ટકા કરતાં નીચે ખેતી માટે ઉજ્જડ બની ગયેલી જમીન છે. આવી જમીન પર જ ઉદ્યોગો સ્થાપવા ભલામણ કરવામાં આવી છે. ગુજરાતમાં આવી ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીનનો વપરાસ વધી રહ્યો છે તે સારી નિશાની માનવામાં આવે છે.

વેરાન થઈ જતી હોય એવી સૌથી ઓછી જમીન ગાંધીનગરમાં છે. જ્યાં માંડ 1 હજાર હેક્ટર જમીન ખરાબ વેરાન છે. સુરેન્દ્રનગરમાં 89 હજાર હેક્ટર જમીન ઉજ્જડ છે. કચ્છમાં 2006-7માં 16.85 લાખ હેક્ટર જમીન ઉજ્જડ હતી, જે 2015-16માં 14.59 લાખ હેક્ટર થઈ છે. આમ 2.26 લાખ હેક્ટર જમીન કચ્છમાં ઘટી છે. 5 લાખ હેક્ટર જમીન ઘટી છે જેમાં કચ્છની 50 ટકા જેવી જમીન છે.

રાજ્ય સરકારે ખેતીની જમીન પર ઉદ્યોગો સ્થાપવાની જગ્યાએ આવી વેરાન જમીન પર ઉદ્યોગો સ્થાપે તો ખેતીની જમીન બિન ખેતી થઈ રહી છે તે અટકાવી શકાય તેમ છે. કચ્છમાં જે જમીનો ઉદ્યોગોને આપવામાં આવી છે તે મોટા ભાગે વેરાન અને ઉજ્જડ પ્રકારની જોવા મળે છે.

સૌથી ઓછી ઉજ્જડ જમીનો આવેલી છે તે મોટા ભાગે દરિયા કિનારાથી દૂર હોય એવા વિસ્તારો છે. તેમ છતાં વલસાડ, સુરત, ખેડા જેવા દરિયા કાંઠાના જિલ્લાઓમાં વેરાન બની હોય એવી જમીન ઓછી છે.

13.75 લાખ હેક્ટર જમીન પર ખેતી થતી હતી જે હવે બિન ખેતીની જમીન ઉદ્યોગો અને રહેણાંક તથા રસ્તાના કારણે થઈ છે. જે 10 વર્ષ પહેલાં માત્ર 11.62 લાખ હેક્ટર જમીન હતી. આમ 2 લાખ હેક્ટર જમીન શહેરો અને ઉદ્યોગો ખાઈ ગયા છે. તેમાં 1 લાખ હેક્ટર જમીન ઉદ્યોગો માટે આપી દેવામાં આવી છે. તે જો વેરાન અને બંજર જમીન પર ઉદ્યોગો સ્થપાયા હોત તો ત્યાં આજે ખેતી થતી હોત.