નારિયેળીનો રસ ચૂસી કાળી ફૂગ પેદા કરીને ગુજરાતના બગીચાઓને ખતમ કરી રહેલી સફેદ માખી, આટલું થયું નુકસાન

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2020

એક વૃક્ષ પર સૌથી વધું નારિયેળ પેદા કરતાં ગુજરાતમાં કાળી ફૂગ પેદા કરતી સામાન્ય માખી કરતાં 3 ગમી મોટી સફેદ માખી ત્રાટકીને બગીચાઓ ખતમ કરી રહી છે. જેના પર કપડા ધોવાનો ભૂકો પાણીમાં નાંખી છાંટવાથી માખી ભાગે છે. નારિયેળ ફળ માનવજીવનની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે, કોરોનામાં તેનો વપરાશ વધ્યો છે. ત્યારે રોગ પ્રતિકાર શક્તિ ધરાવતું નારિયેળ પોતે હવે રોગગ્રસ્ત બની રહ્યું છે.

વપરાશ અને ઉત્પાદન

ભારતના લોકો વર્ષે 7 જે  નારિયેળ પીવે છે કે વાપરે છે. ભારતમાં 20 લાખ હેક્ટરમાં નારિયેળની ખેતી થાય છે. જેમાં 1.63 કરોડ ટન નારિયેળ પેદા થાય છે. એક હેક્ટરે 7804 કિલો નારિયેળ પેદા થાય છે. ગુજરાતમાં 25 હજાર હેક્ટરમાં નારિયેળનું વાવેતર થાય છે. જે ભારતના કુલ 1.17 ટકા છે. 2.32 લાખ ટન પેદા થાય છે. ભારતના 1.51 ટકા ઉત્પાદન બતાવે છે. એક હેક્ટરે 9500 કિલો પેદા થાય છે. ભારતમાં સૌથી વધું ઉત્પાદકતા ગુજરાતની નારિયેળીમાં છે. હવે તેના પર મોટો ખતરો પેદા થયો છે. સફેદ માખી કેરાલાથી આવી છે અને તે બગીચાઓને ખતમ કર રહી છે. ઉત્પાદકતા ઘટી રહી છે.

નવસારી કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ યુનિવર્સિટીના કીટક શાસ્ત્ર વિભાગના વિજ્ઞાનીઓ ડો.લલિત ઘેટીયા, એચ.ડી.ઝીંઝુવાડીયા સહિત 5 વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે.

શ્રીફળનું વાવેતર વલસાડમાં 16, જુનાગઢમાં 13, ગીરસોમનાથમાં 28 હેક્ટર થાય છે.

દેશમાં નારિયેળના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2018-19માં નારિયેળનું ઉત્પાદન 10 ટકા ઘટીને ચાર વર્ષના નીચે છે. દુનિયામાં સૌથી વધારે નારિયેળનું ઉત્પાદન ભારતમાં થાય છે. ઓછા ઉત્પાદનને પગલે વાર્ષિક તુલનાએ નારિયેળના ભાવ બમણા વધીને રૂ.40 રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે પહોંચી ગયા છે.

ઉત્પાદન ઘટી રહ્યું છે

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના ત્રીજા અગ્રિમ અંદાજ મુજબ વર્ષ 2018-19માં નારિયેળનું ઉત્પાદન ઘટીને 213.48 કરોડ નંગ થયું છે. જ્યારે વર્ષ 2017-18માં નારિયેળનું ઉત્પાદન 237.98 કરોડ નંગ નોંધાયુ હતું. વર્ષ 2014-15માં પ્રથમવાર નારિયેળનું ઉત્પાદન 204.39 કરોડ નંગ થયું હતું. વર્ષ 2014-15માં થયેલા ભારે ઘટાડા બાદ નારિયેળનું ઉત્પાદન સતત વધ્યું હતું. નારિયેળના ઉત્પાદનમાં ઘટાડાનું સૌથી મોટું કારણ હવામાનમાં પરિવર્તન છે. ઉત્પાદક વિસ્તારોમાં ખાસ કરીને કેરળમાં હવામાનમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. દેશના કુલ નારિયેળ ઉત્પાદનમાં કેરળ, તમિળનાડુ અને કર્ણાટકની હિસ્સેદારી લગભગ 85 ટકા જેટલી છે. નારિયેળની સરેરાશ ઉત્પાદક 13.5 ટકા ઘટીને 9815 નંગ પ્રતિ હેક્ટર રહી ગઇ છે.

કર્ણાટકમાં ઓછા વરસાદને લીધે કિટકોનો પ્રકોપ વધ્યો છે. તેને પગલે નારિયેળનું ઉત્પાદન 31 ટકા ઘટ્યું છે. તમિલનાડુમાં પણ સતત બીજા વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી છે, અલબત આંધ્રપ્રદેશમાં નારિયેળની ઉત્પાદકતા સૌથી વધુ 13,563 નંગ પ્રતિ હેક્ટર છે. આ રાજ્ય ઝડપથી નારિયેળની ખેતીને અપનાવી રહ્યું છે.

સફેદમાખી

દરીયાઇ કાંઠામાં નારિયેળનાં બગીચાઓમાં રૂગોસ સ્પાયરેલિંગ વ્હાઈટફ્લાઈ( સફેદમાખી ) જીવાત નારિયેળના ખેતરો ખેદાન મેદાન કરીને સાફ કરી રહી છે. ગુજરાતમાં પ્રથમ વખત 2019માં જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ત્રાટકી હતી. ઉત્તર અમેરિકાના ફ્લોરિડામાંથી ભારતમાં આવી છે . આ જીવાત ઓઇલ પામ જેવા પાકમાં મુખ્યત્વે આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યોમાં જોવા મળે છે . આક્રમક જીવાત સૌથી પહેલા નારિયેળમાં ઓગસ્ટ , 2016માં તમિલનાડુના પોલાચી ખાતે નોંધાઈ હતી . હવે ગુજરાતમાં માંગરોળ , વેરાવળ , વલસાડ તથા દરીયા કાંઠાના નારિયેળના બગીચાઓમાં જોવા મળે છે. આપણે ત્યાં દક્ષિણ ભારતના રાજ્યોમાંથી નારિયેળના જે રોપા આવે છે , તેની સાથે આ જીવાતનું આગમન થયેલું છે.

નારિયેળમાં જોવા મળતી રૂગોસ સ્પાયરેલિંગ વ્હાઇટફલાય સામાન્ય સફેદમાખી કરતાં ત્રણ ગણી મોટી અને સુસ્ત હોય છે. પુખ્ત જીવાતની પાંખો, સફેદ પ્રકારના પદાર્થથી ઢંકાયેલી હોય છે. મેલા સફેદપડતા કથ્થાઇ રંગનાં ધબ્બા જોવા મળે છે. પુખ્ત માદા કિટક પાંદડાની નીચેની બાજુ ગોળાકાર ઇંડા મુકે છે, જેના પર સફેદ રંગના મીણનું આવરણ જોવા મળે છે. એ જ્યારે ફલિત થાય છે ત્યારે સફેદ સ્ત્રાવ પાંદડા ઉપર જોવા મળે છે.

રસ ચૂસી લે છે

નારિયેળના પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. સતત નુકસાન કરવાની પ્રકૃતિ ધરાવતું કીટ મધ જેવો ચીકણો પદાર્થ ઉત્પન્ન કરે છે . આ પ્રકારના સ્ત્રાવના કારણે કાળી ફૂગ ( બ્લેકસુટી મોલ્ડ – કેપ્સોડીયમ પ્રજાતિ ) નો વિકાસ થયેલો જોવા મળે છે. જેના લીધે પાન કાળા પડી જાય છે . જે નળિયેરીના પાંદડાની પ્રકાશસંશ્લેષણની કાર્યક્ષમતાને ખોરવી નાંખે છે .

અંકૂશ માટે લેવાતાં પગલાં

બગીચામાં ચોખ્ખાઈરાખવી, પ્રથમ તબ્બકે આ જીવાતના નિયંત્રણ માટે પાણી સાથે ડિટરજન્ટ પાઉડર ભેળવી જેટ ગનનાં પ્રેશરથી પાન તથા થડ ઉપરછંટકાવ કરવો. સફેદ માખીને પકડવા માટે થડ પર પિળા રંગના ચીકણા પાટિયા લગાવવા . 1% સ્ટાર્ચ સોલ્યુશન નારિયેળની પત્રિકાઓ પર લગાડવું, જે કાળી ફૂગનો વિકાસને અટકાવશે. એન્ટાર્સિયા નામની પરજીવી જીવાત તેમજ કાળા , લાલ પરભક્ષી દાળિયા કિટક દ્વારા સફેદમાખીને ખાઈ જાય છે, તેનો ઉછેર કરવો. ગંભીર નુકસાન હોય ત્યારે ઝાડ પર લીમડાનું 10 લીટર પાણીમાં 50 મીલી તેલ છાંટવું.

લીમડાનું તેલ , ડિટરજન્ટ પાઉડર સૌથી ઉત્તમ

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લીધેલ પ્રાથમિક અખતરા મુજબ આ જીવાત જોવા મળે ત્યારે લીમડાનું તેલ કે  જૈવિક જંતુનાશકો જેવી કે બ્યુવેરીયા બાસીયાના 80 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો અથવા નાની અવસ્થાના ઝાડમાં એસીટામીપ્રિલ 20 એસપી 5 થી 6 ગ્રામ અથવા બાયફેનથ્રીન 10 ઈસી 7.5 મીલી અથવા ડાયફેન્થીયુરોન 50 ડબલ્યુપી 15 ગ્રામ અથવા સ્પાઇરોમેસીફેન 22.9 એસસી 15 થી 20 મીલી પૈકી કોઈ પણ એક રસાયણિક દવાપ્રતિ પંપ ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય એ રીતે છંટકાવ કરવો .

જંતુનાશક દવાઓ સાથે ડિટરજન્ટ પાઉડર અથવા સ્ટીકર મિક્સ કરી છંટકાવ કરવામાં આવે તો ખુબ સારા પરિણામો મળે છે .

મૂળ દ્વારા જંતુનાશક દવા

ઊંચા ઝાડ હોય અને છંટકાવ મુશ્કેલ હોય ત્યાં મૂળ દ્વારા જંતુનાશક દવા આપવાની પધ્ધતિ વધારે અનુકુળ આવે છે . આ પધ્ધતિમાં ઝાડનાં થડથી 2 થી 3 ફૂટ દુર જગ્યા પસંદ કરી અને દોઢ થી બે ફુટ ઉંડો ખાડો કરી મુળને નુકસાન ન થાય એ રીતે છરી વડે ત્રાંસો કાંપ મુકો અને તેમાં એઝાડીરેક્ટીન 2.5% 15 મીલી અથવા કાર્બોસલ્ફાન 25 ઈસી 15 મીલી દવા અને તેટલા જ જથ્થામાં પાણી લઇ પ્લાસ્ટીકની કોથળીમાં નાખી મુળ સાથે ચુસ્ત રીતે બાંધી સુકા પાંદડા અથવા હલકા પદાર્થ વડે ઢાંકી દઇ મુળ દ્વારા માવજત આપવામાં આવે છે. પણ જ્યારે વૃક્ષ પર નારિયેળ હોય ત્યારે દવા આપવી નહીં. નહીંતર તેમાં જંતુનાશક આવે છે.

સામૂહિક નિયંત્રણ

નાળિયેર માનવજીવનની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે, આથી રસાયણિક દવાનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. મુળ દ્વારા , રસાયણિક દવા નાળિયેર ઉતારી લીધા પછી જ આપવી . વધુમાં આ જીવાતને એકલ દોકલ ખેડુતો પોતપોતાની રીતે નીયંત્રણ ન કરતા સમૂહમાં નીયંત્રણના પગલા લેવામાં આવે તો ખુબ અસરકારક પરિણામો મેળવી શકાય છે . આ પ્રકારની જીવાત એક નવી પ્રજાતિની હોવાથી તે ઓછા ગાળામાં અને ખુબજ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે ફેલાવા માટે સક્ષમ છે . છોડના પરિવહનના પરિણામે નવા સ્થળે આ જીવાતનો ફેલાવો થાય છે.