7 જૂન 2022માં અમદાવાદના પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવા બંધાઈ રહેલા 375 MLD એસ.ટી.પી અને બીજા બધા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના અપગ્રેડેશન માટે જાહેર પરામર્શ રાખવામાં આવ્યો હતો.
અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશનર, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રજાને સાંભળી હતી.
આ કાર્યક્રમ હતો તો લોક સંવાદનો પરંતુ સત્કાર સમારંભ જેવો કાર્યક્રમ અધિકારીઓ અને રાજકાણીઓએ સાથે મળીને કરી નાંખ્યો હતો. જે ખરેખર સુનાવણી વખતે ન હોઈ શકે.
અધિકારીઓએ પદાધિકારીઓ નું સન્માન કર્યું હતું.
પર્યાવરણ મિત્રના મહેશ પંડ્યાએ ઘણી વિગતો આપતાં જણાવ્યું હતું કે, સાબરમતી પ્રદૂષણ મુદ્દે વડી અદાલતે સૂઓ મોટો અરજી કરી એટલે ઘણી બધી બાબતોના ખુલાસા થયા હતા.
સરસાદી પાણીની સ્ટ્રોમ વોટર લાઈનમાં ગટર કનેક્શન આપ્યાં છે. જેને લીધે ચોમાસામાં એક ઈંચ વરસાદમાં પણ શહેર ઉભરાય છે. લોકો અને સોસાયટીઓ પાસે ગટર જોડાણના પૈસા લઈ લીધા છે. B.U. પરમિશન પણ મળી ગઈ છે.
હાઈ કોર્ટે રચેલ ટાસ્ક ફોર્સની તપાસમાં આ મુદ્દો બહાર આવ્યો. સોસાયટીના કનેકશનો કપાતાં લોકોને ખબર પડી કે નગર પાલિકાએ તેમની સાથે છેતરપિંડી કરી છે.
ટાસ્ક ફોર્સ હજું કામ કરી રહી છે. જેના અહેવાલો તૈયાર થાય તે પહેલાં જ રૂ.500 કરોડનો નવો ગટર પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ બનાવવા
અમદાવાદના 14 STPની ક્ષમતા 1245 MLD મીલીયન લીટર દિવસના છે.
મોટાભાગના STP યોગ્ય રીતે ચાલતા નથી
ડ્રેનેજ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 9 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 45 સુએજ પમ્પિંગ સ્ટેશન,સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન અને 2500 કિ.મી. લાંબી ગટર લાઈન છે.
નવા ઉમેરાયેલા વિસ્તારમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવી રહ્યું છે.
વરસાદી પાણી અને ડ્રેનેજ ટ્રંક
મહાનગર પાલિકાના હાલના તમામ 9 એસટીપી – ગટર પાણીને શુદ્ધ કરવા માટે રિસાયકલ કરે છે.
અમદાવાદના ઉદ્યોગો અને મહાનગર પાલિકા સાથે મળીને કુલ 14 STPની ક્ષમતા 1245 MLD મીલીયન લીટર દિવસના છે.
મોટાભાગના STP યોગ્ય રીતે ચાલતા નથી
જે પાણી ઉદ્યોગો, ખેતી અને તળાવો, નદીઓમાં પુનઃઉપયોગ કરી શકાય છે.
નારોલ ઇન્ડસ્ટ્રીઝ માટે 80.15 કરોડના ખર્ચે 60 MLD TTP છે
વાસાણાનો જૂનો ગટર પાણી શુદ્ધીકણ પ્લાન્ટ ખરાબ થઈ ગયો છે. તેથી જૂનો તોડીને નવા 375 એમએલડી એસટીપી બનાવવાનો છે. તે માટે પર્યાવરણ માટેની અસરો અંગે જાહેર સુનાવણી અમદાવાદમાં રાખવામાં આવી હતી. હાલના વાસણાના 126 એમએલડી એસટીપી પ્લાન્ટ છે.
વાસણામાં હાલના ત્રણ ટર્મિનલ સેવેજ પમ્પ સ્ટેશન સહિતના સંકળાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન કરવાના છે.
શહેરના પશ્ચિમ ઝોન 2 માંથી 14.53 લાખ લોકોની વસતી માટે ગંદા પાણીની સંપૂર્ણ ટ્રીટમેન્ટ કરાશે. 338 MLD ગટર પાણી નિકળે છે.
ત્રણ TSPS દ્વારા વાસણા ખાતે 60 MLD જલ વિહાર, વાસણા 48 NLD, વાસણા 35 MLD અને વાસણા 126 MLD ખાતે ચાર STP સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં તેનું પ્રદુષણ દૂર કરવા માટે પાણી શુદ્ધ કરવામાં આવે છે.
અમદાવાદની દક્ષિણે આવેલા ડાઉનસ્ટ્રીમ ગામો, સાબરમતી પ્રવાહના માર્ગની બંને બાજુએ તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
અમદાવાદ એ ભારતનું 7મું સૌથી મોટું શહેર છે જેની 2011ની વસ્તી 55 લાખ છે જે 2021 1.10 કરોડ થઈ હોવાનું એએમસીની ધારણા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 2006 સુધીમાં 192 ચોરસ કિમીનો વિસ્તાર 95% ગટર હતી.
2006માં 258 ચોરસ કિમી વિસ્તાર ઉમેરવામાં આવ્યો હતો. નવા જેમાં 134 ચોરસ કિમી વિસ્તાર નવા પશ્ચિમ ઝોન છે. જ્યાં 134 ચોરસ કિલોમીચરમાંથી 40 ચોરસ કિમી વિસ્તારમાં ગટર હતી.
જ્યારે 32 ચોરસ કિમી વિસ્તારને આવરી લેતા નવા પૂર્વ ઝોન વિસ્તારમાં ગટર ન હતી. આ વિસ્તારમાં 24 લાખની વસતી, 2025 સુધીમાં વધીને 33 લાખ થઈ જશે.
પૂર્વ અમદાવાદ માટે
સીવરેજ નેટવર્ક – 233 કિમી લંબાઈ – કોંક્રિટ પાઈપ્સ
વિન્ઝોલ ખાતે ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન – 102 Mld ક્ષમતા
વિંઝોલ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ – 70 Mld ક્ષમતા
પશ્ચિમ અમદાવાદ માટે
સીવરેજ નેટવર્ક – 467 કિમી લંબાઈ – કોંક્રિટ પાઇપ્સ
ભાટ અને ચાંદખેડા ખાતે મધ્યવર્તી પમ્પિંગ સ્ટેશનો
વાસણા ખાતે ટર્મિનલ સુએજ પમ્પિંગ સ્ટેશન – 285 Mld ક્ષમતા
વાસણા ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ – 240 Mld ક્ષમતા
ગટરનું પાણી ટ્રીટ કર્યા પછી પાણીમાં કેટલા તત્વો હોવા જોઈએ તે એનજીટીએ નક્કી કરેલા છે. જેમાં મોટાભાગે કેન્દ્ર સરકારે માન્ય રાખ્યા છે.
એનજીટીના ધોરણો
પીએચ 5.5-9 સુધી
એસ એસ 20 ટીટીએસ
સીઓડી 50
બીઓડી 10
ટીએન 10 હોવા જોઈએ. પણ હાલના પ્લાંટમાં તે ધોરણો અમદાવાદ શહેર પાળતું નથી અને વાસણાથી નીચે નદી ભારે પ્રદુષિત કરી નાંખી છે.
સુનાવણી હતી. આટલા મોટા પ્રોજેક્ટનું કન્સલ્ટેશન હતું છતાંય માંડ 100 લોકોએ હાજરી આપી હતી. જેમાં મોટાભાગના કોર્પોરેશનના કર્મચારી હતા.
છાપામાં માત્ર નાનકડી જાહેરાત આપી હતી જેના આધારે લોકો કેવી રીતે આવે. ખરેખર તો મોટી પ્રસિદ્ધિ મળવી જોઈતી હતી.
પણ સત્તાધિશો પોતાની લીલા છુપાવવા માટે આવું કરતાં આવ્યા છે.
પર્યાવરણીય અને સામાજિક અસરો આવા પર્યાવરણના દરેક ઘટકમાં ભૌતિક, જૈવિક અને સામાજિક-આર્થિક ઘટકો પર સ્પષ્ટ થાય છે.
સાબરમતી અને ફતેહવાડી કેનાલમાંથી ટ્રીટેડ ગટર પાણી છોડવામાં આવે છે. સાબરમતીના કિસ્સામાં વૌઠા સુધીના નદી કાંઠાના નીચાણવાળા ગામો અને ફતેહવાડી સિંચાઈ યોજનાના કમાન્ડ એરિયામાં આવેલા ગામોને અસર થાય છે.
પાણીની ગુણવત્તાની અસરો માટે પ્રભાવનો મોટો વિસ્તાર છે.
હવા અને ગંધની અસર છે
STP ની નજીકના વિસ્તારમાં થવાની ધારણા છે, અને તેથી નજીકના ગ્યાસપુર મેટ્રો સ્ટેશનને કારણે સંચિત અસરોને ધ્યાનમાં રાખીને, સાઇટની આસપાસ 5km ના અસર વિસ્તારને પ્રભાવના વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. બાજુમાં મેટ્રો ડેપો છે.
પર્યાવરણીય અને સામાજિક પરિમાણો માટે મોનિટરિંગ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો .
ઑગસ્ટ 2021 માં એસટીપી માટે પર્યાવરણીય અને સામાજિક ઓડિટ હાથ ધરવામાં આવ્યા હતા, સલાહકારની ટીમે એસટીપીના ભૌતિક ઓડિટ માટે એસટીપી સાઇટ્સની મુલાકાત લીધી હતી. એસટીપી પર ઉપલબ્ધ ડેટા એકત્રિત કર્યા હતા. ચોમાસા પછીની ઋતુમાં પાણીની ગુણવત્તાનું નિરીક્ષણ, હવા, પાણી, અવાજ, મા
એસટીપીની કામગીરી, સાબરમતી નદી, ફતેહવાડી કેનાલ, ડાઉનસ્ટ્રીમના વપરાશકારો પર અસર અને ખેડૂતોના પ્રશ્નોને કારણે સમસ્યાઓ અને ચિંતાઓ અંગેની માહિતી, ડેટા પણ એકત્રિત કરવામાં આવ્યો હતો.
પણ આ વિગતો ખરેખર પ્રજા વચ્ચે અગાઉથી મૂકવાની જરૂર હતી. મૂકી નથી.
126 એમએલડી એસટીપીની અસર શું થઈ છે
પ્રક્રિયા
જૈવિક શુદ્ધિકણના પાણીને પ્રી-એરેશન ટાંકીઓમાં લઈ જવામાં આવે છે. ક્લેરીફ્લોક્યુલેટર અપાય છે.
ફ્લેશ મિક્સરમાં ફટકડી સાથે પ્રી-એરેટેડ ઉમેરવામાં આવે છે. ગેસ એકત્ર કરવામાં આવે છે. કાદવને સૂકવવા માટે કાદવ સૂકવવામાં આવે છે. જીવાણુ નાશકક્રિયા નથી. પછી ગટરનું પાણી સાબરમતી નદીમાં છોડી દેવામાં આવે છે.
સિંચાઈ બંધ
તે ફતેહવાડી નહેરમાં હજારો હેક્ટર ખેતી માટે, શાકભાજી અને ડાંગર માટે છોડવામાં આવતું હતું. જો કે ખેડૂતોએ ટ્રીટ કરેલા પાણીના પ્રદુષણના કારણે વાંધો લીધો હતો. તેથી હાલ ગટરનું પાણી ફતેહવાડી નહેરમાં આપવાનું બંધ કરવું પડ્યું છે.
અમદાવાદ શહેરની સરેરાશ ઊંચાઈ લગભગ 48 મીટરની છે તેથી કુદરતી ઢાળથી પાણી વાસણા સુધી આવે છે.
અમદાવાદ શહેરની અંદરનું મુખ્ય જળાશય સાબરમતી નદી છે.
વાસણા અને પીરાણાને નદીના કિનારે દક્ષિણમાં છે.
1976થી 2017 સુધીમાં અમદાવાદ શહેર 157 ચોરસ કિલોમીટર વધ્યું છે. જેના કારણે ખેતી, ખુલ્લી જગ્યા, તળાવો, વૃક્ષો 4 દશકામાં ઘટ્યા છે.
ઇકોલોજી અને જૈવવિવિધતા
UEN 48 MLDથી વધુ ગટરનું પાણી સારવાર વિનાનું રહે છે અને તેને સીધા સાબરમતી નદીમાં છોડવામાં આવે છે.
લગભગ 20 MLD પાણી શુદ્ધ કર્યા વગર જેમનું તેમ છોડી દેવામાં આવે છે.
હાલનું આઉટફોલ 1600 મી મી વ્યાસની ગટર છે
રિવરફ્રન્ટમાં નર્મદાનું કેટલું પાણી છોડવામાં આવે છે તે અંગે મૌન છે.
ફતેહવાડી કેનાલનો બીજો બાયપાસ છે, જે શહેરના ડાઉનસ્ટ્રીમમાં આવેલા કૃષિ વિસ્તારોમાં પાણી જાય છે ખેતી બરબાદ થઈ રહી છે.
પક્ષી, પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિને કોઈ અસર નહીં થાય એવું ટાટા કંન્સલ્ટીંસી કહે છે.
જમીનનું pH 7.8 થી 8.96 સુધી બદલાય છે જે પ્રકૃતિમાં આલ્કલાઇન હોય છે.
જમીનમાં ક્રોમિયમ, કેડમિયમ, મેંગેનીઝ, લી
અત્યાર સુધીમાં, ટાસ્ક ફોર્સે આવા લગભગ 400 કનેક્શન્સ ડિસ્કનેક્ટ કર્યા છે અને એકમોને ફક્ત કામગીરી ફરી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ગંદાપાણીની સિંચાઈવાળી જમીનમાં ઉગાડવામાં આવતા શાકભાજીમાં ભારે ધાતુનું અર્ધ-દશિક મોનિટરિંગ ગોઠવવું પણ મહત્વપૂર્ણ છે.
ગુજરાતના આર્થિક પાટનગર અને જાગૃત શહેર અમદાવાદના લોકો દ્વારા સાબરમતી નદીમાં દરરોજનું 12.50 કરોડ લીટર ગંદુ પાણી જેમનું તેમ જ છોડી દેવામાં આવી રહ્યું છે.
ખંભાતનો અખાત પ્રદુષીત થાય છે અને અમદાવાદથી ખંભાત સુધીના 24 ગમોની જમીનમાં પ્રદૂષણ આવી ગયું છે.
BODની માત્રા 2.6 છે અને CODની માત્રા 23 છે.
સાબરમતીનું પાણી હાંસોલથી અમદાવાદ શહેર પાસ થઇ અને મિરોલી ગામ પહોંચી ત્યારે BOD 2.6 માંથી 47.05 અને CODની માત્રા 23થી વધીને 170 થઇ જાય છે એટલે કે BOD 19 ગણો વધારો થાય છે અને CODની માત્રામાં 7.5 ગણો વધારો થાય છે.
સાબરમતી નદી હાંસોલ બ્રિજ પાણીનો રંગ આછો વાદળી હોય છે તે મિરોલી ગામ અને વૌઠા ખાતે પહોંચતા પાણીની ગુણવત્તા્ સી ગ્રેડ અને રંગ લીલો થઇ જાય છે.
નરોડાથી લઇને સાબરમતી સુધીની 27 કિ.મી. લાંબી મેગા પાઈપલાઈન એએમસી દ્વારા નાંખવામાં આવી છે. જેનો ઉપયોગ માત્ર ઈન્ડસ્ટ્રીયલ એફલ્યુએન્ટ માટે જ કરવાનો હતો પરંતુ તેમાં ઘણા ડોમેસ્ટીક જોડાણો પણ અપાયા છે.
દરરોજનું 125 એમએલડી એટલે કે 12.5 કરોડ લીટર અન-ટ્રીટેડ પાણી ઠલવાતા પ્રદુષિત થાય છે.
અમદાવાદ નીચેની નદીને ભાજપના નેતાઓએ નરક બનાવી દીધી છે, કારણ કે અમદાવાદ પર ભાજપની સત્તા 1987થી છે.
28 પ્રકારના દેખીતા રોગ
જેમાં કોપર, લીડ અને આયર્નની માત્રા વધુ મળી આવી છે. આ ઝેરી રસાયણો મિશ્રિત પાણીના ઉપયોગથી હૃદય, ફેફસાં, ચામડી, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો , યાદશક્તિ ઓછી થવી , પેટના રોગો, લિવર- કિડનીને નુકશાન પહોંચાડી શકે છે. નાના બાળકો અને સગર્ભા માટે આવું પાણી ખૂબ નુકશાનકારક સાબિત થઇ શકે છે. આમ 28 પ્રકારના દેખીતા રોગો થાય છે.
અમદાવાદમાં નરોડાથી સાબરમતી સુધી 27 કીમી લાંબી મેગા પાઇપલાઇન માત્ર ઇન્ડસ્ટ્રીયલ એફલ્યુએન્ટ માટે કરવાનો હતો પણ તેમ અમપા દ્વારા ઘર વપરાશના ગટરના જોડાણો આપવામાં આવ્યા છે.
નરોડામાંથી રોજ 30 લાખ લિટર, ઓઢવમાંથી 15 લાખ લિટર, વટવામાં 200 લાખ લિટર અને નારોલમાંથી 1250 લાખ લિટર પાણી અનટ્રિટેડ છોડવામાં આવે છે.
GPCB અને રાજકારણીઓને લાખો રૂપિયા તેના પેટે ઉદ્યોગો લાંચ રૂપે ચૂકવે છે.
કેમિકલ નદી બની ગાઈ છે.
ઝેરી ગેસના કારણે સોનું અને ચાંદી જેવી ધાતુઓ કાળી પડવા લાગી છે. પાણી પીવાના કારણે ગાયો અને ભેંસો મરી જાય છે.
દુર્ગંધ મારતું કેમિકલ યુક્ત પાણી લગભગ 25 વર્ષથી પણ વધુ સમયથી આવે છે સરકારને આખા ગામે રજૂઆત કરી છે, પણ સરકારી કોઈ અધિકારી સંભાળવા તૈયાર નથી.
માણસોને ચામડીના રોગો થાય છે. ઢોર પાણી પીવે છે, તેઓ કોઈ રોગથી મૃત્યુ પામે છે. કેમિકલ વાળા પાણીની અસર ઢોરોના દુધમાં પણ જોવા મળે છે. સહીજ રસિકપુરા ગામના પશુઓને જીવ ખોવો પડ્યો છે. બાકરોલ ગામમાં કેમિકલ યુક્ત પાણી ધ્વારા ખેતીનો ગંભીર મુદ્દો જોવા મળ્યો હતો. ઘઉં, ડાંગર અને શાકભાજીની ખેતીમાં કેમિકલ યુક્ત પાણી જ ઉપયોગમાં લેવું પડે છે. કેમિકલ યુક્ત પાણીથી થતી ખેતીનું અનાજ ખાવાથી લોકોના સ્વાસ્થ્યને અસર થતી હશે. વણઝાર, કમોડ, મીરોલી, ગામમાં પાણીમાંથી કેમિકલની દુર્ગંધ મારે છે. કેમિકલ વાળું પાણી છે જે વટવા, નારોલ જી.આઈ.ડી.સી માંથી છોડવામાં આવે છે.
નવાગામ ગામાં પાણી નહિ પણ રીતસર કેમીકલ જ નિકળે છે.
નદીના કિનારે આવેલા ગામોના પાણી પીવાલાયક નથી
પાણી પીવાથી પાણીજન્ય અને ચામડી, હાડકાના રોગો થાય છે. દુર્ગંધવાળુ ઘાટા કાળા રંગનું હોય છે. વાસ્મો ચામડીના રોગમાં ખંજવાળ, ગુમડા જેવા અન્ય ચામડીજન્ય રોગો થાય છે. વટામણગામ શાકભાજીની ખેતી કરે છે. જે પ્રદુષિત પાણીથી થાય છે અને આખું અમદાવાદ તે શાક ખાય છે. આવા શાકભાજીથી કેન્સર થવાનો ભય છે.
પથરી, પાણીજન્ય કમળો, ઝાડાઉલ્ટી, ટાઇફોડ તેમજ ચામડીના રોગો વધવા લાગ્યા છે. ટીડીએસની માત્રા વધારે જોવા મળી હતી.
ટીડીએસ
ધોળકા તાલુકાના પીસાવડામાં 1010, વીરડીમાં 2500, રૂપગઢમાં 1620, વીરપુરમાં 2200, ત્રાંસદમાં 2000, ખાત્રીપુરમાં 2300, આંબારેલીમાં 1580, ભેટાવાડામાં 1560, નેસડામાં 1840, શેખડીમાં 1660, સીમેજમાં 2600, રાયપુરમાં 2600 નો સમાવેશ થાય છે. 700 થી 800 ટીડીએસની માત્રાવાળુ પાણી પીવાલાયક ગણાય છે. અને 1500 સુધીના ટીડીએસની માત્રાવાળુ પાણી પીવા માટે ચલાવી શકાય.