સાબર ડેરી ભરતી કૌભાંડમાં રૂપાણી સરકાર કેમ છાવરે છે ? કોણ છે ડિરેક્ટરો ?

ભાજપના નેતા અને સાબર ડેરીના અધ્યક્ષ મહેશ પટેલને વડી અદાલતમાં પડકારતાં તેમનુ રાજીનામું ભાજપે લઈ લીધું હતું. બાદ એમડીએ ચેરમેનનો ચાર્જ ઉપાધ્યક્ષ જયંતિ ભીખા પટેલ સોંપી દીધો હતો.

18 માર્ચ 2019માં અધ્યક્ષ તરીકે મહેશ અમીચંદ પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે જયન્તીભાઇ પટેલની પસંદગી થઈ હતી. મહેશ પટેલ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક તેમજ સાબરગ્રામ વિદ્યાપીઠ સોનાસણ અને ભારત સરકારના રેલ્વે વિભાગમાં હતા.

અત્યારે અધ્યક્ષ તરીકે શામલ (શામજી) બાલા પટેલ, મુ.ઓપોસ્ટ: પીપોદરા, તા.બાયડ, જિ: અરવલ્લી અને ઉપાધ્યક્ષ તરીકે જયંતિ ભીખા પટેલ મુ: મુનસીવાડા, પોસ્ટ: શિનાવાડ, તાલ: મોડાસા, જિ: અરવલ્લી છે.

ભરતી કૌભાંડ સામે પડનારને ધમકી

સાબર ડેરીના ભરતી કૌભાડમાં હાઈકોર્ટમાં પિટિશન કરનાર સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના ધડકણ ગામના અનિલ કુમાર અંબાલાલ પટેલે ડેરીના વાઈસ ચેરમેન અને ડિરેક્ટરોએ ફોન અને અન્ય વ્યક્તિઓ મારફત ધમકી આપીને પીટીશન પરત ખેંચવા ધમકી આપી હતી. સાબરડેરી ભરતી કૌભાંડમાં હાઈકોર્ટમાં કરેલી પિટિશન પાછી ખેંચી લો નહીંતર અમિત જેઠવાના હાઈકોર્ટ સામેના કોમ્પલેક્ષમાં ગોળીબારીથી મૃત્યુ થયું તેમ તમારા પણ તેવા જ હાલ થશે ની ધમકીથી ફફડી ઉઠી અરજી કરીને રક્ષણ અને કાર્યવાહી કરવા માંગ કરી છે. ફરિયાદ સાબરકાંઠા પોલીસવડા ચૈતન્ય મંડલિકને કરી છે. સાબર ડેરીના વાઈસ ચેરમેન તથા ચાલુ ડિરેક્ટરો સામે અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા 6 વ્યક્તિના નામ જોગ માગ કરી છે.

ઓડિયો વાયરલ થયો હતો

સાબર ડેરીમાં 170 કર્મચારીઓની ભરતી કરવામાં કૌભાંડનો એક ઓડિયો વાયરલ થયો હતો.  ડેરીના MD અને સ્થાનિક આગેવાન વચ્ચેની વાત હતી. એક કર્મચારીની ભરતી કરવામાં 150 ઉમેદરાવો પાસેથી 20 થી 25 લાખ રૂપિયા લેવાની વાત કરવામાં આવી હતી. આ નાણાં સાબરડેરીના ચેરમેન લેતા હોવાનો આરોપ લાગ્યો હતો. રૂ.30 કરોડનું કૌભાંડ થયું છે.

સાબરડેરીના એમ.ડી બાબુભાઇ પટેલ અને જિલ્લા પંચાયતના સભ્ય કીર્તિ પટેલ વચ્ચે ઓડિયો ક્લીપમાં આ કૌભાંડ બહાર આવ્યું હતું.

કિર્તી પટેલની રજૂઆત મામલે MD મોટો ખુલાસો કરે છે. 170 કર્મચારીઓની ભરતીમાં  નાણાં લીધા હોવાનો ખુલાસો થયો હતો. સાબરડેરીના ચેરમેન પર ભરતી કૌભાંડનો સીધો જ આરોપ છે.

ડેમાઈ જીલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલે અગાઉ સોશ્યલ મીડિયામાં જંગ છેડવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના પૂર્વ પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત તમામને સાબરડેરીમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી. તેમ છતાં ભાજપના આ તમામ નેતાઓ કૌભાંડની તપાસ કરવા તૈયાર થયા ન હતા. એ શું બતાવે છે ?

વિધવા બાઈએ જીવનભરની મૂડી સોંપી દીધી

અરવલ્લીના બાયડ રહેતા મંજુલાબેન ઉપાધ્યાય માટે પોતાના પરિવારની જવાબદારી હોવાના પગલે ઘરની તમામ સંપત્તિ એકઠી કરી તત્કાલીન ચેરમેન શામળભાઇ પટેલ અને તેમના દીકરાને રૂપિયા 15લાખ આપ્યા હતા જે 15 લાખ ના પગલે સાબર ડેરીમાં નોકરી આપવાની શરત સાથે તમામ સંપત્તિ દાવ પર લગાવી હતી જોકે તત્કાલીન ચેરમેન તેમજ હાલના ચેરમેન શામળભાઇ પટેલે આ મુદ્દે છેલ્લા સાત વર્ષથી નોકરી પણ નથી આપી કે પૈસા પણ પરત નથી આપી શકે. ડેરીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેથી મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ચેરમેનનો દીકરો જ ભરતીમાં વહીવટ કરે છે?

7 વર્ષ વિત્યા બાદ પણ કેમ કાર્યવાહી નહી? પરિવારને અત્યાર સુધી ન્યાય કેમ નથી અપાયો? શું ડેરીના સત્તાધિશો મળીને જ કૌભાંડ ચલાવે છે? ચેરમેનના દીકરાને કોણ છાવરે છે? ડેરીના કૌભાંડ મામલે સત્તાધિશોને જાણ છે? રૂપિયા મળ્યા બાદ પણ નથી આપતા નોકરી?

સાબર ડેરીનું નિયામક મંડળ કેવું છે ? કોણ છે જવાબદાર ? 

શામલ બાલા પટેલ અધ્યક્ષ મુ.ઓપોસ્ટ: પીપોદરા, તા.બાયડ, જિ: અરવલ્લી

જયંતિ ભીખા પટેલ વાઇસ ચેરમેન મુ: મુનસીવાડા, પોસ્ટ: શિનાવાડ, તાલ: મોડાસા, જિ: અરવલ્લી

મહેશ અમીચંદ પટેલ નિયામક 1-2-., શ્યામવિલા સોસાયટી, ગ્રીન પાર્ક, મહાવીરનગર, હિંમતનગર

જેઠા પ્રભુદાસ પટેલ ડાયરેક્ટર મુ.ઓ.પો.સ્ટે.જામલા, તા: હિંમતનગર, જિ: સાબરકાંઠા

કનુ મણી પટેલ ડિરેક્ટર “દેવ સદન” -10, ઘનશ્યામ બંગ્લો, ઓલ્ડ બસ સ્ટેન્ડ, બાયડ, જિ: અરવલ્લી

કાંતિ સોમા પટેલ ડાયરેક્ટર બંસીધર સોસાયટી, મુ.પોસ્ટે અને તાલ: ધનસુરા, જિ: અરવલ્લી

જશુ શિવા પટેલ ડાયરેક્ટર મુ.પોસ્ટે: હેલોડાર, તા. માલપુર, જિ: અરવલ્લી

મણી ઇશ્વર પટેલ ડાયરેક્ટર મુ.ઓ.અંબાવાડા, તા: પ્રાંતિજ, જિ: સાબરકાંઠા

ભોગીલાલ રમણ પટેલ દિગ્દર્શક મુ: કાલિપુરા, પોસ્‍ટ: ઘાડી, તાલ: પ્રાંતિજ, જિ: સાબરકાંઠા

ધુલા કોદર પટેલ નિયામક મુ.પો.વિરપુર તાલ: ઇડર, જિ: સાબરકાંઠા

જેશીંગ રામા પટેલ ડાયરેક્ટર મુ.ઓ. પો.: ખેરાડી, તાલ: ભિલોડા, જિ: અરવલ્લી

ડો.વિપુલ રમણ પટેલ નિયામક 1, ભૂમિપૂજા ફાર્મ, મહાવીરનગર, હિંમતનગર, જિ: સાબરકાંઠા

જયંતિ વિરચંદ પટેલ નિયામક મુ.પો.ધંભાડી, તા. વડાલી, જિ: સાબરકાંઠા

ભીખુસિંહ ચતુરસિંહ પરમાર નિયામક મુ: ચારણવાડા, પોસ્ટ: વર્થુ, તા: મોડાસા, જિ: અરવલ્લી

કનુ રેવા પટેલ ડિરેક્ટર મુ.પોસ્ટ: ચિત્રોડા, તા. ઇડર, જિ: સાબરકાંઠા

બ્રિજેશકુમાર દેવા પટેલ ડાયરેક્ટર પટેલ ફળિયા, મુ.પોસ્ટે અને તા: ખેડબ્રહ્મા, જિ: સાબરકાંઠા

સચિન્કુમાર અરવિંદ પટેલ દિગ્દર્શક મુ: મલેકપુરા, પો.સ્ટે.ધમણીયા, તા: ધનસુરા, જિ: અરવલ્લી

એમ.સી. શાહ, જનરલ મેનેજર એનડીડીબી નોમિની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, આણંદ

આર.એસ. સોodી, એમડી જીસીએમએમએફ રેપ ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિ., આણંદ

જિલ્લા રજિસ્ટ્રાર  રાજ્ય સરકાર. નોમિની સી-બ્લોક, ત્રીજો માળ, હિંમતનગર જિ: સાબરકાંઠા

  1. ડો.બી.એમ.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર સાબર ડેરી, હિંમતનગર, જિ: સાબરકાંઠા