- કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું.
દિલીપ પટેલ
ગાંધીનગર, 17 માર્ચ 2020
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા જિલ્લા કલેક્ટર એમ. આર. કોઠારીની સૂચનાથી 2 વર્ષ માટે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા અને તાપી એમ 5 જિલ્લા તડીપારનો હુકમ કર્યો છે. લખન મુસાફિરથી ભાજપની વિજય રૂપાણીની સરકાર ગભરાઈ રહી છે જેના અનેક કારણો છે. સરદાર પટેલે અંગ્રેજો સામે જમીન કર અને જમીન જપ્તી માટે અંગ્રેજો સામે આંદોલન કરેલું હતું. એવો જ કિસ્સો સરદાર પટેલના સ્ટેચ્યુ માટે ઊભો થયો છે. હવે ભગવા અંગ્રેજો આદિવાસી પ્રજા પર જમીન જપ્ત કરી લઈને જુલમ કરી રહી છે તેની સામે મુસાફિર અવાજ ઉઠાવી રહ્યાં છે. જે રૂપામીની ભગવા અંગ્રેજ સરકારથી સહન થઈ શકતું નથી. કોઈ ગાંધીયનને દેશ પાર કરાયા હોય એવી આ પ્રથમ ઘટના છે.
રાજપીપળા પ્રાંત અધિકારી કે.ડી.ભગતએ તડીપાર કરવાનું કારણ એ જણાવ્યા હતું કે લખન મુસાફિર સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા પ્રોજેક્ટો અને સરદાર સરોવર નર્મદા ડેમ મુદ્દે આદિવાસીઓ ને ગુમરાહ કરી સરકાર વિરુદ્ધ કાર્યક્રમો અને સુત્રોચ્ચાર કરી ભયનું વાતાવરણ ઊભું કરે છે. 12મી માર્ચે સુનાવણી રાખી હતી. ગુજરાતના માજી મુખ્યમંત્રી સુરેશ મહેતા, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશ્વર દેસાઈ, રોહિત પ્રજાપતિ સહિત ગુજરાતભરના વિવિધ એક્ટિવિસ્ટો અને 70 ગામના આદિવાસી આગેવાનો લખન મુસાફિરની સાથે દેખાયા હતા.
સંજય શ્રીપાદ ભાવે 11 જૂન, 2017માં લખે છે લખન મુસાફિર હાડોહાડ કર્મશીલ છે. મુળે તળપદા જ્ઞાન અને વૈકલ્પિક જીવનશૈલીના માણસ છે. તેઓ નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકાના ગોરા પહાડોનાં ચાળીસેક ગામોમાં લોકસંપર્ક, જાગૃતિ અને સેવાનાં કામ કરે છે. તેઓ કંઈ કેટલીય ચળવળો સાથે જોડાયેલા રહ્યા છે. મીઠી વીરડી અણુવિદ્યુતમથકની યોજના સામેનું આંદોલન, સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને ગરુડેશ્વર વિઅર જેવા આંદોલનો કર્યા છે.
લખનભાઈની ગુજરાત પોલીસે ગેરકાયદે ધરપકડ કરી હતી. તે અંગે ગુજરાત ખેડૂત સમાજે રાષ્ટ્રપતિને નવમી જૂનએ પત્ર લખ્યો હતો. તે આ પ્રમાણે છે.
ગુજરાતનું રાજ્યતંત્ર લોકોના અને ખુદ લોકશાહીના અવાજને રૂંધવા માટે પોલીસતાકાતનો બેફામ ઉપયોગ કરી રહ્યું છે. કેટલાક દાયકાથી લોકસંઘર્ષના ભાગીદાર રહેલા લખનભાઈ પર ગુજરાત પોલીસ 5 વર્ષથી ત્રાસ ગુજારી રહી છે. હવે સરકાર કોઈ પણ ભોગે આદિવાસીઓને તેના કાનૂની હક્કો આપ્યા વગર 14 ગામની જમીન હડપ કરી લઈને સરકાર પટેલને ઉજળા કરવા માંગે છે. સરદાર પટેલે અંગ્રેજો સામે જમીન કર અને જમીન જપ્તી માટે અંગ્રેજો સામે આંદોલન કરેલું હતું. એવો જ કિસ્સો સરદાર પટેલના સ્ટેચ્યુ માટે ઊભો થયો છે.
કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું.
હવે સરકારી તંત્રએ તમામ હદ વટાવી દીધી છે. 6 જૂન 2019માં રાત્રે નવેક વાગ્યે લખનભાઈ તેમના મિત્રના ઘરે જમી રહ્યા હતા. તે વખતે પોલીસવાળાએ આવીને ‘અધિકારીને તમારી સાથે વાત કરવી છે’, એમ કહીને લખનભાઈને પોતાની સાથે પોલીસ સ્ટેશનમાં આવવા જણાવ્યું. લખનભાઈ પોલીસ સાથે રાજપીપળાના જીતનગર પોલીસ સ્ટેશને ગયા. ત્યાં બીજી છ વ્યક્તિઓ પણ હતી. બીજે દિવસે એટલે કે સાતમી જૂને સવારે દસેક વાગ્યે એ બધાને કેવડિયા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા, પણ તેમને મૅજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં ન આવ્યા (અટકાયત પછી ચોવીસ કલાકમાં આમ કરવું કાનૂની રીતે ફરજિયાત છે). આઠમી જૂને બપોરે સાડા બારે તેમને રાજપીપળા સબ-જેલમાં લઈ જવામાં આવ્યા. પોલીસે ખુદના બચાવ માટે ખોટો ઍરેસ્ટ-મેમો બનાવ્યો હતો કે જેમાં અટકાયત કે ધરપકડની તારીખ છઠ્ઠીને બદલે સાતમી લખી હતી. તે પોલીસની ગેરકાનૂની અને બિનસત્તાવાર હિરાસતમાં રહ્યા હતા. ગુજરાત પોલીસે આ સંપૂર્ણ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને ગુનાઇત કૃત્ય ખુલ્લેઆમ કર્યું છે.
ગુજરાત પોલીસ તેમના રાજકીય ગોડફાધરોના મૌખિક હુકમોને પાળવા માટે કેટલી નીચી પાયરીએ જઈ શકે છે, તેનો આદાખલો છે. ઍન્કાઉન્ટર્સ પણ આવ મૌખિક હુકમથી થયા હતા. લોકશાહીની આ ગેરકાનૂની, ગુનાઇત અને બેધડક હત્યા છે. કર્મશીલોની અટકાયતો જાણે ક્રમ બની ગયો છે. લખન મુસાફિર, સાગર રબારી, જયેશ પટેલ, જિજ્ઞેશ પટેલ, રોમેલ સુતરિયા અને અન્ય કર્મશીલોની અટકાયતો થતી રહી છે. ગુજરાત કલહ કે સંઘર્ષથી મુક્ત રાજ્ય છે, એમ કહેવું એ જુઠાણું છે. ગુજરાતમાં પોલીસરાજ છે અને સંઘર્ષને કેવળ કઠોર બળપ્રયોગથી કચડી નાખવામાં આવે છે.
આદિવાસીઓનું ધરણા પ્રદર્શન
એક તરફ્ ગ્રામજનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તા મંડળ એક્ટનો વિરોધ કર્યો હતો. ત્યારે બીજી તરફ 19 ફેબ્રુઆરી 2020માં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ મુજબ અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કેવડિયા વિસ્તારનું નોટિફ્કિેશન બહાર પાડવામાં આવ્યું છે.
14 ગામની જમીન લઈ જેવા સામે આંદોલન
જેમાં ગરુડેશ્વર તાલુકાના કેવડિયા, વાઘડિયા, નવાગામ, લીમડી, ગોરા, વસંતપુરા, મોટા પીપરીયા ,નાના પીપરીયા ,ઇન્દ્રણા સંપૂર્ણ ગામો અને ગરુડેસ્વર, બોરિયા, ગભાણા, ભુમલિયા અને કોઠી ગામના અમુક સર્વે નંબરની જમીનો લેવામાં આવી કુલ 14 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના ગાંધી ચોક ખાતે મોટી સંખ્યામાં આદિવાસીઓ અને આગેવાનોએ સ્ટેચ્ચુ ઓફ યુનિટી વિકાસ સત્તા મંડળની નોટીફિકેશન રદ કરવાની માંગ સાથે ધરણાં પ્રદર્શન કરી વિરોધ નોધાવ્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જ્યારે ભૂમિપૂજન થયું ત્યારથી લઈ લોકાર્પણ થયું ત્યાં સુધી એ વિસ્તારના આદિવાસીઓ પોતે આ પ્રોજેકટમાં ગુમાવેલી જમીનો, સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા સહિત અનેક મુદ્દે લડત ચલાવી રહ્યા છે. પરંતુ એમના પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય એમ લાગતું નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ્યારે પણ મોદીનો, ગુજરાતના મુખ્યમંત્રીનો અથવા કોઈ પણ મંત્રીનો કાર્યક્રમ હોય એ દરમીયાન આદિવાસીઓ પોતાની માંગ મુદ્દે વિરોધ પ્રદર્શન કરે છે. તેઓ પીએમ મોદી, ગુજરાતના સીએમ રૂપાણીને રજૂઆત કરીને થાકી ગયા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લેખિત રજુઆત કરી પોતાની સમસ્યાઓ મુદ્દે ભારત અને ગુજરાત સરકાર વચ્ચે મધ્યસ્થી કરવાની માંગ કરી હતી.
ઇન્ડીજિનસ આર્મી ઓફ ઇન્ડિયા
ઇન્ડીજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ઘણા વખતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્થાપીતો સાથે લડત લડતા ડો.પ્રફુલ્લ વસાવા, ડો.શાંતિકર વસાવા, લખન મુસાફિર, શૈલેન્દ્ર તડવી સહિત મોટી સંખ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ રાજપીપળા ગાંધીચોક ખાતે ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. તેઓની માંગ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તામંડળ નોટિફિકેશન તુરંત રદ કરવામાં આવે. હવે વિકાસના નામે આદિવાસીઓ પાસેથી ખેતીની જમીનો છીનવી લેશો નહિ. દુનિયાની સૌથી મોટી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે આદિવાસી સમુદાય અને પર્યાવરણ માટે ખતરારૂપ બની રહી છે. વિકાસના નામે આદિવાસીઓની જમીનો ગુજરાતની સરકારો દ્વારા લૂંટવામાં આવી રહી છે.
મોદી સામે કાળા વાવટા ફરકાવ્યા
સરદાર પ્રતિમાના લોકાર્પણની પ્રથમ વર્ષગાંઠે 1 નવેમ્બર 2019ના રોજ વડાપ્રધાને પ્રતિમાના પટાગણમાં રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલી એકતા દિવસની ઉજવણી કરી હતી. તે સમયે કેવડિયા અને તેની આસપાસના ગામોના લોકોએ ખેતીની જમીનની સામે જમીન અને સ્થળાંતરના મુદ્દે ઘણા સમયથી હક્ક માટે લડાઈ લડતાં આ વિસ્તારના આદિવાસી નર્મદા તટે કાળા વાવટા ફરકાવી વિરોધ વ્યકત કર્યો હતો. 10 લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.