કેળાના ઉત્પાદનમાં અવલ્લ પણ ગુજરાતને હેપ્પી બનાના ટ્રેન કેમ નહીં

क्यों न गुजरात को हैप्पी केले का प्रशिक्षण दिया जाए, जो केले के उत्पादन में सर्वश्रेष्ठ है

Why not give Happy Banana training to Gujarat, which is the best in banana production

દિલીપ પટેલ, 19 એપ્રિલ 2022

‘હેપ્પી બનાના’ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.  ગુજરતના ભરૂચ કે આણાંદને તેનાથી કોઈ ફાયદો થયો નથી. રીફર કન્ટેનર સાથેની આ વિશેષ ટ્રેન અનંતપુરથી જેએનપીટી, મુંબઈ સુધી 900 કિલો મીટર સુધી કેળા મોકલાયા હતા.

આંધ્ર પ્રદેશે દેશની પહેલી ‘ફ્રુટ ટ્રેન’ 2020માં શરૂ કરી હતી. આંધ્રપ્રદેશના તાડીપત્રી રેલ્વે સ્ટેશનથી 150 ટ્રકો દ્વારા 980 મેટ્રિક ટન સ્થાનિક રીતે ઉગાડવામાં આવેલા કેળાના લોડને મુંબઈના જવાહરલાલ નહેરુ બંદરે પહોંચી હતી. ‘ફ્રુટ ટ્રેન’ દ્વારા બંદરથી ઈરાનમાં નિકાસ કરવામાં આવશે.

ભારતમાં આ પહેલીવાર છે કે, ટ્રેને 43 રેફ્રિજરેટેડ કન્ટેનરમાં 890 ટન કેળાની પ્રથમ શિપમેન્ટ રવાના કરી હતી. 500 ખેડૂતોને 1800 હેક્ટરથી વધુ જમીનમાં કેળાની ખેતી કરી હતી.

900 કિમીથી વધુ દૂર છે, મોકલવા માટે જરૂરી હશે,” શ્રી સત્યનારાયણે જણાવ્યું હતું.

અનંતપુર અને કડપા જિલ્લામાંથી 10,000 મેટ્રિક ટન ફળો તાડીપત્રીમાંથી મોકલવાની સંભાવના છે. સરકાર સમગ્ર આંધ્રપ્રદેશમાંથી 30,000 મેટ્રિક ટન ફળોની નિકાસને લક્ષ્યાંકિત કરી રહી હતી.

ગુજરાતમાં

2007માં 3,000 ટન કેળા ગુજરાત વિદેશમાં નિકાસ કરતું હતું. 2019માં તે વધીને માંડ 10,000 મેટ્રીક ટન કેળાની નિકાસ થઈ હતી.  જોકે નિષ્ણાંતોના મતે નિકાસની તક 2 લાખ ટનની ગુજરાત માટે છે. ગુજરાતના રાજપીપળા કેળા પેકહાઉસથી 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર 2020 સુધીમાં 20.79 મેટ્રીક ટન કેળાની નિકાસ કરવામાં આવી છે.

ભારતમાં સૌથી વધુ કેળા પકવતું ગામ

ભરૂચના પાણેથા ગામ અને આસપાસના 4 ગામમાં દેશની સૌથી વધું ઉત્પાદકતાં આ ગામોમાં છે. ધીરેન્દ્રભાઈ દેસાઈ 9428687219 પોતે 22 એકર જમીનમાં ખેતી કરીને 26 મહિનામાં 3  વખત કેળાનો પાક લે છે. ટીશ્યુ કલ્ચર ટેકનોલોજી અને ડ્રીપ ઇરીગેશનથી વધું ઉત્પાદન મેળવે છે. ફિલિપિનો ટેકનોલોજીથી બે વર્ષમાં ત્રણ લણણી લઈ શક્યા છે. 10 વર્ષમાં ઉત્પાદનમાં 125% વધારો થયો છે. અરબી દેશોમાં આ ફળોની નિકાસ વધી છે. નાના ખેતરો છે, નાના અને મધ્યમ ખેડૂતો છે. તેથી મોટા પાયે નિકાશ શક્ય નથી. નાના ખેતરોમાં ક્વોલીટી, શોર્ટીંગ, ગ્રેડીંગ કરીને અને ટ્રીટમેન્ટ જાળવી શકાતી નથી. કંપનીઓ લીઝથી ખેતી કરવા તૈયાર થતી નથી.

કેળાના નિકાસકાર અજીત દેસાઈએ 2007-8માં ભરૂચથી કેળાની નિકાસ શરૂ કરેલી હતી.  15 વર્ષ પહેલાં 15 ટન કેળા એક હેક્ટરે પાકતાં હતા હવે 85થી 90 ટન કેળા અમે પકવીએ છીએ.

ભારતમાં આ એકમાત્ર ગામ 5 વખત કેળા પકવે છે. એક જ કેળ પર એક્સપોર્ટ ક્વોલિટીના ત્રણ વખત કેળાનો પાક લે છે.

ભારતમાં ગુજરાતની સૌથી વધુ નિકાસ

2020માં દેશમાં સૌથી વધુ કેળાની નિકાસ ગુજરાતે કરી હતી.

વિશ્વમાં કેળા પેદા થાય છે તેમાં ભારતનો હિસ્સો 26 ટકા છે. 2019માં 29.72 મિલિયન ટન અને 2020માં 31 મિલિયન ટન કેળા થયા હતા.

ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે ઉત્પાદનમાં આવી ગયું છે. ત્યાર બાદ તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશમાં ક્રમ પ્રમાણે કેળા પાકે છે.

કેળાનો વૈશ્વિક વેપાર 10 હજાર મિલિયન યુએસ ડોલર છે. કેળાના ઉત્પાદનમાં ભારત સૌથી આગળ છે ત્યાર પછી ચીન, ફિલિપાઈન્સ, એક્વાડોર, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા દેશ આવે છે.

વિશ્વમાં કેળાના કુલ નિકાસમાં ભારતનો હિસ્સો 0.14 ટકા છે. સૌથી વધું કેળાની નિકાસ ઈક્વોડોર, ફિલિપાઈન્સ, ગ્વાટેમાલ, કોસ્ટરિકા છે.

ભારત દ્વારા યુનાઇટેડ આરબ અમીરાતમાં 39%, સાઉદી અરેબિયામાં 13%, ઓમાનમાં 8%, કુવૈતમાં 6%, નેપાળમાં 17% નિકાસ થાય છે.

ગુજરાત સારી નિકાસ કરી શકે છે.

પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા 8 ફેબ્રુઆરી 2018માં જાહેરાત કરી હતી કે, 42 લાખ ટન કેળાના ઉત્પાદન સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવી ગયું છે. 2018-19માં 70 હજાર હેક્ટરમાં 46 લાખ ટન કેળા પાક્યા હતા. છતાં ગુજરાતના 42 બંદરો પરથી કેળાની નિકાસ જોઈએ એવી થતી નથી. 2015ના ભાવ પ્રમાણે ભારતમાં 25-30 હજાર કરોડ રૂપિયાના અને ગુજરાતમાં 10 ટકા એટલે કે 3 હજાર કરોડ રૂપિયાના કેળા પાકતા હતા.

ગુજરાતના કેળા રીટેઈલ ચેઈન વોલમાર્ટમાં ગુજરાતની એક કંપની મેગા સ્ટોર્સ સુધી પહોંચાડતી હતી.

ભરૃચ જિલ્લો કેળાના ઉત્પાદનમાં વર્ષોથી મોખરે છે.

કપરાડાના ખૂટલી ગામના 200 ખેડૂતો સાથે એક કંપની સાથે કરાર કરીને તમામ કેળા વિદેશ નિકાસ કરવાનું આયોજન કરાયું છે.

દેશમાં સૌથી વધું કેળા ગુજરાતમાં

વર્ષ 2008-09માં, ખેડૂતોએ 35.72 લાખ ટન કેળાનું ઉત્પાદન કર્યું હતું, જે 2018-19માં 10 વર્ષમાં વધીને 46 લાખ ટન થયું છે. આ સીધો 1 મિલિયન ટનનો વધારો છે. આશરે 65.63 ટન કેળા પ્રતિ હેક્ટર પાક થાય છે.

કેળના બગીચા

2008 માં 61 હજાર હેક્ટરમાં કેળા ઉગાડવામાં આવી હતી જે 10 વર્ષ પછી 2018-19માં વધીને 70 હજાર હેક્ટરમાં પહોંચી છે.  ભારતમાં 8.58 લાખ હેક્ટરમાં કેળાના બગીચા છે.

કેળની ખેતીનો વિસ્તાર

2018-19માં નર્મદા, ભરૂચ, આણંદ, સુરત, વડોદરા, દાહોદ અને છોડા ઉદેપુર જિલ્લામાં 7 જિલ્લામાં કુલ 38 લાખ ટન કેળા હતા. આ 7 જિલ્લાઓમાં 90% કેળા ઉગાડવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં લગભગ 43.4343 લાખ ટન, ભરૂચમાં સૌથી વધુ 9 લાખ ટન કેળા પાકે છે. 8 લાખ ટન કેળા આણંદમાં, 6 લાખ ટન સુરત અને નર્મદામાં ઉગાડવામાં આવે છે.

છતાં ગુજરાતથી બનાના ટ્રેન શરૂ કરવામાં આવી નથી. ગુજરાતના ખેડૂતોને મોટો અન્યાય કર્યો છે.

કેળા ઉત્પાદન નિકાસ આંકડા 000 મે.ટન
વર્ષ ભારત ગુજરાત ભારત ગુજરાત નિકાસની તક
2007 23823 3158 17 3 109
2008 26217 3572 30 5 124
2009 26470 3780 54 11 130
2010 29780 3978 61 11 137
2011 28455 4048 41 8 140
2012 26509 4523 54 13 157
2013 29725 4225 28 6 146
2014 30179 4666 50 11 161
2015 30352 4787 46 11 166
2016 30741 4940 39 10 171
2017 30869 5097 37 10 176
2018 31880 5261 39 10 182
2019 32746 5390 36 10 187
2020 0 55270 30 200