ઘઉંના છોડના લીલા પાન અને પાઉડરથી નવજીવન

Rejuvenation with wheat green leaves and powder
ગાંધીનગર, 21 મે 2023

ગુજરાતના આર્થક પાટનગર અમદાવાદ નજીક જીવણપુરા ગામના ખેડૂત ધરમશી પટેલએ તેઓ મહિને રૂપિયા 1 લાખ મેળવી રહ્યાં છે. પહેલા ભેંસના દૂધનો ધંધો કરતાં હતા. તે છોડીને ઘઉંનો પાક તૈયાર કરીને પાન વેચવાનો ધંધો કર્યો હતો.

જ્યુસના વધેલા વપરાશને ધ્યાને લઈને ઘઉંની ખેતી કરીને તેના પાન અમદાવાદમાં પૂરા પાડવાનું નક્કી કર્યું હતું. લોકોમાં ઘઉંના પાનનો રસ પીવાનો શોખ અને વૃત્તિ વિકસ્યા હોવાથી આ ધંધો શરૂ કર્યો હતો.

ઘંઉ 27 ડિગ્રી તાપમાનમાં થતો પાક છે. એટલે શિયાળા-ચોમાસા સિવાય ઉનાળાની સિઝનમાં પાક લેવો અઘરો થઈ જાય છે. તેથી નેટહાઉસમાં ખેતી કરી હતી.

હાથેથી કાગળમાં લખીને પેમ્પ્ફ્લેટ બનાવીને અખબારોમાં મૂકતા હતા. તે પ્રયોગ સફળ થયો. જવારાનું વાવેતર વધતું ગયું. અમદાવાદ શહેરમાં 8 ડીલરને તેઓ પાન આપે છે. આણંદ, વડોદરા, ભરુચ અને સૂરતમાં પણ તેમ પાન જાય છે. 500 ગ્રામના ઉત્પાદનથી શરુઆત કરી હતી. હવે ધરમશીભાઈ રોજના 40 કિલો પાન પેદા કરે છે.

  • હિમાંશુ ઉપાધ્યાનના ઈનપુટ પ્રમાણે

શું છે ઘઉંનો રસ
ઘઉંના છોડના પાન સુપર ફૂડ છે. ઘઉંનના છોડના પાન સંપુર્ણ આહર છે. 6થી 8 ઇંચનો છોડ થાય ત્યાં સુધી જેના પાન વપરાય છે. એક ચમચી પાઉડરમાં 500 ગ્રામ લીલાં શાકભાજી કે ફળ, સૂકા મેવા કે કઠોળમાંથી પણ નથી મળતાં. ્રીન ગોલ્ડ, ગ્રીન બ્લડ કહેવાતો ઘઉંનો છોડ છે. નવી જ ચેતનાનો સંચાર થાય છે. એમિનો એસિડ્સથી કોષોનું નવનિર્માણ થાય છે.વિટામિન બી-12 માત્ર બે જ શાકાહારી વસ્તુમાંથી મળે છે જેમાં ઘઉેના પાલ એક છે. કાયાકલ્પ કરવાના માટે અકસીર છે. પ્રકૃતિની સંજીવની બુટી

અમૃતાહાર છે. એક કલાક સુધી કોઈપણ આહાર કે પેય પદાર્થ ન લો. રસમાં માઠા ફળ કે તેનો રસ અને શાકભાજીઓના રસ લઈ શકાય છે. ખાટો રસ સાથે લાવાથી ઘઉંના રસમાં રહેલા એંજાઈમ્સને નિષ્ક્રિય કરી નાખે છે. ગુજરાતમાં 48 લાખ ટન ઘઉં પેદા થાય છે. ગુજરાતમાં 4 હજાર વર્ષ પહેલા બાજરી, મગ, જવ અને ઘઉંની ખેતી થતી હતી.

ક્લોરોફિલ
કેન્દ્રિત સૂર્યશક્તિ છે. લીલા રંગની તમામ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે, પરંતુ ઘઉંના છોડમાં હરિતદ્રવ્ય ખૂબ સારી છે. ક્લોરોફિલ ક્લોરોપ્લાસ્ટ નામના વિશેષ પ્રકારના કોષોમાં હોય છે. ક્લોરોપ્લાસ્ટ સૂર્યકિરણોની મદદથી પોષકતત્ત્વનું નિર્માણ કરે છે. ઘઉંના રસમાં રક્ત અને રક્તસંચાર સંબંધી રોગો દૂર કરવા અને પોષક અને તમામ ન્યુટ્રીઅન્ટ્સ છે. ડાયાબિટીસ કાબૂમાં રહે છે. હ્રદય રોગ, રક્તપ્રવાહ, ફેફસાંમાં ચાંદાં, ધુમ્રપાનની અસર પર ફાયદો કરે છે.

પાચનમાં મદદ
પાચનને લગતી તકલીફોમાં ક્લોરોફિલ શરીર માટે બહુ ફાયદાકારક છે. ઘઉંના પાનના રસથી પાચન પ્રક્રિયા બરાબર થાય છે. ઘણા પ્રકારનાં એન્જાઈમ્સ મોટા પ્રમાણમાં છે. જે શરીરને ખોરાકને પચાવવામાં મદદ કરે છે. પચાવવામાં શરીરને માત્ર થોડી ક્ષણોનો સમય લાગે છે અને તે પચાવવા શરીરને બહુ ઓછો શ્રમ પડે છે. આંતરડાના સોજા, અલ્સરેટિવ કોલાઈટીસ થવાનો ખતરો ઓછો કરે છે. રસ અને માનવ રુધિર બંનેનું પી.એચ ફેક્ટર 7.4 છે. જલદી અભિશોષણ થઈ જાય છે. પાચનક્રિયાને ઉત્તેજિત, મંદાગ્નિ, રોગ-પ્રતિકારક ક્ષમતા સારી કરે છે.

તત્વો
102 ખનીજતત્ત્વ અને 19 એમિનો એસિડ છે. જેમાંના ગણાં ઘંઉના લીલા પાનમાંથી મળે છે. 92 મિનરલ્સ છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝિન્ક, પોટેશિયમ, ફોસ્ફરસ, ક્લોરોફિલ, આયોડિન, સેલેનિયમ, જસત, આયર્ન, ફાઇબર, વિટામિન કે, વિટામિન બી, સી અને ઈ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, રેસા, ગ

પાઉડર
રસ કરતાં પણ તેનો પાઉડર-ટેબ્લેટ વગેરે ઉત્તમ ગણાય છે. ઘઉંનો પાઉડરમાં ક્લોરોફિલ હોવાથી શરીરમાં શક્તિ આપે છે. રક્તકણ વધે છે.

રોગમાં ફાયદા
શરીરના ઘા, વાળ સફેદ થવા, હાઈ બ્લડપ્રેશર, ઊંઘ, એનિમિયા, લોહીની ઉણપ, સોજા, લોહીની ઉણપ, શરદી, અસ્થમા, સાઈનસ, આંતરડામાં સોજા, કિ઼ડની, થાઈરોઈડ, સંધી વા, દુખાવો, આર્થ્રાઇટિસ લીવર, મલેરિયા, ડેંગૂમાં ફાયદો કરે છે.

ઝેર
મેગ્નેશિયમથી કબજિયાતમાં ફાયદો છે.
લિક્વિડ ક્લોરોફિલ શરીરનાં ઝેરી તત્ત્વો દૂર કરીને શરીરના કચરાની સફાઈ કરે છે. ઘઉંના પાનમાં માં શરીરનું ઝેર દૂર કરવા ગાજર, કોબી વગેરે કરતાં ચાલીસ ગણા વધુ પ્રમાણમાં આવાં તત્ત્વો મળી રહે છે. નુકસાનકારક બેક્ટેરિયા દૂર કરે છે.

એન્ઝાઈમ્સ
ચામડી, રક્તવિકાર, યૌવન, અકાળે વૃદ્ધત્વ , ત્વચા, ચામડીની કરચલી, ખીલ, ચર્મરોગ,એક્ઝિમા કે સોરાઈસિસ,ખંજવાળ, શરીરની દુર્ગંધ ફાયદો કરે છે. શરીરને નવજીવન બક્ષે છે. હાથ-પગ કે શરીર તૂટતું હોય તો જ્વારા તેમાં પણ ઉપયોગી છે.

મેદસ્વીપણું
કેલરી ઓછી, કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે હૃદયરોગનું જોખમ ઓછું હોય છે.

કેન્સર
કેન્સર સામે રક્ષણ, રેડિયેશનથી પણ શરીરનું રક્ષણ,

મોં
મોં, ગળું, દાંતનો સડો, પેઢાની મજબૂતી, ગળું , મોંની દુર્ગંધ

સ્ત્રી રોગ – સેક્સ
સેક્સ લાઈફ, ફર્ટિલિટી, સ્ત્રીની પ્રજનનશક્તિ, સ્તનપાન, પ્રેગ્નન્સી, ધાવણ, સ્ત્રીની અનેક પ્રકારની સમસ્યાઓમાં ફાયદો કરે છે.
ભરપૂર ઑક્સિજન હોવાથી મગજના કોષોને ચેતનવંતા રાખવામાં મદદ કરે છે.

ચેતવણી – વૈદ કે તબિબને પૂછીને પ્રયોગ કરવા. એલર્જી, ઝાડા, બેચેની, ગભરામણ, ઊબકા, માથાનો દુ :ખાવો, ગળામાં સોજો જેવા ગેરફાયદો કરાવી શકે છે.

16 અહેવાલો વાંચો – બાજરો, જુવાર, રાગી જેવા બરછટ ધાન્ય ગુજરાતમાં પતન તરફ

https://allgujaratnews.in/gj/millets-coarse-grains-jowar-ragi-decline/ 

ઘઉંનો ઇતિહાસ 

ઘઉંના દાણા ખાવાથી થતાં ગેરફાયદાના કારણે હવે ગુજરાતના લોકો ઘઉં ખાવાનું ઓછું કરવા તરફ જઈ રહ્યા છે. પણ તેના પાનનો રસ પીવા તરફ વળી રહ્યા છે.

ચીન, ઇજિપ્ત તથા સ્વિટ્ઝર્લૅન્ડના લોકોમાં અતિપ્રાચીન સમયથી ઘઉં ખાય છે. ઍબિસિનિયા ડ્યૂરમ ઘઉંનું મૂળ સ્થાન છે અને ઈશાન એશિયા બીજા વર્ગોના ઘઉંનું મૂળ સ્થાન છે. મોહેં-જો-દરોના ખોદકામ વખતે કાર્બનયુક્ત ઘઉંના કાળા દાણા મળી આવેલા હતા.

છે જે ફલિત કરે છે કે ભારતમાં પાંચ હજાર વર્ષ પૂર્વે પણ ઘઉંનો પાક થતો હતો. શરૂઆતમાં ઘઉં તેની જંગલી અવસ્થામાં થતો હતો; પરંતુ તેમાં કાળક્રમે વિવિધ પેટાજાતો વચ્ચે કુદરતી સંકરણ થવાના કારણે હાલમાં વાવવામાં આવતી એસ્ટિવમ, ડ્યૂરમ તેમજ અન્ય જાતો અસ્તિત્વમાં આવી છે.

ભારત દેશમાં ઘઉંની ત્રણ પેટાજાતિઓનું વાવેતર કરવામાં આવે છે. તે પૈકી લગભગ 88 % વિસ્તારમાં એસ્ટિવમ ઘઉંનું વાવેતર થાય છે. જે ટુકડા ઘઉં તરીકે પણ ઓળખવામાં આવે છે. 11 % વિસ્તારમાં ડ્યૂરમ ઘઉં જેને મૅકરોની વ્હીટ કે દાઉદખાની કહે છે.

દુનિયામાં મોટા પાયા ઉપર ઘઉં પકવતા દેશો 30°થી 60° ઉ. અ. અને 27°થી 40° દ. અ. વચ્ચે આવેલા છે.

1950–51માં ભારતનું ઘઉંનું કુલ ઉત્પાદન અને હેક્ટરદીઠ કુલ ઉત્પાદકતા અનુક્રમે 63 લાખ મે.ટન અને 655 કિગ્રા. હતાં તે વધીને 1992–93માં 570 લાખ મે.ટન અને 2,322 કિગ્રા. થયેલ છે.

જૂના મુંબઈ રાજ્યમાં ઘઉંસંશોધનનું મુખ્ય કાર્ય નિફાડ (નાસિક) ખાતે થતું હતું. ગુજરાત પ્રદેશમાં અરણેજ મુકામે પેટાકેન્દ્ર હતું. તેની સ્થાપના 1940માં થઈ હતી. તે સમયે નિફાડ-4, કેનફાડ બંસી, અરણેજ–206, અરણેજ–624 જેવી ઘઉંની જાતો બહાર પડેલ, જે ગુજરાત પ્રદેશમાં પણ પ્રચલિત થયેલી હતી. 1944–45 પહેલાં વડોદરા રાજ્યે ઘઉં અને તમાકુ ઉપર સંશોધન કરવાનું કેન્દ્ર વિજાપુરમાં ચાલુ કર્યું હતું.
ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1960માં રાજ્યમાં કુલ ઘઉં-ઉત્પાદન ફક્ત 3.54 લાખ મે.ટન હતું તે વધીને હાલમાં 16.26 લાખ મે.ટન થયેલ છે. તેવી જ રીતે હેક્ટરદીઠ ઘઉંની ઉત્પાદકતા 779 કિગ્રા./હેક્ટરથી વધીને પિયતવાળા વિસ્તારમાં 2,787 કિગ્રા./હેક્ટર છે. આમ ઘઉંની ઉત્પાદકતામાં રાજ્યમાં ત્રણ દાયકામાં સાડાત્રણ ગણો વધારો થયેલ છે. હાલમાં ઉ. ગુજરાતમાં વિઘે 55–60 મણ ઘઉં પકવી શકાય છે.