[:gj]અમદાવાદમાં ચોમાસામાં ભૂવા-ખાડાની સાથે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના વધી[:]

[:gj]અમદાવાદ,તા:૧૩

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચોમાસાના કારણે વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરમાં કોન્ટ્રાક્ટરની ખાયકીના ભાગરૂપે ઠેરઠેર રસ્તા બેસી જવા, તૂટી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ બની છે, ત્યારે કોર્પોરેશન દ્વારા વિવિધ કંપનીને ખોદકામની મંજૂરી આપી યોગ્ય પેચવર્ક ન કરાવતાં ઝાડ ધરાશાયી થવાની ઘટના પણ વધી હોવાનું સામે આવ્યું છે.

દર ચોમાસામાં સરેરાશ શહેરમાં 500 જેટલાં ઝાડ ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે, જો કે તેમાં ચિંતાજનક વધારો થયો છે. ઉપરાંત મ્યુનિ. કમિશનર દ્વારા વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત દરવર્ષે સરેરાશ બે હજાર ઝાડ કાપવાની મંજૂરી આપવામાં આવે છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં 1700 વૃક્ષ ધરાશાયી

છેલ્લાં ત્રણ ચોમાસામાં અમદાવાદ શહેરમાં લગભગ ૧૭૦૦ જેટલાં નાનાં-મોટાં વૃક્ષો ધરાશાયી થયાં છે, જ્યારે ચાલુ વર્ષે ચોમાસામાં ૬ર૬ વૃક્ષ ધરાશાયી થયાં છે. ૩૦ સપ્ટેમ્બર અને ૧ નવેમ્બરે જ ૧૩૦ જેટલાં વૃક્ષ ધરાશાયી થયાં હતાં. ઉલ્લેખનીય છે કે ર૦૧૭-ર૦૧૮ અને ર૦૧૯ના વર્ષમાં સૌથી વધુ ઝાડ મધ્ય ઝોનમાં ધરાશાયી થયાં છે, ત્યાર બાદ નવા પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનનો નંબર આવે છે.

ચોમાસામાં ઝાડ પડવાનું મુખ્ય કારણ ખોદકામ હોવાનું જણાયું છે. મધ્ય ઝોનમાં મોટાપાયે બાંધકામ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે, ઉપરાંત અંડરગ્રાઉન્ડ યુટિલિટી માટે પણ ખાનગી કંપનીઓ અને મનપા દ્વારા ખોદકામ કરવામાં આવે છે, જેના કારણે ઝાડનાં મૂળ નબળાં પડતાં વરસાદ અને પવનની સ્થિતિમાં ઝાડ પડી જાય છે. મ્યુનિ. કમિશનર તથા ઝોનના ઉચ્ચ અધિકારીઓ આ બાબતને નજરઅંદાજ કરી રહ્યા છે, જેનાં માઠાં પરિણામ ચોમાસામાં જાવા મળે છે. ચાલુ વર્ષે ઝાડ પડવાની સંખ્યામાં થયેલા વધારા માટે “મિલિયન ટ્રીઝ” પ્રોજેક્ટને પણ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

બગીચા ખાતાએ સમયસર નહોતું કર્યું ઝાડનું ટ્રીમિંગ

મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ચોમાસા પહેલાં જ મિલિયન ટ્રી પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જે મુજબ બગીચા ખાતાના સ્ટાફને વિવિધ જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે આ જવાબદારીમાં લાગેલા સ્ટાફે યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઝાડને ટ્રીમિંગ ન કર્યાં હોવાની ચર્ચા પણ ચાલે છે.

મધ્ય ઝોનમાં સૌથીવધુ વૃક્ષ ધરાશાયી

મ્યુનિ.પાર્ક અને બગીચા ખાતાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લાં ત્રણ ચોમાસામાં ૧૬૮પ ઝાડ પડી ગયાં છે. જે મુજબ ર૦૧૭માં પ૦૯, ર૦૧૮માં પપ૦ તથા ર૦૧૯માં સર્વાધિક ૬ર૬ નાનાં-મોટાં ઝાડ ધરાશાયી થયાં છે. જેમાં માત્ર મધ્ય ઝોનમાં જ ત્રણ વર્ષ દરમિયાન ૪૮પ વૃક્ષ ધરાશાયી થયાં છે, જ્યાં તમામ ઝોન કરતાં સૌથી વધુ છે. મધ્ય ઝોનમાં ર૦૧૭ના વર્ષમાં ર૦પ, ર૦૧૮માં ૧૪૭ અને ર૦૧૯માં ૧૩૩ ઝાડ ધરાશાયી થયાં છે. જેની સામે સૌથી ઓછા રોપા પણ મધ્ય ઝોનમાં લગાવવામાં આવી રહ્યાં છે. મધ્ય ઝોનમાં ખુલ્લી જગ્યાનો અભાવ હોવાથી ઓછા રોપા લાગે છે.

ચોમાસામાં ધરાશાયી થતાં ઝાડમાં ૪૦થી પ૦ વર્ષ જૂનાં ઝાડની ટકાવારી ઓછી હોય છે. નવા પશ્ચિમ ઝોનમાં પણ મોટાપાયે બાંધકામ ચાલી રહ્યાં છે. નવા ડેવલપ થતા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ યુટિલિટી માટે પણ ખોદકામ કરવામાં આવે છે, જેના કારણે મધ્ય ઝોન પછી નવા પશ્ચિમ ઝોનનો નંબર આવે છે. નવા પશ્ચિમ ઝોનના (ઉત્તર અને દક્ષિણ ઝોન)માં ત્રણ વર્ષ દરમિયાન ૪૧૧ ઝાડ ધરાશાયી થયાં છે, જે પૈકી ઉત્તર-પશ્ચિમ ઝોનમાં જ ૩પ૭ નાનાં-મોટાં વૃક્ષ ધરાશાયી થયાં છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.[:]