અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ ૨૦૧૯-૨૦નું ૮૦૫૧ કરોડનું બજેટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૧૯-૨૦ માટે ₹ ૮૦૫૧ કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં ખાસ કરીને વિકાસ કાર્ય પર ભાર મૂકવામાં આવ્યો છે, અને તેના માટે ૨૨૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આ સાથે સ્ટેન્ડિંગ કમિટીએ અને ૫૪૨ કરોડના પણ નવા સુધારા સૂચવ્યા છે.

કોર્પોરેશન ના મેયર બીજલ પટેલ , ડે. મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ અને ભાજપના નેતા અમિત શાહ ભાજપના દંડક રાજુ ઠાકોરે સ્ટેન્ડિંગ કમિટીએ તૈયાર કરેલું આ બજેટ રજૂ કરતાં તેમણે માહિતી આપી હતી.

ચાલુ વર્ષે રેવન્યુ ની આવકમાં થયેલા વધારા અંગે તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય વેરાની આવક સો કરોડની કોમર્શિયલ ડેવલપમેન્ટ ની આવક 190 કરોડની પ્રીમિયમ ની આવકનો વધારો ૧૦૦ કરોડ એફ એસ આઈ વધારવા ની ફી ૧૦૦ કરોડની આવક , રાજ્ય સરકારની ગ્રાન્ટ માં વધારો ૪૪.૨૬ કરોડ અને વ્યવસાય વેરો ૮.૭ કરોડ એમની આવક મા કુલ ૫૪૩ કરોડનો વધારો દર્શાવ્યો છે.

અમદાવાદ ને મળેલા દેશમાં સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી દરજ્જા ને ધ્યાનમાં રાખીને હેરિટેજ અને તેના વિકાસ અને તેના રાખવા માટે યોગ્ય બજેટની ફાળવણી કરી અને શહેરની ભવ્યતામાં વધારો થાય તે માટે લાલ દરવાજા ખાતે આવેલા એએમટીએસ બસ ટર્મિનસ ની હેરિટેજ ની થીમ સાથે ડેવલપ કરવામાં આવશે અને તેના માટે રૂપિયા પાંચ કરોડ આવ્યા છે. શહેરનો સૌથી જૂના ખાણીપીણી માર્કેટ માણેકચોક ને એક આગવી ઓળખ અપાવવા માટે ક્લીન હેરિટેજ સ્ટ્રીટ ફૂડ હબનું આયોજન કરવામાં આવશે અને જે માટે પણ રૂપિયા પાંચ કરોડની ફાળવણી કરી છે.

અલબત્ત ઘણા બધા મુદ્દા અગાઉના બજેટમાં પણ સમાવવામાં આવ્યા હતા પરંતુ જો કે હજુ સુધી કોઈ ચોક્કસ અમલીકરણ થયું હોવાની પત્રકાર પરિષદમાં ચર્ચા થઈ હતી.

ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અને ઓડાની વસાહતોમાં ડ્રેનેજ પાણી લાઇટ અને કામકાજ માટે રૂપિયા ૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સ્કુલોમાં પ્રાથમિક સુવિધાઓ વધારવા અને ભણતર નું સ્તર સુધારવા માટે 193 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે 3 નવા ફલાયઓવર માટે રૂ ૩૦ કરોડની ફાળવણી કરી છે.