[:gj]અમપાની સિવિલ એન્જિ.ની ભરતી પ્રક્રિયા કૌભાંડનો રેલો કોલેજમાં?[:]

[:gj]અમદાવાદ, તા. 23

ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલની ઓફિસમાં ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ અચાનક દરોડા પાડીને કેટલાક મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ જી. પી. વડોદરિયા હાલ બહારગામ છે, ત્યારે અચાનક ટેકનિકલ શિક્ષણ વિભાગે આ પ્રકારની કામગીરી કરતાં અનેક તર્ક-વિતર્ક ઊભા થયા છે. ટેકનિકલ શિક્ષણના જાણકારો કહે છે કે થોડા સમય પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિવિલ એન્જિનિયરોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ ભરતી પ્રક્રિયા એલ ડી એન્જિનિયરીંગ કોલેજ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ખુદ કોલેજના પ્રિન્સિપાલની પુત્રી પ્રથમ નંબર ઉપર આવી હતી, જેના કારણે હાલ પ્રિન્સિપાલની દીકરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિવિલ એન્જિનિયર તરીકે જોડાઈ છે. આ અંગે ટેકનિકલ શિક્ષણ વિભાગમાં ફરિયાદ થતાં આ તપાસ કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. આ અંગે ટેકનિકલ શિક્ષણ વિભાગના સત્તાધીશો હાલ કશું કહેવા તૈયાર નથી.

[:]