[:gj]એટીએમ મશીનમાં સ્કીમર લગાવી કાર્ડનું કલોન કરતાં ઝડપાયા[:]

[:gj]05/01/2019 સાબરકાંઠાના પ્રાંતિજમાં એટીએમ મશીનમાં સ્કીમર લગાવીને એટીએમ કાર્ડનુ ક્લોન કરીને છેતરપીંડી આચરતા બે શખ્શોને પોલીસે ઝડપ્યા છે, બંને હરીયાણાના શખ્શોએ અત્યાર સુધીમાં અનેક સ્થળોએથી એટીએમ કાર્ડ ક્લોન કરીને છેતરપીંડી આચરી હોવાનુ તપાસમાં ખુલ્યુ છે.
શાંતનુ શર્મા અને સંદીપ કૌશીક નામના બંને શખ્સોએ અત્યાર સુધીમાં ૧૨૦ જેટલા એટીએમ કાર્ડ ક્લોન કર્યા છે અને તેમાથી તેઓ પૈસા ઉપાડતા હતા. ઓનલાઇન સાઇટ પર સર્ચ કરીને તેઓએ એટીએમ મશીનમાં લગાડવાનુ સ્કીમર મંગાવીને યુટ્યુબ પરથી એટીએમ ક્લોન કરવાનુ શીખીને તેઓએ શરૂઆત કરી હતી. સ્કીમરને તેઓ એટીએમમાં લગાડીને પૈસા ઉપાડવા આવેલ. એટીએમ ધારકની પાછળ ઉભા રહીને પાસવર્ડ જાણી લેતા હતા અને બાદમાં તેના પૈસા તેઓ અમદાવાદ અન્ય સ્થળેથી એટીએમમાંથી ઉપાડી લેતા હતા. તો વળી એટીએમમાંથી ઉપાડી શકાતી ચોવીસ કલાકમાં નિર્ધારીત રકમથી વધુ રકમને તેઓ અન્ય ખાતામાં પણ ઓનલાઇન ટ્રાન્સફર કરી લેતા. જેથી કાર્ડ બ્લોક થાય એ પહેલા તેઓ બેંક ખાતાની તમામ રકમ ઉપાડી લેતા અને આમ છેતરપીંડી આચરતા હતા.
આવી જ રીતે સાબરકાંઠાના પ્રાંતિજના એક શખ્શના પૈસા ઉપડી જતા સાબરકાંઠા એસઓજીની સાયબર ટીમે ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ હાથ ધરતા શાંતનુ વિક્રમ જી/ર્ં. અજય વિક્રમ અંબાદત્ત શર્મા, ઉ.વ. ૩૦, હાલ રહે. સરકારી હોસ્પીટલ, બ્લોક નં. સી/૩, સ્ટાફ કવાટર્સ, માણસા, તા.માણસા, જી. ગાંધીનગર, મુળ રહે. હાઉસ નં. ૬૦૨/૨૧, ગલી નં. ૬, નરેન્દ્રનગર, તા.જી. સોનીપત હરીયાણાનો રહેતો હોવાનુ ખુલ્યુ હતુ અને તેનો મિત્ર મિત્ર એવા સંદીપ જી/ર્ં. રાજેન્દ્રભાઇ મુલચંદભાઇ જાતે. કૌશીક (બ્રાહ્મણ), ઉ.વ. ૩૦, હાલ રહે. અંકીતપુરમ, હાઉસ નં. ૩૫, જી.એમ.એસ. રોડ, દેહરાદુન, (ઉત્તરાખંડ), મુળ રહે. હાઉસ નં.૯૪૪, સેકટર – ૧૫, સોનીપત, હરીયાણા બંને આ રીતે છેતરપીંડી આચરતા હોવાનુ સામે આવ્યુ હતુ.
આરોપી શાંતનુ શર્મા અગાઉ આવાજ ગુન્હામાં ઝડપાયો હોવાને લઇને ત્રણ માસથી જુનાગઢ જેલમાં હોવાનુ જણાતા એસઓજીએ તેને લાવીને પુછપરછ હાથ ધરતા જ પોલીસને આખાય રેકેટ સ્વરૂપનો ગુન્હો ઉકેલવામાં સફળતા મળી હતી.
પોલીસ પણ તેમની એમઓને જોઇને દંગ રહી ગઇ હતી કે બંને માત્ર ધોરણ દશ પાસ હોવા છતાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં માહીર છે અને બંને જણાં ઓનલાઇન સાઇટ સર્ચ કરીને તેઓ એટીએમ ક્લોન કરવાના સ્કીમર સહીતની ચીજો ખરીદીને મંગવાતા હતા અને તેનો ઉપયોગ યુટ્યુબ ચેનલ મારફતે કરતા શિખીને આખરે છેતરપીંડીનો સિલસીલો શરુ કર્યો હતો.
આરોપી શાંતનુ શર્મા ગાંધીનગરના માણસાની હોસ્પીટલના સરકારી ક્વાર્ટસમાં રહેતો હતો અને ગાંધીનગર અને માણસામાં ટેક્ષી ચલાવવાની સાથે તે છેતરપીંડી આચરતો હતો. પરંતુ હવે તે હાલ તો જેલના સળીયા પાછળ ધકેલાઇ ગયો છે. પોલીસને આશા છે કે બંને પાસે થે આંતરરાજ્ય છેતરપીંડીના ખુલાસા થઇ શકે છે અને હવે તે દીશામા ંપણ તપાસ હાથ ધરી છે.[:]